Jivan Sathi - 22 books and stories free download online pdf in Gujarati

જીવન સાથી - 22

દિપેન પણ પોતાની નોકરી છોડીને જઈ શકે તેમ નથી તેથી આન્યાને ફરીથી ખૂબ સમજાવે છે કે, " તું થોડા દિવસ મમ્મી-પપ્પાની સાથે તેમના ઘરે જા પછીથી હું તને લેવા માટે આવીશ પરંતુ આન્યાના મનમાં એક જ વાત છે કે, હું તેમનાં ઘરે નહીં જવું" અને આન્યા ડૉ. વિરેન મહેતા તેમજ મોનિકા બેન સાથે જવાની ચોખ્ખી "ના" પાડી દે છે એટલું જ નહીં દિપેનને વળગીને રડવા લાગે છે.

આન્યાની આ પરિસ્થિતિથી ડૉ. વિરેન મહેતા સમજી જાય છે કે, આન્યા દિપેનને જ પોતાનો સગો ભાઈ માને છે અને તેના ઘરને જ પોતાનું ઘર માને છે અને આ હકીકતમાંથી બહાર તેને લાવવી હશે તો થોડો સમય તેને આપવો જ પડશે અને તેની સાથે ખૂબજ પ્રેમથી વર્તન કરવું પડશે.

મોનિકા બેન આન્યાની આ પરિસ્થિતિનો સ્વીકાર કરી શકતાં નથી અને ખૂબજ રડવા લાગે છે.... અને રડતાં રડતાં આન્યાને પોતાની બાથમાં ભીડી લે છે અને પોતાની સાથે પોતાના ઘરે આવવા માટે કાલાવાલા કરવા લાગે છે.....

આન્યાની સમજમાં આ કોઈ જ વાત આવતી નથી...અને તેના મનમાં એક જ પ્રશ્ન છે કે, હું આ લોકોની સાથે તેમના ઘરે કેવ જવું ?

છેવટેે દિપેન ડૉ. વિરેન મહેતા અને મોનિકા બેનની સાથે તેમના ઘરે જવા માટે તૈયાર થાય છે.

સુખરૂપ બધા ડૉ. વિરેન મહેતાને ઘરે પહોંચી જાય છે. ડૉ. વિરેન મહેતા એક કાબેલ અને પ્રખ્યાત ડૉક્ટર છે જે પોતાની ઓળખથી આન્યાની હવે પછીની સારવાર માટે પોતાના શહેરના ખ્યાતનામ ડૉક્ટર જીનલ શાહની એપોઈન્ટમેન્ટ લે છે અને દિપેનને પોતાની સાથે લઈને આન્યાને ચેકઅપ માટે લઈ જાય છે.

ડૉ. જીનલ શાહે આન્યાને ચેકઅપ કર્યા બાદ જણાવ્યું કે, " આન્યા અત્યારે જે પરિસ્થિતિમાં છે તે અજાણતાં જ મૂકાઈ ગઈ છે પરંતુ હવે તે આ પરિસ્થિતિમાંથી બહાર આવવા માંગતી નથી માટે તેને ધીમે ધીમે તે કોણ હતી ક્યાં રહેતી હતી અને કઈરીતે તેની સાથે અકસ્માત સર્જાયો..આ બધુંજ તેને યાદ કરાવવું પડશે અને તેને માટે તમારે તેને આડકતરી રીતે તેનો જે ભૂતકાળ છે તેને વાર્તા સ્વરૂપે તેની સામે વારંવાર રજુ કરવો પડશે. બીજું તેના જે ફ્રેન્ડસ તેની સાથે આ મુસાફરીમાં હતાં તેમને પણ તમારે તમારા ઘરે બોલાવીને આન્યા સાથે તેમની નવેસરથી ફ્રેન્ડશીપ કરાવવી પડશે અને ત્યારબાદ તેઓ આન્યાની સાથે હોંગકોંગ બેંગકોકની ટૂરમાં ભૂતકાળમાં ગયા હતા બધાએ સાથે ખૂબજ એન્જોયમેન્ટ કર્યું હતું અને પછી ઘરે પાછા વળતાં આવો ગોઝારો અકસ્માત સર્જાયો અને બધા છૂટા પડી ગયા...આ પ્રકારની વાતો આન્યા સાથે શેર કરવી પડશે અને આમ કરવાથી આન્યાના દિલોદિમાગ ઉપર જોર ન પડવું જોઈએ તે વાતનું આપણે ખૂબજ ધ્યાન રાખવાનું છે નહીંતો તે ફરીથી કોમામાં જઈ શકે છે. બીજું કે આ બધી વાતો તેની સાથે કરવાથી તેના મન ઉપર જે ઈમેજ ઉભી થશે તેનાથી તે કંટાળીને ચીસ પણ પાડી શકે છે અને આમ બને ત્યારે થોડો સમય તેને એકલી છોડી દેવી તેને માટે અને આપણાં બધાને માટે હિતાવહ રહેશે. "

ડૉ. વિરેન મહેતા: બીજું ડૉ. જીનલ, આ દિપેનને તેનાં ઘરે જવું છે આન્યા તેને છોડવા માટે તૈયાર નથી તો શું કરીશું ?

ડૉ. જીનલ: હા, તેને માટે હું આન્યાને સમજાવું છું.

ડૉ. જીનલ શાહ આન્યાને સમજાવવાની કોશિશ કરે છે, " આન્યા બેટા, સાંભળ આ તારા મમ્મી-પપ્પા છે અને તારે થોડા સમય માટે અહીં તેમની સાથે રહેવું પડશે કારણ કે આ તારો ભાઈ દિપેન છે ને તેને એક મહિના માટે બહારગામ જવાનું થયું છે તો તું તારા મમ્મી-પપ્પાની સાથે રહીશને બેટા ? "

અને આન્યા ફરીથી નકારમાં માથું ધુણાવતી ધુણાવતી દિપેનને વળગી પડે છે જાણે કે તે કહેવા માંગતી હોય કે, ભાઈ મને પણ સાથે લઈને જ જા...

ફરીથી આ ની આ જ વાત ડૉ. જીનલ શાહે આન્યાને સમજાવવાની કોશિશ કરી અને છેવટે આન્યાએ દિપેનને પોતાના ઘરે જવાની સંમતિ આપી અને સાથે એવી શર્ત પણ રાખી કે એક મહિના બાદ દિપેન અહીંયા આવીને પોતાને લઈ જશે.

આમ, દિપેન પણ દુઃખી હ્રદયે આન્યાને તેના મમ્મી-પપ્પાને સોંપીને પોતાના ઘરે જવા માટે નીકળી ગયો.

બીજે દિવસે સવારે......
આન્યા ઊંઘમાંથી ઉઠી અને પોતે ક્યાં છે અને કેમ અહીંયા આવી છે તેમ મોનિકા બનને પૂછવા લાગી...મોનિકા બેન તેને પ્રેમથી સમજાવતાં કહે છે કે.....
વધુ આગળના ભાગમાં...

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
10/11/2021


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED