માત્ર માનવ આકારના પણ માનવ ન કહી શકાય એવા પચ્ચીસ હજાર લોકો નિદ્રાને હવાલે થયેલા હતા એ સમયે પાટનગરની એક વેરાન હોસ્પિટલમાં એક સફેદપોશ વ્યક્તિની આંખમાં ઊંઘનું નામ નહોતું. એનું શરીર દેવતાઓના ખાસ પહેરવેશ એવા સફેદ જભ્ભા અને એવા જ સફેદ પણ એના કરતાં જરા વધુ મજબૂત કાપડમાંથી તૈયાર થયેલા પાયજામામાં જરા વિચિત્ર લાગતું હતું. માત્ર કાપડની સફેદી જ નહીં પણ તેની શારીરિક રચના પણ તદ્દન નોખી હતી. જોકે દેવતાઓ માટે એ સમાન્ય શારીરિક રચના હતી. પાટનગરમાં વસતા દરેક દેવતા જેમ એના માથા પર વાળ નહોતા, એને દાઢી મૂછ તો શું આંખો પર ભ્રમરના વાળ પણ નહોતા. બહાર પવન ફૂંકાતો હતો. એકાએક બાળકના રડવાનો અવાજ એ સુસવાટામાં સંભળાયો અને એ સફેદ વસ્ત્રધારી આદમી ઊભો થઈ ગયો.

Full Novel

1

દશાવતાર - પ્રકરણ 1

દશાવતાર વિકી ત્રિવેદી માત્ર માનવ આકારના પણ માનવ ન કહી શકાય એવા પચ્ચીસ લોકો નિદ્રાને હવાલે થયેલા હતા એ સમયે પાટનગરની એક વેરાન હોસ્પિટલમાં એક સફેદપોશ વ્યક્તિની આંખમાં ઊંઘનું નામ નહોતું. એનું શરીર દેવતાઓના ખાસ પહેરવેશ એવા સફેદ જભ્ભા અને એવા જ સફેદ પણ એના કરતાં જરા વધુ મજબૂત કાપડમાંથી તૈયાર થયેલા પાયજામામાં જરા વિચિત્ર લાગતું હતું. માત્ર કાપડની સફેદી જ નહીં પણ તેની શારીરિક રચના પણ તદ્દન નોખી હતી. જોકે દેવતાઓ માટે એ સમાન્ય શારીરિક રચના હતી. પાટનગરમાં વસતા દરેક દેવતા જેમ એના માથા પર વાળ નહોતા, એને દાઢી મૂછ તો શું ...વધુ વાંચો

2

દશાવતાર - પ્રકરણ 2

મહોરું પહેરેલ વ્યક્તિ ધીમે પગલે વિષ્ણુયશા તરફ આગળ વધી. વિષ્ણુયશા તેને એકીટશે જોઈ રહ્યો. એ વ્યક્તિએ એના માસ્ક જેવા કાળા રંગનું પાટલૂન અને શર્ટ પહેર્યા હતા. એની કમર પર બાંધેલો કપડાનો બેલ્ટ ત્રણેક ઇંચ જેટલી પહોળાઈનો અને કેસરી રંગનો હતો. ટ્યૂબલાઈટના અજવાળામાં તેના કમર પટ્ટા પર જમણી તરફ વાંકી તલવાર અને ડાબી તરફ લટકતી કટાર ઝગારા મારતી હતી. કટારના સ્થાન અને એની નાનકડી બનાવટ જોતાં અંદાજ આવી જતો હતો કે આંખના પલકારમાં એ વ્યક્તિ એને કમરપટ્ટાથી છૂટી કરી ઉપયોગમાં લઈ શકે તેમ લટકાવવામાં આવી છે. તેના એક ખભા પર ધનુષ્ય હતું જે પ્રલય પછીના ...વધુ વાંચો

3

દશાવતાર - પ્રકરણ 3

“જો એના નાકની ડાબી તરફ એક તલ છે મતલબ કળિયુગમાં લડવા માટે એનામાં ક્રુષ્ણ કરતાં પણ વધુ કુટિલતા હશે. છત્રીસ કળાઓનો જાણકાર બનશે.” વિષ્ણુયશા ઘોડિયાની નજીક આવ્યો, “તેના કપાળમાં મંડળ છે મતલબ એ શિવ જેવો શોર્યવાન અને રામ જેવો પ્રજાવત્સલ બનશે.” મહોરાધારીએ માથું નમાવી બાળકના ચરણ સ્પર્શ કર્યા, “અવતાર માતાના ગર્ભમાં માત્ર માનવ શરીર ધારણ કરવા જ રહ્યો હતો બાકી એને ડૂંટી છે જ નહીં.” તેના અવાજમાં ભક્તિનું અનન્ય મોજું ઉમેરાયું, “એની ડૂંટીને બદલે કમંડલ છે.... ગર્ભનાળ છે જ નહીં... એ પ્રલય પછી ભૂખ અને તરસથી ટળવળતા અનેક માનવો અને પ્રાણીઓના ઉધ્ધાર માટે ...વધુ વાંચો

4

દશાવતાર - પ્રકરણ 4

૧૮ વર્ષ પછી... વિરાટ ઝૂંપડીનો દરવાજો ખોલી બહાર આવ્યો એ સાથે જ તેનું શરીર ધ્રુજી ઉઠ્યું. બહાર પવન ઝડપે ફૂંકાતો હતો. પ્રાણીઓ પણ થીજી જાય તેવો ઠંડોગાર પવન હતો. અહીં રાત્રે ભયાનક ઠંડી પડતી કારણ અફાટ રણ આ વિસ્તારથી ખાસ દૂર નહોતું. હવામાં રેત સાથે મીઠાની સોડમ ભળેલી હતી. હોઠ ઉપર ક્ષાર બાજી જાય તેવી નમકીન હવાઓ આ પ્રદેશમાં કાયમ વહેતી. વિરાટને પણ શ્વાસમાં રણની ખારી સુગંધ મહેસુસ થઈ. પહેલા, બીજા અને ત્રીજા શ્વાસે તો એને એમ લાગ્યું કે કદાચ ફેફસા બરફ થઈ જશે. એને શ્વાસ લેવામાં પણ તકલીફ થવા લાગી પણ કાયમની ...વધુ વાંચો

5

દશાવતાર - પ્રકરણ 5

એ શેરીના છેડે પહોંચ્યો એ સાથે જ તેણે દોડવાનું શરૂ કર્યું. તેનું હ્રદય હજુ પણ એટલી જ તેજ ગતિથી હતું જાણે કે એ તેની સામે શરત લગાવી રેસ રમતું હોય. તેની દોડવાની ગતિ તેજ હતી એનું ખાસ કારણ તેણે વર્ષો સુધી સંદેશવાહક તરીકે બજાવેલ ફરજ હતી. દીવાલની આ તરફ સંદેશાની આપ-લે કરવા માટે દીવાલની બીજી તરફ જેમ કોઈ આધુનિક સાધનો નહોતા. અહીંના લોકો હજુ આદિમાનવ યુગમાં જ જીવતા હતા. તેમને સંદેશો પહોંચાડવા માટે સંદેશાવાહક હોતા જે કોઈ પણ ખબર સવારથી સાંજ સુધી આખા વિસ્તારમાં ફરીને દરેક ઝૂંપડી સુધી પહોંચાડતા. તેને યાદ હતું કે જ્યારે ...વધુ વાંચો

6

દશાવતાર - પ્રકરણ 6

તેના હાથ સ્તંભની અંતિમ ઇંગલ સુધી પહોચ્યા ત્યાં સુધી એ ચડતો જ રહ્યો. સ્તંભના ઉપર લાકડાના પાટીયાની છત હતી એના પર લગભગ તેની ઝૂંપડી કરતાં પણ બમણા કદની ગોળ ઘડિયાળ ગોઠવેલી હતી એટલે શૂન્ય લોકો એ સ્તંભને સમયસ્તંભ કહેતા. કારુએ સ્તંભ એમને કંઈક યાદ અપાવવા માટે બનાવ્યો હતો. શૂન્ય લોકોને ઘડિયાળ જોતાં શીખવવામાં આવતું અને એ વિશાળ ઘડિયાળ ચોવીસ કલાક તેમની આંખો સામે રહેતી. દરેક કલાકે એમાં વાગતા ડંકાનો અવાજ તેમને યાદ આપાવતો કે પ્રલય હજુ પૂરો થયો નથી. પ્રલય હજુ દક્ષિણના સમુદ્રના તળિયે છુપાઈને બેઠો છે. પ્રલયનો ખાસ સાથીદાર એવો એ સમુદ્ર ધીમી ...વધુ વાંચો

7

દશાવતાર - પ્રકરણ 7

વિરાટ બીજા દિવસે સવારે મોડો જાગ્યો હતો. સવાર સામાન્ય રીતે અનુપમ હોય છે પણ એ સવારમાં પ્રભાતનો સંતોષ આપે કોઈ સુંદરતા નહોતી. એ આળસ મરડીને વાંસના ખાટલામાંથી બેઠો થયો. એણે પૂરતી ઊંઘ લીધી હતી છતા વિચારો હજુ બંધ નહોતા થયા. લોકો કહેતા કે પ્રલય પછી કુદરત લોકોથી રૂઠી ગઈ છે. પ્રલય પહેલાની સવારમાં સુંદરતા હોતી. એ લોકોમાં નવો ઉત્સાહ ભરી દેતી. બાળકોથી લઈને વૃદ્ધો સહુ કોઈ સવારના આનંદમાં થનગની ઉઠતાં. પણ પ્રલય પછી પૃથ્વી પરથી કુદરતી સુંદરતા ચાલી ગઈ હતી. હવે સવાર પણ સૂકી હતી. એમાં કોઈ આનંદ કે સુંદરતા નહોતી. ધરતી માતાએ ...વધુ વાંચો

8

દશાવતાર - પ્રકરણ 8

વિરાટ ઝૂંપડી બહાર આવ્યો. સૂરજના કિરણો સામે રેત રાતની ઠંડકને સાચવી રાખવા વ્યર્થ મથામણ કરતી હતી. જોકે એ હજુ હતી. તેના પિતા ઝૂંપડી સામેના લીમડાના વૃક્ષ નીચે વાંસના ઇસ-ઉપળાવાળો ખાટલો ઢાળીને બેઠા હતા. ખાટલાની જમણી તરફ ફાનસ લટકાવવાના થાંભલા બાજુ સૂકા લાકડાની સોનેરી આગ સળગતી હતી. શંકુ આકારે ગોઠવેલા આગના તાપણીયામાં તેના પિતા ઘઉંનો પોક શેકતા હતા. ઘઉં વેપારીઓના હતા. શૂન્યો તેમાંથી એક દાણાનો પણ ઉપયોગ ન કરી શકતા છતાં તેના પિતા ટેસથી પોક શેકતા હતા. વહેલી સવારે જઈને એ ખેતરમાંથી ડુંડા ચોરી લાવ્યા હશે કેમકે આજે આગગાડી આવવાની હતી એટલે દરેક વ્યક્તિનું ધ્યાન ...વધુ વાંચો

9

દશાવતાર - પ્રકરણ 9

ઝાંપો બંધ કરીને એ શેરીમાં જમણી તરફ ચાલવા લાગ્યો. શેરીના જમણે છેડે ટેકરાળ વિસ્તાર હતો. ત્યાં ભૂખરી ટેકરીઓ વચ્ચે રહેતો કેમકે બંને તરફ ટેકરીઓ પહાડીની જેમ ઊંચી હતી અને વચ્ચેનો ભાગ ખાઈ જેવો હતો. લગભગ બરાબર બપોર ન થાય અને સૂરજ માથા પર ન આવે ત્યાં સુધી ત્યાં છાયડો રહેતો. વિરાટના બધા મિત્રો મોટે ભાગે ત્યાં જ ભેગા થતાં. આજે વિરાટ દીવાલની પેલી તરફ જવાનો હતો એટલે સવારથી જ તેને બોલાવવા કોઈ મિત્ર આવ્યો હતો પણ એ સમયે વિરાટ ઊંઘ્યો હતો એટલે એ પાછો ગયો હતો. એ ટેકરીઓ સુધી પહોંચતા દસ પંદર મિનિટ ...વધુ વાંચો

10

દશાવતાર - પ્રકરણ 10

બધા મિત્રો એક પછી એક વિરાટને ભેટ્યા. ગાલવ જેવા પોચા તો આંખો પણ ભીની કરી ગયા. સૌથી છેલ્લે દક્ષા ભેટી અને તેનો હાથ પકડી કહ્યું, “મા તારી રાહ જુએ છે.” એ બોલી, “એને તારી સાથે કોઈ મહત્વની વાત કરવી છે.” “હું આવું છુ.” વિરાટે કહ્યું, “આમ હાથ નહીં પકડે તો પણ હું ભાગી નથી જવાનો.” “તારું નક્કી ન કહેવાય.” એ હસી પણ તેનો હાથ ન છોડયો. બંને એકબીજાનો હાથ પકડી દક્ષાના ઘર તરફ જવા લાગ્યા. એ બાળપણના મિત્રો હતા છતાં વિરાટને એકબીજાનો હાથ પકડી ચાલતા જરા ખચકાટ થતો હતો. જોકે તેમના ...વધુ વાંચો

11

દશાવતાર - પ્રકરણ 11

વિરાટ દક્ષાની ઝૂંપડીએથી નીકળ્યો ત્યારે સૂરજ ખાસ્સો એવો ઊંચો આવી ગયો હતો. રેત ધીમેધીમે ધખવા લાગી હતી. પવન હંમેશાંની ગરમ લૂ અને રેતીનું મિશ્રણ બની ગયો હતો. સૂરજ આજે જાણે ઝડપથી આગળ વધતો હતો. જાણે તેને યાદ અપાવતો હોય કે આગગાડી આવાવને હવે છ સાત કલાક જેટલો જ સમય બાકી છે! વિરાટ પોતાના વિસ્તારમાં બેફિકરાઈથી ભટકવા માંડ્યો. હવે ફરી એ જમીન પર ત્રણ મહિના સુધી પગ મૂકવાનો નહોતો. એ જમીન તેને માતાના પ્રેમ જેવો અનુભવ કરાવતી. આગગાડી વર્ષમાં ત્રણ કે ચાર વાર આવતી. દરેક વખતે જૂના મજૂરોને ઉતારી જતી અને નવા મજૂરો ભરી ...વધુ વાંચો

12

દશાવતાર - પ્રકરણ 12

વિરાટ જંગલમાં ડાબી તરફ જ્યાં કેનાલ ખૂલે ત્યાં પહોંચવા આવ્યો હતો. તેને પદ્માનું કેનાલમાં કૂદવું ક્યારેય ન ગમતું. તેણે ઘણીવાર એવું ન કરવાનું કહ્યું હતું પણ એ તેનું સાંભળતી નહીં. તેનો એક જ જવાબ રહેતો – માને મારી જરૂર છે. ભલે હું એક દિવસ પાણીમાં ડૂબી મરું એ મને મંજૂર છે પણ મારા જીવતા મારી મા ખાણમાં કાળી મજૂરી કરે એ મને મંજૂર નથી. વિરાટ અને પદ્મા બંને જાણતા હતા કે ખાણનું કામ કેટલું જોખમી છે. ત્યાં કામ કરતાં લોકોના શું હાલ થાય છે. ત્યાના મજૂરો જાણે હાડપિંજર હોય એવા દેખાતા. એ મજૂરોને ...વધુ વાંચો

13

દશાવતાર - પ્રકરણ 13

પદ્મા વિરાટને ચાહતી હતી. દુનિયામાં સૌથી વધારે પ્રેમ એણે કોઈને કર્યો હોય તો એ વિરાટ હતો એવું કહેવું ખોટું કેમકે એ સૌથી વધારે તો તેની માને પ્રેમ કરતી હતી. તેનો મા પ્રત્યેનો પ્રેમ અસિમ હતો. એ પ્રેમની શક્તિને લીધે જ એ બાર વર્ષની ઉમરે પણ કેનાલના ધસમસતા પાણીમાં કૂદવાની હિંમત કરી શકી હતી અને આજ દિવસ સુધી એ પાણીમાં નિરંતર છલાંગો લગાવતી હતી. એ તેની મા માટે ગમે તે જોખમ લેવા તૈયાર હતી. જોકે એ પ્રેમની છૂટ શૂન્ય લોકોને નહોતી. દીવાલની પેલી તરફ વસતા દેવતાઓ કહેતા કે પ્રેમ તમને ...વધુ વાંચો

14

દશાવતાર - પ્રકરણ 14

ભલે ત્રિલોક કહેતો કે હું ક્યારેય નહીં પકડાઉં પણ એ અને જીવીકા બંને જાણતા હતા કે એક દિવસ એ સિપાહીઓ કે પાટનગરના ગુપ્તચરોના હાથે પકડાઈ જશે પણ એ બહાદુર હતો. પદ્મા એ બહાદુર દીકરી હતી. એ ક્યારેય હિંમત ન હારતી. એ પહેલીવાર ગંગાની કેનાલમાં કૂદી એ સમયે બાર વર્ષની હતી. ઘરમાં ખાવા-પીવા કશું નહોતું. પદ્મા અને જીવીકા ત્રણ દિવસથી ભૂખ્યા હતા. જીવીકા માનસીક રીતે અસ્વસ્થ હતી. એ કશું કરી શકે તેમ નહોતી.. પદ્માને ગંગામાં કૂદકો લગાવવા સિવાય કોઈ રસ્તો નહોતો. ત્રિલોક ઘણીવાર કહેતો કે હિંમતની કોઈ સીમા નથી. પદ્મા ...વધુ વાંચો

15

દશાવતાર - પ્રકરણ 15

પદ્માને મળીને પાછા ફરતી વખતે રસ્તામાં વિરાટ ગુરુકુળ આગળ અટક્યો. ગરમી વધી ગઈ હતી. સૂરજના આકરા કિરણો અને હવામાં રેતથી બચવા માટે તેને મોઢા પર બુકાની બાંધવી પડી. ગુરુ જગમાલ વિરાટના ગુરુ હતા. એ શરૂઆતમાં ગુરુ એટલે શું એ જાણતા નહોતા. એમને માત્ર એટલી ખબર પડતી કે એ છાને છાને નાના બાળકોને એક સ્થળે ભેગા કરતા અને તેમને ભણાવતા. મોટાભાગે શરૂઆતમાં પુસ્તકોને બદલે એ પ્રલય પહેલાની દુનિયાના કિસ્સા ટુચકા સાંભળાવી તેમને જ્ઞાન આપતા. દીવાલની આ તરફ મોટાભાગના લોકો એ વાતથી અજાણ હતા કે આવા ...વધુ વાંચો

16

દશાવતાર - પ્રકરણ 16

“પણ અમને અંદાજ નથી કે ખરેખર ત્યાં શું છે.” કનિકાએ તેનું અધૂરું વાક્ય પૂરું કર્યું. “તમે મને જે શીખવાડયું એ પૂરતું છે.” વિરાટે મક્કમતાથી કહ્યું. ગુરુ જગમાલે વિરાટથી અળગા થઈ આંસુ લૂછયા, “ત્યાં કશું ચોરવાનો પ્રયત્ન ન કરીશ.” “કેમ?” “કેમકે ત્યાંના ગુપ્તચરો તસ્કરોને પકડવા છટકા ગોઠવે છે.” કનિકાએ જવાબ આપ્યો, “એ જાણી જોઈને જ્ઞાનના પુસ્તકો એવી જગ્યાએ મૂકે છે જ્યાંથી તમે એ ચોરી શકો અને એ તમને રંગે હાથ પકડી લે.” ...વધુ વાંચો

17

દશાવતાર - પ્રકરણ 17

બધાને વિદાય આપીને વિરાટ જ્યારે તેની ઝૂંપડીએ પહોંચ્યો ત્યારે સૂરજ પણ જાણે તેની જેમ જ આખા દિવસનો થાકી ગયો એમ ઝાંખો થવા લાગ્યો હતો. ક્ષિતિજ પર પશ્ચિમમાં રતુંબડી જાય ફેલાવી એ ડૂબવાની તૈયારીમાં હતો. આખું આકાશ જાણે ભડકે બળતું હોય તેમ રાતી જાય આકાશની છાતીને ચીરીને શેરડા પાડતી હતી. એક પળ માટે તો એને થયું જાણે સૂરજ પણ આ કળિયુગમાં અંધકાર સામે છેલ્લી લડાઈ લડતો હોય પણ એ અંધકારનો યુગ હતો અને અંધકાર થોડાક સમયમાં જ આકાશમાં પોતાનું સામ્રાજ્ય જમાવી લેશે એ સ્પષ્ટ દેખાતું હતું. આ યુગમાં ઉજાસ પર અંધકાર હાવી થઈ જાય એ ...વધુ વાંચો

18

દશાવતાર - પ્રકરણ 18

“વિરાટ..” છેવટે અનુજાએ વાત બદલી, “તમે બધા ભેગા થઈ અહીં વાદ વિવાદ કરશો કે કોઈ જઈને સુરતાને ઝૂંપડી બહાર સ્ટેશન જવાની હિંમત પણ આપશે?” અનુજાની વાત વાજબી હતી. સ્ટેશન ગયા વિના કોઈ છૂટકો નહોતો. જે નામ નોંધાયા હતા એ બધા સ્ટેશન જઈ આગગાડીમાં ન બેસે તો બીજા દિવસે આજ્ઞા ન માનનારા લોકોની ઝૂંપડીઓ પર આક્રમણ થાય અને નિર્ભય સિપાહીઓની નિર્દયતાનો સામનો કરવાનો વારો આવે. કદાચ મુંજન પણ સમજતો હતો કે સુરતાને સ્ટેશન જવા હિંમત આપવી જરૂરી છે એટલે એ પણ ચૂપ રહ્યો. ...વધુ વાંચો

19

દશાવતાર - પ્રકરણ 19

રાતના દશેક વાગ્યા હતા. સાંજનું અંધારું ઢળ્યા પછી દીવાલની આ તરફ ભૂત અને રાક્ષસોનો સમય ગણવામાં આવતો. લોકો ઝૂંપડી નીકળવાનું પસંદ ન કરતાં પણ એ રાતે અંધારા કે ભૂતનો કોઈ ડર નહોતો. લોકો કારુના કામ માટે જઈ રહ્યા હતા અને એમને ખેલેલ કરવાની ભૂલ કોઈ રાક્ષસ પણ ન કરે તેવી લોકોમાં અફવાઓ હતી. તેઓ સ્ટેશને પહોંચ્યા એ પછી પણ લોકોના ટોળાં સ્ટેશન તરફ આવતા હતા. વિરાટ સ્ટેશન પહેલીવાર જોઈ રહ્યો હતો. તેણે ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે સ્ટેશન આવી જગ્યા હશે. ચારે તરફ લોખંડ હતું અને આખા સ્ટેશન ...વધુ વાંચો

20

દશાવતાર - પ્રકરણ 20

કાળજું કંપાવી નાખે તેવી ચીસો નાખતી આગગાડી સ્ટેશનમાં દાખલ થઈ. આગગાડી પણ એ જનરેટર જેમ ન સમજાય તેવી જ રચના હતી. રણના સાપ જેમ રેતમાં દોડે એવી ગતિએ આગગાડી અંદર આવી. તેના પર ધુમાડાના વાદળો છવાયેલા હતા. તેનું એંજિન ધુમાડો ઓકતું હતું. લોકો કહેતા કે આગગાડી પ્રલયની દીકરી છે. એ વિરાટને સાચું લાગ્યું. તેણે આગગાડી જેટલી લાંબી વસ્તુ પહેલા કયારેય જોઈ નહોતી. વીજળીના અજવાળામાં તેનો પડછાયો રાક્ષસી સાપ જેમ છેક પ્રમુખગૃહ સુધી પહોચતો હતો. પ્રમુખગૃહ સ્ટેશન મેદાનની બરાબર વચ્ચે હતું. તેની ડાબી તરફ પાટા હતા અને પાટાની પેલી તરફ ...વધુ વાંચો

21

દશાવતાર - પ્રકરણ 21

આગગાડીના ડાબે પડખે ડ્રાઇવરની કેબીન નજીક ઊભા નિર્ભય સિપાહીએ લીલા રંગનો, અણીદાર, ત્રિકોણ વાવટો ફરકાવ્યો. વાવટા પર બરાબર મધ્યમાં મોં ચીતરેલું હતું. લીલા વાવટામાં સફેદ રંગે ચીતરેલા ઘુવડની આંખો કાળા રંગની હતી. વાવટો ફરકતા જ આગગાડીએ કાન ફાડી નાખે તેવી ચિચિયારી નાખી. વિરાટના ડબ્બામાં હતો એ નિર્ભય સિપાહી કારના દરવાજા નજીક ગયો અને સળગતી ફાનસ હાથમાં રાખી બહાર ઊભા સિપાહીને બતાવી. તેની ફાનસમાંથી વિચિત્ર પ્રકારનો લીલા રંગનો ઉજાસ રેલાતો હતો. એ ઉજાસ વિચિત્ર હતો કેમકે એ શૂન્યોની ફાનસ જેવો કેસરી રંગનો નહોતો. નવાઈની વાત એ હતી કે એ ફાનસ સળગતી હોવા છતાં જરા સરખી ...વધુ વાંચો

22

દશાવતાર - પ્રકરણ 22

“હું તને દીવાલની પેલી પારના નિયમો સમજાવું છું અને તું મને સાંભળતો પણ નથી.” નીરદે જરા નારાજ થઈ કહ્યું, આ આપણી દુનિયા નથી..” “ખબર છે.” તેણે કહ્યું, “આ શું છે?” બારી બહાર દેખાતા એક વિશાળ બાંધકામ સામે આંખો માંડી તેણે પુછ્યું. એ રાક્ષસી કદના પથ્થરો ગોઠવી બનાવેલ ચણતર હતું. તેના એક એક પિલર તેમની ઝૂંપડી કરતાં પહોળા હતા. “એ સેતુ છે.” નિરદે કહ્યું, “આવા સેતુ બનાવતા સો વર્ષ થઈ જતાં અને એ માટે હજારો મજૂરોની જરૂર પડતી.” વિરાટ સેતુને ...વધુ વાંચો

23

દશાવતાર - પ્રકરણ 23

વીજળીના એક ઝબકારે આકાશની છાતી ચીરી નાખી હોય એમ આકાશને બે ભાગમાં વહેંચી દીધું. આંખ આંજી નાખે તેવા પ્રકાશના અને કાનના પડદા ફાટી જાય એવા અવાજ સંભળાવા લાગ્યા. વિરાટની આંગળી અનાયાસે જ હથેળીમાં ભીંસાઈ ગઈ. એણે મુઠ્ઠી એવી સખત ભીંસી લીધી કે તેના જ નખ તેની હથેળીમાં ઉતરી ગયા. વીજળીનો બીજો કડાકો પહેલા કડાકા કરતાં પણ પ્રચંડ હતો. એ પહેલા કડાકા કરતાં પોતે શક્તિશાળી છે એમ સાબિત કરવા માગતો હોય એમ મિનિટો સુધી આકાશમાં દેખાતો રહ્યો. લોકો કહેતા કે પ્રલય સમયે વીજળીએ આવી જ તબાહી મચાવી હતી. પણ એ ...વધુ વાંચો

24

દશાવતાર - પ્રકરણ 24

એ પછીની ક્ષણે ત્રણ ઘટનાઓ એક સાથે ઘટી. નિર્ભય સિપાહીએ વિરાટ તરફ જોયું અને તેનો કટારવાળો હાથ વિરાટની છાતીનું લેવા તૈયાર થયો. વિરાટના શરીરનું બધુ લોહી જાણે તેના મગજમાં ધસી આવ્યું હોય તેમ તેનું માથું ફાટફાટ થતું હતું. એક ક્ષણ માટે તેની આંખોમાં દેવતાઓની આંખો જેમ લાલ રંગની નાસોની કરોળિયાના જાળા જેવી ભાત રચાઈ. એ જ સમયે બાજુની કારનો દરવાજો ખૂલ્યો અને તે કારનો નિર્ભય સિપાહી વિરાટની કારમાં દાખલ થયો. વિરાટનું મગજ ગુસ્સાથી ફાટી ગયું હતું કે કેમ પણ તેને લાગ્યું જાણે એ વિધુતમય બની ગયો છે. તેના રૂવેરૂવે ...વધુ વાંચો

25

દશાવતાર - પ્રકરણ 25

આગગાડી એક રાક્ષસી ઇમારત સામે વિશાળ મેદાનમાં ઊભી રહી. એ ઇમારતનું બાંધકામ અલગ શૈલીનું હતું. તેની દીવાલો પથ્થરના મોટા ચોસલા ચણીને તૈયાર કરેલી હતી. તેની બારીઓ અને દરવાજા કમાન આકારના હતા. કમાન આકારના વક્રભાગ પર પથ્થરમાં કોતરણી કરી તોરણ બનાવેલા હતા. ઇમારત બહુમાળી નહોતી. તેનો ઉપરનો ભાગ ઘૂમ્મટ આકારે ચણેલો હતો. ઘૂમ્મટનો ટોચનો ભાગ અણીદાર હતો અને તેના પર ત્રિકોણાકાર વાવટો ફરકતો હતો. ગુરૂ જગમાલે વિરાટને દીવાલ પારના ઘણા કાયદા સમજાવ્યા હતા એ મુજબ જ વાવટો લાલ રંગનો હતો અને તેના પર કાળા રંગે ઘુવડ ચીતરેલું હતું. દીવાલના પથ્થરો ...વધુ વાંચો

26

દશાવતાર - પ્રકરણ 26

“કશું નહીં.” તેના પિતાએ કહ્યું, “બસ આ મુસાફરીની અસર અને દીવાલની આ તરફનું બદલાયેલું વાતાવરણ...” “પાણીથી એ બધુ ઠીક થઈ જશે?” તેને નવાઈ લાગી. “હા.” “પાણી કઈ રીતે બધુ ઠીક કરી શકે?” તેને સમજાતું નહોતું. “આ પાણીમાં કંઈક છે.” “શું?” “ખબર નહીં શું પણ એ લોકો તેને દવા કે ઔષધિ કહે છે.” દવા શું છે એ વિરાટે જ્ઞાનના પુસ્તકોમાં વાંચ્યું ...વધુ વાંચો

27

દશાવતાર - પ્રકરણ 27

“માનવો નહીં.” “તો?” “વાનરરાજ અને તેની ધર્મસેના.” “વાનરરાજ.,, ધર્મ સેના...” એ શબ્દો વિરાટ માટે અજાણ્યા નહોતા. ના, એ શબ્દો તેણે ક્યાક સાંભળ્યા હતા. કદાચ આગગાડીમાં.... જે નિર્ભય સિપાહી તેની મદદે આવ્યો હતો એ જય વાનરરાજ અને જય ધર્મસેના એમ બોલ્યો હતો. “વાનરરાજ અને તેની સેનાને દેવતાઓ હિંસક જાનવરો કહે છે. એ સેના બરફના પહાડોમાં રહે છે.” “હિમાલયમાં...?” ગુરૂ જગમાલે વિરાટને કહ્યું હતું કે ઉત્તરમાં છેક છેડાના ભાગે બરફના પહાડ છે ...વધુ વાંચો

28

દશાવતાર - પ્રકરણ 28

વિરાટ દીવાલની પેલી તરફ ગયો ત્યારથી પદ્મા બેચેન હતી. કોઈ કામમાં એ જીવ નહોતી પરોવી શકતી. વિરાટ તેને કેનાલે ગયો એ પછી કેનાલમાં કૂદવું કે માછલાં પકડવા મુશ્કેલ બની ગયા હતા. પાણીમાં કૂદકો લગાવતા જ વર્ષો પહેલાનો વિરાટ બાળક બનીને તેની સામે આવી જતો. તેને વિરાટે ડૂબતી બચાવી એ દૃશ્ય આંખ સામે ખડું થઈ જતું. કોઈની સાથે વાત કરવી પણ ન ગમતી. અરે, ખુદ અંગદ સાથે પણ તેને એકલું લાગતું. અંગદ એનો બાળમિત્ર હતો. પદ્માને વિરાટ કે અંગદ સાથે હોય ત્યારે ક્યારેય એકલું ન લાગતું. એ ચિંતિત હતી પણ ...વધુ વાંચો

29

દશાવતાર - પ્રકરણ 29

પદ્મા તેની માની માનસિક બીમારી ઠીક કરવા માંગતી હતી. બની શકે તેટલી ઝડપે એ એવો કોઈ ઉપાય શોધવા માંગતી જે તેની માને હોશમાં લાવી શકે. એટલે જ એ ગુરુ જગમલના આશ્રમમાં જોડાઈ હતી. એ આયુર્વેદ તરીકે ઓળખાતા જ્ઞાનના પુસ્તકોનો અભ્યાસ કરતી. એ અનેક જડીબુટ્ટીઓ અજમાવી ચૂકી હતી પણ કોઈ જડીબુટ્ટીની અસર માનસીક બીમારી પર નહોતી થતી. એણે જ્ઞાનના પુસ્તકોમાં કેટલીક એવી જડીબુટ્ટીઓ વિશે વાંચ્યું હતું જે માનવની યાદદાસ્ત ભુલાવી નાખે. એ એવી જડીબુટ્ટી મેળવવા માટે આખું જંગલ ભટકી પણ એવી કોઈ જડીબુટ્ટી તેને મળી નહોતી. એ તેની માને ભૂતકાળના દુખોમાંથી બહાર લાવવા માટે તેની યાદદાસ્ત ચાલી જાય તેવી જડીબુટ્ટી ...વધુ વાંચો

30

દશાવતાર -પ્રકરણ 30

તે રાત્રે વિરાટ સૂઈ ગયો ત્યારે તેને સમયનો ખ્યાલ નહોતો. મંદિર કે ટાવર ગમે તે હોય તેનું પહેલું સ્વપ્ન એ રાતે જોયું. તે કોઈ સ્વપ્ન જેવું નહોતું પણ જૂની યાદ જેવું હતું. તેથી તે સ્વપ્ન પછી, તેણે તેના માટે વાસ્તવિક સ્વપ્ન નામ રાખ્યું. મંદિર અંધારીયુ અને ઠંડુ હતું. વિરાટ ત્યાં હતો પણ તે અલગ હતો. તેની ઉંમર લગભગ ત્રીસ વર્ષની હતી પણ તેનો ચહેરો હાલના જેવો જ હતો, બસ ફરક એટલો હતો કે તેને દાઢી અને મૂછ હતા અને તેના વાળ ટૂંકા કાપેલા હતા. પ્રથમ સ્વપ્નમાં, તેણે ફક્ત મંદિર જોયું. તે એક ટાવર જેવું હતું, ઊંચુ અને ઊંચુ, તે ...વધુ વાંચો

31

દશાવતાર - પ્રકરણ 31

નિર્ભય સિપાહીઓએ માઇકમાં દૈવી પરીક્ષાની ઘોષણા કરી એ સાથે જ શૂન્ય યુવકોને લઈને તેમના માતા પિતા કે વડીલો જે સાથે હતા તે ગૃહમાં ભેગા થવા માંડ્યા. થોડીક મિનિટોમાં ગૃહની દરેક ખુરશી પર શૂન્ય હતો. દરેક યુવકના સાથે વડીલ શૂન્ય તેની બાજુમાં બેઠો જેથી તેને રાહત રહે. બધા જાણતા હતા કે દૈવી પરીક્ષામાં નિષ્ફળ જનાર સાથે શું થાય છે. આજે કોણ પોતાના દીકરા કે દીકરીને કાયમ માટે ગુમાવી નાખશે એ નક્કી નહોતું. દરેકના હ્રદયમાં ફફડાટ હતો. ગૃહ ચમકતા લોખંડની ખુરશીઓ અને ઉદાસ ચહેરે બેઠા શૂન્યોથી ભરાયેલુ હતું. વિરાટ અને નીરદ ગૃહમાં જમણી તરફ દીવાલ નજીક બનાવેલા લાકડાના પ્લેટફોર્મની બરાબર સામે ...વધુ વાંચો

32

દશાવતાર - પ્રકરણ 32

“આ હૉલ-વેના છેલ્લા ઓરડામાં તારી પરીક્ષા છે.” વ્યવસ્થાપકે પાછળ જોઈ કહ્યું. તેનો અવાજ હજુ એમ જ નમ્ર હતો. એના તેના ઉમરની અસર પણ ભળતી હતી. તેનો અવાજ એકદમ ખોખરો હતો. તેની ઉમર પણ ખાસ્સી એવી હતી. તેના ચહેરા પર કરચલીઓ હતી અને આંખો જરા ઊંડી ઉતરી ગઈ હતી. જોકે તેમાં હજુ નિર્ભય જાતિની ચમક એમને એમ હતી. એકાએક તે અટક્યો અને પાછળ ફર્યો, થોડીકવાર સ્ટેજને જોઈ રહ્યો અને કહ્યું, “સાંભળ, આ પરીક્ષાનો પ્રથમ તબક્કો છે. આ તબક્કામાં તારા શરીરની શક્તિ અને તારા શરીરની રચના તપાસવામાં આવશે.” વિરાટ કઈ બોલ્યો નહીં તેણે માત્ર માથું હલાવી તે સમજી ગયો છે એમ ...વધુ વાંચો

33

દશાવતાર - પ્રકરણ 33

“અહીં આના ઉપર ઊભો રહે.” નિરીક્ષકે બેડ નીચેથી એક ગોળાકાર મશીન કાઢ્યું. એ એક થાળીના કદનું હતું. એણે ફરી તરફ જોઈને ઉમેર્યું, “બંને પગ મશીન પર મૂકી ઊભા રહેવાનુ છે, એકદમ સ્થિર.” વિરાટે મશીન પર એક પગ મૂક્યો એટલે મશીનના આગળના ભાગના કાચના ડેસબોર્ડમાં સોય જેવો કાંટો હલ્યો. એણે બીજો પગ મૂક્યો. કાંટો થોડીવાર 70 અને 80ના આંકડા વચ્ચે ફર્યો અને અંતે 74 પર સ્થિર થયો. નિરીક્ષકે કાગળમાં 74 કે.જી. લખ્યું. એણે વિરાટને ફરી બેડ પર બેસાડીને તેના હ્રદયના ધબકારા માપ્યાં અને કાગળમાં લખ્યું: ...વધુ વાંચો

34

દશાવતાર - પ્રકરણ 34

દેવતા રૂમમાં દાખલ થયો ત્યાં સુધી વિરાટ બેચેન હતો. એ દેવતાની જ રાહ જોતો બેઠો હતો. દેવતાનો દેખાવ એકદમ હતો. એ સ્ટેજ પર જે દેવતા વિરાટે જોયો હતો તેના કરતાં ઉમરમાં નાનો હતો. વિરાટના પિતાની ઉમરનો એ દેવતા ભયનાક કદરૂપો હતો. તેનું આંખું શરીર હાડકાંનો કાટમાળ હોય તેવું લાગતું હતું અને ચહેરા પર ચામડીમાં જાણે વેલાઓ ઊગી નીકળ્યા હોય તેવી પાતળી લીલી નસો હતી. તેની આંખોમાં કરિયાળાના જાળાં જેવી માનવ વાળ જેટલી જાડાઈની નસો હતી. તેના આખા શરીર પર ક્યાય વાળ નહોતો, ન દાઢી ન મૂછ, તેની આંખો પર ભ્રમર સુધ્ધાંના વાળ નહોતા. તેની ...વધુ વાંચો

35

દશાવતાર - પ્રકરણ 35

“તને કદાચ માનવ બુધ્ધિની અસીમતા ખયાલ નથી પણ યાદ રાખ કે માનવની બુધ્ધિ, તેની યાદશક્તિ, તેની નિર્ણયશક્તિ, તેની દરેક માટે મન જવાબદાર છે અને એ મનમાં હંમેશાં ન્યૂરોન તૂટતાં અને બનતા રહે છે. તારી સામે જે આ ક્ષણે દેખાય છે એ એક સુપર કોમ્યુટર છે જેને શૂન્ય લોકો દૈવીયંત્ર કહે છે.” દેવતાએ ટેબલ પરની વિશાળ સ્ક્રીન તરફ હાથ કર્યો, “આ મશીન તારા મગજમાં ન્યૂરોન વિધુતમય થઈ કેટલા પ્રમાણમાં અને કઈ પેટનમાં ક્રેક થાય છે એ સમજી શકે છે. કદાચ તેં સાંભળ્યુ હશે કે સત્યયુગમાં ધર્મને ચાર પગ હતા જેમ જેમ યુગ વિતતા ગયા તેમ ...વધુ વાંચો

36

દશાવતાર - પ્રકરણ 36

એ એક ગગનચુંબી દીવાલની સામે ઊભો હતો. એ દીવાલને જોતો રહ્યો પણ આકાશ સુધી તેનો છેડો ક્યાય દેખાતો નહોતો. ટન વજનના પથ્થરના ચોસલા એકબીજા પર ગોઠવેલા હોય તેવી એ દીવાલમાં ઠેક ઠેકાણે તીરાડો પડેલી હતી અને ઠેક ઠેકાણેથી દીવાલના પથ્થરો ખવાઈને ગાબડા પડ્યા હતા. દીવાલ પર હાથના કાંડા કરતાં પણ જાડી વેલ પથરાયેલી હતી અને દીવાલનો ઉપરની હદ માપવા આકાશ તરફ દોડી જતી હતી પણ એ વેલ પણ ઊંચે જતાં દીવાલ જેમ ધૂંધળી થઈ આકાશમાં ભળી જતી હતી. કદાચ દીવાલનો અંત જ નહોતો. વિરાટ એ દીવાલથી પરિચિત હતો. એ ...વધુ વાંચો

37

દશાવતાર - પ્રકરણ 37

વિરાટ ગુસ્સામાં હોય ત્યારે જેમ મુઠ્ઠીઓ ખોલતો અને બંધ કરતો એ જ રીતે એ બેચેન થઈને મુઠ્ઠીઓ ખોલ બંધ રહ્યો. કદાચ એ ગુસ્સામાં હતો પણ વિરાટે નોધ્યું કે એ ગુસ્સા કરતાં ભયમાં વધુ હતો. જ્યારે પણ એ મુઠ્ઠીઓ ખોલતો તેના આંગળા ઠંડીમાં ધ્રુજે તેમ ધ્રૂજતા હતા. તેનું આંખું શરીર ધ્રુજતું હતું. “આ છોકરો કેમ આટલો ડરેલો લાગે છે?” કેશીએ પુછ્યું, “એની સાથે પરીક્ષામાં શું થયું હશે?” “ખબર નહીં પણ...” વિરાટે કહ્યું, “આપણે વાત ન કરવી જોઈએ. એ નિયમની વિરુધ્ધ છે.” ...વધુ વાંચો

38

દશાવતાર - પ્રકરણ 38

“પાર્કિંગ લોટથી આપણે બસમાં સવાર થઈશું.” “બસ?” વિરાટે નવાઈથી પુછ્યું, “એ શું છે?” “એક પ્રકારનું વાહન.” નીરદે કહ્યું, “આગગાડી જેમ એમાં પણ લોકો એક સ્થળેથી બીજા સ્થળે જાય છે.” “એ આગગાડી જેટલી મોટી હશે?” “હું એમ સમજાવી નહીં શકું. તું જાતે જ જોઈ લેજે..” તેના પિતાએ હસીને કહ્યું, “આપણે પાર્કિંગ લોટમાં જ જઈ રહ્યા છીએ.” એ પાર્કિંગ લોટમાં પહોંચ્યા. વિરાટને થયું કે તેના પિતા સાચા છે. બસ ન સમજાવી શકાય ...વધુ વાંચો

39

દશાવતાર - પ્રકરણ 39

બધી બસ તબાહ થયેલા શહેરમાં પહોંચી ગઈ હતી. અંધકારમાં માંડ દેખાતી ઇમારતોના રેખાચિત્ર પરથી બસ યોગ્ય અંતરે ઊભી રાખવામા બસ ઊભી રહેતાં એને અનુસરતા મશીનોના ડ્રાઇવરોએ પણ એંજિન બંધ કર્યા. એંજિનોના ધબકારા અને બ્રેકોની ચિચિયારી થોડીવાર હવામાં ફેલાઈ અને પછી ત્યાં નીરવ શાંતિ પ્રસરી ગઈ. હવે ત્યાં માત્ર હવાના સુસવાટા સિવાય કોઈ અવાજ નહોતો. નિર્ભય સેનાનાયક ભૈરવના આદેશ પર મશીનોને બસોથી આગળ ખસેડવામાં આવ્યા અને મશીનો પર ગોઠવેલી ફોક્સ લાઇટો ચાલુ કરવામાં આવી. એક પળમાં એ જગ્યા પ્રકાશથી ઝળહળવા લાગી. એ ઉજાસમાં વિરાટે જોયું કે બસો એક અર્ધ ખંડેર ...વધુ વાંચો

40

દશાવતાર - પ્રકરણ 40

ઇમારત નજીક પહોંચતા વિરાટના ધ્યાનમાં આવ્યું કે બધા બચવા માટે જે ઇમારત તરફ દોડતા હતા એ ઇમારત એમને ખાસ આપી શકે એમ નથી. તેની છત તૂટેલી હતી. અલબત્ત ઇમારતના ઉપરના કેટલાક માળ જ ગાયબ હતા. એ પ્રલયમાં અર્ધી બચેલી ઇમારત તરફ દોટ લગાવતા હતા. જો એમાં ભોયરુ અને સુરંગ માર્ગ હોય તો જ એમનું બચવું શક્ય હતું. બચી શકશે કે નહીં એના કરતાં પણ વધુ મુંઝવતો પ્રશ્ન એ હતો કે પ્રલય કેવો હશે જેણે દીવાલ કરતાં પણ ઊંચી અને સમયસ્તંભ કરતાં પણ મજબૂત ઇમારતને અર્ધી તોડી પાડી! એ સમયે ...વધુ વાંચો

41

દશાવતાર - પ્રકરણ 41

વિરાટે એના ઉપર ઝૂકેલી એક શૂન્ય છોકરીનો ચહેરો જોયો. એ શૂન્ય લોકોના પરિધાનમાં હતી પણ એ એને ઓળખી ન છોકરીએ એનો ડાબો હાથ એની ગરદન નીચે મૂક્યો અને જમણા હાથથી એનું મોં ખોલ્યું. એ શ્વાસ નહોતો લેતો. હવા માટે એનું મોં ખોલાવાવું જરૂરી હતું. વિરાટ તે છોકરીને જોઈ રહ્યો. એ મરી રહ્યો હતો. એ શ્વાસ લેવા મથતો હતો પણ ફેફસા અને ઉરોદર પટલ જાણે નકામા થઈ ગયા હતા. એના વાયુકોષ્ઠો પ્રાણવાયુ માટે તડપતા હતા પણ એ શ્વાસ ભરી શકતો નહોતો. છોકરીએ વિરાટનું જડબું પહોળું ખોલ્યું અને મોમાં આંગળા નાખી ...વધુ વાંચો

42

દશાવતાર - પ્રકરણ 42

વિરાટ બીજીવાર હોશમાં આવ્યો ત્યારે સૂરજ એ શાપિત શહેર પાછળના પહાડો વચ્ચે ચમકતો હતો. એના કિરણોને લીધે પહાડોની કિનાર સોનેરી રેખાઓ દેખાતા જાણે એ પહાડો સોનાના બનેલા હોય એવો આભાસ થતો હતો. પ્રલય પહેલાના લોકોએ એટલે જ એ પહાડીનું નામ ‘સોનેરી પહાડ’ રાખ્યું હતું. વિરાટ ભોયરાના એક કમરામાં હતો. એણે આંખો ખોલી પણ આસપાસ કોઈ નહોતું. એ એકલો હતો. એની આંખો રૂમનું અવલોકન કરવા લાગી. એ પહેલા જાગ્યો ત્યારે જે રૂમમાં હતો એ રૂમને બદલે હવે એ બીજી રૂમમાં હતો. એણે બેભાન અવસ્થામાં જ બીજી રૂમમાં ખસેડવામાં આવ્યો હતો. ...વધુ વાંચો

43

દશાવતાર - પ્રકરણ 43

શૂન્ય મજૂરો અને નિર્ભય સિપાહીઓનો કાફલો જ્યારે ઊંચી ઇમારતો વચ્ચેના સાંકડા પટ્ટામાં દાખલ થયો ત્યારે પવનનું જોર ઘટ્યું. વિરાટે પિતાને પૂછ્યું, “કેમ અમુક શહેરોમાં સુરંગ માર્ગો અને ભોયરા છે?” "ખબર નહીં.” એણે કહ્યું, “કદાચ પ્રલય પહેલા લોકોએ એ બનાવ્યા હશે. અમુક લોકો કહે છે કે પ્રલય પહેલા પૃથ્વી પર ગરમી અતિશય વધી ગઈ હતી અને બહાર સૂરજના કિરણોમાં નીકળવું અશક્ય થઈ ગયું હતું. લોકોએ સૂર્યને પસંદ એવા ઓઝોન વાયુના પડનો નાશ કરી નાખ્યો એટલે એવું થયું હતું. સૂર્ય ગુસ્સે થયો હતો અને લોકોએ એ ઘટનાને સૂર્યપ્રકોપ નામ આપ્યું હતું. ...વધુ વાંચો

44

દશાવતાર - પ્રકરણ 44

વિરાટ દીવાલની બીજી તરફ ગયો એને બે દિવસ થઈ ગયા હતા. એ હવે કારુની દુનિયામા હતો. પદ્મા એક પળ તેના વિશે વિચાર્યા વગર રહી શકતી નહોતી. વિરાટ ગયાની પહેલી રાતે પદ્માએ એને સફેદ દેવદત્ત પર સવાર થઈ કારુ સામે જંગે ચડતો જોયો હતો અને એ સપનામાં એને મરતો પણ જોયો હતો. આજે બીજી રાત હતી અને પદ્માની આંખો મિચવાની હિંમત નહોતી થતી. કદાચ ફરી કોઈ ખરાબ સ્વપ્ન...? એ સ્વપ્નમાં પણ વિરાટને કશું થાય એ સહન કરવા તૈયાર નહોતી. એ રાતે એના મનમાં વિચારોના વમળ ઉમટ્યા હતા. સાંજથી જ એ ઉદાસીમાં ડૂબી ગઈ હતી. કંઈક ...વધુ વાંચો

45

દશાવતાર - પ્રકરણ 45

"શૂન્ય, મારી પાછળ આવો." નિર્ભય સેનાનાયક જગપતિએનાસ્તો પૂરો થતા જ આદેશ આપ્યો. બધા શૂન્યોએ હકારમાં માથું હલાવ્યું અને તેની એમ જવા લાગ્યા જાણેકે એ બધા ઘેટાંના એક ટોળા કરતા વિશેષ કંઈ જ ન હોય. વિરાટ અને નીરદ સીડી ઉતરી નીચે ભોંયરા તરફ ગયા. વિરાટ પહેલીવાર કામ કરવા જઈ રહ્યો હતો. કામ એ શૂન્યના જીવનમાં સૌથી મહત્વનું પાસું હતું. આજે તેના માટે કામનો દીવાલની આ તરફનો પહેલો દિવસ હતો. આ દિવસ ગમે ત્યારે પહેલા દિવસમાંથી છેલ્લા દિવસમાં ફેરવાઈ જવાની સંભાવના હતી. કોઈ ખંડેર ઇમારત નીચે દબાઈ મરવું, વીજળીના તોફાનમાં સપડાવું જેવા તો હજારો પાસા હતા ...વધુ વાંચો

46

દશાવતાર - પ્રકરણ 46

“શૂન્યો, તમે જ્યાં છો ત્યાં જ ઊભા રહી જાવ.” એ ટનલ નંબર 7માંથી બહાર આવ્યા એ જ સમયે વિરાટને અવાજ સંભળાયો. ના, એ અવાજ એના માટે અજાણ્યો નહોતો. એ અવાજને એ ઓળખતો હતો. એના મગજમાં એ અવાજની સ્મૃતિ હજુ એકદમ તાજી જ હતી. એ અવાજ નિર્ભય સૈનિકોના બીજા સેનાનાયકનો હતો. એ અવાજ ભૈરવનો હતો. ભૈરવ જગપતિ પછી નિર્ભય સૈનિકોમાં બીજા પદે હતો. "તમે અહીં શું કરો છો?" એનો અવાજ સ્ત્તાવાહક હતો. વિરાટ જવાબ આપવા માંગતો હતો પણ એનું મોં ...વધુ વાંચો

47

દશાવતાર - પ્રકરણ 47

વિરાટ, નીરદ અને જગપતિ જોખમની ચેતવણી કંડારેલા દરવાજા સુધી પહોંચ્યા ત્યાં સુધીમાં થાકીને લોથપોથ થઈ ગયા હતા. એમના પગમાં થતો હતો અને એ હાંફતા હતા. એમના એક એક અવયવો ભયાનક રીતે થાકી ગયા હોય એમ શરીરમાં કળતર થતી હતીપણ એ જાણતા હતા કે આજે શરીરની કસોટીનો સમય છે. એ જ્વલનશીલ વાયુ ભરેલા દરવાજા પાસે ઊભા રહ્યા. એમણે મૃતદેહ નીચે મુક્યા ત્યારે એમને ખ્યાલ આવ્યો કે ખભા ઉપર મૃતદેહનો ભાર અડધા કલાક સુધી રહ્યો એટલે ખભા અક્કડ થઈ ગયા હતા. મૃતદેહ નીચે મુકતી વખતે એમના હાથમાથી વીજળી પસાર થઈ રહી હોય એવી સંવેદના અનુભવાઈ. મૃતદેહ ...વધુ વાંચો

48

દશાવતાર - પ્રકરણ 48

"કારણ કે એને શંકા હતી કે તું જે દેખાય છે એ તું નથી," જગપતિએ હળવા અવાજે કહ્યું. "પણ, હું જે છું એ જ છું."વિરાટે કહ્યું, "હું કોઈ ખાસ નથી..."એ વધુ કહેવા માંગતો હતો પણ જગપતિના ચહેરા સામે જોતાં જ તેના શબ્દો ગળામાં અટકી ગયા. જગપતિએ એને કશું ન કહ્યું પણ નીરદ સામે જોયું, "તું તારા દીકરાને બચાવવા આ સાવધાની વર્તી રહ્યો છે?" એણે કહ્યું, “તને લાગે છે આ રીતે તું એને દીવાલ પેલી પાર પાછો લઈ જઈશ?” "હું દિલગીર છું."નીરદે ...વધુ વાંચો

49

દશાવતાર - પ્રકરણ 49

બીજું સપનું પહેલા કરતાં વધુ વિલક્ષણ હતું. વિરાટ પાટનગરમાં ક્યાંક ફસાઈ ગયો હતો.એ નાના બાળકની જેમ રડતો હતો. જોકે સ્વપ્નમાં એ ચાલીસ વર્ષનો હતો. એના માથામાં દુખાવો શરૂ થયો જાણે કોઈ એની ખોપરી પર હથોડાના ફટકા મારતું ન હોય. એ એક નાનકડા ઓરડામાં હતો જે પથ્થરના ચોસલાથી બનેલો હતો.એ જેલ જેવો ઓરડો હતો. એકાએક એ ઓરડો લાવાથી ભરાવા લાગ્યો.લાવા ક્યાંથી આવે છે એ વિરાટ સમજી ન શક્યો.ઓરડા બહાર એક ધાતુના દરવાજા સિવાય કોઈ માર્ગ નહોતો.દરવાજો હવાચુસ્ત બંધ હતો. હવા કે પાણી પણ અંદર આવી કે બહાર જઈ શકે એમ નહોતા. વિરાટ લાવામાં ઊભો હતો ...વધુ વાંચો

50

દશાવતાર - પ્રકરણ 50

એ ઈમારતની છત વિશાળ હતી. શૂન્યોના ખેતરના લગભગ ત્રણ ગણા કદની એ છત કાટમાળ અને તૂટેલા પથ્થરોથી ઢંકાયેલી હતી.દુરોજયે દસ ભાગમાં વહેંચી દીધી.એમણે દરેક વિભાગ પર એક પછી એક કામ કરવાનું નક્કી કર્યું જેથી કોંક્રિટ મિક્સ કરવા અને કામ કરતી વખતે સરળતાથી ઊભા રહેવા માટે પૂરતી જગ્યા મળી રહે.દુરોજય મેદાન પર કાર્યકારી વ્યૂહરચના બનાવવામાં પાવરધો હતો. પાંચ દિવસ વીતી ગયા હતા. એમણે છતના પાંચ વિભાગ પૂરા કર્યા હતા. દરેક વિભાગના સમારકામમાં લગભગ એક એક દિવસ ગયો હતો. હવે મોટાભાગના તાલીમી શૂન્યોએ પણ કોંક્રીટ કેવી રીતે રેડવો અને એને કેવી ...વધુ વાંચો

51

દશાવતાર - પ્રકરણ 51

છત પર હંગામો થયો.શૂન્યો ભયભીત અને અસ્વસ્થ હતા.એ માત્ર બે જ શબ્દો બોલતા હતા – શ્રાપ અને મૃત્યુ. જાણે એ કોઈ મંત્ર જપતા હોય.નિર્ભય સિપાહીઓ આઘાતમાં હતા.એમણે એમના એક માણસને એમની આંખો સામે મરતો જોયો હતો અને એમની જાતિ મુજબ એમના હૃદયમાં ક્રોધ અને બદલાની ભાવના જન્મી હતી પરંતુ દેવતાનો ડર ધુમાડાની જાડી પરત જેમ બધાના દિલો દિમાગ પર છવાયેલો હતો. “મૌન... નહિતર હવે તમારો વારો છે.” દેવતાએ એ કાળદંડ ફરી કમર પાછળ ભરાવ્યો જેનાથી એણે મનહરને શ્રાપ આપ્યો હતો.એનો ચહેરો ભાવહીન હતો. જાણે એણે કંઈ કર્યું જ ન ...વધુ વાંચો

52

દશાવતાર - પ્રકરણ 52

મર્મવિદ્યાથી શુદ્ધિ બિંદુઓ બંધ કર્યા પછી ફરી ભાનમાં આવતા એક નિર્ભય સિપાહીને પણ કલાકો નીકળી જાય પરંતુ વિરાટની અધ્યાત્મિક કોઈ સીમા નહોતી. પંદરેક મિનિટ પછી વિરાટના મનમાં વહેતા અનંત ઊર્જા પ્રવાહે જ્ઞાનતંતુઓ પર કાબુ મેળવી લીધો અને એ જ પળે એને એના શરીરના અવયવો પર કાબુ પાછો મળ્યો. એના અવયવો એના કહ્યામાં આવતા જ વિરાટે છત તરફ દોટ મૂકી. જગપતિ, ચિત્રા અને નીરદ એની પાછળ દોડ્યા. છત પર હજુ હંગામોમાં ચાલુ હતો.શૂન્યોની ભીડને ચીરીને વિરાટ આગળ વધ્યો.ત્યાં ઊભા કોઈ નિર્ભય સિપાહીએ એને રોકવા કોશિશ ન કરી એ જોઈ વિરાટને ...વધુ વાંચો

53

દશાવતાર - પ્રકરણ 53

દરમિયાન ઈમારતમાંથી શૂન્યો બહાર આવીને સુરતાના મૃતદેહની આસપાસ એકઠા થઈ ગયા હતા. એમના ચહેરા પર ભય અને દુઃખનું મિશ્રમ હવામાં રેત સાથે આતંક ફેલાયેલો હતો. નિર્ભયની ટુકડી સાથે વિરાટ પણ દોડીને નીચે આવ્યો. નિર્ભય સિપાહીઓ સુરતાના મૃતદેહ નજીક ઊભા રહ્યા. એ બધા સુરતાના મૃતદેહ પાસે ટોળે થયા.હવે વિરાટ એને નજીકથી જોઈ રહ્યો હતો. એના લોકો એના રસ્તામાં અવરોધ નહોતા કેમકે એમણે નિર્ભય સિપાહીઓને ચાલવા માટે જગા કરી હતી. વિરાટ માટે સુરતા સુધી પહોંચવા પૂરતી જગ્યા હતી. બે નિર્ભય સિપાહી સુરતાના શરીર પાસે ઊભા હતા. સુરતાનો ચહેરો નિસ્તેજ હતો અને ...વધુ વાંચો

54

દશાવતાર - પ્રકરણ 54

"આપણે વિરાટને છુપાવવો પડશે."જગપતિએ એના વિશ્વાસુ નિર્ભય સિપાહીઓ સામે જોયું, “દેવતા કે કારુ એના વિશે જાણે એ પહેલા એને છૂપાવવો પડશે અને આપણે ધર્મસેનાને સંદેશો મોકલવો પડશે.” "પણ એને ક્યાં છુપાવીશું?"નીરદે પૂછ્યું. "અહીં આ ઈમારતમાં." જગપતિએ કહ્યું, "મારે રક્ષકને મળવું પડશે." "શું?"વિરાટે પૂછ્યું, "તમે રક્ષક કહ્યું?" "હા, એ જ રક્ષક જેણે તને મર્મવિદ્યાથી સુન્ન કર્યો હતો." "એ કોણ છે?" જગપતિના બદલે એના પિતાએ જવાબ ...વધુ વાંચો

55

દશાવતાર - પ્રકરણ 55

કારુ કોર્પોરેશન પ્રતિ: જિનેટિક લેબ, હિમાલયન વેલીઝ તરફથી: અરવિંદ ઉપાધ્યાય, દિલ્હી ખાતે લેબ ચીફ વિષય: પ્રોજેક્ટ મહામાનવની નિષ્ફળતાની નોંધ. મને આ કહેતા દુખ થાય છે સહકાર્યકરો, પણ આપણો પ્રોજેક્ટ મહામાનવ નિષ્ફળ રહ્યો છે.હું તમને યાદ નથી અપાવવા માંગતો તેમ છતાં હું કહીશ કે આપણી પાસે સમય નથી.દુનિયા એ ભાગ્ય તરફ આગળ વધી રહી છે જે ટાળી શકાય એમ નથી. દુનિયા અજાણ્યા અંધકારમાં ગરકાવ થવા જઈ રહી છે. માનવજાતનો અંત નજીક દેખાઈ રહ્યો છે. પ્રોજેક્ટ મહામાનવ આપણી છેલ્લી આશા હતી કારણ કે એ નવી જાતિના મહામાનવમાં આજના માનવનો ડી.એન.એ. બચાવી શકે ...વધુ વાંચો

56

દશાવતાર - પ્રકરણ 56

કારુ કોર્પો. પ્રતિ: જિનેટિક લેબ, હિમાલયન વેલીઝ તરફથી: અરવિંદ ઉપાધ્યાય, દિલ્હી ખાતે લેબ ચીફ વિષય: સાચા ભાગીદારો તમારે તમારા ક્ષેત્રની બહારની બાબતો પર ધ્યાન ન આપવું જોઈએ. તમને મળેલી માહિતી સાચી છે પરંતુ મારી પાસે મહામાનવની સેનાને રોકવાનો બીજો કોઈ રસ્તો નહોતો.સમસ્યા સરળ છે: વિશ્વમાં કોઈ કાયદો અને વ્યવસ્થા નથી રહ્યા. ઉકેલ એના કરતા પણ સરળ છે: વિશ્વને કોઈ એવી વ્યક્તિની જરૂર છે જે એમના ઉપર ફરી કાયદો અને વ્યવસ્થા લાદી શકે. તમારી જાણકારી ખાતર: અરવિંદ ઉપાધ્યાયનું અવસાન થયું છે અને તમે કારુ સાથે વાત કરી રહ્યા છો - વિશ્વના ...વધુ વાંચો

57

દશાવતાર - પ્રકરણ 57

પદ્માને ખબર નહોતી કે એ દીવાલની પેલી તરફથી પાછી ફરશે કે કેમ?ત્યાં એના પિતા ત્રિલોકની ફિલસૂફી સાચી ઠરતી હતી. અસ્તિત્વ અનિશ્ચિત છે. પદ્માને આજે અસ્તિત્વની પરવા નહોતી.એને ચિંતા હતી તો એક જ વાતની કે એને વિરાટને મળ્યા વિના જ દીવાલની પેલી તરફ જવાનું હતું.એને વિરાટની વિદાય લેવાની તક એ જ અફસોસ હતો. ટ્રેનની પ્રણાલી એ રીતે કામ કરતી - ટ્રેન જૂના મજૂરોને ઉતારી જતી અને નવા મજૂરોને લઈ જતી પરંતુ બંનેનો રસ્તો અલગ હતો - જૂના મજૂરો સ્ટેશનના પાછળના દરવાજાથી બહાર આવતા અને નવા મજૂરો આગળના ગેટથી અંદર દાખલ ...વધુ વાંચો

58

દશાવતાર - પ્રકરણ 58

જે ક્ષણે આગગાડી દીવાલની આ તરફ પ્રવેશી પરત મુસાફરી કરતાં શૂન્યો ઉત્સાહિત થઈ ગયા પરંતુ કોઈએ એ ઉત્સાહ વ્યક્ત કર્યો કારણ કે એ આગગાડીમાં એમને શિષ્ટાચાર સાથે વર્તવું ફરજીયાત હતું.એ બધા લાંબા સમય પછી ઘરે પાછા ફર્યા હતા છતાં પણ એમને આગગાડીમાં બૂમો પાડવાની કે ખુશી વ્યક્ત કરવાની પરવાનગી નહોતી. આગગાડીમાં અને દીવાલની પેલી તરફ એ કેદી જેવા હતા.એવા કેદીઓ જે લોખંડની સાંકળોમાં નહીં પણ ભયની સાંકળોમાં જકડાયેલા હતા. આગગાડી સ્ટેશનમાં દાખલ થઈ અને નિર્ભય સિપાહીઓએ કારના દરવાજા ખોલ્યા એટલે શૂન્યો એક પછી એક હરોળમાં ગૌણ ગૃહમાં દાખલ થયા ...વધુ વાંચો

59

દશાવતાર - પ્રકરણ 59

એને ખબર જ ન પડી કે થાક અને રાત ક્યારે એના મનને ઘેરી વળ્યા અને ક્યારે એ ઊંઘી ગયો મધરાતે એક ખરાબ સપનાએ એને જગાડ્યો. એ સફાળો બેઠો થયો. એના શ્વાસ ઝડપી ચલતા હતા. સપનામાં પદ્મા એક ખંડેર ઇમારતમાં ફસાયેલી હતી.એ અને બીજી છોકરીઓ ભૂગર્ભમાં ફસાઈ હતી.ઇમારતની બહાર શૂન્યો શોર કરતાં હતા.જે લોકો પદ્મા સાથે દીવાલની પેલી તરફ ગયા હતા એ ભયભીત થઈને આમતેમ દોડતા હતા.ચારે તરફ અરાજકતા ફેલાયેલી હતી. સીડી ઉપર કોઈનો પગરવ સંભળાયો અને અંતે એક લોક યુવતી ભૂગર્ભમાં પ્રવેશી.એ પદ્મા અને ...વધુ વાંચો

60

દશાવતાર - પ્રકરણ 60

પવને એને લાત મારવાને બદલે હાથ આગળ કર્યો. સુબોધે નિસાસો નાખ્યો અને એનો હાથ પકડી લીધો.પવને એને ઊભા થવામાં કરી. વજ્ર નજીક આવ્યો. એની ચાલ જંગલી પ્રાણી જેવી ધીમી પણ સ્થિર હતી. એણે સુબોધની આંખોમાં જોયું, "તું આમ હાર ન સ્વીકારી શકે."એનો અવાજ ગંભીર હતો, “માણસ જ્યાં સુધી જીવતો હોય ત્યાં સુધી એ હાર ન સ્વીકારી શકે.આ કળિયુગ છે અને કળિયુગમાં તમારા છેલ્લા શ્વાસ સુધી લડવા માટે તૈયાર રહેવું પડે.જ્યાં સુધી પાટનગરમાં પૂજાતા એ મંદિરનું પતન ન થાય ત્યાં સુધી આપણામાંથી કોઈ હાર નહીં માને. કારુ અને એનું શાસન ...વધુ વાંચો

61

દશાવતાર - પ્રકરણ 61

સૂર્ય ક્ષિતિજથી થોડો ઉપર હતો.હવામાં ઉડતા ક્ષારના કણ પ્રલયની યાદ તાજી કરાવતા હતા. તાલીમના મેદાન પર પહોચવાનો સમય થઇ હતો.વિરાટે પહેરણના બટન ખોલ્યા અને તેના શરીર તરફ નજર કરી. તેના શરીર પર ઠેક ઠેકાણે ઉઝરડા પડ્યા હતા. ક્યાંક કોઈક ઉઝરડો ઊંડો થયો હોય ત્યાં હજુ રાતી રેખા દેખાતી હતી જયારે બાકીના ઉઝરડા વાદળી અથવા ઘેરા બદામી રંગના દેખાતા હતા. તેણે એ દિવસની તાલીમની કલ્પના કરી.વજ્રએ ગઈ કાલે જ કહ્યું હતું કે તેનું આગામી દંગલ વજ્રની સામે હશે- તેના મિત્રો સામે નહીં. તેણે સ્નાન કર્યું અને બીજું પહેરણ પહેર્યું. એ પછી વાળ બાંધ્યા અને માથા પર જુના સમયના ઋષીઓ જેમ ...વધુ વાંચો

62

દશાવતાર - પ્રકરણ 62

"યાદ રાખો, જો તમે માનો છો કે તમારો એક ભાગ હંમેશા નિર્ભય છે તો તમારી પાસે ગમે તે ભય કાબૂ મેળવવાની હિંમત હશે.જો તમે માનતા હોવ કે તમારામાં એક મિત્ર છે જે તમને જ્યારે તેની જરૂર હોય ત્યારે તમારી સાથે રહી શકે છે....”વજ્રએ ચાલુ રાખ્યું, એની આંખો તાલીમના મેદાનમાં ઊભા દરેક જ્ઞાનીના ચહેરા પર ફરતી હતી, “બસ તમારે કલ્પના કરવાની છે કે તમારા હૃદયમાં નિર્ભય છે. જેમ તમે અનુભવો છો કે તમારા મનમાં એક જ્ઞાની છે અને જ્યારે પણ તમને જરૂર પડે ત્યારે એ જ્ઞાની બહાર આવે છે એ જ રીતે જો તમે અંદરના ...વધુ વાંચો

63

દશાવતાર - પ્રકરણ 63

"મેં કહ્યું ને કે મને એ અજાણ્યે જ મળી ગયું હતું. હું બીજું કંઈ જાણતો નથી." રતનગુરુએ કહ્યું. વિરાટને આશ્ચર્ય થયું કે રતનગુરુ કેવી રીતે શાંત રહી શકે છે?એ જાણતો હતો કે એ ગુરુ છે અને એ પુસ્તક દીવાલ પેલી તરફથી મોકલવામાં આવેલું છેપણ વિચિત્ર વાત એ હતી કે એના પરિવારનું મૃત્યુ પણ એને તોડી ન શક્યું.એ તસ્કરી વિશે ખુલાસો કરવા તૈયાર નહોતા. "તું આ માટે તૈયાર છો..." નિર્ભય બોલ્યો અને એની છરી એટલી ઝડપથી આગળ વધી કે એણે શું કર્યું એ કોઈને સમજાયું નહીં.ચીસ ...વધુ વાંચો

64

દશાવતાર - પ્રકરણ 64

બીજી સવારે ગુરુ જગમાલે સંદેશવાહકોને બોલાવ્યા અને પંચના દરેક સભ્યને બોલાવવા મોકલ્યા.એ દીવાલ આ તરફ સભા બોલાવવાની સામાન્ય વિધિ જ્યારે સભા ભેગી થતી હતી ત્યારે બધા સંદેશવાહકો દરેક ઝૂંપડીએ સંદેશો પહોચાડતા અને દરેક ઝૂંપડીમાંથી એક વ્યક્તિ સભામાં આવતી. દીવાલ આ તરફની સભામાં પાંચ વૃદ્ધો પંચ તરીકે બેસતા અને કોઈપણ વિવાદ પર બંને તરફની દલીલો સાંભળીને ફેસલો સંભળાવતા. દીવાલ આ તરફના લોકો જાણતા નહોતા કે તેઓ હજારો વર્ષો પછી પણ આઝાદી પહેલાના પંચાયતી રાજ મુજબ નિર્ણયો લેતા હતા. તેઓ દક્ષાને ગઈ રાતે ગુરુ જગમાલના ઘરે લઈ ગયા હતા.સુબોધ તેની માતા અને કૃપાને ગુરુની ઝૂંપડીએ લઈ આવ્યો હતો.દક્ષાને ખાસ્સું એવું વાગ્યું ...વધુ વાંચો

65

દશાવતાર - પ્રકરણ 65

વિરાટે ઉપર જવાનો પ્રયત્ન કર્યો પરંતુ વજ્રની તેના હાથ પરની પકડ છૂટી ગઈ અને એ જમીન પર પટકાયો.એ પથ્થરના ચોસલાને અથડાય એ પહેલા એ જાગી ગયો. એના સ્વપ્નથી ધ્રૂજતો અને પરસેવો લૂછતો એ સ્નાન કરવા જળકુંડ તરફ ચાલવા લાગ્યો.એ તાલીમનો એક પણ દિવસ ચૂકવા માંગતો નહોતો એટલે એનું માથું ભારે હતું છતાં સ્નાન પતાવીને એ તાલીમના મેદાન તરફ ગયો. વિરાટને બે નિર્ભય સાથે લડતા જોવા માટે બધા જ્ઞાનીઓ રાહ જોઈ રહ્યા હતા.વજ્ર અને તારા એના મિત્રો હોવા છતાં વિરાટ ગભરાટ અનુભવતો હતો.એ અખાડામાં સુકા ચુનાથી બનાવેલા વર્તુળમાં ગયો.ગુરુ જગમાલ ...વધુ વાંચો

66

દશાવતાર - પ્રકરણ 66

મુસાફરી મધરાત પહેલા પૂરી થઈ ગઈ હતી. એમણે એક ખખડધજ્જ ઇમારતમાં બાકીની રાત વિતાવી હતી. એ ઇમારત પાણીની કેનાલની નજીક હતી.સૂર્યનું પહેલું કિરણ ઇમારતમાં દાખલ થયું એ સાથે જ અખિલે પદ્માને જગાડી.એની દીકરી સરોજા એની પાસે ઊભી હતી.એ નવા દિવસ માટે તૈયાર હતી. સરોજા પણ એટલી જ ઉમરની હતી. એના વાંકડિયા વાળ સિવાય એની શારીરિક રચના પદ્મામા જેવી જ હતી.એના વાકંડિયા વાળને કારણે એ એના કરતા એક ઇંચ ઉંચી લાગતી.એનો ચહેરો ગોળ હતો અને ગરદન ટૂંકી હતી. એ દરેક વાતમાં જરૂર કરતા વધુ બોલતી. છેલ્લા પંદર દિવસમાં પદ્મા અને ...વધુ વાંચો

67

દશાવતાર - પ્રકરણ 67

પદ્મા અને બાકીના તાલીમીઓએ બસમાંથી ખોરાક એકઠો કર્યો, કેટલાક ફૂડ પેકેટ પ્લાસ્ટિકની થેલીઓમાં હતા અને કેટલાક કાગળની થેલીઓમાં.પદ્માએ એના બિસ્કિટ, બ્રેડ અને સૂકો ખોરાક ભર્યો.સરોજાએ પણ એ જ કર્યું. એ હજુ પણ રડતી હતી. થોડીવારમાં બસમાં ખોરાકનો જથ્થો પૂરો થઈ ગયો. બધા તાલીમીઓ ઇમારતમાં દોડી ગયા જ્યાં અનુભવી એમની રાહ જોતા હતા.એમણે જગપતિ અને એની ટૂકડીને ભોંયરામાં કેદ કરી હતી જેથી આવનારી ટૂકડી જગપતિ પર કોઈ શંકા ન કરે. જોકે એમ કરવું એ એમના પોતાના મુત્યુને આમંત્રણ આપવા બરાબર હતું એ શૂન્યો જાણતા હતા. જગપતિ અને બાગી નિર્ભય સિપાહીઓની ...વધુ વાંચો

68

દશાવતાર - પ્રકરણ 68

“મને ખબર છે.” પદ્માએ પાછું જોયા વગર સરોજાને પોતાની પાછળ ખેંચીને કહ્યું, “બસ દોડતી રહે.” એણે પાછું વળીને જોયું નહોતું. એણે પાછા જઈને એના લોકોને મદદ કરવાની પોતાની બાલીશ ઇચ્છાનો સામનો કર્યો કારણ કે એ જાણતી હતી કે પોતે મદદ કરી શકે એમ નથી. જ્યાં સુધી એ કેનાલ પર ન પહોંચ્યા ત્યાં સુધી એ દોડતી રહી.એ કેનાલ પાસે ઊભી રહી ત્યારે ગતિના લીધે સરોજા એની સાથે અથડાઈ અને લગભગ બંને પડી જ ગઈ હોત પણ એમણે વેલ પકડી લીધી અને પોતાની જાતને સ્થિર રાખી. “વેલ ...વધુ વાંચો

69

દશાવતાર - પ્રકરણ 69

એમણે કેનાલની શાખા ફૂટે ત્યાં બેસીને થોડોક આરામ કર્યો.કોઈએ ખાવાનું ન માંગ્યું પરંતુ સરોજા અને પદ્માએ એમને ફૂડ પેકેટસ અને ખાવા માટે દબાણ કર્યું.ખોરાક પ્લાસ્ટિકની થેલીઓમાં હતો એટલે કેનાલના પાણીની એના પર કોઈ અસર નહોતી થઈ. એ હજુ ખાવા લાયક હતો. ખાઈને થોડો આરામ કર્યા પછી એ ડાબે વળ્યા.પદ્માને આશા હતી કે ત્યાં કોઈ શહેર હશે જ્યાં પાણી પહોંચાડવા માટે ડાબી બાજુએ એક શાખા બનાવવામાં આવી હશે. એમને ખબર નહોતી કે એ ગરમ હવાના પ્રવાહમાં અને દજાડી નાખે એવી રેતમાં કેટલો સમય ચાલ્યા હતા પરંતુ જ્યાં સુધી એક શહેરની ...વધુ વાંચો

70

દશાવતાર - પ્રકરણ 70

"હું દેવતાઓ સામે લડવા તૈયાર છું." વિરાટે એના તાલીમી મિત્રો સાથે ગર્જના કરી. ટૂંક સમયમાં બાકીના તાલીમીઓ કુહાડી, કોદાળી ત્રિકમ લઈને એના લોકોના ટોળા સાથે એમની સાથે જોડાયા. એ રાત બળવાની શરૂઆત હતી. અનેક શૂન્યો તાલીમીઓના કહેવા પર સ્ટેશન તરફ શહીદી વહોરવા આગળ વધી રહ્યા હતા. કોઈએ પોતાનું હથિયાર આકાશ તરફ ઊંચું કર્યું અને ગર્જના કરી, “સાંભળો નિર્ભયો!સાંભળો દેવતાઓ. અમે આવી રહ્યા છીએ!"અને આ રીતે બૂમો પાડતા અને ગર્જના કરતા એ અંધકારમાં આગળ વધતા હતા. અંધકાર એટલો ઘેરો હતો કે એમના શરીર ભાગ્યે જ દેખાતા હતા.હવા ધૂળથી ભરાઈ ગઈ ...વધુ વાંચો

71

દશાવતાર - પ્રકરણ 71

જગપતિના શબ્દો સાંભળતા જ વિરાટના ઘૂંટણ નબળા પડી ગયા. એક પળમાં એ સાવ ભાંગી પડ્યો પણ બીજી જ પળે અને બસો ત્રીસ લોકોના મૃતદેહ એની આંખો સામે તરવરવા લાગ્યા અને એના મગજમાં લોહી ધસી આવ્યું.એણે આંખો અને હૃદયમાં ગરમી અનુભવી.એની આંખોની પાછળ એક પીડા ધબકવા લાગી અને એની આંખોના ખૂણા ભીના થઈ ગયા. એના લોકો મરી ગયા - બસો ત્રીસ નિર્દોષ લોકો માર્યા ગયા હતા.એની પાસે હવે કોઈ વિકલ્પ નહોતો – એને હવે કોઈ ભય નહોતો.એ એના લોકોને જોવા માટે પાછો ફર્યો - એમની આંખોમાં આતંક હતો. ...વધુ વાંચો

72

દશાવતાર - પ્રકરણ 72

વિરાટે જૈવિક પરિવર્તન પામેલા નિર્ભય અને જગપતિની નિર્ભય ટુકડીના યુદ્ધના આવજ સાંભળ્યા.એ બધા એક જ પરિધાનમાં હતા એટલે કોણ બાજુએ છે એ નક્કી કરવું મુશ્કેલ હતું પરંતુ એ મૂંઝવણ વિરાટની બાજુના યુદ્ધને અસર કરતી નહોતી.એમની ટુકડીમાં કોઈ નિર્ભયના પરિધાનમાં નહોતું એટલે ચોક્કસપણે એમની સામે ઊભો કાળા પરિધાનવાળો સિપાહી એમનો દુશ્મન જ હતો. વજ્રના પિતા અને એની ટુકડી લગભગ પચાસ નિર્ભય સામે લડી રહ્યા હતા.સારું પાસું એ હતું કે બંને પક્ષો પાસે સમાન શસ્ત્રો અને સમાન તાલીમ હતી.ત્યાં કોઈ શૂન્ય જેમ યુદ્ધથી અજાણ નહોતું. શૂન્યો ...વધુ વાંચો

73

દશાવતાર - પ્રકરણ 73

"વિરાટ....." એના સ્વપ્નમાં કોઈ એનું નામ લઈ એને સાદ દેતું હતું. એણે આંખો ખોલી, "વિરાટ જાગ....." કોઈ એને હલાવતું હતું, "આપણે યુદ્ધ જીતી લીધું છે." એ જાગી ગયો, આંખ ખોલી, આંખો લૂછી અને એની આસપાસ અંધાધૂંધી જોઈ.એના લોકો રડતા હતા, બૂમો પાડી રહ્યા હતા, કેટલાક જમીન પર પડ્યા હતા અને વજ્રના પિતાની ટુકડી લોકોને મદદ કરી રહી હતી.વિરાટ સ્મૃતિ-સ્વપ્નમાંથી બહાર હતો પણ એને સાંભળવામાં તકલીફ પડતી હતી. એની પાંસળીઓમાં પીડા સતત ધબકારા મારતી હતી. એ ઊભો થઈ શકે એમ નહોતો.વજ્ર, ...વધુ વાંચો

74

દશાવતાર - પ્રકરણ 74

"દેવતાનું મૃત્યુ એ યુદ્ધનો અંત નથી પરંતુ યુદ્ધની શરૂઆત છે."વજ્રના પિતાએ કહ્યું, "એ બદલો લેવા આવશે. જ્યારે એમને દીવાલની તરફ શું થયું એના સમાચાર મળશે એટલે એ ફરી આક્રમણ કરશે."એણે શૂન્યો પર નજર ફેરવી અને ઉમેર્યું, "પણ આપણે એમની સામે લડવા તૈયાર છીએ કારણ કે આપણી સાથે અવતાર છે." "અવતાર..." "અવતાર..." જગપતિ વિરાટની નજીક ગયો ત્યાં સુધી શૂન્ય લોકો અવતાર અવતાર એમ બૂમો પાડતા રહ્યા. જગપતિએ વિરાટનો હાથ પોતાના હાથમાં લીધો અને આકાશ તરફ હવામાં ઉંચો કર્યો, “દેવતાએ આપેલો ...વધુ વાંચો

75

દશાવતાર - પ્રકરણ 75

એ રાત્રે પદ્માને ફરી એ સપનું આવ્યું.એ માટીથી બનેલા એક મોટા ઘર પાસે ઊભી હતી.એ ઘર એની ઝૂંપડી જેવું હતું પણ માટીનું હતું અને ઘર નીચેની જમીન અસ્થિર હતી.એ જે જમીન પર ઊભી હતી એ ધ્રૂજતી હતી. ભૂકંપ - એની મા બૂમો પાડતી હતી – ભૂકંપ. શેરીઓમાં લોકો જીવ બચાવવા આમતેમ દોડતા હતા. સ્ત્રીઓ, પુરુષો, વૃદ્ધો અને બાળકો બધા જીવ બચાવવા દોડતા હતા.એની મા પાગલની જેમ રાડો પાડતી હતી, “આપણે એની સામે બળવો ન કરવો જોઈએ." એકાએક બીજો અવાજ પદ્માના કાને પડ્યો, “કારુ ભગવાન ...વધુ વાંચો

76

દશાવતાર - પ્રકરણ 76

ભૂપતિ હસી પડ્યો. પદ્મા જોઈ શકતી હતી કે એ હાસ્ય અંદરના ભયને છુપાવવા માટે હતું. એ બોલ્યો ત્યારે એના ભયની અસર હતી, "મને આ નવા મિત્રોની પરવા નથી પણ એકવાર આપણે એમને કારુને સોંપી દઈએ તો પરિણામ માટે હું જવાબદાર નથી." નીને માથું હલાવ્યું. “અમે પરિણામ ભોગવવા તૈયાર છીએ.” બાકીનાએ પણ માથું હલાવ્યું. "એ આપણને કારુને સોંપી દેશે."સરોજા રડતાં રડતાં બોલી. પદ્માએ એની સામે જોયું, “આપણે એના પર વિશ્વાસ ન કરવો જોઈએ.” "ઠીક છે." ...વધુ વાંચો

77

દશાવતાર - પ્રકરણ 77

પદ્માએ પહેલીવાર ઇમારતને દિવસના પ્રકાશમાં જોઈ.એ એક વિશાળ ખંડેરનું સમારકામ કરીને ઊભું કરાયેલું માળખું હતું. છતાં કેટલીક બારીઓ ગાયબ અને ઇમારતનો ઉપરનો પચીસ ટકા ભાગ તૂટેલો હતો.એ બહુમાળી ઇમારત હતી એટલે અંદરથી એનો ઉપરનો તૂટેલો ભાગ ધ્યાનમાં આવતો નહોતો. હું એને શું કહું જે અમારો જીવ બચાવશે?પદ્મા વિચાર્યું એ સાથે જ એના મનમાં ભય જન્મ્યો.દિવસનો પ્રકાશ, બહારના વૃક્ષો અને એની આસપાસના ખંડેર વિસ્તારે એને છેલ્લી ઇમારતની યાદ અપાવી જ્યાં એમણે બધું ગુમાવ્યું હતું.એની આંખો પર પાણીનો પાતળો પડદો રચાયો. એ પડદો બુંદ બનીને એના આંખને ખૂણે ભેગો થયો.એના પિતાના ...વધુ વાંચો

78

દશાવતાર - પ્રકરણ 78

સુંદર દેખાતી છોકરી... પદ્મા મનોમન હસી. લોક હજુ પણ મૂર્ખની જેમ ઊભા હતા. એમના એમના હાથમાં ચુસ્ત પકડેલા હતા. એ ગમે તે પળે હિંસક બની જશે એમ લાગતું હતું. "કેવો સોદો?"લોકમાંથી એકે એની તલવાર હલાવીને પૂછ્યું.એ માનસિક રીતે અસ્વસ્થ લાગતો હતો. પદ્માને લાગ્યું કે એ ખતરનાક છે. “એક સોદો જે આપણને ભાગીદાર બનાવે છે.એ આપણને સહકાર આપશે અને આપણે એમને સહકાર આપીશું.” ભૂપતિ ગૃહની મધ્યમાં આવ્યો, "એ બધા કોઈ પણ જાતના પ્રતિકાર વગર પાળેલા બકરાની જેમ આપણી સાથે આવશે ...વધુ વાંચો

79

દશાવતાર - પ્રકરણ 79

પદ્માનું હૃદય ભરાઈ આવ્યું.એને પેટમાં દુખાવો થતો લાગ્યો.એને એ દિવસો યાદ આવ્યા જ્યારે એ બે દિવસ ભૂખી રહી હતી અંતે કેનાલના પાણીમાં કૂદવાનું જોખમ લીધું હતું.એ જાણતી હતી કે ભૂખ શું ચીજ છે. "તમને પહેલા ખોરાક કેવી રીતે મળતો?"પોતાના વિચારો ખખેરીને એણે પૂછ્યું. "દર મહિને નિર્ભયની ટુકડી જીપમાં આવે છે અને અમને ભોજન આપે છે કારણ કે અમને આ સમારકામવાળા શહેરમાં સ્થાનાંતરિત કરવામાં આવ્યા છે."ચરિતાએ જવાબ આપ્યો, “ગયા મહિનાથી અમે ભોજનની રાહ જોઈ રહ્યા છીએ પણ કોઈ આવ્યું નથી અને લોકો પાગલ થઈ રહ્યા ...વધુ વાંચો

80

દશાવતાર - પ્રકરણ 80

"આપણી પાસે બીજો કોઈ વિકલ્પ પણ નથી." ભૂપતિએ સ્પષ્ટ કર્યું, "આપણી પાસે પાણી છે પણ ખોરાક વિશે ભૂલી જાઓ.આ લોકોનો ખોરાક ખતમ થઈ રહ્યો છે.જો આપણે અહીં રહીશું તો પણ મરી જ જઈશું." "અને એકવાર આપણે આ શહેરની બહાર જઈશું પછી શું કરીશું?"પદ્માએ બીજો પ્રશ્ન કર્યો. “મેં વર્ષોથી વાસ્તવિક દેવતાઓને મદદ કરી છે અને એમની ગુપ્ત શિબિર વિશે જાણું છું.એકવાર આપણે ત્યાં પહોચી જઈએ તો આપણે સુરક્ષિત રહીશું.એમની પાસે ખોરાક અને દવા છે. એક માણસને જીવીત રહેવા જરૂરી બધું છે.” ...વધુ વાંચો

81

દશાવતાર - પ્રકરણ 81

વિરાટ અનુજાની સામે તાકી રહ્યો.એના પિતા વજ્ર અને નિર્ભય સેનાનાયક જગપતિ પણ એની પાસે ઊભા હતા. મા પાગલ થઈ ગઈ છે.લડાઈ અને અંતિમ સંસ્કારે એને પાગલ બનાવી દીધી છે. "અશક્ય, મા."એણે કહ્યું પણ એના શબ્દો માંડ માંડ બહાર આવ્યા, "તું જે કહે છે એ શક્ય નથી." વિરાટે હતાશ થઈને આકાશ તરફ જોયુ.એની ઉપર આકાશ પણ ગોળ ફરતું હોય એમ લાગ્યું. આકાશનો વાદળી રંગ અંતિમ સંસ્કારના ધુમાડાની કાળાશમાં બદલી રહ્યો હતો.ક્ષિતિજમાં સવારની લાલાશ હજુ દેખાતી હતી અને વિરાટના હૃદયમાંથી પણ એવું ...વધુ વાંચો

82

દશાવતાર - પ્રકરણ 82 (ધ એન્ડ)

એ બધા અંતિમ સંસ્કારના મેદાનમાંથી બહાર આવ્યા પછી એમણે દોડવાનું શરુ કર્યું.એ ઉજ્જડ અને પછી અર્ધ વેરાન પ્રદેશમાંથી પસાર દોડવું મુશ્કેલ બન્યું કેમકે અર્ધ વેરાન પ્રદેશમાં રેતીનું પ્રમાણ વધારે હતું. રેત દોડવામાં સૌથું મોટો અવરોધ બનતી હતી.અર્ધ-રણમાંથી પસાર થયા પછી ખેતરોનો વિસ્તાર હતો એટલે દોડવું સરળ રહ્યું. છેવટે એ ઝૂંપડીઓના વિસ્તારમાં પ્રવેશ્યા ત્યારે શેરીઓમાં કોલાહલ હતો. લોકો તળાવ ખોદવા માટે પોત પોતાના ઓજારો તૈયાર કરતા હતા.એ શેરીઓમાંથી દોડ્યા ત્યારે લોકોએ એક પળ માટે એમની પ્રવૃત્તિમાં વિરામ લીધો અને આંખો ઉંચી કરી એમની દિશામાં જોયું. એ ક્ષક્ષે વિરાટે લોકોની આંખોમાં આશા અને અપેક્ષા જોઈ.એણે એમની ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો