Dashavatar - 66 books and stories free download online pdf in Gujarati

દશાવતાર - પ્રકરણ 66

          મુસાફરી મધરાત પહેલા પૂરી થઈ ગઈ હતી. એમણે એક ખખડધજ્જ ઇમારતમાં બાકીની રાત વિતાવી હતી. એ ઇમારત પાણીની કેનાલની સૌથી નજીક હતી. સૂર્યનું પહેલું કિરણ ઇમારતમાં દાખલ થયું એ સાથે જ અખિલે પદ્માને જગાડી. એની દીકરી સરોજા એની પાસે ઊભી હતી. એ નવા દિવસ માટે તૈયાર હતી. સરોજા પણ એટલી જ ઉમરની હતી. એના વાંકડિયા વાળ સિવાય એની શારીરિક રચના પદ્મામા જેવી જ હતી. એના વાકંડિયા વાળને કારણે એ એના કરતા એક ઇંચ ઉંચી લાગતી. એનો ચહેરો ગોળ હતો અને ગરદન ટૂંકી હતી. એ દરેક વાતમાં જરૂર કરતા વધુ બોલતી. 

          છેલ્લા પંદર દિવસમાં પદ્મા અને સરોજા સારા મિત્રો બની ગયા હતા. છેલ્લા પંદર દિવસમાં સરોજાએ પદ્માને એના વિશે બધું જ કહી દીધું હતું. એ એની માને એના પિતા કરતાં વધુ ચાહતી અને એનો નાનો ભાઈ વિનિત એનો જીવ હતો. એ એના ભાઈને યાદ કરતી રહેતી. એ આખો દિવસ વાત કરતી અને મોટે ભાગે એના ભાઈ વિશે વાત કરતી. એ કેટલો તોફાની છે, એ એની સાથે કેવો ઝઘડો કરે છે અને એ કેટલો જીદ્દી છે. ભય એ સરોજાનું મુખ્ય લક્ષણ હતું - એને દરેક બાબતે ભય લાગતો. જ્યારે નિર્ભય સિપાહીએ એમને ફૂડ પેકેટ્સ લેવાનો આદેશ આપ્યો ત્યારે પણ પદ્મા પાસે કતારમાં ઊભા એના પગ ધ્રૂજતા હતાતાં.

          એનાથી વિપરીત અખિલ બહાદુર હતો. શૂન્યને બહાદુરીની મંજૂરી નહોતી એટલે એ ક્યારેય પોતાનો આ ગુણ બહાર દેખાવા ન દેતો પણ પદ્મા જ્ઞાની હતી એટલે એને જાણતા સમય ન લાગ્યો કે બહારથી ડરપોક દેખાતો અખિલ હકીકતમાં એક બહાદુર આદમી છે. એ જાણતી હતી કે અખિલ સિવાય પણ એમની સાથે આવેલા કેટલાક શૂન્ય બહાદુર છે. છેલ્લા શહેરમાં પદ્માએ અખિલને છતની મરામત માટે જોખમી ઇમારતો પર ચડતો જોયો હતો. એણે ક્યારેય અખિલની આંખોમાં નિર્ભય સિપાહીઓનો ભય નહોતો જોયો.

          એને બીજા મિત્રો પણ મળ્યા હતા - નીરમા નામની એક ઉંચી અને ગોરી છોકરી એની ખાસ મિત્ર બની ગઈ હતી. છેલ્લા શહેરમાં એક ઇમારતને ધોળતા સમયે પદ્માએ એની સાથે પરિચય કેળવ્યો. એ પછી એણે રૂપા નામની બીજી એક સુંદર છોકરી સાથે મિત્રતા કરી જેના પિતા લુહાર હતા. રાઘવ નામનો એક છોકરો છેલ્લા અઠવાડીયામાં જ એનો મિત્ર બન્યો હતો. એના પિતા દીવાલની દક્ષીણમાં દોરડા બનાવવાનું કામ કરતા હતા. એ તેના કાકા દિલીપ સાથે આવ્યો હતો.

          પદ્મા એની સાથેના બધા સાથે પરિચય કેળવવા માંગતી હતી પરંતુ એ એમાંથી માત્ર કેટલાક સાથે જ પરિચય કેળવી શકી કારણ કે આખો દિવસ કામમાં જ વીતતો. પદ્મા એ સફરમાં વીસથી વધુ લોકોને પહેલેથી જ ઓળખતી હતી. એ બધા દીવાલની દક્ષીણમાં આવ્યા એ પહેલાથી પદ્મા એમને ઓળખતી હતી. એ બધા વિષે એ જેટલું જાણતી હતી એના કરતા વધુ જાણવું જોઈએ કારણ કે એ એના લોકો હતા પરંતુ એ નહોતી જાણતી કારણ કે દીવાલની દક્ષીણમાં પણ એ લગભગ આખો દિવસ પાણીની કેનાલ પર વિતાવતી એટલે ખાસ કોઈની સાથે એને દોસ્તી નહોતી.

           એ વધુ પાંચ કિશોરોને ઓળખતી હતી કારણ કે એ ગુરુ જગમલના વિદ્યાર્થી હતા. એ વિરાટ અને અંગદના મિત્રો પણ હતા. એ દિશ, આશ, લતી, રેશ અને તિકા હતા.

           એક નિર્ભય સિપાહી ઇમારતમાં દાખલ થયો અને આદેશ આપ્યો, “બધા  ઇમારતની બહાર, જલ્દી.”

           એ ઊભી થઈને મોં ધોઈ આવી અને અખિલ અને સરોજા સાથે ઇમારતની બહાર ગઈ. ગુર્હ બહારનું વિશાળ મેદાન એના લોકોથી ભરચક હતું. કશું અસામાન્ય લાગતું નહોતું. કાયમ એ રીતે જ એમને નાસ્તાના પેકેટ મળતા. કામનો ઓર્ડર મળતા પહેલા એ હંમેશની જેમ નાસ્તાના પેકેટની રાહ જોઈ રહ્યા હતા પરંતુ નાસ્તાના પેકેટ ન આવ્યા. પંદર મિનિટમાં ભીડમાં ફફડાટ ઊભો થયો કે શા માટે કોઈ કામ કરવાનો ઓર્ડર કે નાસ્તાના પેકેટ નથી આપતું?

           અચાનક એમણે બૂમો અને રડવાનો અવાજ સાંભળ્યો અને પછી ધાતુના પતરાં તૂટવાનો કર્કશ શોર સંભળાયો. લગભગ પંદર મિનિટ સુધી એ અવાજ ચાલુ રહ્યા. શૂન્યો અલગ અલગ ધારણાઓ કરવા લાગ્યા અને પછી પદ્માએ નિર્ભય સિપાહીઓના સેનાનાયક જગપતિ અને એના ત્રણ સિપાહીઓને ઇમારતના બીજા દરવાજામાંથી બહાર આવતા જોયા.

           લોકોએ કંઈક અસાધારણ જોયું એટલે કાનાફૂસી બંધ થઈ ગઈ. જગપતિ અને બે નિર્ભય સિપાહીઓ પદ્મા પાસે આવ્યા. એમના કપડા પર લોહી અને હાથ અને ચહેરા પરના ઘા હતા. ભયનું એક લખલખું એના શરીરમાંથી પસાર થઈ ગયું. એણે આસપાસના તાલીમીઓને ધ્રૂજતા જોયા. એના પોતાના પગ પણ ધ્રૂજતા હતા.

           જો જગપતિ અને નિર્ભય સિપાહીઓ એમને મારવા માંગતા હોય તો એમની પાસે બચવાનો કોઈ જ રસ્તો નહોતો. એ એમની સામે લડી શકે એમ નહોતા.

           "સાંભળો..." જગપતિ ભીડથી થોડાક ડગલાં દૂર ઊભો રહ્યો, એના સૈનિકો પણ એની પાછળ ઊભા રહી ગયા,  “આપણી પાસે સમય નથી. મારી વાત ધ્યાનથી સાંભળો.”

           શૂન્યોની ભીડ શાંત થઈ ગઈ. પદ્માએ પોતાની આસપાસ અને અંદર મૌન અનુભવ્યું. એની બાજુમાં સરોજા ધ્રૂજતી હતી. એણે પદ્માનો હાથ પકડીને એટલો જોરથી દબાવ્યો કે પદ્માના કાંડામાં દુખાવો થવા લાગ્યો. જોકે પદ્માએ એ દર્દને અવગણ્યું કેમકે અત્યારે એનું પૂરું ધ્યાન જગપતિ તરફ હતું. અખિલ જગપતિ સામે જોઈ રહ્યો હતો.

           “મેં ક્યારેય ધાર્યું નહોતું કે આવું બનશે. મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી." જગપતિએ નિસાસો નાખ્યો, “એ તમને મારવા માંગે છે. તમને બધાને મારી નાખવાનો પાટનગરથી આદેશ મળ્યો છે.”

           ભીડમાં ગણગણાટ થયો. પદ્માએ અખિલ સામે જોયું. એના ચહેરા પર કોઈ ભાવ નહોતા.

           "હું જાણું છું કે તમે હંમેશાં જે માનતા હતા એ જ માનો છો. તમે હંમેશાંથી જે વિચારો છો એ વિચારવા અને તમે હંમેશા જે અપેક્ષા રાખો છો એ અપેક્ષા રાખવા ટેવાયેલા છો. એટલે જ દીવાલની આ તરફ તમને શૂન્ય માનવામાં આવે છે. તમને પોતાને પણ એવું લાગે છે કે તમે કંઈ કરી શકો એમ નથી પણ એ ખોટું છે.”  જગપતિએ ભીડ ઉપર નજર ફેરવી, "તમે શૂન્ય નથી અને એટલે જ એ તમને મારવા આવી રહ્યા છે."

           કેટલાક તાલીમીઓ ભયથી રડવા લાગ્યા હતા. તો બીજા કેટલાક એમને શાંત કરતા હતા. મેદાન તરહતરહના અવાજથી ભરાઈ ગયુ.

           “સાંભળો, ભય તમને મૃત્યુ સિવાય બીજું કશું જ નહીં આપે.” જગપતિએ બોલવાનું ચાલુ રાખ્યું એટલે અવાજ શાંત થઈ ગયા, “ભય તમને સુન્ન કરી દેશે. તમે જાણો છો કે અમે નિર્ભય કેમ છીએ?”

           કોઈએ જવાબ ન આપ્યો.

           “અમે નિર્ભય છીએ કારણ કે ભય અમને કાબુમાં નથી કરી શકતો અને જો તમે તમારા ભય  પર કાબૂ મેળવી લેશો તો એ પળે તમે પણ નિર્ભય બની જશો. તમારો ભય તમારી શક્તિઓને તમારી અંદર બંધ કરવા નથી પણ તમારા અંદરની તિજોરી ખોલીને એ શક્તિઓને બહાર લાવવા માટે છે.” જગપતિનો અવાજ ઊંચો થયો, “તમારામાંથી કેટલાક વિચારતા હશે કે કોઈ આપણને બચાવશે પણ એવું કંઈ નહીં થાય. તમારે પોતાને જ તમારી જાતને બચાવવી પડશે.”

           "શા માટે એ અમને મારવા માંગે છે?" પદ્મા આગળ વધી. બધા શૂન્યોના માથા એના તરફ ફેરવાયા.

           "એ તમને સજા આપવા માંગે છે. દીવાલની અંદર લોકોએ બળવો શરૂ કર્યો છે અને કારુ તમારા લોકોને બતાવવા માંગે છે કે એ શું કરવા સક્ષમ છે. બળવાખોરોને રોકવા માટે એ તમને મારી નાખવા માંગે છે અને તમારા મૃતદેહોને તમારા લોકો પાસે મોકલવા માંગે છે. આ વખતે વિદ્રોહની સજા તરીકે માત્ર મૃતદેહો ભરેલી આગગાડી દીવાલની દક્ષીણમાં મોકલવાનું આયોજન કરવામાં આવ્યું છે.”

           પદ્માનું શરીર ધ્રૂજવા લાગ્યું. કેવી રીતે શ્વાસ લેવો એ એને યાદ ન રહ્યું હોય એમ એના શ્વાસ અટકી ગયા. એકાએક એની છાતીમાં દુખાવો ઉપડ્યો. એ લગભગ ગૂંગળાવા લાગી હતી. એના ફેફસાં અને એની આંખો પણ બળતી હતી. અને પછી એણે એ સાંભળ્યું જે નિર્ભય નેતા પાસેથી ક્યારેય સાંભળ્યું નહોતું. જગપતિએ કહ્યું, “હું તમારી સાથે છું. હું દીવાલની દક્ષીણના લોકોની સાથે છું પણ હું તમને સીધી મદદ કરી શક એમ નથી. મારી ટુકડીમાં ત્રીસ નિર્ભય હતા. એમાંથી દસ કારુને વફાદાર હતા જેમને અમે ઇમારતની અંદર જ મારી નાખ્યા છે પણ નિર્ભયની બીજી ટુકડી તમારા માટે આવી રહી છે. કદાચ એમની સાથે કેટલાક દેવતાઓ હશે પણ તમારે લડવું પડશે.”

           "જો તમે અમારી સાથે છો તો તમે અમને કેમ મદદ નથી કરતા?" અખિલ આગળ વધ્યો. કદાચ જગપતિના શબ્દોએ એનામાં હિંમત ભરી દીધી હતી. 

           "જો હું તમને મદદ કરીશ તો તમે બધું ગુમાવશો." જગપતિએ કહ્યું, "જો હું તમને મદદ કરીશ અને તમે દીવાલની દક્ષીણમાં જશો તો તમારું સ્વાગત કરવા માટે ત્યાં કોઈ નહીં હોય." એના અવાજમાં હવે રોષ હતો, “કારુ દીવાલની દક્ષિણમાં નિર્ભયની ટુકડીઓ મોકલશે અને પ્રલય પછીનો સૌથી મોટો હુમલો થશે. પરંતુ જો હું અત્યારે બહાર ન પડું તો હું મારા સૈનિકો સાથે દક્ષીણમાં હુમલો કરતી એ ટુકડીમાં ભળી જઈશ અને એકવાર અમે દક્ષીણમાં પહોચીશું ત્યારે હું અને મારા સિપાહીઓ દીવાલની દક્ષીણમાં તમારા પરિવારોને બચાવીશું.”

           જગપતિ ત્યાં ઊભેલા દરેકને સાચો લાગ્યો.

           “મેં રાત્રે મુસાફરી કરી છે જેથી આપણે આ ઇમારત સુધી પહોચી શકીએ. આ ઇમારતમાં ભોયરું સારી સ્થિતિમાં છે. તમે ઇમારત છોડો એ પહેલાં અમે ઇમારતની અંદર જઈશું અને તમે બહારથી દરવાજો બંધ કરી દેશો જેથી જ્યારે સૈનિકો આવશે ત્યારે એ એમ વિચારશે કે તમે અમારાથી વધુ ચાલક છો અને અમને છેતરીને અંદર બંધ કરી દીધા છે.” એણે સમજાવ્યું, "એ લોકો આવે ત્યારે તમારે એમની સામેં લડવું પડશે."

           "અમે એમને હરાવી ન શકીએ." અખિલે કહ્યું.

           "હું તમને એમને જીતવા માટે નથી કહેતો, હું તમને એમની સાથે લડવાનું કહું છું."

           "કેમ?" અખિલે કહ્યું, "એમના હાથે મરવા માટે?"

           "ના." જગપતિ બોલ્યો, "તમારા બાળકોને બચવા માટે સમય આપવા. અહીં પૂરતા પ્રમાણમાં ફૂડ પેકેટ છે. તાલીમીઓ એમના થેલા ખોરાકથી ભરીને અહીંથી છટકી જશે પરંતુ ટુકડી એમનો પીછો કરશે આ વખતે તમારે છેલ્લો મુકાબલો આપવો પડશે જેથી એ લોકો એમનો પીછો ન કરી શકે. ખોરાક ખતમ થવા બાબતે ડરશો નહીં. જ્યારે એ બહાર નીકળી જશે ત્યારે હું એમને મદદ મોકલીશ." એણે લોકો પર નજર નાખી, "શું તમે તમારા બાળકો માટે મરવા તૈયાર છો?"

          “હા.” ટોળામાંથી અવાજ આવ્યો. એ સામુહિક અવાજ ખંડેર શહેરની દરેક દીવાલ સુધી ફરી વળ્યો.

          "હું જાણું છું કે તમે બધા ડરેલા છો કારણ કે તમે શૂન્ય તરીકે જીવન જીવ્યા છો પણ....." અહીં એનો અવાજ કંઈક નક્કર બન્યો, "શું તમે તમારા જીવનની અંતિમ ક્ષણે નિર્ભય બનવા તૈયાર છો?"

          “હા.” આ વખતે ભીડનો સામુહિક જવાબ પહેલા કરતા પણ ઊંચો હતો, “અમે શૂન્ય તરીકે જીવ્યા છીએ પણ અમે શૂન્ય તરીકે મરવા નથી માંગતા. અમે નિર્ભય બનીને મરીશું.”

          "ઠીક છે." જગપતિએ આગળ કહ્યું, "અડધા તાલીમીઓ બસમાંથી ખોરાક મેળવી લો અને બાકીના લોકો ઇમારતની અંદર જઈને એ દરેક ઓજાર ઉપાડી લો જેનો તમે હથિયાર તરીકે ઉપયોગ કરી શકો. યાદ રાખો, આ લડાઈ જીતવા માટે નથી પરંતુ તમારા બાળકોને બચાવવા માટે છે, ફક્ત એમને બચવા માટે, સમય આપવા માટે."

          જગપતિએ બધાને જરૂરી સૂચનાઓ આપી. એ પછીની કેટલીક મિનિટો તંગદીલીમાં પસાર થઈ. પદ્માની જેમ બધા તાલીમીઓ સ્તબ્ધ હતા. એ ખૂબ જ વિચિત્ર ઘટના હતી. શૂન્યો માટે દરેક અસામાન્ય ઘટના ડરાવણી બની રહેતી. આ પહેલા કોઈ શૂન્યએ આવી કટોકટીની પળનો સામનો કર્યો નહોતો. એમાંના મોટાભાગના તાલીમીઓ હતા જે પહેલીવાર દીવાલની ઉત્તરમાં આવ્યા હતા. એ ત્યાં કોઈ માણસને અથવા કોઈ જગ્યા વિશે કશું જ જાણતા નહોતા એટલે જો ભાગી નીકળે તો પણ ક્યાં જવું એ વિચાર એમને મુંઝવતો હતો. એમની વચ્ચે ઉગ્ર ચર્ચા ચાલતી હતી. એ પછી કેટલાક તાલીમીઓ બસ તરફ દોડ્યા, કેટલાક વધુ એમની પાછળ ગયા અને બાકીના મોટાભાગે અનુભવી લોકો જગપતિ અને એના સિપાહીઓને અનુસરતા ઇમારતમાં ગયા.

          "બળવો થયો છે." અખિલે પદ્મા સામે જોયું, "તો દેખીતી રીતે ઘણા નિર્ભય સિપાહીઓ આપણને મારવા આવશે."

          "આપણે બચી જઈશું."

          “હા, તું એ કરી બતાવીશ.” એણે સરોજા સામે જોયું, “તું પદ્મા સાથે રહેજે.” એણે ફરી પદ્મા તરફ નજર ફેરવી, “મને વચન આપ, તું સરોજાનું ધ્યાન રાખીશ.”

          "હું એનું ધ્યાન રાખીશ." એ બોલી, "એ મારી દોસ્ત છે છે. એ મારી બહેન જેવી છે."

          એણે સરોજા તરફ જોયું. સરોજા રડતી હતી. એ વારંવાર હથેળીથી આંસુ લૂછતી હતી.

          "જાઓ અને ફૂડ પેકેટ્સ લાવો." એણે કહ્યું, "એ આપણા માટે આવી રહ્યા છે."

          "હું નથી જવાણી." સરોજાએ ડૂસકાં ભરતાં કહ્યું.

          "તું પદ્મા સાથે જઈશ."

          સરોજાએ માથું હલાવ્યું, "હું તમારા વિના નથી જવાની."

          "સરોજાએ જે કહ્યું એ તેં સાંભળ્યું?" અખિલે પદ્મા તરફ જોયું. “આને સમજાવ.”

          “તાલીમીઓ જ જવાનું છે.  તું સમજતી કેમ નથી?" પદ્માએ એને સમજાવી.

          "મૃત્યુનો ડર આપણને વિભાજિત નહીં કરી શકે." સરોજાએ કહ્યું. પદ્માએ ક્યારેય શૂન્યો પાસેથી આવા બહાદુરી ભર્યા શબ્દોની અપેક્ષા નહોતી રાખી. જોકે અણીના સમયે સરોજા બહાદુર બની ગઈ હતી. આખરે એની નસોમાં અખિલ જેવા બહાદુરનું લોહી વહેતું હતું.

          “તું પદ્મા સાથે જા. એ તને ઘરે લઈ જશે. તું તારી મા પાસે પાછી જઈશ.” એણે કહ્યું, “હું આ બીજી વાર નથી કહેવાનો, સરોજા. આપણી પાસે સમય નથી. એ લોકો ગમે તે ઘડીએ આવી પહોંચશે, હવે જાઓ.”

          “ના...” સરોજાએ રાડ પાડી, “આપણે બધા અહીં રહીશું અથવા બધા સાથે જઈશું, પિતાજી.”

          પદ્માએ આજુબાજુ જોયું તો ઘણા માતા-પિતા એમના બાળકોને જવા માટે સમજાવી રહ્યા હતા પરંતુ સરોજા જેમ બધા તાલીમીઓ લાગણીઓમાં તણાઈ રહ્યા હતા.

          "પદ્મા, મને વચન આપ કે તું એને ઘરે લઈ જઈશ." અખિલે કહ્યું.

          "હું હું લઈ જઈશ." પદ્માએએ કહ્યું, "પણ તમારું શું?"

          અખિલ સહેજ હસ્યો, "તું જાણે છે." 

          પદ્મા જાણતી હતી કે એનો શું અર્થ છે. એના શબ્દો એના હૃદયમાં ગરમ ​​અંગારા જેમ ઉતરી ગયા. એ જાણતી હતી કે અખિલ કે બાકીના કોઈ અનુભવી નિર્ભય સિપાહીઓ સામે અમુક સમય કરતાં વધારે ટકી શકવાના નથી. એણે વર્ષો પહેલાં એના પિતાને ગુમાવ્યા હતા પણ છેલ્લા મહિનામાં અખિલ સાથે એને લાગ્યું કે એ ફરીથી એના પિતા સાથે છે. પદ્મા એની પોતાની દીકરી હોય એમ અખિલ એની સંભાળ રાખતો. એ જાણતી હતી કે એકવાર એ અલગ થઈ જશે પછી બધાનો અંત આવી જવાનો છે. એ અખિલને છોડી જશે તો એને ફરી ક્યારેય જોઈ શકશે નહીં. એના પિતાની જેમ એ અખિલને પણ ગુમાવવાની હતી પણ બીજો કોઈ રસ્તો નહોતો.

          એણે સરોજાનો હાથ પકડ્યો અને એને બસ તરફ ખેંચી, "આપણે જવું પડશે."

          "હું નહીં જાઉં..." સરોજાએ એનો બળપૂર્વક પ્રતિકાર કરતા કહ્યું.

          "જો તારા પિતા એકલા હશે તો કદાચ એ પોતાની સંભાળ રાખી શકશે પણ જો તું એમની સાથે હશે તો એ તારી રક્ષામાં ચોક્કસ મરી જશે." એણે ગુસ્સે થઈને કહ્યું.

          સરોજા અચકાઈ પણ કશું બોલી નહીં.

          "શું તું તારા પિતાના મૃત્યુનું કારણ બનવા માંગે છે?" પદ્માએ પૂછ્યું.

          "ના." સરોજાએ જવાબ આપ્યો ત્યારે એ અને પદ્મા બંને રડતાં હતા.

          "તો ચાલ હવે જઈએ." પદ્માએ કહ્યું અને એ બસ તરફ દોડવા લાગી. સરોજાને પોતાની સાથે ખેંચતી એ બસ તરફ દોડતા તાલીમીઓ સાથે કદમ મિલાવતી દોડવા લાગી. સરોજા દોડતી હતી પણ એનું હૃદય ત્યાં જ રોકાઈ જવા માંગતું હતું. એ જાણતી હતી કે એના ત્યાં રોકાવાથી એના પિતાને કોઈ મદદ મળી શકે એમ નથી. એ દોડતી વખતે વારંવાર પાછળ નજર કરી એના પિતાને જોતી હતી. પદ્માને ખબર હતી કે પિતાને ગુમાવવાનું દુખ કેવું હોય છે. કદાચ એના કરતાં વધુ સારી રીતે એ દુઃખને કોઈ નહોતું જાણતું કે કદાચ દીવાલની દક્ષીણ તરફ દરેકને એ દર્દનો અનુભવ હતો.

ક્રમશ:

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED