Jivan Sathi - 49 books and stories free download online pdf in Gujarati

જીવન સાથી - 49

આન્યા તો ખૂબજ ખુશ ખુશ થઈ જાય છે અને બોલી ઉઠે છે કે, ઓહો આ તો રીયલી તે અને દિપેનભાઈએ બંનેએ મને જોરદાર સરપ્રાઈઝ આપી. ગમે તે થાય હું કોલેજનું થોડું એડજસ્ટ કરીને પણ બે ચાર દિવસ વહેલી જ જઈશ મારા એકના એક ભાઈના મેરેજ થોડા વારંવાર આવે છે..!!
અને તે પોતાની મોમને એમ પણ કહેવા લાગી કે, મોમ જુઓ આ વખતે તમારે પણ આવવું જ પડશે નહીં ચાલે ઓકે ?
પપ્પાએ પણ એ દિવસે ક્લિનિક બંધ રાખીને રજા પાડીને આવવું જ પડશે ઓકે ?
મોનિકાબેન: હા હા સ્યોર બેટા, હું અને તારા ડેડી બંને આવીશું ઓકે ?
અને સ્મિતની બોરીંગ વાતોથી કંટાળેલી આન્યા આજે તો આ સમાચાર સાંભળીને જાણે ફ્રેશ થઈ ગઈ અને ખુશીથી ઝૂમવા લાગી. બીજે દિવસે આન્યા કોલેજમાં ગઈ અને પોતે કેટલા દિવસની રજા લઈ શકે તેમ છે તે તપાસ કરી લીધી તેના બધાજ સર અને મેડમે તેને બે દિવસથી વધારે રજા ન આપી તેથી તે થોડી કન્ફ્યુઝ થઈ ગઈ અને વિચારવા લાગી કે હવે દિપેનભાઈના ત્યાં વહેલાં જવું કે ન જવું ? આ વાત તેણે ઘરે આવીને પોતાની મોમને જણાવી તો મોમે તેને સમજાવી કે જેટલા દિવસની તને કોલેજમાંથી રજા મળી છે તેટલા દિવસ તો તું જઈ જ શકે છે ને અને તું બે ત્રણ દિવસ પણ વહેલી જઈશ તો દિપેનભાઈને ઘણું સારું લાગશે માટે તું વહેલાં જવાનું કેન્સલ ન કરીશ અને ત્યાં સુધીમાં તને જેમ જેમ સમય મળે તેમ તેમ તું લગ્ન માટેના કપડાં વિગેરેની તૈયારી શરૂ કરી દે મોનિકાબેનની વાત આન્યાની સમજમાં આવી ગઈ અને તે વહેલા જવા માટે તૈયાર થઈ ગઈ તરત જ તેણે દિપેનભાઈને ફોન લગાવ્યો અને પોતે વહેલી આવી રહી છે તે પણ જણાવ્યું. દિપેનભાઈ પણ આન્યા વહેલાં આવી રહી છે તે વાતથી ખૂબજ ખુશ થઈ ગયા.

આન્યા હવે લગ્ન માટેના શોપિંગમાં અને તૈયારીમાં પડી ગઈ વારંવાર પોતાની મોમને પૂછ્યા કરતી હતી કે કયા પ્રસંગમાં શું પહેરું ?? માં મને આ સારું લાગશે કે આ સારું લાગશે ?? એક કોલેજીયનની... અને ઉછળતા યુવાન હ્રદયની દરેક લાગણીને મોનિકાબેન બરાબર સમજી શકતા હતા આન્યાની ઉંમરના જે પ્રશ્નો, જે કન્ફ્યુઝન, પોતે બીજી દરેક વ્યક્તિ કરતાં વધુ એટ્રેક્ટિવ દેખાવાનું જે ભૂત મગજ ઉપર સવાર થયેલું રહેતું અને પોતે કંઈક છે એવું ગુરુર...આ બધીજ ફીલીન્ગ્સ અને આ ગુરુરને મોનિકાબેન બરાબર સમજી શકતા હતા કારણ કે તે પણ આ ઉંમરમાંથી એક વખત પસાર થઈ ચૂક્યા હતા એટલે પોતાની વ્હાલી દીકરી આન્યાને તેનાં મૂંઝવણભર્યા પ્રશ્નોના જવાબ તે ખૂબજ પ્રેમથી અને શાંતિથી તેને, બેટા આમ થાય અને આમ ન થાય...આ પહેરાય અને આ ન પહેરાય...તેમ સમજાવીને આપતાં હતાં. અમુક ઉંમર થાય ત્યારે દીકરી માટે માં જાણે તેની સખી બની જતી હોય છે અને તેની હાજરી તેમજ તેની સમજણભરી શિખામણ દીકરીને આડા રસ્તે જતાં પણ અટકાવી શકે છે. પરિવારમાં માં નો રોલ પોતાના બાળકો માટે ખૂબ મહત્ત્વનો ભાગ ભજવી જાય છે.

આન્યાનું શોપિંગ અને પોતાના ભાઈને ત્યાં લગ્નમાં જવાની તૈયારી ફૂલ જોશમાં ચાલી રહી છે અને આ વાતની જાણ તેના પિતા
ડૉ. વિરેન મહેતાને થાય છે. જેવી આ વાતની જાણ થાય છે કે તરત જ તે ક્યારે લગ્નમાં જવાનું છે તેમ પૂછે છે. મોનિકાબેન તેમને જાણ કરે છે કે, દિપેનભાઈએ આન્યાને થોડા દિવસ વહેલા આવવા માટે જણાવ્યું છે તેથી આન્યા બે ત્રણ દિવસ વહેલી જવાની છે. અને આ સાંભળતાં જ તે તરતજ આન્યાને કહે છે કે, તે મેડિકલ લાઈન લીધી છે એ તો તને ખબર છે ને તો આ રીતે પોતાની કોલેજમાં રજા પાડીને ભણવાનું બગાડીને જવાની કોઈ જરૂર નથી તેમ ચોખ્ખી "ના" પાડે છે. હવે શું કરવું ?? આન્યા ફરીથી કન્ફ્યુઝ થઈ જાય છે અને પોતાના ડેડને સમજાવવાની કોશિશ કરે છે કે, " પણ ડેડ તમે મારી વાત તો સાંભળો..."
ડૉ. વિરેન મહેતા: મારે તારી કોઈ વાત સાંભળવી નથી, ડૉક્ટર બનવું તે કોઈ બચ્ચાંના ખેલ નથી કે તું ધારે છે તેટલું ઈઝી પણ નથી કોઈ પણ નિર્ણય લેતાં પહેલાં મને પૂછો તો ખરા..બસ માં દીકરી સાથે મળીને નક્કી કરી દો છો...
આન્યા: પણ ડેડ તમે મારી વાત તો સાંભળો...
ડૉ. વિરેન મહેતા: મારે તારી કોઈ વાત સાંભળવી નથી એક વખત "ના" પાડી દીધી એટલે વાત પૂરી... પછી આગળ તે વાત રીપીટ નહીં કર્યા કરવાની ઓકે...??

હવે આન્યા તો ખૂબજ દુઃખી થઈ ગઈ તેનો તો મૂડ સાવ ઓફ થઈ ગયો... હવે શું થશે ? મોનિકાબેન ડૉ. વિરેન મહેતાને સમજાવી શકશે ? આન્યા દિપેનભાઈને ત્યાં વહેલાં જઈ શકશે ? જોઈએ આપણે આગળના ભાગમાં....

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
16/7/22


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED