DREAM GIRL - 30 books and stories free download online pdf in Gujarati

ડ્રીમ ગર્લ - 30

ડ્રીમ ગર્લ 30

જિગરે જીપ ચાલુ કરી અને વૈષ્ણવદેવી સર્કલ પાસે મંદિરની બહાર જીપ ઉભી રાખી. નિલુની સાથે એ મંદિરમાં દર્શન કરવા ગયો. નિલુની સાથે એ આજે પૂર્ણતાનો અહેસાસ કરતો હતો. પૂર્ણતાનો અહેસાસ મતલબ આગળ કોઈ જ બીજી મોહ માયા કે અપેક્ષા નહિ. નરસિંહ મહેતા અને મીરાંએ પૂર્ણતાનો અહેસાસ કર્યો હતો. જીવનના તમામ મોહમાયાથી મુક્ત, ફક્ત શામળો જ શામળો. પ્રેમના ઉચ્ચ તબક્કે વ્યક્તિ એવા જ મનોભાવ અનુભવે છે. પણ બન્ને મનોભાવોમાં તફાવત છે. નરસૈંયા કે મીરાંના ભવિષ્યમાં દુઃખ હોઈ શકે, પણ એ પુર્ણપુરુષોત્તમ એવા પ્રભુના સાનિધ્યમાં છે, એમને ડર નથી, એમને એ ભય નથી કે શામળાનો સાથ છૂટી તો નહિ જાય ને? કેમકે શામળો એ શાશ્વત છે, અવિનાશી છે, સત્ય છે. એનો સાથ છૂટી જ ના શકે. જ્યારે જિગર આજે પૂર્ણ છે પણ કાલે ? નિલુ કે જિગર એક નાશવંત શરીર છે.
જિગરે મંદિરની ઉંચાઈથી રોડ પર જોયું. પીળા શર્ટવાળો વ્યક્તિ રોડની સામેની બાજુ બાઇક ઉભી કરી સિગારેટ પીતો હતો. નિલુ અને જિગર મંદિરમાં પ્રવેશ્યા. નિલુએ દુપટ્ટો માથે મુક્યો અને આંખો બંધ કરી મા સામે ઉભી રહી.
" હે મા, એમને બધી રીતે સુખી રાખજે. "
પ્રેમની પૂર્ણતા હતી આ. અમને નહિ, એમને.
કોઈ દંપતી જેવા બન્ને લાગતા હતા. નિલુએ પાકિટ ખોલી કંઈક મા ના ચરણોમાં મુક્યું. પૂજારી એ આશીર્વાદ આપ્યા.
" અખંડ સૌભાગ્યવતી ભવ : "
એક સ્ત્રી માટે આ આશીર્વાદ હતા. પણ પુરુષનું શું ? પત્ની વગર પતિનું જીવન કેટલું દોહ્યલું હોય છે. જિગરને આ આશીર્વાદમાં કંઇક ખૂટતું લાગ્યું. બન્ને બહાર નીકળ્યા. પગથિયાં ઉતરતા નિલુ એક પગથિયું ચુકી ગઈ અને જિગરે એને પકડી લીધી.
" સાચવીને નિલુ, તને ખબર છે મને કેટલો ધ્રાસકો પડ્યો? "
એક યુવતી માટે પતિની આ ચિંતા કેટલી આનન્દદાયક હોય છે. એ તો એ યુવતી જ જાણે. જીપ પાસે આવી જિગરે ચારે બાજુ જોયું. જાણે એ કંઈક શોધતો હતો.
" નિલુ, એક મિનિટ. હું હમણાં જ આવ્યો. "
જિગર બાજુના સ્ટોલ પર ગયો અને એક સિગારેટ સળગાવી પાછો આવ્યો. જિગરને આવતો જોઈ નિલુ ગુસ્સાથી લાલચોળ થઈ ગઈ. જિગરના નજીક આવતાં જ એણે સિગરેટ ખેંચી તોડીને ફેંકી દીધી. નિલુ એ કંઈ બોલવાની જરૂર ન હતી, એની બોડી લેન્ગવેજ જ કાફી હતી.
" સોરી નિલુ, ફરી આવી ભૂલ નહિ થાય. "
એક બુલેટ પર એક યુવક બાજુમાં આવીને ઉભો રહ્યો. બુલેટ સ્ટેન્ડ પર ચઢાવી ચાવી લઈને એ જિગર પાસે આવ્યો.
" હાય જિગર, લે તારા બુલેટની ચાવી. અને લાવ જીપની ચાવી."
એની આછી નજર નિલુ પર પડી. અને જિગર સામે જોઈને એ હસ્યો. જિગરે નિલુ સામે જોયું અને જીપની ચાવી એ યુવકને આપી બુલેટ ની ચાવી લઈ લીધી. એ યુવક જીપ લઈને ચાલ્યો ગયો. જિગરે નિલુની સામે જોયું.
" સોરી નિલુ, સિગારેટની ભૂલ ફરી નહિ કરું. એન્ડ કમ વિથ મી. "
જિગરે બુલેટને કિક મારી અને એક આછી ધ્રુજારી સાથે બુલેટ ચાલુ થયું. જિગરે નિલા સામે જોયું.
" હું તો મઝાક કરતી હતી. તમે તો બુલેટ મંગાવી પણ લીધું. "
" કેમ, નહિ ફાવે ? "
" ડર લાગશે તો આંખો બંધ કરી દઈશ. "
" ડર લાગશે જ નહિ. "
નિલુ જિગરની પાછળ બુલેટ પર બેઠી. એક હળવા આંચકા સાથે બુલેટ સ્ટાર્ટ થયું. ના મને પણ નિલુએ જિગરને પકડવો પડ્યો. એક અજબ અનુભૂતિ છે આ. લોન્ગ દ્રાઈવની.... સ્પર્શ ની.... નિલુ પણ આખરે એક જીવંત વ્યક્તિ હતી. મિરર વ્યુમાં જિગરે જોયું એ પીળા શર્ટ વાળો વ્યક્તિ પાછળ જ હતો....

(ક્રમશ:)

23 ફેબ્રુઆરી 2021


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED