જયારે દિલ તુટયુ તારા પ્રેમમાં

(1.3k)
  • 171.7k
  • 83
  • 80.7k

જયારે દિલ તુટયુ તારા પ્રેમમાં :- 1 મારી આ પેહલી નવલકથા છે .જે હુ તમારી સમક્ષ રજૂ કરી રહી છું આ નવલકથા એક રિતલ નામની છોકરી ની છે જેને આઝાદ જીંદગી જોઈએ છે .એટલે સાયદ તે કોઈ બંઘનમા બંઘવા નથી

Full Novel

1

જયારે દિલ તુટયુ તારા પ્રેમમાં

જયારે દિલ તુટયુ તારા પ્રેમમાં :- 1 મારી આ પેહલી નવલકથા છે .જે હુ તમારી સમક્ષ કરી રહી છું આ નવલકથા એક રિતલ નામની છોકરી ની છે જેને આઝાદ જીંદગી જોઈએ છે .એટલે સાયદ તે કોઈ બંઘનમા બંઘવા નથી ...વધુ વાંચો

2

જયારે દિલ તુટયુ તારા પ્રેમમાં - 2

લગભગછેલ્લા એક કલાકથી ઘરમાં એક જ વાત ચાલતી હતી. વિચારોમાખોવાયેલ રીતલનુ મન વિચલિત હતુ. આ બધાની વચ્ચે તે શું તેણે ત્યાથી ઊભા થવાની નકામ કોશિષ કરી જોઈ પણ તેનાથી ન થવાણુ.જાણે દિલ સાંભળવા જ માગતુ હતુ તેના વિશે..! તે ચુપચાપ પિયુષની વાત સાંભળતી રહી. "પપ્પા છોકરો સારો છે. તેની પાસે બઘુ છે,પૈસા , કાબિલત ને સંસ્કાર પણ ! જો તમે કહો તો હું વાત આગળ વઘારુ....?પિયુષે એક નજર તેના પપ્પા સામે કરી જોઈ. તે પિયુષની વાત સાભળી રહ્યા હતાં. "જયા સુધી હું તે લોકો ને જાણુ છું ત્યા સુધી તો બધું જ બરાબર છે ,પપ્પા.! મને લાગે ...વધુ વાંચો

3

જયારે દિલ તુટયુ તારા પ્રેમમાં - 3

"મારા કંઈ કહેવાથી શું બદલવાનુ છે ?હુ હા કહુ ,કે ના કહુ. છેલ્લો ફેસલો તો તમારો જ રહેશે ને...! "ના બેટા ,તુ કહી તે માન્ય ગણાશે. એકવાર ખુલ્લા દિલથી તુ કોઈને વાતતો કરી જો મને નહીં તો તારા મમ્મી, ભાઈ-ભાભી કોઈપણને કહી દે તારે કેવુ ઘર જોઈએ કેવો વર જોઈએ હુ તારા માટે તેવુ ધર ગોતી લાવી." "ખરેખર પપ્પા તમે મને સમજતા હોય તો મારા માટે છોકરા જોવાનુ બંધ કરી દો. મારે પેહલા કંઈ કરવુ છે ,પોતના પગ પર ઊભા રેહતા શીખવું છે. હું હજી કોઈ બંઘનમા બંઘવા લાયક નથી'' "પણ એક દિવસ તો બંઘાવુ જ પડશે ને ...વધુ વાંચો

4

જયારે દિલ તુટયુ તારા પ્રેમમાં - 4

આજે જાણે સૂર્ય કંઈ અલગ જ દિશામાં ઉગયો હોય તેવુ લાગ્યુ. જે છોકરી માટે સવારના આઠ વાગે ઉઠવુ પણ હોય તે છોકરી આજે વેહલા 6 જાગે ઉઠી ગઈ. રિતલનુ આમ વેહલુ ઉઠવુ બધા માટે આશ્ચર્યની વાત હતી. "અરે.! તમે બધા મને આવી રીતે કેમ જોવો છો....? મે કાઈ વહેલા ઉઠી કંઈ મોટુ કામ નથી કર્યુ" બધાને આવી રીતે જોતાં જોઈ રીતલ ને થોડુક અજીબ લાગ્યુ. તેને તેની વાત અત્યારે કરવી કે નહીં તે વિચારે તેને રોકી લીધી . "બેસને અહી રીતુ "પુષ્પાબેને રીતલ ને તેની પાસે બોલાવી સવારનુ વાતાવરણ એટલે મસ્ત ખુશનુમા જીંદગી. ચા કે કોફીની ...વધુ વાંચો

5

જયારે દિલ તુટયુ તારા પ્રેમમાં - 5

દસ વાગ્વામા હજી થોડો સમય હતો. મેહમાન આવવાની તૈયારીમા જ હતા. ને બઘાની નજર બાહાર જ મડરાયેલ હતી. રીતલ રૂમમાં એકલી બેઠી રવિન્દ વિશે વિચારતી હતી. પુષ્પાબેન, બે ત્રણ વાર રીતલને કહી ગયા હતા કે રીતલ, સારા કપડાં પેહરીને તૈયાર થઈ જજે છોકરો આવતો જ હશે. જેવા છીએ તેવા લોકો આપડને પસંદ કરે તે વાત ને માનનારી રીતલ સવારથી જ પેહરેલા કપડાંમા સજ હતી. ગ્રીન કલરનુ ટોપને બેલ્ક કલરની લેગીજ મા તે આમેય સુંદર જ દેખાતી હતી.બાહારથી આવેલા ગાડીના અવાજે તે ફટાફટ બાલકનીમા ગઈ. તેની સીધી નજર રવિન્દ પર જ ગઈ. એકમિનિટ માટે તો દિલ ઘબકવાનુ જ ભુલી ગયુ ...વધુ વાંચો

6

જયારે દિલ તુટયુ તારા પ્રેમમાં - 6

આજની રાત એક એક એવી પહેલી લઇને આવી હતી કે તેને સુલજાવવી કે પછી એમ જ રેહવા દેવી. વિચારની જાણે એક એવી દીશા બતાવી હોય કે ત્યાથી બાહાર નિકળવા નો રસ્તો જ ના મળે. રીતલના પરીવારે તો વિચારી લીધુ હતું કે આ વાત આગળ ચલાવી પણ રીતલનુ મન માનતું ન હતુ. રાત ઘણી થઈ ગઈ હતી ને મહેમાન પણ જતા રહ્યા હતાં. બઘા પોતાની રુમમા જ્ઈ સુઈ ગયા. પણ રીતલને નિદર કેમ આવે જયારે તેની જીંદગી એક મોડ પર આવી ને ઊભી હતી કે તે ખુદ સમજવા અસમર્થ હતી.કયા સુધી તે પોતાની સાથે વાતો કરતી રહી ને વિચારતી રહી ...વધુ વાંચો

7

જયારે દિલ તુટયુ તારા પ્રેમમાં - 7

કોલેજ ના તે દિવસો યાદ કરતા રવિન્દ અને વિનય કોલેજ પાછળ આવેલા તેના અડા પર બેઠા -બેઠા ચા, સોડો, ખમણ ની મજા લઈ રહ્યાં હતાં. ફેમસ ગણાતા આ ઢાબા પર છોકરા ની સાથે છોકરીઓ પણ ખમણ ખાવા આવતી. કોલેજ કેન્ટિન મુકી આ ઢાબા પર આવતા છોકરા, છોકરી, ને જોવા આવતા, ને છોકરીઓ તેને દેખાડવા આવતી. વિનય : "રવિન્દ, યાદ છે તે દિવસની વાત , જયારે આપડે બને આ ગલીમાં પહેલી વાર નીકળ્યા હતા...! " રવિન્દ : "તે વાત કેવી રીતે ભૂલાઈ !!! હા પછી તે છોકરીઓ દેખાણી નહીં કા, " વિનય : "દેખાય પણ કેવી રીતે, ખરેખરની મજા સખાવી ...વધુ વાંચો

8

જયારે દિલ તુટયુ તારા પ્રેમમાં - 8

"કોનગ્રેશ્યુલેશન મનન, પપ્પા ,રીતલ અને રવિન્દના સંબઘ માટે માની ગ્યા."" ઓ રીયલી ..! "ખુશીથી ઉછળતા બંને મિત્રો એક બીજાને દ્ઈ રહ્યા હતાં. સાજે મનન તેના પરિવાર સાથે રવિન્દ માટે રીતલનો હાથ માગવા આવશે. એમ કેહતા બંને મિત્રો ની વાતો પુરી થઈ .રવિન્દ ના ધરેથી તો હા જ હતી. પણ, ડગમગતુ રીતલ ને તેના પપ્પાનુ મન વિચારો વચ્ચે વિચલિત હતુ. દીકરી દુર ચાલી જશે તે વાતથી દિલીપભાઈ નુ કોમળ હદય ડરતુ હતુ. પણ એક દિવસ જાવુ જ પડશે તેને તેના સફરમાં તે વિચારે આજે રીતલ માટે દિલીપભાઈ રવિન્દને પસંદ કર્યો હતો.ઘરમાં મેહમાન આવવાની તૈયારી શરુ થઈ ગઈ હતી. નેહલ ને ...વધુ વાંચો

9

જયારે દિલ તુટયું તારા પ્રેમમાં - 9

સમય ઓછો હતો. રવિન્દને જવાનાં દિવસમાં આજનો દિવસ પણ પુરો થઈ જવા આવ્યો. દિલીપભાઈ મેહમાનને આવકાર આપતા સોફા પર નેહલ પાણી લઈ ને બાહાર આવી. રીતલનેગોતતી રવિન્દની નજર થોડી જુકેલી હતી. બધા પોતાની વાતોમાં મશગુલ બેઠા હતા. બઘાને એકબીજા ની કંપની મળતી હતી. આ બધાની વચ્ચે એકલો બેઠેલો રવિન્દ રીતલની યાદમાં ખોવાયેલ વિચારો કરતો હતો. કોઈ રીતલનું પૂછતાં પણ ન હતાં. દર થોડીક વારે તેની આખો રીતલને ગોતતી ઉપર-નીચે થતી. રુમઝુમ ઝાંઝરનો અવાજ આવતાં બધાનું ધ્યાન ઉપરથી આવતી રીતલ પર ગયું. છુટા પલ્લુની કટક રેડ કલરની સાડી, ખુલ્લા હેર ને હાથમાં ...વધુ વાંચો

10

જયારે દિલ તુટયુ તારા પ્રેમમાં - 10

આટલી મોડી રાતે કોણે ફોન કર્યો હશે ! તે વિચારતી રીતલના મનમાં સીધો જ રવિન્દનું નામ આવ્યું. તેને ફોન સામે છેડે થી આવેલો અવાજ રવિન્દનો જ હતો તે જાણતી હતી."હેલો...! હેલો....! હેલો....! "છેલ્લી દસ મીનિટથી તે હેલો હેલો કરી રહ્યાં હતો. રીતલનો જવાબ ન મળતાં તે થોડો ઉદાસ થઈ ગયો. તેને થોડીક ગલતીફીલ તો થઈ પણ, ફરી તેને વાત કરવાની કોશિશ કરી"હું જાણું છું તું જાગે છે છતાં પણ કેમ વાત નથી કરતી !""ઓ ! તો તમે, મને એમ પણ ઓળખો છો ! તો પછી તમે એ પણ જાણતાં હશો કે હું અત્યારે કોના વિશે વિચારતી હતી. ?""અફકોર્સ, મારા ...વધુ વાંચો

11

જયારે દિલ તુટયુ તારા પ્રેમમાં - 11

આ ખુશીની પળ છે કે દુઃખની લાગણી તે રીતલને સમજાતું ન હતું. જે દિવસ માટે લોકો સપનાં જોતાં હોય તે પળ રીતલની જિંદગીની સોથી ખરાબ પળ છે. આ પ્રેમનો અહેસાસ છે કે પછી મને માનેલી કોઈ જીદ .દિલ હસ્તું પણ નથી ને કંઈ કેહતું પણ નથી. આજની આ સોનેરી સવાર તેના મનને બેહકાવી રહી હતી. તૈયાર થઈ ને તે આયના સામે પોતાના ચહેરાને કેટલી મિનિટ સુધી નિહાળતી રહી. આ ખામોશ દેખાતો ચેહરો આજે થોડો વધારે ચુપ લાગતો હતો. કાલની રીતલ કરતા આજની રીતલમાં બદલાવ હતો. કયા એક અઝાદ જિંદગીની લહેર માટે ઉડતી રીતલ, હંમેશા ખુશ દેખાતી ને કયા આજે ...વધુ વાંચો

12

જયારે દિલ તુટયું તારા પ્રેમમાં -12

"અરે, રવિન્દ ,કેમેરા વાળો કયારનો ગયો. તમે બને શું કરો છો??" વિનયના અવાજથી બંને તે પોઝ માંથી બહાર આવ્યાં. શરમથી જુકેલી હતી. ને આખો તેને હજી નિહાળી રહી હતી."રવિન્દ, એકવાત પુછુ....???""ના, તું ચુપ રહે તો જ બરાબર છે." વિનય કંઈ ઉલટું બોલી દેશે તો, રીતલ સામે તેની ઈમેજ કેવી ઊભી થશે તે ડરે તેને વિનયને બોલવા ન દીધો. પણ, રીતલની ફેન્ડ સોનાલી બોલ્યાં વગર ના રહી શકી તેને કહ્યું,"જીજુ, તમે તમારા ફેન્ડને ના કહેશો,પણ મને તો તમે નહીં રોકી શકો ને...!! ""એકમિનિટ, તમે બંને કહેવાં શું માગો છો??? " સોનાલીના સવાલ પર જ રીતલે સવાલ કરી દીધો તે જાણતીં ...વધુ વાંચો

13

જયારે દિલ તુટયું તારા પ્રેમમાં - 13

'આખી રાત ફોન પર વાતચીત બરાબર હતી. પણ સામે બેસીને આખી રાત વાતો...!' હજી દિલ આવું કાઈ વિચારે તે જ રવિન્દે તેના વિચારોને તોડ્યો"શું વિચારે છે?? મન ન હોય તો આપણે અહીંથી જ્ઈ શકયે છીએ.""હા..... ,ના......,હાં..... ""હા કે ના !! કોઈ એક જવાબ આપને, કે પછી ડર લાગે છે મારાથી??""ડર લાગતો હોત તો તમારી સામે ન બેઠી હોત અત્યારે""તો એમાં આટલો ગુસ્સો કેમ કરે છે. હું તારી સાથે વાત કરવાં બેઠો છું તને મારવાં કે ખાવા નહીં ""મારો ચહેરો જોઈ,તમને લાગે છે કે, હું કયારે કોઈ ના પર ગુસ્સો કરતી હોવ.""લાગતું તો નથી. પણ, અત્યારે તારો ચહેરો થોડો ફિકો ...વધુ વાંચો

14

જયારે દિલ તુટયું તારા પ્રેમમાં - 14

"સોરી.... સોરી..... સોરી..." હજી તો રવિન્દ તેની પાસે જ્ઈ બેઠો જ હતો ને તે ઝબકીને જાગી ગઈ. આંખો ચોળતા સફાળી ઊભી થઈ ને સીધી બાથરૂમમાં નહાવા ચાલી ગઈ"પાગલ છોકરી!!! " તે ત્યાંથી ઊભો થઈ બહાર બાલકનિમાં ગયો. હજી તે બાહાર નિકળ્યો જ હતો ત્યાં જ રીતલ તૈયાર થઈ બાથરૂમમાંથી બાહાર આવી. બેલ્ક કલરનું ટીશટૅ ને સ્કાય કલરનું નેરો જીન્સ તેના પાતળા શરીર સાથે એકદમ વધારે મેસ થતું હતું. વાળને ટુવાલથી લુછતી તે બાહાર બાલકનિમાં આવી.''વધારે લેટ થઈ ગયું ને..! પણ, તેમાં મારી ભુલ નથી આ ફોનની રીંગ ના વાગી '' તે બોલતી રહી પણ રવિન્દનુ ધ્યાન તેની વાતોની જગ્યાએ ...વધુ વાંચો

15

જયારે દિલ તુટયું તારા પ્રેમમાં - 15

આખા દિવસની મોજ મસ્તી પછી પણ રાતે લાંબી વાત રીતલને થકવી રહી હતી. બસ હવે ચાર દિવસ જ છે પછી તો મહિનામાં એક વાર માડ વાત કરવા મળશે એમ કરીને રવિન્દ વધારે પકાવતો હતો. "રીતલ, હવે કાલે કયાં જશું????""તમારા ઘરે..!""મારા ઘરે ,પણ કેમ ??""બેસવા""રીતલ, આપણે બહાર જ્ઈ્એ ઘરે મજા નહીં આવે જેટલી બહાર આવે ""ઓકે, જેવી તમારી ઈચ્છા .પણ, સવારે તમારે પપ્પાને ફોન કરીને કહેવું પડશે કે તમે લોકો આમારા ઘરે નહીં આવતાં. મારે ને રીતલ આજે પણ ફરવા જવાનું છે.""મતલબ, તમે બધા આવવાનો છો ??""હા, બાબા, બધા..... સાજે જમવાના સમય પર આવેશે. હવે હું સુઈ જાવ.""હમમમમ" હજી તે કંઈ ...વધુ વાંચો

16

જયારે દિલ તુટયું તારા પ્રેમમાં - 16

જબસે મેને તુમે દેખા હૈ તબસે તેરા હી ખ્યાલ આતા હૈ હર પલ એ તેરા ખામોશ ચહેરો મેરે દિલ તકલીફ દેતા હૈજબભી તું હસ્તી હૈ સુકુન મીલતા હૈ પર આજ તેરે રોનેસે પતા નહીં ક્યું મુજે..... તેની કવિતાના તે શબ્દો હજી પુરા થયા પણ ન હતા ને રીતલ દોડતી આવી તેના ગળે લાગી ગઈ. બધું જ ભુલાઈ ગયું ને બે દિલ એક અજીબ દુનિયામાં ખોવાઈ ગયા. એકમિનિટ માટે તો દિલ ધબકવાનું પણ ભુલી ગયું ને વિચારો વગરનું મન એકમેકના સગે ચડી ગયું. રીતલના હાથ રવિન્દના ગળે હતા ને રવિન્દ હાથ તેની કમર પર. તેને રીતલને જોરથી જકડી રાખી હતી જે મોકાની તે તલાસ એક મહિનાથી ...વધુ વાંચો

17

જયારે દિલ તુટયું તારા પ્રેમમાં - 17

ખાલી પન્ના જેવી આ જિંદગી સંબધ બનીને હસ્તી ને રડાવતી રહશે, પણ વહેતા પાણીની જેમ જ ચાલતું રહેવું કુદરત નો નિયમ છે. તેના વિચારોને છોડી તે બુકની અંદર આવી. બેડ પર ઉલટા સુતા તેને પન્નાને પલટયું, આખો તે લીટી પર ફરતી હતીને દિલ જોરજોરથી ધબકતું હતું. 'મે તેને આજે પહેલી વાર જોઈ , તેનો હસ્તો ચહેરો એટલો સુદર લાગતો હતો કે કોઈ પરી જમીન પર આવી ગઇ હોય. તેનું નામ હજી સુધી હું નહોતો જાણતો. પણ તે અમારા ઘરની બાજુમાં જ રહે છે તે મને આજે ખબર પડી હતી. તે બહાર આજે લગભગ પહેલી વાર રમવા આવી હશે. થોડીકવાર ...વધુ વાંચો

18

જયારે દિલ તુટયું તારા પ્રેમમાં - 18

એક વાર રીંગ વાગી તેને ફોન ન ઉપાડયો, બીજી વાર રીંગ વાગી. ફોન કોનો હશે તે વિચારતી રહીને ફોન વાગતો રહ્યો. ચોથીવાર ફોન વાગતો તેને ફોન ઉપાડ્યો. "શું કરે છે તું , મોબાઈલમાં જો તો ખરી કેટલી રીંગ વાગી. " રવિન્દના અવાજથી તેને થોડી શાંતિ થઈ "આ તમારો નંબર.....!""મારો મોબાઈલ બંધ થઈ ગયો છે. એટલે, મે ભાઈના ફોનમાંથી ફોન કર્યો. સોરી રીતલ, પણ અત્યારે હું તારી સાથે વાત નહીં કરી શકું. હું ભાઈની સાથે કામ માટે ગયો છું ને આવતા પણ થોડું મોડું થઈ જશે. બાઈ, આપણે કાલે મળીશું." તેને ફોન કટ કરી દીધો. રીતલને બોલવાનો એક પણ મોકો તેને ન ...વધુ વાંચો

19

જયારે દિલ તુટયું તારા પ્રેમમાં - 19

બપોરના સમયે આખો પરિવાર ટેબલ પર જમવા બેઠો , તેમા રીતલ પણ હતી. બધાની વાતો સાંભળતી તે એકદમ હતી. "ત્યાં જઈને ખાલી ભણવામાં જ ધ્યાન દેવાનું છે, બીજે બધે દિમાગ લગાવાની જરૂર નથી." "પપ્પા, હું ત્યાં ભણવા જ જાવ છું, કોઈ ફરવા નહીં." હંમેશા સુચત રીતે સમજાવતા રાજેશભાઇની વાત રવિન્દને ન ગમતી પણ સોથી વધારે તેને તેના પપ્પા જ પ્રેમ કરે છે તે સારી રીતે જાણતો હતો. "રવિન્દ, તે બધું જવા દે તે તારો પાસપોર્ટ બરાબર ચેક કર્યો ને..?? તારી ટિકિટ , બધું ઓકે છે ને. હજુ એક વાર જોઈ લેજે કેમકે, એરપોર્ટ ગયા પછી આ પ્રોબ્લેમ સુધારવી મુશ્કેલ ...વધુ વાંચો

20

જયારે દિલ તુટયું તારા પ્રેમમાં - 20

મન હજુ પણ એ વિચારતું હતું કે રવિન્દ એકવાર ફરી તેને હક કરવા માટે આવશે. દિલે બાંધેલી તે આશ ધીરે ધીરે તૂટતી હોઈ તેવું લાગ્યું. રવિન્દ જ્યાં સુધી તેને દેખાણો ત્યાં સુધી તો તે રાહ જોતી ઊભી રહી. પણ, હવે જયારે તે દેખાતો પણ ન હતો તો ઊભો રહેવો નો કોઈ મતલબ ન હતો. "રીતલ ચલે " 'હમમમ, દીદી બસ બે મિનિટ તમે જાવ હું આવી." ફરી એકવાર તેને પાછું વળી જોયું કે રવિન્દ આવતો નથી ને પણ તેની આ આશ પણ ખાલી ગઈ. તે પણ રિંકલ ની પાછળ પાછળ ચાલવા લાગી. ધીમે પગલે તે એરપોર્ટ માંથી બહાર નીકળવા ...વધુ વાંચો

21

જયારે દિલ તુટયું તારા પ્રેમમાં - 21

આખી રાતના ખુબસુરત સપના સાથે તેની સવાર થઈ , તેને મોબાઈલમાં જોયું તો હજી સવારના છ જ વાગ્યાં હતા. નિંદર તો હવે આવવાથી રહી. તે બહાર બાલકનિમાં ગઈ. લોકોની ચહલપહલ ધીમે ધીમે શરૂ થઈ રહી હતી. રવિન્દને પહોંચવામાં હજી એક કલાકની વાર હતી. કાલનો દિવસ તેના આખ સામે તરવરતો હતો ને તે રવિન્દની યાદમાં ખોવાઇ ગઈ. સમય રવિન્દની યાદમાં ભાગતો હતો ને તે વારંવાર મોબાઈલ ચેક કરતી હતી કે રવિન્દનો કોલ હમણાં આવશે કે તે પહોંચી ગયો. પણ, ના તેનો કોઈ ફોન હતો ના મેસેજકાલથી જ ઉલજન ફરી તેની જિંદગી આજે વધારે ઉલજાવતી હતી. બપોરના બે વાગતા જ રવિન્દનો ફોન ...વધુ વાંચો

22

જયારે દિલ તુટયું તારા પ્રેમમાં - 22

એક અલગ જ દુનિયામાં તે પ્રવેશી ગઈ હતી. ડોર્ઈગ ની દુનિયા કરતા અહી તો ફેશનની દુનિયા વધારે હતી. કલાસમાં પ્રવેશ કર્યો. તેનો લુક બધાથી અલગ તરવરતો હતો. જેવી તે અંદર ગઈ તેવી તરત જ તેની નજર સામે બેઠેલી તે છોકરીઓ પર ગ્ઈ. બે ઈંચ ટુકા તેના કપડાંમાં પુરુ શરીર શું ઘુટન પણ નહોતા ઢકાતા. રીતલને થોડું અજીબ લાગયું કે આ લોકો અહીં ભણવા આવે છે કે ફેશન શો કરવા. તેને કંઈ સમજાતું ન હતું. હાઈ-ફાઇ ગણાતા આ કલાસમાં ખાલી પૈસાવાળાના છોકરાઓ જ આવતા તેમાં તેનું ભણવું થોડું મુશ્કેલ હતું. આજે પહેલો દિવસ હતો એટલે ભણવાનું ન હતું. બધા એકબીજા સાથે ...વધુ વાંચો

23

જયારે દિલ તુટયું તારા પ્રેમમાં - 23

"વાવ યાર શું પિન્ટીગ બનાવી છે સો અમેજીંગ " અર્પિતાના વખાણ કરતાં રીતલ તેની પિન્ટીગ જોવા લાગી"થેન્કસ " બનાવવામાં મશગુલ અર્પિતાએ ટુકમાં જ જવાબ આપ્યો. "મે કયારે પણ તારી પિન્ટીગ ન્યુઝ પેપરમાં જોઈ તો નથી પણ લોકો ની તારીફ સાંભળી મને તે જોવાનું બહું જ મન છે. શું તારી પાસે તેની કોઈ આલ્બમ હશે??""અફકોર્સ , પર અત્યારે મારી પાસે તે નથી. હું કાલે લેતી આવી. ત્યાં સુધી પ્લીઝ મને મારુ કામ કરવા દે. ""ઓ, સોરી ડિસ્ટર્બ!!" રીતલ પણ પોતાના કામમાં વ્યસ્ત બની ગઈ તેની પિન્ટીગ હજી બરાબર તો ન હતી. પણ તે કોશિશ કરી રહી હતી. અર્પિતાની પિન્ટીગ પુરી થતા તેને ...વધુ વાંચો

24

જયારે દિલ તુટયું તારા પ્રેમમાં - 24

રવિન્દના ગયા પછી ઘણું બદલાઈ ગયું હતું. ત્રણ વર્ષની સફર એમ જ પુરી થઈ ગઈ પણ આ આખરી વર્ષ વધારે મુશકેલ હતું. જે વાતનો રીતલને ડર હતો આખરે તો તે જ થયું. જે સમાજ બે લોકોની જોડીને સજાવે છે તે જ સમાજ આજે રવિન્દ અને રીતલને અલગ કરવા તુલ્યો હતો. હવાની માફક રવિન્દની વાતો સમાજમાં ફેલાતા ફેલાતા રીતલના કાન સુધી પહોંચી હતી. કોઈ કહેતું કે રવિન્દે બીજી છોકરી સાથે લગન કરી લીધા,તો કોઈ કહેતું કે ત્યાં જઈને રવિન્દ બગડી ગયો ભણવાનું મુકી તે કોઈ અવળા રસ્તે ચડી ગયો. તે હવે કયારે પણ અમદાવાદ પાછો નહીં આવે ને આવશે તો ...વધુ વાંચો

25

જયારે દિલ તુટયું તારા પ્રેમમાં - 25

નેહલ એક પછી એક સમાન બેગમાં ભરતી જતી હતી. રવિન્દ ની યાદો આ રૂમમાં કે રીતલની જિંદગીમાં તે રાખવા માંગતી. પણ, રિતલની ખામોશી તેનાથી જોવાતી ન હતી. જે આશુ રિતલની આખમાં હતા તે આશુ નેહલની આખમાં પણ હતા. જે છોકરી હંમેશા હસ્તી ખેલતી રહેતી તે આજે કેવી હાલત બનાવી બેઢી હતી. રવિન્દના ઘરેથી આવેલો બધો જ સમાન બેગમાં ભરાતો હતો ને રિતલની આખો તે સમાન જોતી રહી. તેના દિલના ધબકારા તેનાથી છૂટવા લાગ્યા હોઈ તેવું રીતલ ને મહેસુસ થવા લાગ્યું. તેનાથી વધારે સમય ત્યાં ન બેસાણું તે ઊભી થઈ બાલકનીમાં ગઈ. સવારનું આ વાતારણ રોનક ની જગ્યાએ દર્દ આપતું ...વધુ વાંચો

26

જયારે દિલ તુટયું તારા પ્રેમમાં - 26

પિયુષ સમજીને શું રાખ્યું છે તેે ? ને અંકલ તમે પણ લોકોની ખોટી વાતોમાં ફસાઈ ગયા. અમે લોકો થોડાક માટે બહાર શું ગયા અહીં તો આટલી મોટી ધમાલ મચી ગઈ. પિયુષ યાદ રાખજે આ સંબધ કયારે પણ હું તૂટવા નહિ દવ '' મનન આવતા જ શરૂ થઈ ગયો હતો. તે પુરી કોશિશ કરવા માંગતો હતો કે આ સંબધ ખોટી અફવાથી તૂટી ના જાય."મનન તને શું લાગે છે કે તારો ભાઈ તારા જેવો રહ્યો એમ!!!! આ જો તેના ફોટા લંડનની કોઈ રૂપસુંદરી સાથે રંગરયાળીયા માનવી રહો છે." '' વાહ પિયુષ વાહ, તારી સોચ ને સલામ કરવી જોયએ, કઈ પણ વિચાર્યા વગર ...વધુ વાંચો

27

જયારે દિલ તુટયું તારા પ્રેમમાં - 27

સવારથી સાંજ સુધી તે રવિન્દના ફોનની રાહ જોતી રહીને સાંજના દસ વાગતાં જ તેનો ફોન રણકયો. ફોન કોનો છે કોને કર્યો તે જોયા વગર જ તેને કાને ફોન રાખી દીધો. " રવિન્દ, ફોન કરવામાં કોઈ આટલો ટાઈમ લેટ કરે!!હું સવારથી તમારા ફોનની રાહ જોઈને બેઠી છું કે, આજે તમારો ફોન જલ્દી આવે. પણ, તમે તો સમયના પાકા સમય પર જ ફોન કરો કેમ? "" ઓ, તો તું મને મિસ કરતી હતી!!!! ""અફકોર્સ, તમને મિસ ના કરુ તો કોને કરુ? ખરેખર રવિન્દ આજે હું એટલી ખુશ છું કે તમે તેનું અનુમાન પણ નહીં લગાવી શકો. ""આ ખુશી મારી સાથે શેર કરવાની ...વધુ વાંચો

28

જયારે દિલ તુટયું તારા પ્રેમમાં - 28

એરપોર્ટ પર રવિન્દને લેવા આખો પરિવાર આવી ગયો હતો. ચાર વર્ષ પછી ફરી રવિન્દ બધાને મળવાનો હતો. તેના સપનાની તો તેને ભરી લીધી પણ સાથે એક નવી જ રાહ લઈ ને તે એરપોર્ટ પર પહોચ્યો. એરપોર્ટ પર હાજર તમામ તેના પરિવાર ને જોઈ તે આજે વધારે ખુશ હતો. આ ચાર વર્ષની જુદાઈ પછી આ પહેલી મુલાકત તેના વિચારોને બદલી રહી હતી. આમ તો તે ધણો બદલી જ ગયો હતો પણ તેના બદલાવ પાછળ પણ પ્રેમની અસર દેખાતી હતી. જે ચેહરાને તે ગોતતો હતો તે ચહેરો તેને દેખાણો, એલ્લો કલરની સાડીમાં તે વધારે સેકસી લાગતી હતી. જે રીતલને તે જોઈને ગયો ...વધુ વાંચો

29

જયારે દિલ તુટયું તારા પ્રેમમાં - 29

"રીતું કાલે આપણે તારા માટે ખરીદી કરવા જવાનું છે. તું રવિન્દ સાથે કોઈ પ્રોગ્રામ નહીં કરતી. ""ભાઈ,પણ, તમારે તો ઓફીસ શરૂ છે'ને!!! ""તારા માટે એક દિવસતો તારો ભાઈ છુટી રાખી જ શકે ને!! પપ્પા, તમે ને મમ્મી પણ આવશો ને?? " સાંજે જમવાનું પુરુ થયા પછી આખો પરિવાર સાથે બેઠો હતો ને વાતોનો દોર શરૂ હતો. " પિયુષ તમે બધા જ્ઈ આવજો, મારે કંકોત્રી માટે જવાનું છે. ને સાથે રાજેશભાઈના ઘરે પણ જવાનું છે તેમના મેહમાનની લીસ્ટ લેવા."" ભાઈ નકકી થઈ ગયું તો હવે હું જાવ નિંદર આવે છે??" નિંદર આવે છે કે કોઈ ફોનની રાહ જોવે છે..!!!શું રીતું હવે, ...વધુ વાંચો

30

જયારે દિલ તુટયું તારા પ્રેમમાં - 30

હજી તો તેના વિચારો પુરા પણ થયા ન હતા ને રવિન્દે તેના હાથને સ્પર્શ કર્યો ને તે વિચારમાંથી બહાર " રવિન્દ, આજનો દિવસ મને યાદ નથી આવતો!!!શું આપણે આ દિવસે કયારે પણ મળ્યા હતાં?? આમ તો દર વર્ષે આપણે ખાલી સંગાઈની તારીખ જ મનાવીયે છીએ રાઈટ!!! તો હવે આ નવા દિવસે આપણી એનિવર્સરી સો લોજીક "તેના સવાલમાં રવિન્દનો જવાબ હતો પણ તે તેને ધુમાવીને કહેવા માગતો હોય તેમ તે તેને અંદર લઈ ગયો. એક રુમની અંદર તેવો પ્રવેશ કર્યો તેની દિવાલ પર રીતલ સાથે વિતાવેલ બધી જ પળો ની તસ્વીર હતી. " રીતલ, આ બધી જ તસ્વીર જો ને પછી ...વધુ વાંચો

31

જયારે દિલ તુટયું તારા પ્રેમમાં - 31

"કદાશ રીતલ, તું પણ મને આટલો પ્રેમ કરતી જેટલો હું તને કરુ છું!!!""મહેદીનો રંગ વધારે છે એનો એ મતલબ કે તમે મને વધારે પ્રેમ કરો ને હું ઓછો, તમારા પ્રેમ કરતા મારો પ્રેમ વધારે છે. કસોટી કરવી હોય તો કરી જુવો??? """કસોટી........ ના..... હો.... તારી કસોટી કરીને મારે મરવું છે.....!!!!! હું તારી એક કસોટી કરુ તો તું મારી આખી જિંદગીની કરી નાખ."""તો તમે મારાથી હવે ડરવા પણ લાગ્યાં??? """લોકો કહે છે, કે પત્નીની સામે બોલતા પહેલાં સો વાર વિચારી લેવાનું. કેમકે, જો તેને વાત સમજ ના આવી તો ડાયરેક વેલણ જ ઉપડે...એટલે, ડર લાગે....!!"""મતલબ તમે મારાથી નહીં ને વેલણથી ...વધુ વાંચો

32

જયારે દિલ તુટયું તારા પ્રેમમાં - 32

રીતલ રૂમમાં આવી પોતાના ચહેરાને આયના સામે નિહાળી રહી હતી. આખી રાતનો ઉજાગરો તેમાં સાફ સાફ દેખાતો હતો ખીલેલા તેના નિખારની વચ્ચે તેનો ઉજાગરો ઝાંખો દેખાતો હતો. પીઠીનો રંગ તેના ચહેરા પર ખીલી ઉઠયો હતો ને તેમાં રવિન્દનો પ્રેમ સાફ સાફ દેખાતો પણ હતો. તે ખુશ થઈ હસ્તી હતી. ત્યાં જ સોનાલી અને બિનિતા ત્યાં આવી પહોંચી "લાગે છે આજે પ્રેમનો ઊભરો છલકાઈ ને બહાર નિકળી જશે......!!!" સોનાલીના અવાજથી તેને આયનામાંથી જ તેમની સામું જોયું "આમ તો રંગમાં નિખાર ખીલી જ ગયો છે પણ પ્રેમના આશું તે ચહેરાને કાળો કરે છે. એવું નથી લાગતું તને બિનિતા??? ""લાગે છે તો ધણું તેની ...વધુ વાંચો

33

જયારે દિલ તુટયું તારા પ્રેમમાં - 33

એકપળમાં બધું જ વિખરાઈ ગયું ને રીતલની આખ ખુલી તેનો આખો પરિવાર તેની સામે ઊભો હતો ને તે સોફા સુતેલી હતી. તેને સમજાણું નહીં કે થોડીકવાર પહેલાં શું બન્યું ને તે અહીં. તે ફટાફટ ઊભી થઈ રવિન્દનો હાથ પકડતાં બોલી " રવિન્દ આપણે તો તમારા ઘરે જવાનું હતું ને ??" બધાની આંખોના આશું રુકી ગયા ને નજર રીતલ પર સ્થિર હતી. "તમે લોકો મને આવી રીતે કેમ જુવો છો હું ઠીક છું." તે ઊભી થઈ ચાલવા લાગી. પોતાના પરિવારની સામે જોયું તો તેની આંખો હજું પણ રડતી હતી. તે કંઈ પણ બોલ્યા વગર જ રવિન્દની સાથે ચાલવા લાગી. અહીં શું ...વધુ વાંચો

34

જયારે દિલ તુટયું તારા પ્રેમમાં - 34

"આમ ધુરી ધુરી ને શું જુવે છે ?? મારા કપડાંમા કોઈ ખરાબી છે...!!!! ને હોય તો પણ ભલે...કેમકે , સાથે ચાલવા માટે વેશ બદલવો જરુરી છે." તે પોતે જ સવાલ કરતી હતી ને પોતે જ તેનો જવાબ પણ આપતી હતી. "રોબિતા, સવાલનો જવાબ તારે જ આપવો છે તો તું સવાલ શું કામ પુછે છે..!!!!" રીતલનો પક્ષ લેતા રવિન્દ તરત જ બંનેની વચ્ચે ટપકી પડયો. એકબીજાને ગળે મળ્યા પછી રવિન્દ અને રીતલ તેમની સાથે તેમની ઘરે ગયા. કેટલા દિવસનો થાક તેમના ચહેરા પર સાફ સાફ દેખાતો હતો. પણ, રોબિતા સાથે વાતચીત કર્યા પછી તે થકાન થોડી ઉતરી ગઈ હતી. આટલી મોટી બિઝનેસ ...વધુ વાંચો

35

જયારે દિલ તુટયું તારા પ્રેમમાં - 35

બે દિવસમાં કેટલું બધું બદલાઈ ગયું. મે તેના માટે મારા સપના ને પણ કુરબાન કરી દીધા બધું જ છોડી સાથે લંડન સુધી આવી ગઈ, જયારે તે મારી તકલીફ સમજવાને બદલે મને કહે છે રીતલ આવી કોઈ વાત કરવાનો અત્યારે સમય નથી. તો કયારે હશે તેની પાસે સમય મારા માટે????હું તેને એમ કયા કહું છું કે તે મારી સાથે અહીં બેસીને કલાક સુધી વાતો કરે, મને લંડનની સફર કરવા લ્ઈ જાય...!! મે મારા સપનાને તેના પ્રેમમાં ખોઈ નાખ્યા તેનો તે મતલબ નથી કે મે મારી ખુશી પણ તેના પ્રેમમાં વેચી દીધી. રવિન્દ મારી ખુશી મારુ ડોઈ્રગ છે તેને હું કેવી ...વધુ વાંચો

36

જયારે દિલ તુટયું તારા પ્રેમમાં - 36

"આ્ઈથીગ મને એવું લાગે છે કે તે સિધ્ધિ હોય શકે...!!! તેના ચહેરા પરથી હું વધારે તો અનુમાન ન લગાવી પણ મારુ મન કહે છે કે તે જરુર સિધ્ધિ જ હોવી જોઈએ!!!! " રવિન્દ તે ચહેરાને આજે પણ જોઈ શકતો હતો તેની આખો સામે તે બાળપણ તરી વરયુ ને તે એક નજરે તેની સામે જોતો રહયો બાજુમા ઊભેલી રીતલ તેના આ ચહેરાને નિહાળી રહી હતી. જેની આખોમાં આજે પણ તે પહેલાં પ્રેમની લાગણી ફેલાઈ ગઈ હતી. "તો ઈતજાર શેનો....!!!જો તમને લાગતું હોય કે તે સિધ્ધિ છે તો તમારે તેની પાસે જ્ઈ તેની સાથે વાત કરવી જોઈએ. નહીં કે મારી પાસે ઊભા ...વધુ વાંચો

37

જયારે દિલ તુટયું તારા પ્રેમમાં - 37

"પ્રેમનુ ઝરણું બની મને હંમેશાં જ તમારા દિલમાં રહેવાનું મન થાય છે. પણ, સપનું પૂરું કરવાના જુનુનમાં હું સ્વાર્થી બની જાવ છું. રવિન્દ જે વાત મારે તમને પહેલાં કેવી જોઈએ તે વાત હું અત્યારે કહ્યુ છું સાયદ એવું બની શકે કયારેક કે મારે મારુ સપનું તમારા પ્રેમ ખાતર છોડવું પડે તો હું તે સપનાની જગ્યાએ તમને છોડવાનું પસંદ કરીશ કેમકે મારો પહેલો પ્રેમ મારુ સપનું છે. રવિન્દ અત્યાર સુધી મને લાગતું કે મે તમને પસંદ કરી મારી લાઈફ ખરાબ કરી દીધી પણ અત્યારે જયારે હું તમને સમજું છું તો એવું લાગે છે કે મારી જિંદગી ખરાબ નહીં પણ સુદર ...વધુ વાંચો

38

જયારે દિલ તુટયું તારા પ્રેમમાં - 38

" ડીડ યુ મેન રિતલ , કોઈપણ વસ્તુની એક હદ હોય છે. આ્ઈ હેટ યુ. હું જેટલો તને સમજી હતો તેનાથી તું વધારે અલગ નિકળી.""પણ, રવિન્દ..... ""હવે શું વધ્યું છે કહેવા માટે??? મને તો તારી સાથે વાત કરતા પણ ખીન આવે છે. જો તારી પાસે થોડી પણ સમજ બચી હોય તો પ્લીઝ મારી નજરથી હંમેશા દુર ચાલી જા." જે ખુશી તે રવિન્દ સાથે બાટવા આવી હતી તે ખુશી એક તરફ રહી ગઈ ને તેની આંખોમાથી આશું સરી પડ્યા. તેને સમજાતું ન હતું કે રવિન્દ શું કહી રહ્યો છે. તે રવિન્દને કંઈ પુછે તે પહેલાં જ તે ત્યાંથી જતો રહ્યો ...વધુ વાંચો

39

જયારે દિલ તુટયું તારા પ્રેમમાં - 39

ટેક્ષી એક આશ્રમ પાસે જ્ઈ ઊભી રહી. રીતલે ટેક્ષી ડાઈવરને પૈસા આપ્યાને તે આશ્રમની અંદર ગઈ. થોડાક પહેલા જયારે તે અહીં આવી હતી ત્યારે તેની પાસે આ બાળકોને દેવા ધણું હતું. પણ, આજે તે ખાલી હાથ આવી. છેલ્લા બે કલાકથી આમતેમ ધુમતા રસ્તાના કારણે તેનો ચહેરો થોડો ફિકો પડી ગયો હતો પણ તેના ચહેરા પરની હસી તેના ખોવા ન દીધી. તેના અંદર જતા જ કેટલા બાળકો તેને વળગી પડયા. ખુશીથી જુમી ઉઠયા કે દીદી અમારા માટે કંઈ લાવ્યા. પણ રીતલના ખાલી હાથ તે બાળકોને ખામોશ કરી ગયા. તેને બેગમાથી એક ચોકલેટનું પેકેટ કાઠયું ને બધા જ બાળકોના હાથમાં ચોકલેટ ...વધુ વાંચો

40

જયારે દિલ તુટયું તારા પ્રેમમાં - 40

દિલ તુટયાં પછી પણ ધમકતુ હતું. દિવસો પાણીના વહેણની જેમ ચાલતા હતા ને રીતલ તેના રોજિંદા કાર્યમાં ખુશ તે બાળકોની વચ્ચે હંમેશા પરોવાર જતી ને પહેલાંની વાતો ભુલી જતી. મા-બાપ વગરના સંતાનો હતા છતાં પણ તેનામાં કેટલી ઘીરજ અને શાંતિ હતી. તેનો હસ્તો ચહેરો રીતલને હંમેશા હસ્વતો હતો. તે પહેલાં કરતા વધારે ખુશ હતી પણ કયારેક રવિન્દની યાદ તેની હસ્તી આંખોને રડાવી જતી. આખો દિવસ આ નાના બાળકો સાથે પુરો થઇ જતો પણ રાતની તે અંધારી ચાંદની તેની જુદાઈની યાદ લઇ ને આવી જતી. એકલામા તે હંમેશા રવિન્દ સાથે વાતો કરયા કરતી પણ મન તેનું હજી માનવા તૈયાર ન ...વધુ વાંચો

41

જયારે દિલ તુટયું તારા પ્રેમમાં - 41

રવિન્દે હા તો ભરી દીધી રીતલને મળવા માટે પણ તેને આવી હાલતમાં જોવાની તેની હિંમત નહોતી. ના રીતલ ઊભા રહેવાની. રીતલ ગમે તેટલી તેના ચહેરાને છુપાવવાની કોશિશ કરી જોવે પણ રવિન્દ તેને ઓળખી ના શકે તેવું પણ ના બને. તેને એક જ મિનિટમાં રીતલને ઓળખી લીધી પણ મળવાની ના તે કેવી રીતે કરી શકે જેટલો હક તેનો હતો આ ઓફીસમાં બેસવાનો તેટલો તેનો પણ હતો જ તેને રીતલને અંદર આવવા માટે પરમીશન આપી, ને રીતલ અંદર આવી. રીતલને જોતા જ તેને ગળે લગાવાનું મન થયું પણ કેવી રીતે તે અહીં અનજાન બનીને આવી હતી તો તેને પણ તેની સાથે ...વધુ વાંચો

42

જયારે દિલ તુટયું તારા પ્રેમમાં - 42

"રીતલ આ કેવો સવાલ છે??"" એ જ કે હું જાણવા માગું છું કે તમે કોઈ એક માંથી કોને બચાવી મારુ ચાલે તો હું બંનેને બચાવાની કોશિશ કરી પણ જો કોઈ એક જ ઓપસન હોય તો હું પહેલા તને બચાવી કેમકે મારી દુનિયા તું છે""પણ, કિસ્મતને કંઈક બીજું જ મંજુર હોય તો...!!!! રવિન્દ, મારુ જીવન હવે ત્યાં સુધીનું છે જયાં સુધી હું આ બાળકને બચાવી તમારા હાથમાં આપી દવ પછીની મને ખબર નથી. ""સોરી, આ બધું મારા કારણે બન્યું. જે પળ આપણે સાથે બેસી ને વિતાવી જોઈએ તે પળ મે તને મારાથી અલગ કરી દીધી ને હું વિચારતો રહયો કે ...વધુ વાંચો

43

જયારે દિલ તુટયું તારા પ્રેમમાં - 43

એકધઙી તો રીતલ તે ઘરને જોતી રહી. સાત મહિના પછી જયારે તેને આ ધરમાં પગ મૂક્યો તો તે ધરની તેમની તેમ જ હતી. હા તેમા બદલાવ આવ્યો હતો કેમકે રવિન્દે આજે આ ધરને દુલ્હની જેમ શણગારયું હતું. " રવિન્દ આજે કંઈ છે આપણા ઘરે???? તે સમજી તો ગ્ઈ જ હતી કે આ તૈયારી તેના સ્વાગત માટે હતી પણ તે રવિન્દ પાસે જાણવા માગતી હતી. "થોડીકવાર રુક બધું જ સમજાય જશે" રવિન્દે તેનો હાથ પકડયો ને તે તેને અંદર લઇ ગયો ત્યાં જ દરવાજો ખુલ્યો. એકીસાથે ઊભેલા તેમના પરિવારને જોઈ રીતલની આખો ખુશીના આશુંથી છલકાઈ ગઈ. તે અંદર પગ મુકવા ...વધુ વાંચો

44

જયારે દિલ તુટયું તારા પ્રેમમાં - 44

" તારુ બેબી ને તું બને સુરક્ષિત છો પણ તે ત્યારે પોસિબલ બની શકે જયારે તું તારા ડરને ભગાવી સાથ આપી શકે. જો તું જ હારી જાય તો અમે તારા બેબીને કેવી રીતે બચાવી શકયે..!!!! " રવિન્દનો હાથ તેના માથા પર હતો ને સિધ્ધિ તેને સમજાવી રહી હતી. પણ રીતલનું ધ્યાન તેના વિચારો વચ્ચે ફગોળા મારતું હતું. થોડોક પણ રીતલનો સાથ મળતાં સિધ્ધિએ ઓપરેશનની શરુયાત કરી દીધી. ભાગમભાગ કરતા ડોક્ટરોની દોડધામ, બહાર ઊભેલા તેમના પરિવારની નજર, તેનાથી થોડાક દુર ઊભેલા રવિન્દનો ચહેરો તે જોઈ શકતી હતી. આખો સામે બધું તરવરી રહ્યુ હતું ને તે એક ખામોશ જિંદગીની નવી રાહનો ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો