Nehdo book and story is written by Ashoksinh Tank in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Nehdo is also popular in ફિક્શન વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
નેહડો ( The heart of Gir ) - નવલકથા
Ashoksinh Tank
દ્વારા
ગુજરાતી ફિક્શન વાર્તા
નમસ્કાર વાચકમિત્રો, હું આજે આપના માટે નવી નવલકથા "નેહડો" (The heart of gir) રજૂ કરી રહ્યો છું. આશા રાખું આપને પસંદ આવશે.આ નવલકથાનો હપ્તો દર અઠવાડિયે પ્રસિદ્ધ થાય તેવી કોશિશ હું કરીશ. વાંચીને સ્ટાર રેટિંગ અને પ્રતિભાવ આપવા આપને વિનંતી. વાર્તાની છેલ્લે મારો whatsapp નંબર છે. તેમાં પણ આપનો અભિપ્રાય આપી શકો છો. આપનો અભિપ્રાય મારા માટે માર્ગદર્શક સાબિત થશે.
" નેહડો " નવલકથા ગીરના જંગલમાં આવેલા નેસની આજુબાજુ ગૂંથવામાં આવી છે. ગીરનું જંગલ અને તેમાં આવેલા નેસ એકબીજાના પર્યાય છે. નેહડો એટલે જંગલમાં વસતા માલધારીઓનો સમુદાય. કે જેઓ જંગલની વિકટ પરિસ્થિતિમાં સંઘર્ષ કરીને પોતાનું જીવન આનંદથી જીવે છે. કાચા અને નળિયાવાળા મકાનમાં તેઓ વસવાટ કરે છે. તેમના મકાન ઝાડની ડાળીઓના બનેલા હોય છે. તેના પર માટી નું લીપણ કરેલું હોય છે. ઘરનાં છાપરા ઘાસ,પતરા કે નળીયાના બનેલા હોય છે. વર્ષોથી, પેઢીઓથી આ લોકો જંગલમાં રહે છે. જેઓ ખૂબ માયાળુ, ખમીરવંતી અને ખડતલ પ્રજા છે. શરીરે પણ નીરોગી હોય છે. તેઓનો મુખ્ય ખોરાક તાજું દૂધ બાજરીના રોટલા કઢી ખીચડી અને કકડાવેલું લસણ મરચું છે.
નમસ્કાર વાચકમિત્રો, હું આજે આપના માટે નવી નવલકથા "નેહડો" (The heart of gir) રજૂ કરી રહ્યો છું. આશા રાખું આપને પસંદ આવશે.આ નવલકથાનો હપ્તો દર અઠવાડિયે પ્રસિદ્ધ થાય તેવી કોશિશ હું કરીશ. વાંચીને સ્ટાર રેટિંગ અને પ્રતિભાવ આપવા આપને ...વધુ વાંચોવાર્તાની છેલ્લે મારો whatsapp નંબર છે. તેમાં પણ આપનો અભિપ્રાય આપી શકો છો. આપનો અભિપ્રાય મારા માટે માર્ગદર્શક સાબિત થશે. " નેહડો " નવલકથા ગીરના જંગલમાં આવેલા નેસની આજુબાજુ ગૂંથવામાં આવી છે. ગીરનું જંગલ અને તેમાં આવેલા નેસ એકબીજાના પર્યાય છે. નેહડો એટલે જંગલમાં વસતા માલધારીઓનો સમુદાય. કે જેઓ જંગલની વિકટ પરિસ્થિતિમાં સંઘર્ષ કરીને
ભાણાને માતાજી આગળ બેઠેલો જોઈ ગેલો એ તરફ ચાલ્યો .ભેંસોનું ખાડું લઈ ગેલો જંગલમાં ચરાવવા જાય એ પહેલા આઈ ખોડલને માથું નમાવીને જ જાય. એ તેનો રોજિંદો ક્રમ હતો. આઇ ખોડલ પાસે માંગવાનું પણ કંઈ ઝાઝું નહીં,બસ એટલું જ ...વધુ વાંચો" હે.... માવડી મારા માલ ઢોર ને જંગલી જનાવરથી રખોપાં કરજે." ગેલાનાં દેશી જોડાનાં ઠહર...ઠહર..અવાજ સાંભળી કનો ઊભો થઈ ગયો . માતાજીનાં ઓટલે જઈ ગેલાએ કનાની આંખોમા જોયું તો ભોળીને મોટી મોટી આંખોમા ઝળઝળીયાં
ગેલો અથરો થઈ આવ્યો. ડાંગ થાંભલીનાં ટેકે મૂકી. કાયમી ખભે રાખતો તે ભૂરા કલરની લૂંગી. જે તડકામાં માથે બાંધવામાં કામ આવતી,ઘડીક ઝાડને છાંયડે આરામ કરવો હોય તો પાથરવા માટે, બેઠા હોય ત્યારે ભેટ મારીને આરામખુરશી કરવા માટે, ને પરસેવો ...વધુ વાંચોહોય ત્યારે રૂમાલ તરીકે કામમાં આવતી.તેનાં વડે પરસેવો અને ધૂળ મળી મોઢાં પર ચોંટી ગયેલ કાળાશ લૂછી,જોડા કાઢી મહેમાન સામે આંખો ખોડી ઓસરી ચડ્યો. બે મહેમાન ખાટલે બેઠાં હતાં. બંનેનું મોઢું જોઈ કંઈક અજુગતું બન્યાનો અણસાર ગેલા ને આવી ગયો. તેનાં બત્થડ શરીરમાં નબળાઈની એક ઝણઝણાટી પસાર થઈ ગઈ.ગેલાએ પોતાની
ગેલાએ કનાને ઊંચકી લીધો. કનાનાં ચહેરા પર ભય વ્યાપી ગયો હતો. ગેલો કનાને થપથપાવતો જોર જોરથી હસી પડ્યો. "અલ્યા તમે કાઠીયાવાડી બહુ બીકણ હો ભાણાભાઈ. આમ હાવ પોસા રેસો ...વધુ વાંચોગર્ યમાં કેમ રેવાહે? હજ્યે તો તમારે આયા હાવજ્ ,દીપડા હામે ડાંગ ઉગામવી જૉહે! થોડા કઠણ થઈ જાવ." કનાએ ભય અને વિસ્મય મિશ્રિત અવાજે પૂછ્યું, " મામા એ શું હતું? એ શેનો અવાજ આવ્યો હતો?" " અરે ભલામાણા ઈ તો ઓલ્યું ભટાવરું હતું. ઈ તને ભાળીને એકદમ બીય ગ્યુ.એટલે જાળામાંથી ભૂરરર...કરતું ઉડ્યું. ઈ મારું હાળું ગમે
કનાને ગોતતા ગોતતા થોડા આગળ ચાલ્યાં ત્યાં રાધીનું ધ્યાન બપોરા કર્યા હતા, તે વડલાની ડાળ પર ગયું. તેણે જોરથી રાડ પાડી, " જો કનો ન્યા રયો.. " ...વધુ વાંચોબધાએ જોયું તો કનો વડલાની એક ડાળી પર લપાઈને બેઠો હતો. તેના મોઢા પર ગભરાટ હતો. બધા ગોવાળિયાઓએ મળીને તેને જાળવીને નીચે ઉતાર્યો. બધાં ખૂબ હસ્યાં. રાધીનાં બાપા નનાભાઈ કહે, " અલ્યા, કાઠીયાવાડી તો જબરો બાદુર નિહર્યો" આ સાંભળી બધાં ફરી હસી પડ્યાં. ગેલાએ કનાને પોતાની પાસે ખેંચી તેના વાંકડીયા વાળમાં હાથ ફેરવ્યો. કનો હજી પણ ડરથી કાંપી રહ્યો હતો. ગેલાએ તેને સમજાવ્યું, "