Jivan Sathi - 47 books and stories free download online pdf in Gujarati

જીવન સાથી - 47

સ્મિત ખૂબજ દિલચસ્પીથી બેબાકળો બનીને પ્રેમ વિશે સાંભળવા તત્પર બની રહ્યો હતો એટલે ફરીથી એનો એ જ પ્રશ્ન તેણે આન્યાને રીપીટ કર્યો કે પેલું પ્રેમ વિશે તું મને કંઈક સમજાવવાની હતી ને..? તો સમજાવને યાર..‌

આન્યા: હા, જો સાંભળ તારે સાંભળવું જ છે તો તને સમજાવું કે પ્રેમ કોને કહેવાય..!!

જે આકર્ષણથી થાય તેને પ્રેમ ન કહેવાય જે જાણવાથી થાય તેને પ્રેમ કહેવાય...
સ્મિત: એટલે હું કંઈ સમજ્યો નહીં ?
આન્યા: હું દેખાવમાં સુંદર છું, પૈસેટકે ખૂબ સુખી છું, ખૂબજ સારા ઘરપરિવારથી બીલોન્ગ્સ કરું છું, ભણવામાં ખૂબજ હોંશિયાર છું. આ બધું જોઈને જે મને પ્રેમ કરે તે સાચો પ્રેમ નથી તે મને જોયા પછીનું આકર્ષણ માત્ર છે.
સ્મિત ઉતાવળો થઈને વચ્ચે જ બોલી પડ્યો કે, " પણ હું તો તને બહુ સારી રીતે ઓળખું છું. "
આન્યા: ડફર એમ ઓળખવાની વાત નથી.
મારો સ્વભાવ, મારી આદતો, મારા સંસ્કાર, મારી રહેણીકરણી, મારી કુટેવો આ બધું જ્યારે તને સમજમાં આવી જાય અને એ પછી પણ તું મને પ્રેમ કરે અને મારી સારી આદતોની સાથે સાથે મારી ખરાબ આદતો પણ તું સ્વીકાર કરવા તૈયાર થાય ત્યારે તને મારી સાથે સાચો પ્રેમ થયો છે એમ કહી શકાય. બાકી તું એમ કહે કે મને આ છોકરી ગમે છે ખૂબ સુંદર દેખાય છે અને મને તેની સાથે પ્રેમ થઈ ગયો છે તો તે પ્રેમ નથી આકર્ષણ માત્ર જ છે અને આ આકર્ષણ માત્રથી થયેલા પ્રેમને કારણે ઘણાં છોકરા છોકરીઓ એકબીજાની સાથે મેરેજ કરી લે છે અને પછી છ મહીના થતાં થતાં તો તું કોણ અને હું કોણ ? બંને એકબીજાની સાથે એડજસ્ટ જ થઈ નથી શકતા અને તેમના ડાયવોર્સ થઈ જાય છે અને બંનેનું જીવન બરબાદ થઈ જાય છે માટે એમ કોઈની પણ સાથે પ્રેમ કરી લેવો અને પછી તેની સાથે લગ્ન કરી લેવા તે એકદમ મુર્ખામી ભર્યું પગલું છે. જે આપણી ઉંમરના ઘણાં બધા છોકરાઓ અને છોકરીઓ કરતાં હોય છે.
સ્મિત: અરે બાપ રે..તે તો બહુ લાંબુ લેક્ચર આપી દીધું આપણી તો આમાં કંઈજ ટપ્પી પડે તેમ છે નહીં..
આન્યા: તો પછી તું પ્રેમ કરવાનું છોડી જ દે અને ઘેર જઈને જરા સાવર બાથ લઈ લેજે એટલે તારા માથા ઉપર જે પ્રેમનું ભૂત સવાર છે ને તે ઉતરી જશે અને પછી શાંતિથી સૂઈ જજે. ઓકે...??
સ્મિત: બાપ રે આ છોકરીને સમજવી તો અઘરી છે યાર..!! અનુ, એકવાત સાંભળને મારી.. હું તને બહુ સારી રીતે ઓળખું છું આપણે બંને ઘણાં વર્ષોથી નાના હતા ત્યારથી એટલે કે સ્કુલ લાઈફથી સાથે ભણીએ છીએ અને હું તને ખરેખર ખૂબજ પ્રેમ કરું છું. આઈ લવ યુ સો મચ.. પ્લીઝ એક્સેપ્ટ ઈટ...
આન્યા: હે ભગવાન, સ્મિત હવે તું મારા હાથનો માર ખાઈશ હોં..
સ્મિત: આ તો તારી આગળ અરજી મૂકી છે મને વિશ્વાસ છે કે તું તેને મંજૂર કરીશ જ...
આન્યા: હું તને આટલું બધું સમજાવું છું તે ઉપરથી તને નથી લાગતું કે હું કંઈ એમ જલ્દીથી કોઈની ચુંગાલમાં આવું તેમ નથી.
સ્મિત: હા એ તો લાગે જ છે. તું મને સમજે મને ઓળખે મને જાણે ત્યાં સુધી હું તારી રાહ જોવા તૈયાર છું.
આન્યા: ઓકે, એઝ યુ લાઈક. અને હવે બસ યાર ટોપીક બદલ.. ક્યારનું ચલાવ્યું છે તે પ્રેમ.. પ્રેમ.. પ્રેમ..

સ્મિતને આજે બરાબર ખબર પડી ગઈ હતી કે ખરેખર આ ખૂબસુરત તોફાની નટખટ ચાલાક મછલી એમ કંઈ જલ્દીથી મારી પ્રેમની જાળમાં ફસાય તેમ નથી. બાકી તો હવે સમય જ બતાવશે કે આગળ શું થાય છે..??
વધુ આગળના ભાગમાં....

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
30/6/22


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED