Jivan Sathi - 19 books and stories free download online pdf in Gujarati

જીવન સાથી - 19

મોનિકા બેનની સ્પીડ એક્સપ્રેસ કરતાં પણ વધી ગઈ અને આ સ્પીડ સાથે તે દિપેન અને આન્યા જ્યાં બેઠેલા હતા ત્યાં પહોંચી ગયા.

આન્યાને જોઈને જ મોનિકા બેનની આંખો આશ્ચર્ય ચકિત થઈ ગઈ અને એકસાથે તેમને રડવું કે હસવું કે શું કરવું તેની કંઈજ ખબર ન પડી તેમનાં મોઢામાંથી શબ્દો સરવાની રાહ જોઈ રહ્યા હતા પણ જાણે તેમની વાચા છીનવાઈ ગઈ હોય તેમ શબ્દો મોંમાંથી નીકળી રહ્યા ન હતા. તેમને શું બોલવું કંઈજ સમજાઈ રહ્યું ન હતું.

આન્યાને જોઈને તે આન્યાને જેમ ગાય પોતાના વાછરડાને પંપાળે તેમ પંપાળવા લાગ્યા અને પપ્પીઓ કરવા લાગ્યા. તે આન્યાને આખાય શરીર ઉપર પંપાળી રહ્યા હતા અને જાણે ચેક કરી રહ્યા હતા કે તેને ક્યાંય વાગ્યું તો નથી ને તેને કોઈએ કંઈ નુકસાન તો નથી પહોંચાડ્યું ને ?

અને દિપેન તેમજ સંજુ કુતુહલ પૂર્વક આ દ્રશ્ય જોઈ રહ્યા હતા જાણે તેમની પણ સમજમાં આ વાત આવતી ન હતી.

થોડી વાર સુધી મોનિકા બેન પાછા ન આવ્યા એટલે ડૉ.વિરેન મહેતા તેમને બૂમો પાડતા પાડતા જ્યાં આન્યા અને દિપેન હતા તે બાજુ આવ્યા અને ભીડ વચ્ચેથી આગળ આવીને તેમણે જોયું તો મોનિકા બેન તો પોતાની દીકરી આન્યાની બાજુમાં બેઠેલા હતા.

એક સેકન્ડમાં કંઈ કેટલાય વિચારો તેમના વ્યાકુળ મનને વિહવળ બનાવી ગયા અને આ વિચારોની સાથે સાથે તે આગળ વધતાં ગયા અને આન્યાની બીજી બાજુ જઈને બેસી ગયા અને આન્યાને કુતુહલ પૂર્વક પૂછવા લાગ્યા કે, " આન્યા બેટા, ક્યાં હતી તું અત્યાર સુધી મને તારા બાપને આમ એકલો અટુલો છોડીને ક્યાં ચાલી ગઈ હતી બેટા ? મને મને તારા વગર બિલકુલ ગમતું ન હતું અને હું તો તારા વગર જમવા પણ બેસતો ન હતો, જમતાં જમતાં તું કેવી મને આવીને વળગી પડતી હતી અને પછી તારું ધાર્યું કરાવતી હતી પણ હવે મારી આન્યાને મારી આન્યાને હું ક્યાંય મારાથી દૂર નહીં જવા દઉં તારા વગર આપણું ઘર કેવું સૂનું સૂનું થઈ ગયું છે બેટા અને આ મારા હાલ તો જો બેટા હું તો સાવ ગાંડા જેવો થઈ ગયો છું. તને ખબર છે મેં પોલીસ સ્ટેશનના અને એરપોર્ટના કેટલા ધક્કા ખાધા છે ? ધક્કા ખાઈ ખાઈને મારી ચંપલ પણ ઘસાઈ ગઈ પરંતુ એક આશા મારા હ્રદયમાં જીવંત હતી કે તું મને ગમે ત્યારે મળી જઈશ અને ચોક્કસ મળીશ મારા ભગવાન ઉપર અને આ મારી માં અંબે ઉપર મને પૂરેપૂરો વિશ્વાસ હતો અને એટલે જ હું જીવતો રહ્યો નહીં તો ક્યારનોય ઉપર પહોંચી ગયો હોત બેટા પણ હવે હવે તું મળી ગઈ છે ને એટલે બધું બરાબર થઈ જશે મારી તબિયત પણ સારી થઈ જશે. હું તારી માંને દરરોજ કહેતો હતો કે, મારી આન્યા મને ખૂબ યાદ કરે છે અને પછી મારી નજર સામે તું તરવરતી અને હું રાહ જોતો કે ક્યારે તું મને ભેટી પડે છે ? પણ એ તો મારો ભ્રમ હતો પણ હવે તું મારી આન્યા જીવતી જાગતી મને મળી ગઈ છે. ચાલ હવે જલ્દીથી ઉભી થઈ જા આપણાં ઘરે ચાલ બેટા, જલ્દી કર આપણે મોડું થઈ જશે...."

પણ આન્યા, આન્યાને તો ક્યાં ભાન જ હતું કંઈ ! અને દિપેન તેમજ સંજુની સમજમાં આ કોઈ વાત ગોઠવાતી ન હોય તેમ બંને જણાં કુતુહલભરી દ્રષ્ટીથી મોનિકા બેન તેમજ ડૉ. વિરેન મહેતાની સામે એકીટશે જોઈ રહ્યા હતા અને વિચારી રહ્યા હતા કે, આ બધો શું ખેલ ખેલાઈ રહ્યો છે ?

શું આન્યા ભાનમાં આવી જશે ? ‌પોતાના મમ્મી-પપ્પાને ઓળખી શકશે ? જાણવા માટે વાંચો આગળનું પ્રકરણ.....

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
16/10/2021


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED