Jivan Sathi - 20 books and stories free download online pdf in Gujarati

જીવન સાથી - 20

ડૉ. વિરેન મહેતા: મેં એરપોર્ટના કેટલા ધક્કા ખાધા છે ? ધક્કા ખાઈ ખાઈને મારી ચંપલ પણ ઘસાઈ ગઈ પરંતુ એક આશા મારા હ્રદયમાં જીવંત હતી કે તું મને ગમે ત્યારે મળી જઈશ અને ચોક્કસ મળીશ મારા ભગવાન ઉપર અને આ મારી માં અંબે ઉપર મને પૂરેપૂરો વિશ્વાસ હતો અને એટલે જ હું જીવતો રહ્યો નહીં તો ક્યારનોય ઉપર પહોંચી ગયો હોત બેટા પણ હવે હવે તું મળી ગઈ છે ને એટલે બધું બરાબર થઈ જશે મારી તબિયત પણ સારી થઈ જશે. હું તારી માંને દરરોજ કહેતો હતો કે, મારી આન્યા મને ખૂબ યાદ કરે છે અને પછી મારી નજર સામે તું તરવરતી અને હું રાહ જોતો કે ક્યારે તું મને ભેટી પડે છે ? પણ એ તો મારો ભ્રમ હતો પણ હવે તું મારી આન્યા જીવતી જાગતી મને મળી ગઈ છે. ચાલ હવે જલ્દીથી ઉભી થઈ જા આપણાં ઘરે ચાલ બેટા, જલ્દી કર આપણે મોડું થઈ જશે...."

પણ આન્યા, આન્યાને તો ક્યાં ભાન જ હતું કંઈ ! અને દિપેન તેમજ સંજુની સમજમાં આ કોઈ વાત ગોઠવાતી ન હોય તેમ બંને જણાં કુતુહલભરી દ્રષ્ટીથી મોનિકા બેન તેમજ ડૉ. વિરેન મહેતાની સામે એકીટશે જોઈ રહ્યા હતા અને વિચારી રહ્યા હતા કે, આ બધો શું ખેલ ખેલાઈ રહ્યો છે ?

ડૉ. વિરેન મહેતા એક જ શ્વાસે બધું જ બોલી ગયા હતા પરંતુ આન્યાની પરિસ્થિતિમાં કોઈ ફરક પડતો ન હતો.

આવાક્ બની ગયેલો દિપેન જાણે અચાનક ભાનમાં આવ્યો હોય તેમ બોલી ઉઠ્યો કે, " શું છે આ બધું ? અને કોણ છો તમે બંને ? આન્યા આન્યા કોને કહો છો ? ક્યાંથી ઓળખો આ છોકરીને તમે ?

કંઈ કેટલાય સમય પછી ડૉ. વિરેન મહેતાના જીવમાં જાણે જીવ આવ્યો કારણ કે પોતાના પ્રાણથી પણ પ્યારી પોતાની આન્યા તેમને આજે પાછી મળી હતી અને તે દિપેનના પ્રશ્નનો જવાબ આપતાં બોલ્યા કે, " આ પ્રશ્ન મારે તને પૂછવાનો છે બેટા કે આ છોકરી તને ક્યાંથી મળી ? આ અમારા જીવથી પણ અમને વધારે વ્હાલી અમારી દીકરી આન્યા છે અને આગળ વધુમાં જણાવતાં તેમણે ઉમેર્યું કે, આન્યા હોંગકોંગ બેંગકોકની પેકેજ ટૂરમાં પોતાના ફ્રેન્ડસ સાથે ગઈ હતી પરંતુ રિટર્ન થઈ રહી હતી ત્યારે રસ્તામાં જ તેનું પ્લેન ક્રેશ થઈ ગયું હતું અને તેના બીજા ત્રણેય ફ્રેન્ડસ મળી ગયા પરંતુ આન્યાનો કોઈ પત્તો ન હતો મેં તેને શોધવાનો ખૂબ પ્રયત્ન કર્યો પરંતુ તે અમને ન મળી તે ન જ મળી, પછી અમે ભગવાન ઉપર છોડી દીધું પરંતુ અમારી ઈશ્વર ઉપરની શ્રદ્ધા સાચી હતી તેમજ માતાજીની અમારી ઉપર અસીમ કૃપા હતી તો અમને અમારી આન્યા અહીં આ માતાજીના દરબારમાં જ પાછી મળી આજે અમારી ખુશીનો કોઈ પાર નથી. પણ આ અમારી દીકરી તમને ક્યાંથી મળી ?

અને દિપેને ડૉ. વિરેન મહેતાને તેમજ મોનિકા બેનને આન્યા પોતાને, ક્યાંથી કઈરીતે મળી ત્યાંથી લઈને છેક અત્યાર સુધીની બધીજ હકીકત જણાવી.

ડૉ. વિરેન મહેતા અને મોનિકા બેન દિપેનની વાત સાંભળીને ખુશ થઈ ગયા અને માની ગયા કે હજી પણ લોકોના દિલમાં માણસાઈ જીવે છે. માણસાઈ સાવ મરી નથી પરવારી...

દિપેને વધુમાં જણાવ્યું કે, " આન્યાને પોતાના પાછળના સમયનું કંઈજ યાદ નથી પોતાના ભૂતકાળને તે સંપૂર્ણ પણે ભૂલી ચૂકી છે. ડૉક્ટર સાહેબની દવા ચાલુ છે અને તેમના કહેવા પ્રમાણે તેની યાદશક્તિ પાછી આવી જશે પરંતુ થોડો સમય લાગશે. "

ડૉ. વિરેન મહેતા તેમજ મોનિકા બેન થોડા ચિંતામાં પડી ગયા પણ પછી દિપેને તેમને સમજાવ્યું કે, તમે મારી સાથે મારા ઘરે આવો આન્યાની દવા ચાલે છે તે ડૉક્ટર સાહેબને પણ મળી લો અને મારા ગામવાસીઓને પણ મળી લો તેમજ આન્યાને તમારી સાથે તમારા ઘરે લઈ જવા માટે તેમની પાસેથી સંમતિ મેળવી લો અને ત્યારબાદ તમે આન્યાને તમારી સાથે લઈ જઈ શકો છો. "

આ બધી જ વાતો ચાલી રહી હતી અને આન્યા એકદમથી ભાનમાં આવી એટલે આટલા બધા માણસો પોતાની આજુબાજુ જોઈને દિપેનને પૂછવા લાગી કે, મને શું થયું છે ? કેમ અહીંયા આટલી બધી ભીડ ભેગી થઈ છે ?

દિપેન આન્યાને તેના મમ્મી-પપ્પાની ઓળખાણ કરાવતાં ‌કહે છે કે, " જો સાંભળ પૂર્વી આ આપણાં મમ્મી-પપ્પા છે અને તે હવે તને તેમની સાથે આપણાં ઘરે લઈ જશે તો તું જઈશને તેમની સાથે ? "

આન્યા જરા વિચારોમાં ખોવાઈ જાય છે... હવે આન્યા ડૉ. વિરેન મહેતા તેમજ મોનિકા બેનની સાથે પોતાના ઘરે જવા માટે તૈયાર થાય છે કે નહીં ?

જાણવા માટે વાંચો આગળનું પ્રકરણ....

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
26/10/2021


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED