ડ્રીમ ગર્લ - 29 Pankaj Jani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

શ્રેણી
શેયર કરો

ડ્રીમ ગર્લ - 29

ડ્રીમ ગર્લ 29


કેટલું અઘરું હોય છે ટીકીટ વિન્ડો પર જઈને કહેવું કે " બે ટીકીટ કોર્નરની આપજો. " એ આજના સંજોગોમાં ના સમજાય કેમકે આજે બુક થયેલી અને ખાલી સીટોની પોઝિશન બુક કરનારને જોઈ પસંદગીની સીટ બુક કરવાનો મોકો મળે છે. પણ જિગરને આ થિયેટર માટે નિલુને રાજી કરતાં આંખે પાણી આવી ગયા. જિગરને એવી ફિલ્મ પસંદ કરવી હતી જેમાં અડધું થિયેટર ખાલી હોય. થોડી સ્પેસ મળી રહે. નિલુ સાથે વાત કરવાની.... પણ નિલુને જે ફિલ્મ પસંદ હતી એ નવી હતી, હજુ પહેલું વિક હતું અને પાછી બ્લોકબસ્ટર હતી. હાઉસફુલ જતી હતી. આખરે જિગરે શહેરથી દુર એક થિયેટર પસંદ કર્યું. નિલુને સમજમાં નહતું આવતું કે આટલા દૂર આવવાની શું જરૂર હતી? આખરે એના મગજમાં આછો ચમકારો થયો.
જિગરે માર્ક કર્યું કે એક પીળા શર્ટવાળો વ્યક્તિ શહેરથી એમની પાછળ જ હતો.
પાણીની એક બોટલ, વેફર અને પોપકોર્નના બે પડીકા સાથે જિગર નિલુ સાથે થિયેટરમાં પ્રવેશ્યો. નિલુના શરીરની આછી માદક સુગંધ અને નિલુનો આછો સ્પર્શ જિગરને મદહોશ કરતો હતો. છતાં જિગરનું ધ્યાન ક્યારેક જેકેટમાં છુપાવેલ કવર પર સરકી જતું હતું.
સફેદ પડદા પર લાઈટનું ફોક્સ પડતું હોય છે. ફક્ત ફિલ્મની પટ્ટી બદલાતી રહે છે અને પડદા પરના દ્રશ્યો બદલાતા રહે છે. જીવનનું પણ એવું જ છે ને. વ્યક્તિના સંજોગો બદલાતા રહે છે અને વ્યક્તિના જીવનના રંગ બદલાતા રહે છે. સુખ, દુઃખ, મિલન, વિરહ, જુદાઈ, જન્મ, મરણ.... કેટલા રંગ છે જીવનમાં. જેનું સ્વપ્ન સેવ્યું હતું એ નિલુ આજે પોતાની સાથે હતી. પોતાની સ્વપ્નસુંદરી.... જિગર ઇચ્છતો હતો એનો હાથ પકડવાનો, ક્યાંક એ છોડીને ચાલી ના જાય. નિલુના ખભે માથું મૂકી સુઈ જવું હતું. કોઈક એવો થાક હતો જે ફક્ત નિલુના ખભે જ ઉતરે એમ હતો. પણ પહેલી જ મુલાકાતમાં એ નિલુને કોઈ પણ રીતે નારાજ કરવા માંગતો ન હતો.
પડદા પર દ્રશ્યો બદલાતા રહ્યા. જિગરનું ધ્યાન એમાં જરા પણ ન હતું. એનું ધ્યાન નિલુના સાનિધ્ય અને પેલા કવર વચ્ચે અટવાતું હતું. ઈચ્છા થતી હતી કે વોશ રૂમ જઇ કવર ચેક કરી લઉં. પણ એ વિચાર જિગરને યોગ્ય ન લાગ્યો.
આખરે ઈન્ટરવલ પડ્યો. નિલુએ પાણીની બોટલ હાથમાં લઈ પાણી પીધું અને બોટલ બાજુમાં મૂકી અને વેફરનું પેકેટ તોડી વેફર હાથમાં લીધી. જિગરે પાણીની બોટલ લઈ પાણી પીધું. આજે પાણી એને બહુ મીઠું લાગ્યું. જિગરને એવું લાગ્યું કે નિલુ કંઈક વિચારી રહી છે....
" નિલુ, શું વિચારે છે ? "
" કંઈ નહીં. "
" કંઈક તો વિચારે જ છે ? "
" એમ વિચારું છું કે જે તારા જેવા શરમાળ છોકરા જોડે લગ્ન કરશે એનું જીવન કેમ જશે. "
એક પળ તો જિગરને કંઈ સમજમાં ના આવ્યું. પણ જેવું સમજમાં આવ્યું, એને એક આંચકો લાગ્યો. જિગરે નિલુના ગાલે ચૂંટલો ભર્યો.
" લુચ્ચી, ચોરી ઉપર થી શીનાજોરી. હમણાં કંઇક કરત તો બેશરમ કહેત અને ન કરત તો શરમાળ ? "
" જિગર, હું વાતો કરવાનું કહેતી હતી. અટકચાળા કરવાનું નહિ. "
થિયેટરની લાઇટો બંધ થઈ અને ફિલ્મ ચાલુ થઈ. જિગરે એનો હાથ નિલુના હાથ પર મુક્યો. નિલુ એ કોઈ વિરોધ ના કર્યો. જિગરે એનો હાથ પોતાના હાથમાં લઇ લીધો. નિલુનો હાથ ઊંચો કરી ચૂમી લીધો. આજે એ પૂર્ણ થયો. આજે એને એની સ્વપ્નસુંદરી મળી. આ ભાવ કે આ આનન્દ સમજવા જિગરની જેમ પ્રેમ કરવો પડે. પોતાના રૂપ કે સંપત્તિ કે તાકાતના અહમના ઓટલે બેસીને એ અનુભવ ન થાય. નિલુએ એનું માથું જિગરના ખભે મૂકી દીધું. નિલના ગાલ જિગરના કાનને અડતા હતા. નિલુના લાંબા સિલ્કી વાળ જિગરના ખોળામાં આવી પડ્યા હતા. જિગર આજે સ્વર્ગલોકમાં હતો. ફિલ્મ પૂરી થઈ. જિગરે જોયું, નિલુ સુઈ ગઈ હતી....

** ** ** ** ** ** ** ** ** **
જિગર અને નિલુ થિયેટરની બહાર નીકળ્યા. કેન્ટિનના કાચમાં જિગરે જોયું. એ પીળા શર્ટવાળો વ્યક્તિ પાછળ જ હતો. નિલુ જાણે તોફાની થઈ ગઈ હતી. એની આંખોમાં કોઈ અજબ ભાવ હતા. જિગરને નિલુ તરફનું પેશન વધતું જતું હતું.
જીપમાં બન્ને થિયેટરની બહાર નીકળ્યા ત્યારે સાંજના ચાર થયા હતા.
" નિલુ ક્યાંક ફરી અને સાંજે જમીને ઘરે જઈશું. "
" ઓ.કે.. "
" શું વિચારે છે ? "
" એમ વિચારતી હતી કે બીજું કોઈ હોત તો બુલેટ લઈ લેત. "
આટલું કહી નિલુ એ જિગર તરફ જોયું. જિગર આની પાછળનો મર્મ સમજ્યો.
" લૂચ્ચી આજે કરી લે મઝાક. આજ પછી હું એવો મોકો જ નહિ આપું. પણ પછી એવી વાત ના કરતી કે હું બેશરમ છું. "
" અરે મેં કોઈ દિવસ બુલેટ પર સવારી નથી કરી એટલે કહ્યું. જાવ તમારી જોડે વાત જ નથી કરવી. તમને ઉંધા અર્થ જ સુજે છે. "
નિલુના ચહેરા પર ગુસ્સાના ભાવ હતા.
" નિલુ, તું ગુસ્સે થાય ત્યારે વધુ સુંદર લાગે છે. જાણે તીખું મરચું. કાચું જ ખાઈ જાઉં. એક મિનિટ એક કોલ કરી લઉં. "
જિગરે જીપ હાઇવે પર સાઈડમાં ઉભી રાખી અને એક કોલ કર્યો. કોલ પતાવી જિગરે રોડ પર પાછળ જોયું. એ પીળા શર્ટ વાળો વ્યક્તિ દૂર બાઇક પાર્ક કરી કોઈની સાથે મોબાઈલ પર વાત કરતો હતો.

(ક્રમશ:)

21 ફેબ્રુઆરી 2021