Jivan Sathi - 26 books and stories free download online pdf in Gujarati

જીવન સાથી - 26

સ્મિત તો ખૂબજ ખુશ થઈ ગયો તેને તો પોતાના નસીબ આગળથી જાણે દુઃખનું પાંદડું ખસી ગયું હોય અને સુખની લીલીછમ ચાદર છવાઈ ગઈ હોય અને ઈશ્વરે પોતાની વર્ષો જૂની ઈચ્છા પૂરી કરી દીધી હોય તેમ તે ઉપર જોઈને પરમાત્માને થેંક્સ કહેવા લાગ્યો અને એકીટસે આન્યાને નીહાળી રહ્યો. કદાચ આન્યા શું બોલી રહી છે તે સાંભળવામાં તેને રસ ન હતો તેનાથી વધારે રસ તેને આન્યાની વાળની લટ જે તેના ગુલાબી ગાલ સાથે અથડાતી હતી અને આન્યા તેને વારંવાર પોતાના કાન પાછળ ધકેલી રહી હતી તે જોવામાં હતો.

આન્યા આ વાતથી બિલકુલ અજાણ હતી અને એટલામાં તો વાત વાતમાં સ્મિતે આન્યાને એમ પણ પૂછ્યું કે, " તું શેમાં કોલેજ આવી છે ? "

આન્યા: બસ, આજે તો પહેલો દિવસ હતો એટલે ડેડ જ ક્લિનિક ઉપર જતાં પહેલાં મને અહીં ડ્રોપ કરીને ગયા.

સ્મિત: ઑહ, તો પછી આપણે અહીં ઉભા ઉભા વાતો કરીએ તેના કરતાં ચાલ હું તને મારી કારમાં તારા ઘર સુધી ડ્રોપ કરી દઉં અને સાથે સાથે રસ્તામાં આપણે થોડી વાતો પણ કરી લઈશું.

આન્યા તો નિર્દોષ ભાવે સ્મિત સાથે તેની કારમાં જવા માટે તૈયાર થઈ ગઈ.

સ્મિતને તો જાણે પોતે કોઈ સુંદર સ્વપ્ન નિહાળી રહ્યો હોય તેવો અહેસાસ થઈ રહ્યો હતો અને આ સ્વપ્નમાં, બાળપણમાં દાદીમા પાસેથી પરીની વાર્તાઓ સાંભળી હતી તેવી કોઈ એક પરી સાથે પોતે વાત કરી રહ્યો હોય અને તેની સાથે પોતે ક્યાંક કોઈ અવકાશની સુંદર મજેદાર સફર ઉપર નીકળી પડ્યો હોય તેવું તે અનુભવી રહ્યો હતો.

આન્યા પોતાની સાથે બનેલી પ્લેન ક્રેશની ઘટના સ્મિત સાથે શેર કરી રહી હતી અને અચાનક સ્મિતે સંયમના નામનો જીક્ર કર્યો અને તે બોલ્યો કે, હા, સંયમ અને તમે બધા સાથે જ ગયા હતા ને અને સંયમ આ એક્સિડન્ટમાં મૃત્યુ પામ્યો...

સ્મિતને ખબર ન હતી કે સંયમના મૃત્યુના સમાચાર આન્યાને ખબર નથી અને જણાવવાના પણ નથી તે તો એઝયુઝ્વલ બોલી ગયો. આ સમાચાર સાંભળીને આન્યાના મન ઉપર આટલી બધી ગહેરી અસર થશે તેવી પણ તેને ખબર ન હતી.

આન્યાના મગજ ઉપર આવી કોઈ વાતની આડઅસર ન પડે તે માટે તેના મમ્મી-પપ્પાએ તેને આ વાત જણાવી જ ન હતી તેથી સંયમ ખરેખર મૃત્યુ પામ્યો છે તેવું કન્ફર્મ કરવા માટે આન્યાએ બે ત્રણ વખત સ્મિતને પૂછ્યું કે, ખરેખર સંયમ મૃત્યુ પામ્યો છે. અને સ્મિતે જ્યારે આ સમાચાર એકદમ સાચા છે તેમ ખાતરીપૂર્વક જણાવ્યું ત્યારે આન્યાને સખત શૉક લાગ્યો અને તેના હોશકોશ પણ ઉડી ગયા અને તે એકદમ નર્વસ થવા લાગી અને બિલકુલ ચૂપ થઈ ગઈ.
સ્મિતે તેને બે ત્રણ વખત બોલાવવાની કોશિશ કરી પણ તે તો જાણે પોતાના વિચારોમાં ગૂમ થઈ ગઈ હતી અને સંયમ મૃત્યુ પામ્યો છે તે વાત તેનું મન માનવા માટે બિલકુલ તૈયાર ન હતું અને સ્મિત બોલે જતો હતો પણ તે તો જાણે સ્ટેચ્યુ બની ગઈ હોય તેમ બેસી જ રહી. સ્મિતે તેના ખભા ઉપર પ્રેમથી હાથ મૂક્યો અને તેને પૂછવા લાગ્યો કે, " આર યુ ઓકે, આન્યા ? "

પણ આન્યા તો બિલકુલ ચૂપ જ હતી. હવે શું કરવું ? તેમ સ્મિત વિચારવા લાગ્યો એટલામાં રસ્તામાં સી સી ડી કેફે આવ્યું એટલે સ્મિતે ગાડી રોકી અને આન્યાને કહેવા લાગ્યો કે, " ચલ, કોફી પીને થોડા ફ્રેશ થઈને પછી આપણે ઘરે જઈએ ઓકે આન્યા ? " પણ આન્યા તો કોઈ જવાબ આપવા માટે તૈયાર જ ન હતી.

સ્મિત કારમાંથી નીચે ઉતરીને તેની તરફ ગયો અને દરવાજો ખોલીને તેને નીચે ઉતરવા માટે કહ્યું. આન્યા ચૂપચાપ નીચે ઉતરી ગઈ. બંને જણાં સી સી ડીમાં પ્રવેશ્યા.

સ્મિતે કોર્નરવાળુ ટેબલ બેસવા માટે પસંદ કર્યું અને બંને માટે કોફી ઓર્ડર કરી.

આન્યાને આટલી બધી નર્વસ જોઈને
સ્મિત થોડો ઉદાસ થઈ ગયો હતો કે, મેં સંયમના સમાચાર આન્યાને અત્યારે ન આપ્યા હોત તો સારું હતું.. પણ હવે જે થઈ ગયું તે થઈ ગયું...

સ્મિતે પોતાનો હાથ પ્રેમથી આન્યાના હાથ ઉપર મૂક્યો અને શાંતિથી આન્યાને સમજાવવાની કોશિશ કરવા લાગ્યો.

સ્મિત આન્યાને સમજાવી શકશે ?
આન્યા નોર્મલ થઈ શકશે ? સંયમના મૃત્યુના સમાચાર તેને ફરીથી ભૂતકાળમાં તો નહીં ધકેલી દે ને ?
જાણવા માટે વાંચો આગળનું પ્રકરણ....

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
11/12/21



બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED