જીવન સાથી - 44 Jasmina Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જીવન સાથી - 44

અશ્વલ અને સ્મિતની બંનેની લવ માટેની પ્રપોઝલ વચ્ચે આન્યા જોલા ખાતી હતી વિચારોની વણથંભી વણઝારમાં ખોવાયેલી હતી અને શ્રુતિ મેમે તેને એક ક્વેશ્ચન પૂછી આન્સર આપવા માટે ઉભી કરી અને તેનું તો બિલકુલ ધ્યાન જ ન હતું.. મેમે તો બરાબર ગુસ્સો કર્યો અને લેક્ચરમાં ધ્યાન ન આપવું હોય તો ક્લાસરૂમની બહાર નીકળી જવા માટે કહ્યું...
ઑહ માય ગોડ...
આન્યા તો સ્મિત ઉપર વધારે ગુસ્સે થઈ...

એક પછી એક લેક્ચર પૂરા થયે જતા હતા પરંતુ આજે આન્યાનું ધ્યાન ભણવામાં બિલકુલ નહતું. બસ તેનું ચિત્ત તો તેજ વાત ઉપર ચોંટેલુ હતું કે આ બધું મારી સાથે શું થઈ રહ્યું છે કોઈ મને સમજી કેમ નથી શકતું ? કોઈ મને ઓળખી કેમ નથી શકતું ? અને સ્મિત જે મને ઘણાં લાંબા સમયથી મારી સાથે જોડાયેલો છે તે મને નથી ઓળખી શકતો ? હું સ્મિત સાથે મારી ફ્રેન્ડશીપ તોડવા નથી ઈચ્છતી..પણ સાથે સાથે હું સ્મિતને એક વાત સ્પષ્ટ સમજાવી દેવા માંગુ છું કે હું તને પ્રેમ નથી કરતી..અરે હું તો આ પ્રેમ બ્રેમના લફડામાં
પડવા જ નથી માંગતી.. આજે તો હું સ્મિતને ચોખ્ખું જ કહી દેવાની છું કે તારે મારી સાથે ફક્ત ઈનોસન્ટ ફ્રેન્ડશીપ રાખવી હોય તો જ હું રેડી છું બાકી આજ પછી આવી કોઈ વાત તારે મારી સાથે કરવાની નહીં અને તે વાતની તું મને પ્રોમિસ પણ આપ.. અને જો મારી આ વાત સ્મિત માનવા માટે તૈયાર હોય તો જ હું તેની સાથે વાત કરીશ બાકી હું તેની સાથે વાત પણ કરીશ નહીં.

આન્યાનું મન આજે આ બધા વિચારોમાં ગુમસુમ થઈ ગયું હતું અને એટલામાં તો તેને પ્રેક્ટિકલ માટે લેબમાં જવાનું આવ્યું. એઝયુઝ્વલ પોતાની બેચ સાથે તે તો પ્રેક્ટિકલ માટે લેબમાં ગઈ અને તેના પ્રેક્ટિકલના ટેબલની સામે જ સ્મિતની બેચનું પણ પ્રેક્ટિકલ ચાલી રહ્યું હતું તો તેની બરાબર સામેના ટેબલ ઉપર જ સ્મિત ઉભેલો હતો.

કંટાળેલી આન્યાથી બોલાઈ ગયું કે, "ઑહ નૉ... આજે આને પણ પ્રેક્ટિકલ છે અને તે પણ મારી સામેના ટેબલ ઉપર જ..બાપ રે... કેવી રીતે મેનેજ કરીશ હું.. મારાથી તો કંઈ કામ જ નહીં થાય..!"

અને આ બાજુ એકદમ પોતાની સામે આન્યાને જોઈને સ્મિત તો ખૂબજ ખુશ થઈ ગયો. તેના ફેઈસ ઉપર એકદમ જાણે રોમાંચ છવાઈ ગયો અને તે તો કંઈપણ બોલીને આન્યા સાથે ફ્લર્ટિંગની તૈયારી કરવા લાગ્યો.

હવે અકળાયેલી આન્યા અને રોમાંચક મૂડમાં આવેલો સ્મિત બંને સામસામે આવી ગયા. સ્મિતે પોતાના ચહેરા ઉપર ઉભરાતાં હાસ્ય સાથે પોતાની આંખો ઉલાળીને આન્યાની ઢળેલી આંખોમાં ઝાંખ્યુ અને તે બોલ્યો કે, " May I help you ?
આન્યા તો સ્મિત ઉપર ગુસ્સો ઠાલવવાનો ચાન્સ માત્ર શોધતી હતી તેણે પણ જાણે સ્મિતને ઓળખતી જ ન હોય તેમ બિલકુલ ઈગ્નોર કરતાં જ તે બોલી, " No, thanks "
પણ સ્મિત એમ ચૂપ બેસે તેમ થોડો હતો !! તેણે તો પોતાના બંને હાથ ટેબલ ઉપર ટેકવી દીધા અને ફરીથી આંખ ઉછાળતો હોય તેમ બોલ્યો, " U know, u must need my help.. "
Aanya: No thanks, not at all..
આન્યા તો મનમાં ને મનમાં કંઈક બબડવા લાગી એટલે સ્મિત આખું રાઉન્ડ ફરીને તેની બાજુમાં આવીને ઉભો રહી ગયો અને પોતાના કાનમાં આંગળી ફેરવતાં ફેરવતાં આન્યાને પૂછવા લાગ્યો કે, " તું મને કંઈ કહી રહી છે ? મને કંઈ સંભાળાઈ નથી રહ્યું ?

આન્યા: ના, હું તને કંઈજ કહી રહી નથી ઓકે ? અને તું તારું કામ કર અને મને મારું કામ કરવા દે.. પ્લીઝ
સ્મિત: એકદમ મૂડમાં આવીને બોલવા લાગ્યો કે, હું મારું જ કામ કરું છું. તને મારા માટે...
આન્યા: શું ?
સ્મિત: કંઈ નહીં.. કંઈ નહીં..એ તો હું તને મારા માટે...કન્વીન્સ..??

સ્મિતે પોતાની વાત અધુરી રાખી અને બે મિનિટમાં પોતાને કામ છે તો જરા ક્લાસરૂમમાં જઈને આવે છે તેમ કહીને લેબમાંથી તે બહાર નીકળ્યો...
હવે આવીને પાછો પોતાની અધુરી વાતમાં કયા શબ્દો ઉમેરે છે ? તે તો સ્મિત જ જાણે... વધુ આગળના ભાગમાં...

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
3/6/22