Jivan Sathi - 53 books and stories free download online pdf in Gujarati

જીવન સાથી - 53

અશ્વલ અને સંજના બંને જણાં દિપેનભાઈને ત્યાં પહોંચી ગયા. આન્યા પણ દિપેનભાઈને ત્યાં જાણે અશ્વલની રાહ જોઈને જ બેઠી હતી. જીવનમાં પહેલીવાર તેને એવું લાગ્યું કે, ખૂબજ બેસબરીથી તે કોઈનો ઈંતજાર કરી રહી છે અને સંજના તેમજ અશ્વલ આવ્યા એટલે તે પોતાની વ્હાલી ભાભીને ગળે વળગી પડી અને અશ્વલ સાથે તેણે હાથ મિલાવ્યો.. અશ્વલ સાથે હાથ મિલાવતાં જ એક હુંફાળા પ્રેમના મીઠાં સ્પર્શનો તેને અનુભવ થયો બસ જાણે તેને એમ જ લાગ્યું કે, હવે આ હાથ છોડવો જ નથી.. બંનેની આંખો મળી બંનેની આંખોમાં એકબીજાને મળવાની, જોવાની અને એકબીજાના પ્રેમની તડપ નજરાઈ આવી. અશ્વલ આન્યા સાથે વાત કરવા માટે એકાંત ઝંખી રહ્યો હતો તેણે આન્યા પાસે પીવાનું પાણી માંગ્યું અને તેની પાછળ પાછળ પોતે પણ કિચનમાં ગયો.. બંનેની એકસાથે ઓવરફ્લો થતી પ્રેમની આ મીઠી લાગણીઓ બંનેને સ્પષ્ટ એવું સમજાવી રહી હતી કે, "બસ ઘણાં દિવસથી તને મળવું હતું અને તારો દિદાર કરવો હતો" બંને મૌન હતાં પરંતુ બંનેની આંખો જાણે બોલી રહી હતી વાચા મૌન રહે ત્યારે આંખોથી આંખો સાથે જાણે ઘણીબધી વાતો થઈ જતી હોય છે બસ આન્યા અને અશ્વલની વચ્ચે પણ કંઈક એવું જ બની રહ્યું હતું.

છેવટે સ્માઈલ સાથે અશ્વલે પોતાનું મૌન તોડ્યું અને તે બોલ્યો, "મજામાં?" આન્યા તેના આ પ્રશ્નનો જવાબ આપે તે પહેલાં તેને બીજું કંઈ સૂઝ્યું નહીં એટલે તેણે તરત જ બીજો પ્રશ્ન પૂછી લીધો "કેવું ચાલે છે સ્ટડી?" અને આન્યા પણ જાણે કોઈ અલગ જ પ્રેમની દુનિયામાં ખોવાઈ ગઈ હતી અને પોતાની પ્રેમની લાગણીઓમાંથી બહાર આવી અને તેને એકદમ યાદ આવ્યું કે હા, હું એક સ્ટુડન્ટ પણ છું અને તેણે જવાબ આપ્યો કે, "બસ સરસ ચાલે છે. તારે કેવું ચાલે છે?"
અશ્વલ કંઈ જવાબ આપે તે પહેલા સંજનાએ બંનેને બૂમ પાડી કે, "શું કરો છો બંને કિચનમાં, ચાલો નીકળવાનું છે" અને બંને પોતાની મસ્તીભરી પ્રેમની મીઠી મીઠી વાતોમાંથી જાણે ખેંચાઈને બહાર આવ્યા અને અશ્વલ બોલવા લાગ્યો કે, "ચાલ દી બોલાવે છે. આપણે નીકળીશું?" અને ચારેય જણાં ખરીદી કરવા માટે નીકળ્યા.
દિપેન શહેરના સૌથી શ્રેષ્ઠ શોરૂમમાં આન્યાને અને સંજનાને લઈ ગયો હતો એક પછી એક ડ્રેસનું સિલેક્સન ચાલ્યું આન્યાને જે ડ્રેસ ગમતો હતો તે ડ્રેસ તે ટ્રાયલ રૂમમાં જઈને પહેરીને દિપેન, સંજના તેમજ અશ્વલને બતાવી રહી હતી આજે તે અજાણતાં જ અશ્વલની પસંદગીનો ડ્રેસ લેવા ઈચ્છતી હતી તેથી અશ્વલની સામે જોઈ લેતી હતી અને અશ્વલ જે ડ્રેસની ના પાડે તે ડ્રેસ સાઈડમાં મૂકી દેતી હતી. સંજના પોતાને માટે વેસ્ટર્ન કલેક્શન જોવા માટે ગઈ અને સાથે દિપેનને પણ લઈ ગઈ આ બાજુ અશ્વલ અને આન્યા બંને એકલા જ રહ્યા આન્યા અશ્વલને કહી રહી હતી કે, "તું મને હેલ્પ કરને મને તો શું લેવું કંઈ ખબર જ નથી પડતી.." અને અશ્વલ તેને મજાક કરતાં પૂછી રહ્યો હતો કે, "મારી ચોઈસ તને ગમશે ને?
આન્યા: હા સ્યોર.
અશ્વલ: હું જે ડ્રેસ આપીશ તેમાં તું બ્યુટી ક્વીન લાગીશ.
આન્યા: અચ્છા એવું છે તો ચાલો જોઈએ તમારી ચોઈસ કેવી છે તે?
અશ્વલ: (ધીમેથી બોલ્યો) મારી ચોઈસ તો તું છે.
આન્યા: શું બોલ્યો તું?
અશ્વલ: એજ જે તે સાંભળ્યું તે કે, મારી ચોઈસ તો તું જ છે.
આન્યા: (મનમાં તો ખુશ થતી હતી મોં ઉપર પણ સ્મિત છવાઈ ગયું હતું જાણે મનમાં લડ્ડુ ફૂટતાં હોય તેમ પણ અશ્વલને બતાવવા માંગતી નહોતી અને મનમાં ને મનમાં ખુશ થતાં થતાં બોલી) અત્યારે આપણે ડ્રેસની વાત કરીએ છીએ.
અશ્વલ: ઓહ આઈ સી મને એમ કે, તે મારી ચોઈસ પૂછી એટલે... અને અશ્વલે પોતાની ચોઈસના ડ્રેસ બહાર કાઢવા માંડયા હવે આન્યાને લાગ્યું કે આપણો કંઈક મેળ પડશે એટલે તેનાથી બોલાઈ ગયું કે, "હવે આપણો કંઈક મેળ પડશે"
અશ્વલ: બાય ધ વે આજે મેળ પાડી જ દેવાનો છે.
આન્યા: હું ડ્રેસની વાત કરું છું.
અશ્વલ: હું પણ ડ્રેસની જ વાત કરું છું.
આન્યા: ઓહ આઈ સી મને એમ કે...
અશ્વલ: હા એ પણ બરાબર જ છે...
આન્યા: શું?
અશ્વલ: કંઈ નહીં એ તો...
અને અશ્વલ એક એક ડ્રેસ આન્યાને આપતો રહ્યો અને આન્યા તે ટ્રાય કરતી રહી છેવટે બંનેની પસંદગીનો એક સુંદર લાઈટ ગ્રે કલરનો સિલ્કી વર્કવાળો ડ્રેસ આન્યાની ઉપર દીપી ઉઠ્યો અને તે આન્યાએ દિપેનભાઈ અને સંજનાને પણ પહેરીને બતાવ્યો અને તે દિપેનભાઈએ આન્યાને માટે ખરીદી લીધો. લાઈટ ગ્રે કલરના સિલ્કી ડ્રેસમાં આન્યા ખૂબજ બ્યુટીફુલ લાગી રહી હતી અશ્વલની નજર આજે તેની ઉપરથી હટતી નહોતી આજે તેણે નક્કી કર્યું હતું કે આ વખતે તો ગમે તેમ કરીને આન્યાના મોંમાંથી, "આઈ લવ યુ.." બોલાવીને જ રહેવું છે. અને દિપેન તેમજ સંજના બંને આગળ આગળ ચાલી રહ્યા હતા પોતે આન્યાની સાથે પાછળ પાછળ ચાલી રહ્યો હતો ત્યારે તેણે આન્યાને ધીમેથી કહ્યું કે,...

શું કહ્યું હશે? આન્યા તેનો શું રિપ્લાય આપશે? શું આન્યાને અશ્વલના બોલેલા શબ્દો ગમશે કે પછી પહેલાની જેમ તે અશ્વલની વાત ઉડાડી દેશે? જોઈએ આગળના ભાગમાં શું થાય છે તે...આપને શું લાગે છે આન્યા આ વખતે અશ્વલની પ્રેમભરી વાતોથી તેનાં પ્રેમધોધમાં ભીંજાઈ જશે કે નહીં? આપનો પ્રતિભાવ અચૂક આપવા વિનંતી 🙏.
આપની લેખિકા...
જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
19/8/22


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED