આપણે પ્રકરણ-3 માં જોયું કે,
આન્યા જેટલી ભણવામાં હોંશિયાર હતી તેટલી જ ચેસ રમવામાં પણ પાવરધી હતી.
વેકેશન પડે એટલે બાપ-બેટીની ચેસની રમત ચાલુ થઈ જ જાય અને આન્યા સાથે ચેસ રમવા માટે ડૉ.વિરેન મહેતા પોતાના ક્લિનિક ઉપરથી વહેલા જ ઘરે આવી જતાં.
આજે ચેસ રમતાં રમતાં બાર સાયન્સ પછી શેમાં અને કઈ જગ્યાએ ઍડમિશન લેવું તેની ચર્ચા બાપ-બેટી વચ્ચે ચાલી રહી હતી.
ડૉ.વિરેન મહેતા દીકરીને એમ.બી.બી.એસ. ન કરવા અને આઈ.ટી. એન્જીનિયરીંગ કરી ફોરેઈન જવા માટે સમજાવી રહ્યા હતાં. પરંતુ આન્યા પોતાના વિચાર ઉપર અડીખમ જ હતી કે તે પોતાના પપ્પા જેવી એક કાબેલ ડૉક્ટર જ બનશે અને અહીં ઈન્ડિયામાં જ રહીને પોતાની પ્રેક્ટિસ કરશે અને છેવટે બાપ-બેટીના મીઠાં ઝઘડા પછી આન્યા પોતાના નિર્ણય ઉપર મક્કમ જ રહી અને તેણે મેડિકલમાં જ ઍડમિશન લઈ પોતાના ડેડીની જેમ એક ખ્યાતનામ ડૉક્ટર બનવાનું નક્કી કરી લીધું.
ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા પણ તેણે પોતાની રીતે પૂર્ણ કરી લીધી હતી.
હવે આ વેકેશન થોડું વધારે લાંબુ હતું અને તે ક્યાં અને કઈ રીતે પુરું કરવું તેની ચિંતા અત્યારથી, પહેલા દિવસથી જ આન્યાને સતાવતી હતી.
પણ એકની એક અને ખૂબજ લાડકી આન્યા ઉપર નાનીમાનો ફોન આવી ગયો હતો કે, " ભલે ને લાંબુ વેકેશન હોય પણ તારે અહીં બોમ્બે મારા ઘરે જ આવી જવાનું છે. અમે બધા, ચાતક જેમ વરસાદની રાહ જુએ તેમ જ તારી રાહ જોઈને બેઠાં છીએ અને તારી વ્હાલી બહેન દિવ્યા અને ઝઘડાળુ ભાઈ તો તારી કાગ ડોળે રાહ જોઈને બેઠાં છે અને આન્યા ખૂબજ ખુશ થઈ ગઈ હતી."
આન્યાને પણ પોતાના મામા-મામી અને તેમના દિકરા અંકિત અને દીકરી દિવ્યા સાથે ખૂબજ ફાવતું.
મામાની દીકરી દિવ્યા આન્યાના જેટલી જ હતી એટલે બહેન કરતાં દિવ્યા તેને પોતાની ફ્રેન્ડ વધારે લાગતી, બંને વચ્ચે બધીજ વાતો શેર થતી અને દિવ્યા, અંકિત અને આન્યા ત્રણેય વચ્ચે મીઠાં ઝઘડા પણ એટલાં જ થતાં પણ પછી નાનીમા વચ્ચે રહીને દરેક વાતનું સમાધાન કરાવતાં અને ફરી પાછા ત્રણેય એકનાં એક થઈ જતાં.
આન્યાના મામા બોમ્બે રહેતા હતા. દરિયા કિનારે જવાનું,હરવા- ફરવાનું અને લીંકીન્ગ રોડ ઉપરથી શોપિંગ કરવાની આન્યાને ખૂબજ મજા પડી જતી એટલે વેકેશન પડતું ત્યારે, આન્યાના પપ્પા આન્યાને તેના મામાને ઘરે મૂકી આવતાં. આન્યા પોતાને છોડીને પોતાના મામાને ઘરે ન જાય તે માટે ડૉ.વિરેન મહેતા તેને જુદી જુદી ઑફરો આપ્યા કરતાં પણ આન્યાને કોઈ પણ વસ્તુ કરતાં પોતાના મામાને ઘરે જવું વધારે પસંદ હતું તેથી તે પપ્પાની ઑફરોને સાઈડમાં રાખીને પોતાનું ધાર્યું જ કરતી.
આ વખતે ડૉ.વિરેન મહેતાએ આન્યાને બોમ્બે પોતાના મામાને ઘરે નહીં જવા દેવા માટે દુબઈ ફરવા લઈ જવા માટેની લાલચ આપી હતી પણ આન્યા એટલી હોંશિયાર હતી કે તેણે પોતાના પપ્પા ડૉ.વિરેન મહેતા જોડે એક શરત લગાવી હતી કે તે જેટલા દિવસ અહીં અમદાવાદમાં પોતાના ઘરે રહેશે અને ચેસની રમત રમશે તેટલા દિવસ તે પોતે જ ચેસ જીતશે અને દરરોજ તે પોતે જીતી જાય તો પપ્પાએ તેને દુબઈની ટ્રીપ આપવી પડશે અને બોમ્બે મૂકવા માટે પણ આવવું પડશે.
બાપ-બેટીની ચેસની રમત ચાલી રહી હતી અને એટલામાં સંયમ આવ્યો અને આન્યાની સામે એક ઓફર મૂકી કે, " હું અને કંદર્પ અને સીમોલી હોંગકોંગ બેંગકોકની પેકેજ ટૂરમાં જઈ રહ્યા છીએ તો તારી આવવાની ઈચ્છા છે. "
ઓફર તો સરસ છે ઈચ્છા પણ ગળા સુધીની છે એટલે આન્યાએ આશાભરી નજરે તરત જ મમ્મી-પપ્પાની સામે જોયું.
હવે આન્યા બોમ્બે જાય છે..?? મમ્મી-પપ્પાની સાથે દુબઈ જાય છે..?? કે ફ્રેન્ડસ સાથે હોંગકોંગ બેંગકોક જાય છે..?? જાણવા માટે વાંચતાં રહો આગળનું પ્રકરણ.....
~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
18/5/2021