જીવન સાથી - 29 Jasmina Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જીવન સાથી - 29

દિપેન માટે છોકરી જોવા જવાનું હોય છે તો દિપેન આન્યાને પોતાના ઘરે બોલાવે છે.

એ દિવસે સાંજે છોકરીવાળા દિપેનના ઘરે આવે છે. લાંબી, પાતળી અને દેખાવમાં સુંદર બોલવામાં એકદમ શાંત અને મીઠી, સ્વભાવે સરળ છોકરી દિપેનને ખૂબ ગમી જાય છે પરંતુ તે પસંદગી આન્યાની ઉપર છોડે છે. બોલવામાં મીઠી છોકરી આન્યાને પણ ખૂબ ગમે છે અને તે પણ "હા" પાડે છે.

દિપેન અને સંજનાની સગાઈ નક્કી કરવામાં આવે છે. સંજનાની સાથે તેનો નાનો ભાઈ સુચિત આવેલો હતો જે આન્યાને લાઈન મારી રહ્યો હતો અને આન્યા તેને મનમાં જ ગાળો દઈ રહી હતી.

બે દિવસ પછી દિપેન અને સંજનાની વિધિસર સગાઈની રસમનું આયોજન એક સુંદર હોલમાં કરવામાં આવ્યું છે.

આન્યા તો ખૂબજ બની ઠનીને તૈયાર થઈને આવી છે. આન્યાએ ડાર્ક પીંક કલરના ચણિયાચોળી પહેર્યા છે. પતલી કમર અને ગોરો વાન કોઈને પણ આકર્ષે તેવી લચકદાર ચાલ, અણિયાળી આંખ અને તીખી તમતમતી જબાન કોઈને પણ મંત્રમુગ્ધ કરી દે તેવી આન્યા પહેલી જ નજરમાં સુમિતના દિલ ઉપર કાબુ કરી જાય છે પરંતુ આન્યા તો કોઈને પણ એક મચક શુધ્ધા આપતી નથી. હવે જોઈએ સુમિતને મચક આપે છે કે નહિ ?

દિપેન તેમજ સંજનાની વિધિસરની સગાઈ ચાલી રહી છે. મહારાજ પોતાના શ્લોક બોલવામાં મશગુલ છે. મિત્રો અને સગા સંબંધીઓ બંનેની સુંદર જોડીને માણવામાં અને વિધિપૂર્વક થતી સગાઈ જોવામાં મશગુલ છે.

આન્યા બરાબર દિપેનની પાછળ ગોઠવાયેલી છે અને સુમિત વિચારી રહ્યો છે કે, કઈરીતે આન્યા સાથે વાત કરવી અને તે ફુલોની પાંખડીઓ તોડી તોડીને દિપેનની ઉપર નાંખવાને બદલે દિપેનની બરાબર પાછળ ગોઠવાયેલી આન્યાની ઉપર નાંખી રહ્યો હતો અને આન્યા તેની આ હરકતથી જે તેની ઉપર અકળાતી હતી અને તેની મજા સુમિત લઇ રહ્યો હતો અને અકળાઈને તે ક્યારે પોતાની ઉપર તૂટી પડે છે તેની રાહ જોઈ રહ્યો હતો.

પણ આન્યાએ તો તેનાથી કંઈ વિપરીત જ કર્યું તે ઉભી થઈને જગ્યા છોડીને ચાલી ગઈ પણ સુમિત પણ તેમ હાર માને તેમ ન હતો તે તરત જ ઉભો થઈને આન્યા જે રૂમમાં દાખલ થવા માટે જતી હતી તે રૂમમાં ગયો અને દરવાજો રોકીને ઉભો રહી ગયો.

બંને વચ્ચે થોડી ચડભડ ચાલી. સુમિતની એક જ જીદ હતી કે તું મારી સાથે ફ્રેન્ડશીપ કર અને આન્યા ઈન્કાર કરી રહી હતી છેવટે આન્યાએ કંટાળીને સુમિત સાથે હાથ મિલાવ્યો અને ત્યારે જઈને સુમિતના દિલમાં થોડી ટાઢક વળી.

સુમિતે પોતાની ઓળખાણ આપતાં કહ્યું કે, હું પણ તારી જેમ મેડિકલ સ્ટુડન્ટ જ છું અને આગળ જઈને ઈ.એન.ટી. સ્પેશ્યાલિસ્ટ બનવાનું વિચારું છું.

આન્યાને સુમિતની વાતો ઉપરથી લાગ્યું કે સુમિત વ્યવસ્થિત અને ડાહ્યો છોકરો છે.

એટલામાં ફંક્સન પૂરું થયું એટલે આન્યા સુમિત સંજના અને દિપેન બધાએ સાથે બેસીને લંચ લીધું અને ત્યારબાદ આન્યાને મૂકવા માટે જવાનું થયું તો દિપેને તે જવાબદારી સુમિતને સોંપી. સુમિત તો ખૂબજ ખુશ ખુશ થઈ ગયો તેના ચહેરા ઉપર હાસ્ય છવાઈ ગયું અને ઉપર આકાશમાં જોઈને ભગવાનને થેંક્યું કહેવા લાગ્યો.

અને આન્યાને પોતાની કારમાં મૂકવા જવા માટે નીકળી ગયો. રસ્તામાં સુમિત આન્યાના ફેમિલી બેકગ્રાઉન્ડ વિશે તેને પૂછી રહ્યો હતો અને વિચારી રહ્યો હતો કે, આન્યા બીજી બધી છોકરીઓ કરતાં કંઈક અલગ જ છે એવું કેમ હું ફીલ કરી રહ્યો છું કે પછી મને એ ખૂબ ગમી ગઈ છે માટે મને એવું લાગી રહ્યું છે અને તેને થયું કે, હું આન્યાને કહી દઉં કે તું મને ખૂબ ગમે છે ??

હવે સુમિત આન્યાને પોતાના દિલની વાત જણાવે છે કે નહિ ?? વાંચો આગળના પ્રકરણમાં....

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
6/1/21