Jivan Sathi - 59 books and stories free download online pdf in Gujarati

જીવન સાથી - 59

અશ્વલની વાત આન્યા ખૂબજ ધ્યાનથી સાંભળી રહી છે કે, "ડીમ્પીને તેમણે તેનો અભ્યાસ પણ પૂરો કરવા ન દીધો અને પરણાવી દીધી અને તે હંમેશ માટે મારાથી માઈલો દૂર લંડન ચાલી ગઈ તે પછી તેની મેરેજ લાઈફ ડિસ્ટર્બ ન થાય તેમ માટે મેં ક્યારેય તેનો કોન્ટેક્ટ કરવાની કોશિશ કરી નથી બસ તે ખુશ રહે તેટલું જ મારે માટે બસ છે...અને મારી એ લવસ્ટોરી ઉપર હંમેશ માટે ફૂલસ્ટોપ લાગી ગયું બસ પછી તો આપણે બિલકુલ ભણવામાં તલ્લીન થઈ ગયા અને તે પછી તો તને ખબર જ છે ને...અને એટલામાં રસ્તો ખૂટી ગયો.. અશ્વલ આન્યાને ઘણુંબધું કહેવા ઈચ્છતો હતો પરંતુ તેમની મંજિલ આવી ગઈ હતી..અશ્વલનું ઘર આવી ગયું હતું એટલે અશ્વલે પોતાની કાર પાર્ક કરી અને કારનો દરવાજો ખોલ્યો અને આન્યાને પોતાના ઘરે આવવા માટે આવકારી બંને જણાં અશ્વલના ઘરમાં પ્રવેશ્યા જ્યાં સંજનાની મહેંદી રસમ ચાલી રહી હતી. સંજનાએ આન્યાને આવકારી અને પોતાની બાજુમાં બેસાડી અને તેનાં હાથમાં મહેંદી મૂકાવવા કહ્યું અને સાથે સાથે તે મજાક કરતાં કરતાં એમ પણ બોલી કે, "હવે મારા પછી તારો જ વારો છે" અને આન્યા થોડી શરમાઈ ગઈ અને બોલી કે, "ના ના ભાભી હજુ તો મારે ઘણી વાર છે" અને ફરી પાછી સંજના બોલી કે, "અમારા લાડકવાયા રૂપાળા નણંદબા માટે અમારે એક સરસ છોકરો શોધીને રાખવો પડશે ને..!!"
અને આન્યા મનમાં જ બોલે છે કે, "શોધીને જ રાખ્યો છે, આ રહ્યો તમારી સામે તમારા ઘરમાં જ છે બીજે ક્યાંય શોધવા જવાની જરૂર નથી." અને તે મનમાં ને મનમાં મલકાતી હતી. સંજના પણ મલકાતાં મલકાતાં બોલતી હતી કે, "ઓહો નણંદ બા તો મનમાં ને મનમાં મલકાઈ રહ્યા છે ને, અબ દિલ્લી દૂર નહીં હૈ..." અને એટલામાં તો આન્યાને મહેંદી મૂકવા માટે એક છોકરી તેની સામે આવીને બેઠી એટલે તેણે પોતાનો હાથ લંબાવ્યો અને તે મહેંદી મૂકાવવામાં તલ્લીન થઈ ગઈ. થોડીવારમાં તો તેનાં બંને હાથમાં મહેંદી મૂકાઈ ગઈ અને તેને પાણીની તરસ લાગી એટલે તે કિચનમાં ગઈ તો અશ્વલ પણ તેની પાછળ પાછળ કીચનમાં ગયો અને તેને શું જોઈએ છે તેમ પૂછવા લાગ્યો આન્યાએ તેની પાસે પાણી માંગ્યું એટલે અશ્વલે તેની સાથે મજાક કરી કે, "મહેંદીવાળા હાથે તું કેવીરીતે પાણી પીશ હું પીવડાવી દઉં?"
આન્યા પણ તેની સામે જોઈને બોલી કે, "ખરો હોય તો પીવડાવી દે"
અશ્વલે આજુબાજુ બધે નજર કરી કીચનની બહાર જઈને પણ જોઈ આવ્યો કે કોઈ કીચનમાં આવી તો નથી રહ્યું ને...
આન્યાને તો જાણે તેની સાથે મજાક કરવાની મજા પડી ગઈ હતી, "કેમ કોઈનો ડર લાગે છે?"
અશ્વલ: ના ભાઈ ના કોઈનો ડર નથી લાગતો. એ તો ખાલી જોઉં છું કે કોઈ આવતું તો નથીને?
આન્યા: તો પછી પીવડાવને જલ્દી પાણી યાર બહુ તરસ લાગી છે.
અશ્વલ: અચ્છા, એવું છે તો પછી આજે હું તારી બધીજ તરસ છીપાવી દઉં.
આન્યા: અંહ, ખાલી પાણીની જ તરસ લાગી છે બીજી કશી નથી લાગી...
અશ્વલ: મને એમ કે...
અને અશ્વલે પાણીનો ગ્લાસ ભર્યો અને પોતાના હાથેથી પકડીને આન્યાને મોંઢે માંડીને તે પીવડાવી રહ્યો હતો અને આ પ્રેમભર્યા અમૃતતુલ્ય પાણીથી આન્યાની વર્ષો જૂની તરસ જાણે અશ્વલ છીપાવી રહ્યો હતો. બંનેની નજર એક હતી બંનેના ચહેરા ઉપર એકબીજાનો અનન્ય પ્રેમ સાંપડ્યાનો આનંદ છવાયેલો હતો બંને એકબીજાનામાં ખોવાઈ ગયા હતા અને બસ આમજ જન્મોજન્મ સુધી એકબીજાનમાં ખોવાયેલા રહીએ તેવી બંનેની ઉત્કૃષ્ટ ઇચ્છા વર્તાઈ રહી હતી. "પ્રેમ હંમેશ માટે અમર રહે છે" તો આપણે પણ ઈચ્છીએ કે આપણાં નાયક નાયિકા વચ્ચેનો ગાઢ પ્રેમ સંબંધ હંમેશ માટે આવો જ રહે...અને આમ બંને વચ્ચે પ્રેમની ગોષ્ઠિ ચાલી રહી હતી... આજુબાજુ શું ચાલી રહ્યું છે તેનું બંનેમાંથી કોઈને પણ ભાન નહોતું એટલા બધા પ્રેમમાં મસ્ત થઈ ગયેલા બંનેને ડિસ્ટર્બ કરવા માટે સંજના કિચનમાં આવી અને તેણે આ દ્રશ્ય જોયું... હવે તે આ દ્રશ્ય જોઈને શું રિએક્ટ કરશે?? તે આપણે આગળના ભાગમાં જોઈશું....

શું અશ્વલ અને આન્યા બંને સંજનાની આગળ પોતાના પ્રેમની કબૂલાત કરી લેશે? સંજના આ વાત જાણીને ખુશ થશે કે નારાજ? જોઈએ આગળના ભાગમાં....

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
14/10/22


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED