Jivan Sathi - 54 books and stories free download online pdf in Gujarati

જીવન સાથી - 54

અશ્વલ: કંઈ નહીં એ તો...અશ્વલ એક એક ડ્રેસ આન્યાને આપતો રહ્યો અને આન્યા તે ટ્રાય કરતી રહી છેવટે બંનેની પસંદગીનો એક સુંદર લાઈટ ગ્રે કલરનો સિલ્કી વર્કવાળો ડ્રેસ આન્યાની ઉપર દીપી ઉઠ્યો અને તે આન્યાએ દિપેનભાઈ અને સંજનાને પણ પહેરીને બતાવ્યો અને તે દિપેનભાઈએ આન્યાને માટે ખરીદી લીધો. લાઈટ ગ્રે કલરના સિલ્કી ડ્રેસમાં આન્યા ખૂબજ બ્યુટીફુલ લાગી રહી હતી અશ્વલની નજર આજે તેની ઉપરથી હટતી નહોતી આજે તેણે નક્કી કર્યું હતું કે આ વખતે તો ગમે તેમ કરીને આન્યાના મોંમાંથી, "આઈ લવ યુ.." બોલાવીને જ રહેવું છે. અને દિપેન તેમજ સંજના બંને આગળ આગળ ચાલી રહ્યા હતા પોતે આન્યાની સાથે પાછળ પાછળ ચાલી રહ્યો હતો ત્યારે તેણે આન્યાને ધીમેથી કહ્યું કે,... " યુ આર લુકીંગ સો બ્યુટીફુલ...આઈ લવ યુ..." અને તેણે આન્યાની સામે જોયું પરંતુ આન્યાએ કંઈજ રિપ્લાય ન આપ્યો એટલે તે બે મિનિટ માટે ચૂપ રહ્યો... અને વળી પાછો તે બોલ્યો કે, "મારે જવાબની કોઈ ઉતાવળ નથી તું શાંતિથી મને જવાબ આપી શકે છે."
આન્યા: આઈ લાઈક યુ.
અશ્વલ: વોટ ? યુ મીન... ?
આન્યા: નો, નોટ નાઉ.
અશ્વલ: ઓકે આઈ વેઈટ ફોર યુ.
બંનેની વાતો ચાલી રહી હતી અને દિપેને અશ્વલને પાર્કિંગમાંથી કાર લઈ આવવા કહ્યું એટલે અશ્વલ કાર લેવા માટે ગયો. બધા સાથે ઘરે પહોંચ્યા. આન્યા તો શોરૂમમાં પોતાના માટેના ડ્રેસીઝ ટ્રાય કરી કરીને આજે ખૂબ થાકી ગઈ હતી એટલે તેને હવે આરામ જ કરવો હતો. બીજે દિવસે સંજનાને ઘરે મહેંદી હતી એટલે આન્યાને મહેંદી રસમમાં આવવાનું આમંત્રણ આપીને સંજના અને અશ્વલ પોતાના ઘરે જવા માટે નીકળ્યા. અશ્વલ હવે બીજા દિવસની સવાર ક્યારે પડે અને ક્યારે તેને આન્યા મળે તેની રાહ જોતો હતો.

આજે નીંદર પણ જાણે તેની દુશ્મન બની બેઠી હતી. આન્યા પોતાના વિશે શું વિચારતી હશે તે વિચાર તેના મનમાંથી ખસતો નહોતો. તે વિચારી રહ્યો હતો કે, ગઈ વખતે હું તેને તેની કોલેજ ઉપર મળવા માટે ગયો અને મેં તેને પૂછ્યું ત્યારે પણ તેણે મને બરાબર જવાબ નહોતો આપ્યો આજે પણ મેં તેને પ્રપોઝ કર્યું ત્યારે પણ તેણે મને બરાબર જવાબ ન જ આપ્યો અને પોતે મને પ્રેમ કરે છે તે સ્વીકાર્યું તો નહીં જ. તેને તેની કોલેજનો કોઈ બીજો છોકરો તો નહીં ગમતો હોય ને ? કંઈ ખબર નથી પડતી.‌.. ના ના એવું તો નથી જ એવું હોય તો તે મને ચોખ્ખી "ના" જ ન પાડી દે પણ મને તો એવું લાગે છે કે તે મને ખૂબ પ્રેમ કરે છે એ ભલેને ન કહેતી હોય પરંતુ મેં તેની આંખો વાંચી છે ઘણી વખત જે વાત મુખેથી નથી કહી શકાતી તે વાત આંખો કહી જાય છે. તેની આંખોમાં મને મારા પ્રત્યેનો પ્રેમ દેખાઈ આવે છે તેને જોઈને જેટલી ખુશી મને થાય છે તેટલી જ ખુશી મને જોઈને તેના ચહેરા ઉપર તરવરતી મેં જોઈ છે. ભલે મેં તેને આઈ લવ યુ કહ્યું અને તે મૌન રહી પરંતુ ઘણીવાર મૌન પણ વાચા બની જતી હોય છે. તેના માસૂમ ચહેરા ઉપર છવાયેલી ખુશી કહી આપે છે કે, તે મને ખૂબજ પ્રેમ કરે છે. કદાચ તે ઉતાવળ કરીને સ્વીકારવા ન માંગતી હોય તેવું પણ બનેને અથવા તો મારી પરીક્ષા લેવા માંગતી હોય તેવું પણ બને. જે હોય તે મને એટલી ખબર પડે છે કે, તે મને ખૂબજ પ્રેમ કરે છે અને હું પણ તેને ખૂબજ લવ કરું છું એટ લાસ્ટ તો આઈ ગોટ હર... અને આવા બધા એકના એક વિચારો વારંવાર અશ્વલને આજે ડિસ્ટર્બ કરી રહ્યા હતા અને તેની ઉંઘ ઉડી ગઈ હતી છેવટે તેણે નક્કી કર્યું કે હવે કોઈ વિચાર નથી કરવો બસ સૂઈ જ જવું છે અને સૂઈ જવાનો તે નિરર્થક પ્રયત્ન કરતો રહ્યો.

અને બીજે દિવસે સવારના પહોરમાં ઉઠીને તરત જ તેણે આન્યાને ફોન કર્યો આન્યા તો હજુ ઉઠીને રેડી પણ નહોતી થઈ અને પોતાના મોબાઈલની સ્ક્રીન ઉપર નજર કરીને તે બબડી પણ ખરી "અશ્વલનો ફોન"
હવે સવાર સવારમાં અશ્વલ તેની સાથે શું લમણાં લે છે તે આપણે આગળના ભાગમાં જોઈશું....

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
3/9/22


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED