Jivan Sathi book and story is written by Jasmina Shah in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Jivan Sathi is also popular in પ્રેમ કથાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
જીવન સાથી - નવલકથા
Jasmina Shah
દ્વારા
ગુજરાતી પ્રેમ કથાઓ
આજ રોજ આપ સૌની સમક્ષ હું એક નવી નવલકથા મૂકવા જઈ રહી છું. જેનું નામ છે." જીવન સાથી " મને આશા છે કે આપ સૌને તે જરૂરથી પસંદ આવશે. આપ સૌ તે વાંચીને તેના વિશેના પ્રતિભાવ આપતા રહેશો તેવી આપ સૌને વિનંતી છે. આ એક પ્રેમકથા છે.
બરાબર આઠ વાગ્યા છે અને ડૉ.વિરેન મહેતા, શહેરના ખ્યાતનામ ડૉક્ટર પોતાના ક્લિનિક ઉપરથી ઘરે આવે છે અને તેમની પત્ની મોનિકા, જે એક ડાયેટીશીયન છે તે તરત જ તેમને ટકોરે છે કે, "ક્યાં છે તમારી લાડલી..?? ફોન કરો એને સવારની ગઈ છે ઘરેથી પિક્ચર જોવાનું કહીને આઠ વાગ્યા હજી સુધી આવી નથી.
ડૉ.વિરેન મહેતા: આવી જશે હમણાં, આટલી બધી બૂમાબૂમ શું કામ કરે છે..??
મોનિકા: અરે અત્યારે જમાનો ખૂબ ખરાબ છે, ધ્યાન રાખવું જ પડે છોકરીઓનું.
" જીવન સાથી " પ્રકરણ-1નમસ્તે, મારા પ્યારા વાચક મિત્રો 1. પ્રિયાંશી2. વરસાદી સાંજ3. જીવન એક સંઘર્ષ4. સમર્પણ5. પારિજાતના પુષ્પ6. ધૂપ-છાઁવ7. પરીઆ બધીજ મારી નવલકથાઓને આપ સૌએ ભરપૂર પ્રેમ આપ્યો છે તે બદલ હું આપ સૌની દિલથી ખૂબજ આભારી ...વધુ વાંચોરોજ આપ સૌની સમક્ષ હું એક નવી નવલકથા મૂકવા જઈ રહી છું. જેનું નામ છે." જીવન સાથી " મને આશા છે કે આપ સૌને તે જરૂરથી પસંદ આવશે. આપ સૌ તે વાંચીને તેના વિશેના પ્રતિભાવ આપતા રહેશો તેવી આપ સૌને વિનંતી છે. આ એક પ્રેમકથા છે.બરાબર આઠ વાગ્યા છે અને ડૉ.વિરેન મહેતા, શહેરના ખ્યાતનામ ડૉક્ટર પોતાના ક્લિનિક ઉપરથી ઘરે આવે છે
આપણે પ્રકરણ-1 માં જોયું કે, શોર્ટ રેડ ટી-શર્ટ, બ્લુ હાફ પેન્ટ અને છુટ્ટા વાળમાં આન્યા એક બ્યુટી ક્વીનને પણ શરમાવે તેટલી સુંદર લાગી રહી હતી અને તેના ચહેરા પરની લાલી કહી આપતી હતી કે તે આજે ખૂબજ ખુશ છે ...વધુ વાંચોજેવી ઘરમાં પ્રવેશી કે તરત જ પોતાના પપ્પાને, "માય ડિયર ડેડ, આઈ લવ યુ " કહેતી વળગી પડી અને પોતાના ડેડને પૂછવા લાગી કે, " ડેડ, તમે આજે જલ્દી ઘરે આવી ગયા..?? " એટલે આન્યાની મમ્મી મોનિકા બેન ગુસ્સે થયા અને હાથ લૂછતાં લૂછતાં રસોડામાંથી બહાર આવ્યા અને આન્યાને બોલવા લાગ્યા કે, " એ વહેલા નથી આવ્યા બેન તમે મોડા આવ્યા
આપણે પ્રકરણ-2 માં જોયું કે, આન્યાને સંયમ પોતાની કારમાં તેના ઘર સુધી ડ્રોપ કરવા આવે છે અને તેને પોતાની સાથે પોતાના અંકલને ત્યાં લઈ જવા માટે રીક્વેસ્ટ કરતાં કહે છે કે "મારી સાથે આવતીકાલે બરોડા મારા અંકલના ત્યાં ચલને" ...વધુ વાંચોઆન્યા પોતાના મોમ-ડેડને પૂછીને તેને જવાબ આપવા કહે છે. આન્યા પોતાના ડેડને આખા દિવસની બધીજ વાતો કરે છે અને પછી પોતાને ખૂબ થાક લાગ્યો હોય છે તેથી પોતાના રૂમમાં ચાલી જાય છે. આન્યા: (કેદીને કેદમાંથી મુક્તિ મળે અને તેને જે આનંદ અને સુકૂન મળે તેવો આનંદ અને સુકૂન અત્યારે આન્યા, બાર સાયન્સની ઍક્ઝામ આપ્યા પછી અનુભવી રહી હતી. અને ગીત ગણગણતાં
આપણે પ્રકરણ-3 માં જોયું કે, આન્યા જેટલી ભણવામાં હોંશિયાર હતી તેટલી જ ચેસ રમવામાં પણ પાવરધી હતી. વેકેશન પડે એટલે બાપ-બેટીની ચેસની રમત ચાલુ થઈ જ જાય અને આન્યા સાથે ચેસ રમવા માટે ડૉ.વિરેન મહેતા પોતાના ક્લિનિક ઉપરથી વહેલા ...વધુ વાંચોઘરે આવી જતાં. આજે ચેસ રમતાં રમતાં બાર સાયન્સ પછી શેમાં અને કઈ જગ્યાએ ઍડમિશન લેવું તેની ચર્ચા બાપ-બેટી વચ્ચે ચાલી રહી હતી. ડૉ.વિરેન મહેતા દીકરીને એમ.બી.બી.એસ. ન કરવા અને આઈ.ટી. એન્જીનિયરીંગ કરી ફોરેઈન જવા માટે સમજાવી રહ્યા હતાં. પરંતુ આન્યા પોતાના વિચાર ઉપર અડીખમ જ હતી કે તે પોતાના પપ્પા જેવી એક કાબેલ ડૉક્ટર જ બનશે અને અહીં ઈન્ડિયામાં
આપણે પ્રકરણ-4 માં જોયું કે,બાપ-બેટીની ચેસની રમત ચાલી રહી હતી અને એટલામાં સંયમ આવ્યો અને આન્યાની સામે એક ઓફર મૂકી કે, " હું, કંદર્પ અને સીમોલી હોંગકોંગ બેંગકોકની પેકેજ ટૂરમાં જઈ રહ્યા છીએ તો તારી આવવાની ઈચ્છા છે..?? " ...વધુ વાંચોમનમાં વિચારી રહી હતી કે, ઓફર તો સરસ છે ઈચ્છા પણ ગળા સુધીની છે પણ મમ્મી-પપ્પાની સંમતિ લેવી એ અઘરું કામ છે. અને આન્યાએ આશાભરી નજરે તરત જ મમ્મી-પપ્પાની સામે જોયું. આન્યાએ અને ડૉ.વિરેન મહેતાએ બંનેએ તરત જ પછી મોનિકા બેનની સામે જોયું. પણ આન્યાને અત્યારે જ જવાબ આપી દેવો યોગ્ય ન લાગ્યો એટલે તેણે સંયમને કહ્યું કે, " મને વિચારવાનો