ડ્રીમ ગર્લ - 7 Pankaj Jani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ડ્રીમ ગર્લ - 7

ડ્રીમ ગર્લ 07

એ જાણતી હતી કે નિર્બળતાથી પ્રશ્નો સોલ્વ નથી થતા. એણે મન મક્કમ કર્યું.
" હેલો ... "
" યસ .... "
" તમે આમને જાણો છો ? "
" યસ , હું જાણું છું એમને. આટલી મહેરબાની કરી છે તો એક મહેરબાની કરજો. હું પહેલી ફલાઇટ પકડીને ત્યાં આવું છું. પણ હું ત્યાં આવું ત્યાં સુધી તમે એમની સાથે રહેજો. તમે રૂપિયાની ચિંતા ના કરતા. જરૂર હોય તો એમને સારી હોસ્પિટલમાં ચેન્જ કરજો. "
" એ જ પ્રોબ્લેમ છે. મેં હોસ્પિટલમાં કહ્યું કે એ મારા અંકલ છે. છતાં કોઈ કશું બતાવતું નથી. ઉપરથી પોલીસ મને શંકાની નજરે જુએ છે. "
" બસ થોડા કલાક , હું ત્યાં આવું જ છું . "
" હું એમનું અને તમારું નામ જાણી શકું છું ? "
" આટલી મદદ કર્યા પછી તમારો એટલો તો અધિકાર બને જ છે. મારું નામ પ્રિયા રહાણે અને એ વ્યક્તિ અભિજિત રહાણે. મારા પિતા છે એ. એન્ડ ડોન્ટ વરી. એ દેશ માટે ઝઝૂમતા જાંબાઝ વ્યક્તિ છે. "
" ઓ.કે. હું તમારી રાહ જોઉં છું. "
" ઓ.કે. "

** ** ** ** ** ** ** ** ** ** **

પ્રિયા એ સૌથી પહેલા એક ફોન કર્યો. ફોન રિસીવ ના થયો. એણે ફલાઇટ માટે કોન્ટેકટ કર્યો. પાંચ કલાક પછીની ફલાઇટ હતી. એણે બે ટીકીટ બુક કરાવી. એક બેગમાં કપડાં ભર્યા. ક્રેડિટ કાર્ડ અને રોકડ રકમ બેગ માં મૂકી. એના રતુંબડા ગાલ પર આવેલા આંસુ લૂછયા અને મનને ઠપકાર્યું. આ નબળાઈનો સમય નથી. આ જ મજબૂત થઈ પરિસ્થિતિનો સામનો કરવાનો સમય છે. એને એના પિતા યાદ આવ્યા. દેશ માટે જાનની બાજી લગાડતા ના અચકાય એવા. એ હંમેશા કહેતા કે રડી રડીને જીવવા કરતાં સાવજની જેમ જીવવું સારું. બહાદુર બનો અને પરિસ્થિતિનો સામનો કરો .
એણે ફરી ફોન કર્યો. નો રીપ્લાય. એને ગુસ્સો આવતો હતો. ઉપરાછાપરી ચાર ફોન કર્યા. નો રીપ્લાય. એ એક હતાશાની લાગણી અનુભવતી બેઠી. પણ એણે મન મક્કમ કર્યું. એ એકલે હાથે લડશે.

** ** ** ** ** ** ** ** ** ** **

પ્રિયાની ચાર પાંચ રીંગ આવી ગઈ હતી. ઉપરાછાપરી રીંગ આવવાનો મતલબ એ હતો કે કોઈ અરજન્ટ કામ હશે. પણ હોમ મિનિસ્ટરના પર્સનલ સચિવ હોવાના જેટલા ફાયદા હતા એટલા નુકસાન પણ હતા. એ હોમ મિનિસ્ટર સાથે ખાસ મિટિંગમાં હતો અને સહજતાથી ફોન ઉઠાવવો શક્ય નહતું . પણ આખરે એણે મન મકકમ કર્યું .
" એક્સ્ક્યુઝ મી સર , એક અરજન્ટ કોલ છે . જસ્ટ ફાઈવ મિનિટ ઓનલી . "
કર્તવ્યપરસ્ત એ વ્યક્તિની આવડત અને વફાદારી પર શંકા ને કોઈ સ્થાન નહતું. હોમમિનિસ્ટર એને જોઈ રહ્યા . ચહેરા પર એક પ્રશ્ન હતો . મારા કરતાં પણ જરૂરી કોઈ અગત્યતા હશે ? એ ફોન લઈ બહાર આવ્યો. સિક્યુરિટી સ્ટાફે સલામ કરી . દેશનો એ સૌથી શક્તિશાળી ઓફિસરોમાં નો એક હતો.

પ્રિયાના ફોનમાં રીંગ વાગી. પ્રિયા એ ફોન રિસીવ કર્યો.
" હેલો , વોટ હેપન્ડ. "
" અંકલ , ડેડ ઇઝ એડમિટેડ ઇન હોસ્પિટલ. "
" ઇટ્સ નોટ પોસીબલ . "
" વ્હાય નોટ પોસીબલ . એ માણસે મને વિડીયો કોલ પર બતાવ્યું છે. "
" કોઈ મઝાક કરતું હશે. ડોન્ટવરી. "
" મેં ફલાઇટની ટીકીટ બુક કરાવી લીધી છે. હું જાઉં છું . " અને પ્રિયા એ ફોન કાપી નાંખ્યો . એ પછી પાંચ કોલ આવ્યા . પણ પ્રિયા એ એક પણ કોલ રિસીવ ના કર્યો.
એ પ્રિયાના ગુસ્સાથી માહિતગાર હતો. એક પળ એને વિચાર આવ્યો કે અગર આ જો કોઈની ચાલ હશે. અને પ્રિયા સામેથી ત્યાં પહોંચી ગઈ તો ? નો . એવું ના થવું જોઈએ. એણે પ્રિયાના એપાર્ટમેન્ટના સિક્યુરિટીને ફોન લગાવ્યો.એને કડક સૂચના આપી કે પ્રિયા ક્યાંય બહાર જવી ના જોઈએ. બીજો ફોન એણે એરપોર્ટ ઓથોરિટીને લગાવ્યો.
" પર્સનલ સેક્રેટરી ટુ હોમ મિનિસ્ટર રોહન રહાણે સ્પીકિંગ. કોઈ પ્રિયા રહાણે નામની વ્યક્તિનું આજની તારીખમાં બુકિંગ છે ? અને જો હોય તો એની ફલાઇટ નમ્બર અને ટાઈમ આપો. બી કવિક . અને જો ફલાઇટ નો સમય થઇ ગયો હોય તો એને રોકી રાખો. બાય એની વે. "
" બટ સર. "
" નો બટ એન્ડ નો સોરી . ફોલો માય ઓર્ડર એની વે. "
એના અવાજ માં સતાધીશોની ધાર હતી . એક અજબ આત્મવિશ્વાસ હતો. કેવા સમયે કેવી રીતે કામ લેવું એ સારી રીતે જાણતો હતો.
" જસ્ટ ફ્યુ મિનિટ સર. "
" યસ . "
ત્રણ મિનિટમાં એનો જવાબ આવ્યો .
" સર , પ્રિયા રહાણે એ બે ટીકીટ બુક કરાવી છે . એક એમના નામે અને બીજી રોહન રહાણે ના નામે . અને ફલાઇટમાં હજુ પોણા પાંચ કલાકની વાર છે . "
" ઓ.કે.. થેન્ક્સ. '

** ** ** ** ** ** ** ** ** ** **

એણે એક પળમાં મગજને સ્વસ્થ કર્યું અને કેટલાક નિર્ણયો લીધા . પ્રિયા એ બે ટીકીટ બુક કરાવી છે. મતલબ એ મને લઈને જવા માંગે છે. એનો અર્થ એ થાય કે વાતમાં કંઈક તો છે. એ કોંફરન્સ રૂમમાં આવ્યો. હોમ મિનિસ્ટર કોઈક ફોન પર હતા . રોહનને જોઈ એમણે ફોન પતાવ્યો. રોહનના ચહેરાને એ વાંચી શકતા હતા. આખા દેશની જવાબદારી એમના માથે હતી ત્યારે આવા વિશ્વાસુ ઓફિસર્સના આધારે જ વહીવટ શક્ય હતો. અને એ માટે એ ઓફિસર્સને જાણવા જરૂરી હતા. એમના ચહેરાના ભાવ સમજવા જરૂરી હતા. અને એ આવડત એમનામાં હતી.
" એની પ્રોબ્લેમ રોહન ? "
" યસ સર. "
" શું થયું ? "
" સર , મારે એક કામ માટે મારે બહાર જવું પડશે. "
" કેટલા દિવસ માટે ? ઓફિશિયલી કે અનઓફિશિયલી ? "
" સર , સમય ખબર નથી. પણ ઓફિશિયલી જઈશ તો તમારો પાવર મારી સાથે હશે . "
" ઓ.કે.. બટ , કામ શું છે ? "
" માય બ્રધર ઇઝ એડમિટેડ ઇન હોસ્પિટલ . સમથિંગ રોંગ વિથ માય બ્રધર. "
" ઇટ્સ યોર પર્સનલ પ્રોબ્લેમ . એમાં હું તને ઓફિશિયલી ના મોકલી શકું . "
" સર , એ ફક્ત મારો ભાઈ નથી . આ દેશ કેટલીક ગુપ્ત માહિતીઓના આધારે ચાલે છે . અને મારો ભાઈ આ દેશ માટે એ માહિતી લાવવાનું કામ કરતો હતો . ઓફિશિયલી . ઓન બિહાફ ઓફ ભારત સરકાર . "
" ઓહ . રોહન , આઇ ગીવ યુ અ ફ્રી હેન્ડ . પણ ધ્યાન રહે . કોઈ મોટી મેટર મારી પરમિશન વગર ના કરતો . જે લેટર જોઈએ એ ટાઈપ કર. હું સિગ્નેચર કરી દઉં છું . "
" થેન્ક્સ સર . "
રોહન ગાડી લઈને પ્રિયાના એપાર્ટમેન્ટ પર પહોંચ્યો ત્યારે પ્રિયા ઘરે થી નીકળવાની તૈયારી કરતી હતી.

( ક્રમશ : )

30 ડિસેમ્બર 2020