જીવન સાથી - 14 Jasmina Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જીવન સાથી - 14

આન્યા ભાનમાં આવી જાય છે અને કુતૂહલપૂર્વક દિપેનને પૂછે છે કે, "તમે ક્યાંથી મને અહીંયા લઈ આવ્યા અને મને માથામાં અને આખા શરીર ઉપર શું વાગ્યું છે?"

દિપેન આન્યાના આ પ્રશ્નથી થોડો હચમચી ગયો કે આ નાદાન છોકરીને પોતાની કોઈજ વાત યાદ નથી કે શું અને તે ફ્લાઇટમાં મુસાફરી કરતી હતી અને તે ફ્લાઈટ ક્રેશ થઈ ગયું અને પોતે બચી ગઈ છે શું આમાંની કોઈપણ વાત આ છોકરીને યાદ નહીં હોય? ઑ માય ગૉડ, હવે શું? અને તેને પોતાનું નામ તો યાદ હશેને? કે એ પણ નહીં હોય? અને નહીં હોય તો તેનાં મમ્મી-પપ્પા પાસે હું તેને કઈ રીતે પહોંચાડીશ?" આવા અનેક સવાલોની વણઝારથી દિપેન ચિંતામાં મૂકાઈ ગયો અને તે કંઈપણ બોલે કે આન્યાને કંઈપણ પૂછે તે પહેલાં આન્યાએ ફરીથી પોતાના બંને હાથ વડે પોતાનું માથું દબાવ્યું અને બોલવા લાગી કે, " હું કોણ છું? મારું નામ શું છે? અને અહીં મને કેમ લાવવામાં આવી છે? પ્લીઝ તમે મને કંઈ બતાવશો?

દિપેન હવે આન્યાની પરિસ્થિતિ સમજી ગયો હતો કે, "આ છોકરીને કંઈજ યાદ નથી હવે શું કરવું તે એક પ્રશ્ન છે? તેને કઈરીતે તેનું નામ ઠામ પૂછવું અને તેના મમ્મી-પપ્પાનો પત્તો ન લાગે ત્યાં સુધી તેને કઈરીતે સાચવવી? આ પણ એક પ્રશ્ન છે.

આમ વિચારતાં વિચારતાં તે દિવસે તો રાત્રીના દિપેને આન્યાને સમજાવીને સુવડાવી દીધી અને પોતે પણ સૂઈ ગયો બીજે દિવસે સવારે તેણે આન્યાના ડૉક્ટરનો કન્સલ્ટ કર્યો અને આન્યા રાત્રે જે રીતે ભાનમાં આવી અને ત્યારબાદ તેણે જે બીહેવ કર્યું તે જણાવ્યું ડૉક્ટર સાહેબ આન્યાને તપાસી પણ આન્યા ફરીથી ભાનમાં આવી નહીં અને તે ઘસઘસાટ ઉંઘમાં હતી તેથી ડૉક્ટર સાહેબે દિપેનને સમજાવ્યું કે, "આન્યાને હમણાં હજુ થોડો સમય આરામની જ જરૂર છે, હમણાં તેને કંઈજ પૂછપરછ કરવી યોગ્ય નથી માટે તમે તેને તેનો ભૂતકાળ યાદ કરાવવા માટે ફોર્સ કરશો નહીં."

દિપેન: હું હવે પોલીસને જાણ કરી શકું?

ડૉક્ટર સાહેબ: ના હજુ હમણાં તમે પોલીસને જાણ ન કરશો કારણ કે તમે પોલીસને જાણ કરશો તો તરત જ પોલીસ તેને પોતાને હવાલે લઈ લેશે અને સરકારી હોસ્પિટલમાં તેને દાખલ કરી દેશે તેમજ તેની પૂછપરછ પણ શરૂ કરી દેશે જે અત્યારની પરિસ્થિતિમાં તેને માટે હિતાવહ નથી. તે ફરીથી ભાનમાં આવે અને તેને તેનો ભૂતકાળ યાદ આવે ત્યાં સુધી આપણે રાહ જોવી તે યોગ્ય છે.

દિપેન: હા સાહેબ, આપની વાત સાચી છે. આપ જેમ કહેશો તેમ જ હું કરીશ.

અને ડૉક્ટર સાહેબ નીકળી ગયા.

*******************
આ બાજુ કંદર્પ અને સીમોલીની તબિયત એકદમ સરસ હતી અને તેમને હોસ્પિટલમાંથી રજા આપીને ઘરે પણ લાવી દીધા હતા પરંતુ આન્યાના પપ્પા ડૉ.વિરેન મહેતા પોલીસ સ્ટેશનના ધક્કા ખાઈ ખાઈને પણ હવે થાકી, હારી અને કંટાળી ગયા હતા પરંતુ આન્યાના કોઈ સમાચાર ન હતાં તેથી તેમની હાલત ખૂબજ બગડતી જતી હતી.

આન્યાના પપ્પાની હાલત થોડી વધુ ખરાબ હતી અને તે ડિપ્રેશનમાં આવી ગયા હતાં મોનિકા બેનને તો શું કરવું હવે ક્યાં જવું તે જ સમજમાં આવતું ન હતું ફકત ભગવાન ઉપર પૂરેપૂરો ભરોસો હતો કે મારી આન્યા ચોક્કસ સહી સલામત હશે પણ તે ક્યારે મને મળશે અને મળશે પણ ખરી કે નહીં?
અને તેમની આંખમાંથી અશ્રુધારા વહેવા લાગતી હતી.

હવે આન્યા ફરીથી ક્યારે ભાનમાં આવે છે અને ભાનમાં આવ્યા પછી પણ તેની યાદદાસ્ત પાછી આવે છે કે નહિ? ‌જાણવા માટે વાંચતાં રહો આગળનું પ્રકરણ....

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
23/7/2021