જીવન સાથી - 37 Jasmina Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જીવન સાથી - 37

સ્મિત: હા મને મંજૂર છે.
એટલું બોલીને સ્મિતે પ્રેમભરી દયામણી નજરે આન્યાની સામે જોયું અને બોલ્યો કે, " તને ઘરે મૂકી જવું ને હવે કે કોઈ લેવા માટે આવવાનું છે ? "

આન્યા: ના ભઈ ના કોઈ નથી આવવાનું. મૂકી જતો હોય તો મૂકી જાને ભઈ...
સ્મિત: એ, ભઈ ના કહેતી હોં.
આન્યા: મારે જે કહેવું હોય તે કહું મારી મરજી..!
સ્મિત: તો હું ઘરે નહીં મૂકી જવું જા.
આન્યા: નહીં કહું બસ, ચાલ હવે મૂકી જા..

અને બંને જણાં ખડખડાટ હસી પડ્યા....એક બ્યુટીફુલ ગાડીમાં બ્યુટીફુલ કપલ પોતાની મંઝીલ સુધી પહોંચવા નીકળી ગયું....

વાતો વાતોમાં ક્યારે આન્યાનું ઘર આવી ગયું તેની બંનેમાંથી કોઈને ખબર ન પડી અને સ્મિતની કાર આન્યાના વિશાળ બંગલા પાસે આવીને અટકી ગઈ.

આન્યા નીચે ઉતરવા જતી હતી ત્યારે ફરીથી સ્મિતે તેની માફી માંગી, " અનુ, આઈ અગેઈન સે સોરી યાર..."
આન્યા: હા, ઓકે કેટલી વાર સોરી કહીશ..!!
સ્મિત: મારા દિલને સુકૂન નહીં મળે તેટલી વાર..
આન્યા: ઓકે ચલ બાય, આઈ એમ ગોઈંગ કાલે મળીએ...

અને સ્મિતે એક ઉંડો નિરાંતભર્યો શ્વાસ લીધો અને પોતાની કાર પોતાની ઘર તરફ હંકારી મૂકી.

આન્યા ઘરે પહોંચી એટલે એઝયુઝ્વલ મમ્મીનો આગ્રહભર્યો પ્રેમ, ચાલ, જમી લે બેટા.
આન્યા: નો મોમ, આજે ઈચ્છા નથી. આજે બે લેક્ચર સળંગ પ્રેક્ટિકલના હતા સો આઈ એમ ટાયર્ડ એન્ડ વોન્ટ રેસ્ટ...
મોમ: ઓકે, સૂઈ જા બેટા થોડી વાર.
અને મોમ આન્યાને તેની રૂમમાં એકલી છોડીને બહાર નીકળ્યા.

આન્યા આજે પોતાની સાથે જે કંઈપણ બન્યું તે બળાપો અને સ્મિતનું ગીલ્ટી ફીલ કરવું અને એ બધીજ વાતો...બાપ..રે..આ બધાથી રિલેક્સ થવા માંગતી હતી અને આ બધીજ વાતોને હ્રદયના એક ખૂણામાં કેદ કરી તેને ભૂલી જવા ઈચ્છતી હતી. પણ, તેને ક્યાં ખબર છે કે, એમ ભૂતકાળને ભૂલવો સહેલો નથી હોતો...!!

બસ આન્યા જરા એકાંતમાં રહેવા ઈચ્છતી હતી પરંતુ તેનું એકલા રહેવું સમયને પણ મંજૂર ન હતું તો તેના સેલફોનમાં રીંગ વાગી...
આન્યાએ સેલફોન હાથમાં લઈને જોયું તો..તરત જ બબડી..
આન્યા: ઑહ નૉ, અશ્વલ અત્યારે..!!
નછૂટકે ફોન ઉપાડ્યો.
અશ્વલ: હાય, અનુ શું કરે છે ? તું તો મને સાવ ભૂલી જ ગઈ છે યાર. નો ફોન કોલ્સ..નો મેસેજ..નથીંગ..
આન્યા: એવું કંઈ નથી યાર. આઈ એમ વેરી બીઝી..યુ ક્નોવ રેગ્યુલર કોલેજ એન્ડ પ્રેક્ટિકલ એન્ડ ફર્સ્ટ ઈયર એટલે ખબર નહિ.. ખૂબ ખૂબ થાકી જવાય છે યાર..
અશ્વલ: રાઈટ..રાઈટ..પણ એક ફોન તો કરાય ને તારાથી..?
આન્યા: સોરી યાર, હવે કરીશ. બોલ તું મજામાં ? કેવું ચાલે છે તારું સ્ટડી ?
અશ્વલ: બસ, એઝયુઝ્વલ બેસ્ટ.
સાંભળ હું અમદાવાદ આવવાનો છું મારા એક ફ્રેન્ડનો ફ્રેન્ડ તારી કોલેજમાં જ છે તો તેને મળવા માટે હું તારી કોલેજમાં આવવાનો છું તો તને પણ મળીને જ જઈશ ઓકે..તો કોલ કરું તો બહાર કેમ્પસમાં આવજે.
આન્યા: ક્યારે આવવાનો છે ?
અશ્વલ: ટુમોરોવ
આન્યા: પણ કેટલા વાગે ?
અશ્વલ: ટેન ઓક્લોક
આન્યા: ઓકે. ચલ, હવે ફોન મૂકું.
અશ્વલ: કેમ ઉતાવળ કરે છે ?
આન્યા: આઈ એમ વેરી ટાયર્ડ
અશ્વલ: ઓકે ચલ બાય ટેક રેસ્ટ. સી યુ ટુમોરોવ..

અશ્વલ હવે કાલ ક્યારે પડે અને તે આન્યાને ક્યારે મળે તેની રાહ જોઈ રહ્યો હતો. એટલામાં તેને એક વિચાર આવ્યો કે, આન્યા માટે કંઈક લઈને જવું છે આમ ખાલી હાથે નથી જવું. એટલે તે શોપિંગ કરવા ઉપડી ગયો.
શું લેવું.. આન્યાને શું ગમશે.. છોકરીઓની ચોઈસ કેવી હોય..અનેક પ્રશ્નો તેના મનને ઘેરી વળ્યા. છેવટે તેણે કંઈક ખરીદ્યું અને ગીફ્ટ પેક કરાવી.. પછી તેને કેટબરી યાદ આવી હવે એ તો આન્યાને પૂછવાનું રહી જ ગયું કે તેની ફેવરીટ કેટબરી કઈ છે ? કંઈનઈ ચલ મારી ફેવરીટ લઈ લઉં. એ નહીં ખાય તો આપણે તો બંદા છીએ જ ખાનારા વિચારીને બે કેટબરી લીધી અને હસતાં ચહેરે શોપમાંથી બહાર નીકળ્યો. બસ, હવે તો સવાર ક્યારે પડે તેટલી જ વાર હતી..!!

બીજે દિવસે સવારે આન્યા ઉઠી એટલે તેને તરત જ યાદ આવ્યું, ઑહ આજે તો અશ્વલ આવવાનો છે મને મળવા..!! દરરોજ કરતાં તે જરા બરાબર જ તૈયાર થઈ. આજે પેન્ટ ટી શર્ટ ને બદલે તેણે પોતાનો લાઈટ પીંક કલરનો ડ્રેસ પહેર્યો અને મીરર સામે ઉભી રહી પોતાની જાતને જોવા લાગી તેને પોતાને તે ગમવા લાગી અને મનમાં ને મનમાં વિચારવા લાગી કે, " ભગવાને મને કેટલી બધી બ્યુટીફુલ બનાવી છે..!! દરરોજ કરતાં આજે તે પોતાની જાતને ખૂબ ગમી ગઈ હતી.

તેને પણ થોડી નવાઈ લાગી કે હું આજે આમ તૈયાર કેમ થઈ રહી છું ? કેટલાક પ્રશ્નોનો કોઈ જવાબ નથી હોતો.

બસ પછી તો એઝયુઝ્વલ પોતાની કોલેજ પહોંચી ગઈ. એક પછી એક લેક્ચર ચાલુ હતા.. પણ તેની નજર અવારનવાર પોતે પહેરેલી રોઝ ગોલ્ડ સ્માર્ટ વૉચ ઉપર હતી...
અશ્વલ આન્યાને મળવા માટે આવે છે કે નહિ ?
આગળના પ્રકરણમાં જોઈશું....

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
15/3/22