જીવન સાથી - 55 Jasmina Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જીવન સાથી - 55

આન્યાની સાથે બહાર શોપિંગમાં જઈને આવ્યા પછી અશ્વલના દિલોદિમાગ ઉપર આન્યા છવાઈ ગઈ હતી અને તે વિચારી રહ્યો હતો કે, આન્યા મને ખૂબજ પ્રેમ કરે છે. કદાચ તે ઉતાવળ કરીને સ્વીકારવા ન માંગતી હોય તેવું પણ બનેને અથવા તો મારી પરીક્ષા લેવા માંગતી હોય તેવું પણ બને. જે હોય તે મને એટલી ખબર પડે છે કે, તે મને ખૂબજ પ્રેમ કરે છે અને હું પણ તેને ખૂબજ લવ કરું છું એટ લાસ્ટ આઈ ગોટ હર... અને આવા બધા એકના એક વિચારો વારંવાર અશ્વલને આજે ડિસ્ટર્બ કરી રહ્યા હતા અને તેની ઉંઘ ઉડી ગઈ હતી છેવટે તેણે નક્કી કર્યું કે હવે કોઈ વિચાર નથી કરવો બસ સૂઈ જ જવું છે અને સૂઈ જવાનો તે નિરર્થક પ્રયત્ન કરતો રહ્યો.

બીજે દિવસે સવારે તે દરરોજ કરતાં થોડો વહેલો જ ઉઠી ગયો હતો અને આન્યાને હેરાન કરવાના ઈરાદાથી તેણે આન્યાને ફોન લગાવ્યો. આન્યા પણ સવાર સવારમાં "અશ્વલનો ફોન અત્યારે? શું કામ હશે એને અત્યારના પહોરમાં મારું?" વિચારીને બબડી રહી હતી અને બબડતાં બબડતાં તેણે ફોન ઉપાડ્યો.

અશ્વલ તો આન્યાને હેરાન કરવાના ફૂલ મૂડમાં હતો એટલે બોલ્યો કે, "હાય ગુડ મોર્નિંગ"
આન્યા: ગુડ મોર્નિંગ.
અશ્વલ: શું કરે છે?
આન્યા સવાર સવારમાં અશ્વલે ફોન કેમ કર્યો તે વિચારે થોડી અકળાયેલી જ હતી એટલે તેણે બરાબર જવાબ ન આપ્યો અને તે બોલી કે, "તારી સાથે વાત કરું છું?"
અશ્વલ: એમ નહીં, પછી શું કરે છે?
આન્યા: પછી બ્રેકફાસ્ટ કરીશ અને રેડી થઈશ.
અશ્વલ: ઓકે, પછી શું કરીશ?
આન્યા: પછી મોમ અને ડેડ બંનેની સાથે વાત કરીશ.
અશ્વલ: આજે અહીં મારા ઘરે મહેંદી રસમ છે તે તને ખબર છે ને?
આન્યા: હા તો શું?
અશ્વલ: શું, તો શું? તું આવવાની નથી?
આન્યા: ના
અશ્વલ: કેમ?
આન્યા: મારી મરજી...
અશ્વલ: ખરેખર નથી આવવાની?
આન્યા: હા, ખરેખર નથી આવવાની.
અશ્વલ: આર યુ સ્યોર અબાઉટ ઈટ?
આન્યા: યા, સ્યોર.
અશ્વલે ફોન મૂકી દીધો અને આ જીદ્દી છોકરીની બેવકુફીભરી વાત સાંભળીને અશ્વલનો મૂડ સવાર સવારમાં જ ઓફ થઈ ગયો પરંતુ લગ્નનું ઘર હતું અને ઘરમાં કામ પણ ખૂબ હતું એટલે તે પોતાના કામમાં પડી ગયો.

બરાબર એક કલાક પછી અશ્વલના ફોનમાં આન્યાનો મેસેજ આવ્યો... એટલે અશ્વલે તે વાંચ્યો અને બંને વચ્ચે ચેટિંગ ચાલ્યું...
આન્યા: શું કરે છે?
અશ્વલ: બસ, કામ કરું છું. બોલ
આન્યા: મને લેવા નથી આવતો?
અશ્વલ: તે ક્યારે મને લેવા આવવાનું કહ્યું?
આન્યા: અત્યારે... અત્યારે કહું છું.
અશ્વલ: ઑ માય ગોડ..બહુ ભારે છોકરી છે તું હોં..
આન્યા: એ તો તારા પનારે પડીશ ત્યારે જ તને ખબર પડશે...
અશ્વલ: યુ મીન?
આન્યા: આઈ મીન.. આઈ..લવ..યુ..
અશ્વલના હાથ કામ કરતાં અટકી ગયા.. તેનાં દિલના ધબકારા વધી ગયા..હોઠ ઉપર સ્મિત છવાઈ ગયું.. શરીરમાં જાણે કંઈક કરંટ લાગ્યો હોય તેવું લાગવા લાગ્યું. ખરેખર પોતે જે શબ્દો સાંભળી રહ્યો છે તે શું સત્ય છે? તેમ તે વિચારવા લાગ્યો અને તેણે પોતાના મોબાઈલની સ્ક્રીન ઉપર નજર કરી કે, ખરેખર ત્યાં સામે આન્યા જ છે ને જે આ બોલી રહી છે અને પોતે સાંભળી રહ્યો છે અને વિચારોમાં ખોવાયેલો પોતે કંઈ બોલે કે આન્યાને કંઈ પૂછે તે પહેલાં આન્યા ફરીથી બોલી.. "એય મી.અશ્વલ તમે ક્યાં ખોવાઈ ગયા?"
અશ્વલ: આઈ ડોન્ટ બીલીવ... ખરેખર તું મને...?
આન્યા: ખરેખર...
અશ્વલ: હું હમણાં જ આવ્યો તને લેવા માટે. મારી સામે તારે બોલવું પડશે હં..
આન્યા: ના ના, હું સામે નહીં બોલી શકું.
અશ્વલ: ના એ નહીં ચાલે. તારે બોલવું જ પડશે...
અને અશ્વલે પોતાની કારની ચાવી હાથમાં લીધી અને તે આન્યાને લેવા માટે ઉપડી ગયો...
હવે આન્યા પોતાનો લવ અશ્વલની સામે સ્વીકાર કરે છે કે નહિ?? અને મહેંદી રસમ પછી ગરબા અને પછી લગ્ન 💒... આપણે આ બધુંજ માણવાનું છે તો ચાલે આપણે પણ તેને માટે તૈયાર થઈ જઈશું ને??
હા, તો આપણે મળીએ હવે મહેંદી રસમમાં...
ક્રમશઃ
~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
11/9/22