જીવન સાથી - 51 Jasmina Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જીવન સાથી - 51

આન્યા ખુશી ખુશી પોતાના રૂમમાં ગઈ અને પોતાના કપડા ગોઠવવા લાગી કે તેના મોબાઈલમાં એક સેકન્ડ માટે લાઈટ થઈ તેનું ધ્યાન મોબાઈલ તરફ ગયું. ત્યાં એક મેસેજ હતો કે, " હૅ વ્હેર આર યુ ? ક્યાં ખોવાઈ ગઈ છે ? નો મેસેજ ફ્રોમ યુ..." અને આ મેસેજ વાંચીને આન્યાના ચહેરા ઉપર એક અનેરું સ્મિત આવી ગયું.. જાણે તેનામાં કોઈ સ્પીરીટ આવી ગયું.. તેની કામ કરવાની ગતિને એક અનોખો વેગ મળી ગયો... તેની દિપેનભાઈના ત્યાં જવાની ઈચ્છા બમણી થઈ ગઈ..‌. કારણ કે ઘણાં લાંબા સમય બાદ અશ્વલ મેસેજ આવ્યો અને તેનાં દિલોદિમાગ ઉપર ખુશી છવાઈ ગઈ તે પોતાનું એક એક કપડું પોતાના વોર્ડ્રોબમાંથી બહાર કાઢતી જતી હતી અને પોતાના દેખાવડા ગોરા વાન ઉપર મૂકતી જતી હતી અને જોતી જતી હતી કે આ કેવું લાગે છે આ ડ્રેસમાં હું કેવી લાગીશ અને અજાણપણે તે અશ્વલની ચોઈસ જજ કરી રહી હતી મનમાં ને મનમાં વિચારી રહી હતી કે અશ્વલ કેવા કલરના કપડા પહેરે છે અશ્વલને કયો કલર ગમશે અને તે જેવા કલરના કપડા પહેરતો હોય તેવા કલરના પોતાના ડ્રેસ અને ટીશર્ટ પોતાના વોર્ડ્રોબમાંથી શોધવાની કોશિશ કરી રહી હતી. આમ અચાનક આટલી બધી કપડાની ચીકાશ તેને કરતાં જોઈને મોનિકાબેન પણ આજે તો અકળાઈ ગયા અને તેને કહેવા લાગ્યા કે, " અનુ, તારા મેરેજ નથી દિપેન ભાઈના મેરેજ છે તું એક એક કપડાની ચોઈસમાં આટલો બધો સમય કેમ લે છે ? અને તું બીજાના મેરેજની તૈયારીમાં આટલો બધો સમય બગાડીશ તો તારા મેરેજમાં તું શું કરીશ ? મને તો તે પ્રશ્ન થાય છે.

અને આન્યાના નાજુક હાથમાં તેની ચણીયાચોળીનું ઓરેન્જ કલરનું ઓઢણું છે અને તે પોતાની મોમને તે લપેટી દે છે અને પછી તેમને વળગી પડે છે અને પોતાની મોમને કહે છે કે, મોમ હજુ તો તેની ઘણી વાર છે તું પણ ક્યાં અઘરા અઘરા પ્રશ્નો મને પૂછે છે અને પોતાની મોમને દર્પણ સામે લાવે છે અને કહે છે કે, જો તો મારી મોમ હજુ પણ કેટલી બધી બ્યુટીફુલ લાગે છે !
કારણ કે તે મારી મોમ છે.
અને મોનિકાબેન ઓરેન્જ ઓઢણું ખસેડતાં બોલ્યા કે, ગમે તે હોય ક્રેડિટ બસ પોતાને જ લેવાની હેં ને ? અને માં દીકરી બંને હસી પડ્યા. પછી ઠાવકાઈથી મોનિકાબેન તેને કહેવા લાગ્યા કે, " ચાલ હવે જલ્દીથી તારું પેકીંગનું કામ પુરું કર અને આ રીતે આટલું બધું વિચારીશ તો બે દિવસે પણ તારું પેકીંગ પુરું નહીં થાય અને ચણીયાચોળીનું ઓરેન્જ કલરનું ઓઢણું મોનિકાબેને પોતાની દીકરીને માથે ઓઢાડ્યું અને તેને કહેવા લાગ્યા કે, " મારી દીકરી એટલી બધી રૂપાળી છે ને કે ગમે તે કલર પહેરે ને તો પણ તેને દીપી ઉઠે જો બ્યુટી ક્વીન લાગે છે મારી દીકરી બ્યુટી ક્વીન. ગમે તે છોકરો હોય તેને જોતાં વેંત પસંદ કરીલે તેવી લાગે છે મારી દીકરી..!! "
આન્યા: શું તું પણ મોમ ? આમાં છોકરાની વાત ક્યાંથી આવી ?
મોનિકાબેન: લે સાચી વાત કહું છું બસ.. માં બાપને પોતાના સંતાનોની કેટલી ચિંતા હોય છે તેની તને ક્યાં ખબર છે બેટા અને તેમાં પણ દીકરીઓની ચિંતા થોડી વધારે જ હોય..
આન્યા: ઓકે મોમ.. પણ તું મારી ચિંતા ન કરીશ મોમ. હું કંઇજ એવું નહીં કરું જેનાથી તને અને મારા ડેડીને દુઃખ થાય. ઓકે ?
મોનિકાબેનની આંખો જરાક ભીંજાઈ ગઈ તે છૂપાવવા લાગ્યા પરંતુ આંસુ કદી કોઈના છૂપાતા નથી તે આંખમાંથી ટપકીને જ રહે છે અને તેમનાં ગરમ ગરમ આંસુએ આન્યાના કોમળ હાથને સ્પર્શ કર્યો એટલે તે પોતાની મોમને કહેવા લાગી કે, " શું તું પણ મોમ આમ વાત વાતમાં રડવા લાગે છે. ચાલ હવે મને જરા સ્માઈલ આપ આપણે સેલ્ફી લઈએ અને તે હું ડેડને સેન્ટ કરું. " અને આન્યાએ ચણીયાચોળીનું ઓરેન્જ કલરનું ઓઢણું પોતાની અને પોતાની મોમને ફરતે લપેટ્યુ અને એક સુંદર સેલ્ફી લીધી અને ડીપી પણ તે જ મૂક્યું અને પોતાના ડેડને પણ તે ફોટો સેન્ટ કર્યો. ડેડે પણ સામે નાઈસ માય સ્વીટહાર્ટ નો મેસેજ કર્યો અને ઓન ધ સ્પોટ અશ્વલનો પણ મેસેજ આવ્યો કે, " યુ આર લુકીંગ સો બ્યુટીફુલ, નાઈસ ડીપી વીથ મોમ " આજે આન્યા માટે જાણે ખુશીનો દિવસ હતો. ઘણાં બધાં સમય પછી એકધાર્યુ ભણવાનું ને કોલેજ ને ઘર ને એ બધામાંથી જાણે તેને મુક્તિ મળી હોય તેમ તે પોતાની જાતને રિલેક્સ કરી મહેસૂસ કરી રહી હતી.

બસ, આ લઉં કે પેલું લઉં કયું પહેરીશ તો વધારે સારું લાગશે તેની ચોઈસ મમ્મીએ સાથે રહીને પૂરી કરાવી અને ઓરેન્જ ઓઢણાંવાળી ચણીયાચોળી તો અશ્વલને ગમી છે એટલે પહેરવાની ફીક્સ જ હતી.
આમ આન્યાનું પેકીંગ પુરું થયું.

મમ્મીને પોતાને માટે મેગી બનાવવાનું કહીને તેણે પોતાના બેડ ઉપર લંબી તાણી અને એટલામાં અશ્વલનો ફરીથી મેસેજ આવ્યો, " મેરેજમાં તો આવવાની છે ને, લેવા આવું ? "
આન્યા વિચારી રહી હતી કે, આને થોડો હેરાન કરું થોડો ઉંચો નીચો કરું મજા આવશે અને "ના નથી આવવાની" તેવો મેસેજ તેણે ડ્રોપ કર્યો.
હવે આ મેસેજ વાંચીને અશ્વલના તો હોશકોશ જ ઉડી ગયા..!! જોઈએ અશ્વલ તેનાં મેસેજનો શું રિપ્લાય આપે છે કે પછી સીધો અહીં જ આન્યાની પાસે જ આવી જાય છે..??
જોઈએ આગળના ભાગમાં....

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
29/7/22