ડ્રીમ ગર્લ 08
" વોટ ધ મેટર પ્રિયા ? "
" કોઈ નહિ. તમે તમારી હોમ મિનિસ્ટરી સાંભળો. હું મારું ફોડી લઈશ. "
પ્રિયાનો ચહેરો ખૂબ જ ગુસ્સામાં હતો. એના રતુંબડા ગાલ વધારે રતુંબડા લાગતા હતા.
" વોટ ડુ યુ મીન ફોડી લઈશ. તને કાંઈ ખબર પડે છે. આ જો કોઈ દુશ્મનની ચાલ હશે અને જો તું એમાં ક્યાંક ફસાઈ જઈશ તો હું ભાઈને શું જવાબ આપીશ. હું તારી સાથે આવીશ. રિલેક્સ. જસ્ટ રિલેક્સ એન્ડ ટોલ્ડ મી , વોટ હેપન્નડ. "
પ્રિયા સોફા પર બેસી ગઈ. કોઈ અતિતમાં એ જોઈ રહી હતી. રોહન એની પાસે આવ્યો. રોહન. એક નિષ્ઠાવાન ઓફિસરની આ એક માત્ર ભત્રીજી હતી. પોતે અનમેરીડ હતો. એટલે પ્રિયા એની દીકરી જેવી હતી. દીકરી જેવી નહિ પણ દીકરી જ હતી. પ્રિયાની માતા પાંચ વર્ષ પહેલાં અવસાન પામી હતી. પણ એ પહેલાં પણ જ્યારે જ્યારે રોહન પ્રિયાના ઘરે આવતો ત્યારે પ્રિયા દોડીને રોહનને વળગી પડતી અને મોમ , ડેડની ભરપૂર ફરિયાદ કરતી. પ્રિયા , જ્યારે મન થાય એ વસ્તુની માંગણી રોહન પાસે કરતી અને રોહન એને હોંશે હોંશે પૂરી કરતો.
" એનો કોલ આવ્યો હતો. કોઈ જિગર છે. ડેડને અકસ્માત થયો છે. એ જિગર એમને હોસ્પિટલમાં લઈ ગયો હતો. મેં એને વિડીયો કોલ કરવા કહ્યું. એણે વિડીયો કોલ કર્યો. એ ડેડ જ હતા. એ ડેડ જ હતા. "
" રિલેક્સ. જસ્ટ રિલેક્સ એન્ડ કોલ જિગર. "
પ્રિયાએ જિગરને વિડીયો કોલ કર્યો. જિગરે અનનોન નમ્બર જોયો. પણ તરત જ યાદ આવ્યું. ઓહ આ તો એ છોકરીનો છે. જિગરે કોલ રિસીવ કર્યો. પ્રિયાએ ફોન રોહનને આપ્યો. રોહન કેટલીય ઠોકરો ખાઈ ઘડાયેલો આદમી હતો. એ જાણતો હતો કે ક્યારે , કેવી રીતે વાત કરવી. રોહને શક્ય એટલો મૃદુ અવાજ કરી વાતની શરૂઆત કરી.
" હેલો જિગરજી , ફર્સ્ટ થેન્ક યુ. મારા ભાઈને મદદ કરવા બદલ. "
જિગર એટલા મૃદુ અવાજમાં છુપાયેલું ભારેપણું અનુભવી શકતો હતો.
" ઇટ્સ ઓકે. એ મારી ફરજ હતી કે હું એમને મદદ કરું. "
" ઓહ યસ , એક બીજી મહેરબાની કરશો. "
" બોલો. "
" એકવાર મારા ભાઈને બતાવશો. અને એ પણ કહો કે એની સ્થિતિ કેવી છે. "
" એ જ તો પ્રોબ્લેમ છે. અહીં કોઈ સાચી વાત કરવા જ તૈયાર નથી. એકવાર તો હું અંદર જઇ આવ્યો. હવે ફરી કોશિશ કરું છું. તમે જુઓ શું થાય છે. "
" ઓ.કે. થેન્ક્સ. "
જિગરે મોબાઈલનો કેમેરો બહારની બાજુ રહે એમ શર્ટમાં મુક્યો અને આઈ.સી.યુ. રૂમ તરફ ગયો. બહાર કોન્સ્ટેબલે એને ધમકાવીને કાઢી મુક્યો. જિગર ત્યાંની ઇન્ચાર્જ નર્સ પાસે ગયો. નર્સ પાસે બીજા ઘણા કામ હતા. પોલીસ ઇન્કવાયરીનું પ્રેશર પણ હતું. એ કોઈ જવાબ આપવા તૈયાર ન હતી.
જિગર નિરાશ થઈ પાછો બાંકડે આવીને બેઠો. મોબાઈલ પાછો હાથમાં લીધો.
" જોયું તમે. હું એમનો સગો નથી , નહિ તો કોઈપણ રીતે અંદર જાત. આ લોકો તો ઉપરથી મને શંકાની નજરે જુએ છે. બટ મેં જેટલી શક્ય એટલી મદદ જરૂર કરી છે. "
" ઓહ યસ , થેન્ક્સ અગેઇન. ત્યાં કોઈ પોલીસ ઓફિસર હોય તો વાત કરાવો. "
" અહી તો હાલ કોન્સ્ટેબલ જ છે. પણ એ વાત કરે એવું લાગતું નથી. "
" ઓ.કે. ડોન્ટ વરી, અમે ત્યાં આવીએ છીએ. "
" હું ત્યાં સુધી અહીં જ છું. કંઈક હશે તો આ નમ્બર પર જરૂર ફોન કરીશ. "
" થેન્ક્સ. "
રોહને ફોન કાપ્યો. રોહનના લમણાંની નસો ગુસ્સાથી ફાટ ફાટ થતી હતી. બે મિનિટ એ વિચારમાં પડ્યો.
એણે એક નમ્બર ડાયલ કર્યો.
" હેલો ડોકટર નીતિન આયંગર , આઇ એમ રોહન રહાણે. એક અગત્યનું કામ હતું. "
નીતિન આયંગર એક ખ્યાતનામ સર્જન હતા. અને એ રોહનના ઉપકાર નીચે દબાયેલા હતા અને એ , એ પણ જાણતા હતા કે રોહન એક ઈમાનદાર અને કર્તવ્યપરસ્ત ઓફિસર છે અને એટલો જ મહત્વનો છે.
" ઓહ , બહુ દિવસે યાદ આવી , બોલો શું કામ હતું . "
રોહને તમામ ડિટેઇલ આપી. 15 મી મિનિટે ડોક્ટર આયંગરનો વિડીયો કોલ રોહન પર ગયો. રોહને જોયું. એ જ. પ્રિયા સાચી હતી. એનો ભાઈ મૃત્યુશય્યા પર હતો. આયંગર ફાઇલમાં જોઈને બોલતા હતા.
" આ માણસને બે બુલેટ વાગી છે. એક જમણા પગની જાંઘ માં અને બીજી ડાબા ખભા પર. કોઈ માણસ એમને ફર્સ્ટ એઈડ આપી હોસ્પિટલ લઈ આવ્યો હતો. સ્થિતિ ક્રિટિકલ છે. "
રોહન સાંભળીને નર્વસ થયો. પણ આવા સમયે જ મન મજબૂત રાખી નિર્ણયો લેવા પડતા હોય છે. પ્રિયા એ આયંગરની વાત સાંભળી હતી. એને ચક્કર આવતા હતા. બધું ગોળ ગોળ ફરતું હતું. એના તમામ આધારો તૂટી પડ્યા હતા. એ એક મિશન પર જવા તૈયાર થઈ હતી. ત્યારે આખા મિશનની જવાબદારી એના ઉપર હતી. પણ પછી એના કાકાએ આવીને એ મિશનની બાગડોર પોતાના હાથમાં લીધી હતી. એ વધુ બાહોશ અને હોંશિયાર હતા. પ્રિયા એના બોજમાંથી મુક્ત થઈ હતી. એ બેહોશ થઈ સોફામાં ઢળી પડી. રોહને એને સોફામાં પડતી જોઈ. પણ અત્યારે અગત્યતા ભાઈની હતી.
" ડોકટર , આ માણસને સારામાં સારી ટ્રિટમેન્ટ અપાવવાની છે. તમે કંઈ પણ કરો. હું તમારો ઉપકાર ક્યારેય નહીં ભૂલું. "
" એના કોઈ સગાના આવે ત્યાં સુધી એને બીજે શિફ્ટ કરવો મુશ્કેલ છે. પણ અહીં હું મેનેજ કરી લઈશ. પણ કોણ છે આ વ્યક્તિ. ? "
" હું રાત સુધીમાં ત્યાં આવું છું. કોઈને કહેતા નહિ. એ મારો ભાઈ છે. "
( ક્રમશ: )
04 જાન્યુઆરી 2021