Jivan Sathi - 52 books and stories free download online pdf in Gujarati

જીવન સાથી - 52

મમ્મીને પોતાને માટે મેગી બનાવવાનું કહીને આન્યાએ પોતાના બેડ ઉપર લંબી તાણી અને એટલામાં અશ્વલનો ફરીથી મેસેજ આવ્યો, " મેરેજમાં તો આવવાની છે ને ? તને લેવા માટે આવું ? "
આન્યા વિચારી રહી હતી કે, આને થોડો હેરાન કરું થોડો ઉંચો નીચો કરું મજા આવશે અને "ના નથી આવવાની" તેવો મેસેજ તેણે ડ્રોપ કર્યો.
હવે આ મેસેજ વાંચીને અશ્વલના તો હોશકોશ જ ઉડી ગયા..!! તે વિચારવા લાગ્યો કે, અરે બાપ રે આ કેમ ના પાડે છે.. તેણે ફરીથી મેસેજ ડ્રોપ કર્યો, " કેમ શું થયું ખરેખર નથી આવવાની ? "
આન્યા મનમાં ખુશ થતી હતી અને મેસેજ ટાઈપ કરતી હતી.. "હં.. નથી આવવાની.."
અશ્વલ: પણ કેમ ? એની પ્રોબ્લેમ ?
આન્યા: હં..
હવે અશ્વલથી આન્યાના 'હં.. હં..' ના જવાબથી કંઈ સમજાયું નહીં એટલે તે અકળાઈ ગયો અને તરતજ તેણે આન્યાને ફોન કરી દીધો.
અશ્વલ: બોલ શું થયું કેમ નથી આવવાની ?
આન્યા: કોલેજ ચાલુ છે એટલે..
અશ્વલ: રજા લઈ લે ને યાર.. તું નહીં આવે તો મજા નહીં આવે..
આન્યા: અચ્છા એવું છે ? પણ એવું કેમ ? તારી તો સીસ્ટરના મેરેજ છે તો પછી ?
અશ્વલ: ખબર નહીં યાર, ઘણાં સમયથી તને મળવાની ઈચ્છા થઈ છે પણ મેં તે રોકીને રાખી છે હવે મેરેજમાં પણ તું નહીં આવે તો મજા નહીં આવે યાર..યુ મસ્ટ કમ.
આન્યા: ઓકે ચલ તું આટલો બધો ફોર્સ કરે છે તો જોવું..
અશ્વલ: ના જોવું નહીં યાર તારે આવવાનું જ છે મેં કહ્યું ને યુ મસ્ટ કમ..
આન્યા: ઓકે, ચલ ડન .. તારે માટે આવું છું હં..
અશ્વલ: ઘરેથી તો કંઈ પ્રોબ્લેમ નથી ને ?
આન્યા: ના ના.
અશ્વલ: તો લેવા માટે આવું ?
આન્યા: લેવા માટે આવવાનું હશે તો હું તને ફોન કરીશ.
અશ્વલ: ઓકે, બોલ બીજું કહે, શું ચાલે છે.. મજામાં છે ને તું અને તારું સ્ટડી કેવું ચાલે છે ?
આન્યા: બસ, સરસ ચાલે છે. ચલ હું મૂકું, મોમ મને બોલાવે છે.
અશ્વલ: ઓકે ચલ બાય સી યુ..
આન્યા: ઓકે સી યુ.
અને આન્યા તેમજ અશ્વલની મીઠી નોંકજોક પૂરી થઈ અને મોમે મેગી બનાવીને બૂમ પાડી એટલે આન્યા પોતાની મોમના હાથની બનાવેલી સુપર ટેસ્ટી મેગી આરોગવા માટે ડાઈનીંગ ટેબલ ઉપર ગોઠવાઈ ગઈ.

દિપેનભાઈના ત્યાં કયા કયા પ્રસંગમાં શું શું પહેરવું તેનું એક એક પ્રસંગ માટેનું અલગ અલગ ડ્રેસનું સિલેક્સન કરીને આન્યાએ પોતાની બેગ તૈયાર કરી દીધી હતી. કોલેજમાંથી અને મોમ ડેડની પણ પરમિશન પણ તેને હવે મળી ગઈ હતી એટલે તે નિશ્ચિંત હતી.
અશ્વલ તેને લેવા માટે આવવાની જીદ કરી રહ્યો હતો પરંતુ પપ્પાએ તેને દિપેનભાઈના ઘર સુધી મૂકવા માટેની વ્યવસ્થા કરી દીધી હતી એટલે તે પોતાની કારમાં જ પોતાના ડ્રાઈવર ગબ્બર અંકલ સાથે હેમખેમ દિપેનભાઈના ઘર સુધી જવા માટે નીકળી ગઈ હતી.

દિપેનભાઈ પણ પોતાની વ્હાલી બહેન આન્યા આવે તેની રાહ જોઈને જ બેઠા હતા તે આન્યાને પોતાના મેરેજ માટે એક બ્યુટીફુલ ડ્રેસ ગીફ્ટ કરવા માંગતા હતા એટલે તેમણે શોપિંગનો પ્લાન બનાવ્યો અને પોતાની ફીયાન્સી સંજનાને પણ બોલાવી લીધી સંજનાની સાથે અશ્વલ પણ ક્યારનો આન્યાને મળવા આવવા માટે ઉતાવળો થતો હતો. અરે રાહ જોઈને જ બેઠો હતો કે, ક્યારે આન્યા પોતાના જીજુને ત્યાં આવે અને પોતે તેનો દીદાર કરવા માટે જાય.
આન્યા આવી ગઈ છે તે સમાચાર સાંભળીને જ તે ઉછળી પડ્યો..અરે ફક્ત તે જ નહીં તેની અંદર રહેલી બધીજ પ્રેમની લાગણીઓ પણ ઉછળી પડી અને તે પોતાની દીદીને પૂછવા લાગ્યો કે, " તને મૂકી જવું જીજુને ત્યાં ? " સંજનાને તો શોપિંગ કરવા માટે જવાનું જ હતું એટલે તેણે અશ્વલને હા પાડી અને બંને જણાં દિપેનભાઈને ત્યાં પહોંચી ગયા. આન્યા પણ જાણે અશ્વલની રાહ જોઈને જ બેઠી હતી. જીવનમાં પહેલીવાર તેને એવું લાગ્યું કે, ખૂબજ બેસબરીથી તે કોઈનો ઈંતજાર કરી રહી છે અને સંજના તેમજ અશ્વલ આવ્યા એટલે તેણે પોતાની વ્હાલી ભાભીને ગળે વળગી પડી અને અશ્વલ સાથે તેણે હાથ મિલાવ્યો.. અશ્વલ સાથે હાથ મિલાવતાં જ એક હુંફાળા પ્રેમના મીઠાં સ્પર્શનો તેને અનુભવ થયો બસ જાણે તેને એમ જ લાગ્યું કે, હવે આ હાથ છોડવો નથી.. બંનેની આંખો મળી બંનેની આંખોમાં એકબીજાને માટેને મળવાની, જોવાની અને એકબીજાના પ્રેમની તડપ નજરાઈ આવી. અશ્વલ આન્યા સાથે વાત કરવા માટે એકાંત ઝંખી રહ્યો હતો તેણે આન્યા પાસે પીવાનું પાણી માંગ્યું અને તેની પાછળ પાછળ પોતે પણ કિચનમાં ગયો.. બંનેની એકસાથે ઓવરફ્લો થતી પ્રેમની આ મીઠી લાગણીઓ હવે શું રંગ લાવે છે..તે આપણે આગળના ભાગમાં જોઈએ....

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
7/8/22

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED