Featured Books
  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

શ્રેણી
શેયર કરો

જયારે દિલ તુટયું તારા પ્રેમમાં - 27

સવારથી સાંજ સુધી તે રવિન્દના ફોનની રાહ જોતી રહીને સાંજના દસ વાગતાં જ તેનો ફોન રણકયો. ફોન કોનો છે ને કોને કર્યો તે જોયા વગર જ તેને કાને ફોન રાખી દીધો.

" રવિન્દ, ફોન કરવામાં કોઈ આટલો ટાઈમ લેટ કરે!!હું સવારથી તમારા ફોનની રાહ જોઈને બેઠી છું કે, આજે તમારો ફોન જલ્દી આવે. પણ, તમે તો સમયના પાકા સમય પર જ ફોન કરો કેમ? "

" ઓ, તો તું મને મિસ કરતી હતી!!!! "

"અફકોર્સ, તમને મિસ ના કરુ તો કોને કરુ? ખરેખર રવિન્દ આજે હું એટલી ખુશ છું કે તમે તેનું અનુમાન પણ નહીં લગાવી શકો. "

"આ ખુશી મારી સાથે શેર કરવાની છે. કે એમ જ તારે મને કેહતું રહેવાનું છે કે આજે હું ખુશ છું?"

"આમ તો કહો છો ને કે તારા દિલની બધી જ વાતો મને ખબર હોય છે. તો અનુમાન લગાવો અને કહો કે આજે હું આટલી ખુશ કેમ છું??"

" તારા પિન્ટીગનું સિલેક્શન થઈ ગયું?? "

" ના, મને ખ્યાલ જ હતો કે તમે એ જ વિચારશો . તમારુ દિલ હજી પણ મને બરાબર સમજી નથી શકયું એવું લાગે છે!!!!"

" તારી માટે તો તારુ સપનું જ મોટું છે તો તું આપણા લગ્ન ના ન્યુઝ સાંભળી આટલી ખુશ કેમ થાય છે?"

" તમે મને રમાડતા હતા. તમને હંમેશા જ બધી ખબર હોય છે. ત્યારે પણ તમે મને એમ કેહતા હતા કે આ વાતની મને ખબર નથી પણ તમને ખબર હતી. તમને મજા આવે ને મારા દિલ સાથે રમવાની."

"હમમમ, વધારે નહીં પણ થોડીક તો આવે છે."

તેને રવિન્દ પર ગુસ્સો તો આવતો જ હતો પણ અત્યારે ગુસ્સો કરવાનો સમય ન હતો. આજે અહીં રાત બેસી ને વાતો કરવાનું મન થતું હતું પણ રવિન્દ પાસે સમય ક્યાં હતો એટલો તે અધૂરી વાતો પુરી કરી ને ફોન મુકવા જ જતો હતો ત્યાંજ રિતલે તેની પાસે આજની રાત માંગી ને રવિન્દ તેને ના ન કહી શક્યો. વાતો ચાલતી રહી. કયારેક મસ્તી તો ક્યારેક પ્રેમ ભરી વાતો થતી, તો ક્યારેક દિલ ગુસ્સો પણ કરતુ હતું. તેમની વાતો આખી રાત ચાલતી રહી. રવિન્દ નો દિવસ પૂરો થયો ને રીતલ ની રાત પુરી થઈ.


વિસ દિવસ પછી બને ફરી ભેગા થવાના હતા. આ ચાર વર્ષ તો પુરા થઇ ગયા પણ હવેના વિસ દિવસ એકબીજા વગર નીકળવા મુશ્કેલ હતા. રિતલ રોજ સવારે વહેલી બાજુના ગાર્ડનમાં તેનું ડ્રોઈંગ પૂરું કરવા જતી હતી. સવારના ખુબસુરત વાતાવરણમાં આવતા કેટલાય માણસો તો આકાશમાં ઉડતા પંખીવોના કલરવને તે પોતાના પ્રીન્ટીંગમાં સમાવતી હતી. જેટલી ખબસુરત તેની સવાર હતી તેટલીજ ખબસુરત તેની પ્રિન્ટિંગ બની રહી હતી. બે થી ત્રણ કલાક ના સમયમાં તે તેનું પ્રિન્ટિંગ ત્યાર કરતી ને ત્યાર પછી તેમના લગ્નની ત્યારીમાં લાગી જતી.


સમય ઓછો હતો ને તેની પ્રિન્ટિંગ હજુ પણ અધૂરી હતી. દિવસો એમજ ભાગતા હતા ને રવિન્દને આવવાના હવે ખાલી પાંચ દિવસ જ બાકી રહ્યા હતા. ત્યાં રવિન્દે પણ ઇન્ડિયા આવવાની ત્યારી શરૂ કરી દીધી હતી. રિતલ માટે કેટલી બધી ગિફ્ટ લેવાની હતી ને સાથે તેમના પરિવાર માટે પણ ઘણું બધું લેવાનું હતું. આખો દિવસ સોપિગ કર્યો પછી રવિન્દ થાકી ને ઘરે આવ્યો ત્યારે તેને રીતલ સાથે આજે વાત કરવાની બાકી છે યાદ આવતા તેને ફોન લગાવ્યો.

ફુલ નિદરમાં સુતેલી રીતલની આંખ ફોનની રીંગથી જાગી ગઈ તેને મોબાઈલમાં જોયું તો રવિન્દનો ફોન હતો તેને ફોન ઉઠાવ્યો.

" રવિન્દ આ કોઈ સમય કેહવાય ફોન કરવાનો તમને ખબર છે ને હું અત્યારે કેટલી શાંતિથી સુતેલી હતી. "

"તારે વાત ન કરવી હોય તો હું ફોન મુકી દવ "

"ના, મે એવું કયા કીધું. બોલો, આજનો દિવસ કેવો ગયો???."

"બહુ જ બેકાર, ખરેખર તમારા લોકોના નખરા કેટલા હોય મને સોપિગ કરતા આખો દિવસ થઈ ગયો. એટલો સમય તો મે મારી સોપિગ પણ નથી કરી કયારે"

"મતલબ તમે આખો દિવસ આજે સોપિગ કરી, મારા માટે શું લીધું??"

"જો રીતલ જેવું પણ લેતા આવડયું તેવું મે લીધું. તને ગમે કે છે કે નહીં તે તો મને નથી ખબર"

"કેમ ના ગમે ..!!તમારી પસંદ જયારે, હું હોવ, તો પછી તેમાં કોઈ ખરાબી હોય જ ના શકે!!! "

"ખુદની તારીફ કરવાનો એક પણ મોકો તું જવા ન દે કેમ..??"

"હમમમમ...!!! "

"રીતલ, ખરેખર જિંદગી કેવી અજીબ હોય છે. કોણ જાણતું હોય છે કે બે અલગ જ દુનિયામાં રેહતા માનવી એક એવી અજીબ દુનિયામાં આવી જશે, જયાં કોઈ સંબધ ન હોય. કયારે પણ સપને પણ વિચાર્યું ન હોય કે તે મને મળશે ને અચાનક જ તે મળી જાય. પહેલાં તેના વિચારો શરૂ થાય ને પછી ઘીરે ઘીરે તે વિચારો તે સમજવાની કોશિશ કરવા લાગે. તેને સમજી ગયા પછી દિલ એમ માની પણ લે કે તેની સાથે હું જિંદગી જીવી લઇ. પણ, તે જ પળે ફરી એક વિચાર આવે કે જો તે આપણી સાથે ખુશ નહીં રહી શકે કે તે આપણને અપનાવી ન પણ શકે તો આ જિંદગી કેવી હશે?? આ એક અજીબ ડર આપણને ખુદ ડરવાતો હોય છે. પણ, જયારે ખરેખર બે દિલ મળી જાય ત્યારે આ જિંદગી કેટલી હસીન બની જાય તે વિચારોથી પણ દિલ ખુશ થઈ જાય. રીતલ તારી ફિલિગ કેવી હતી પહેલાં ને અત્યારે તું જો, તું કેટલી બદલાઈ ગઈ!! ખરેખર આ પ્રેમ જ છે જે લોકોને બદલે છે આ વાત તું હવે તો માનતી હશો ને?? "


દિલની ધડકનો વધતી હતીને દિલ જોરજોરથી ધબકતું હતું. પ્રેમની વાતોમાં બે દિલ એવા ખોવાઈ ગયાં કે આચપાસ નું વાતાવરણ દુનિયા બધું જ ભુલાઈ ગયું ને રીતલે તેના અહેસાસ રુપી બંધનને રવિન્દ સામે ખુલ્લું મુકી દીધું.

"જો આ સવાલ તમે મને ચાર વર્ષ પહેલા પુછયો હોત તો હું એ જ કેત કે આ બધું એકદમ બકવાસ છે. પ્રેમ નામની ચીજ દુનિયામાં કોઈ બની જ નથી જયારે આજે તમે મને પુછી રહ્યા છો તો મારો જવાબ એક જ હોય શકે કે પ્રેમ જેવી ખુબસુરત ચીજ આ દુનિયામાં બીજુ કંઈ હોય જ ના શકે. રવિન્દ જે પ્રેમને હું જેટલી નફરતથી જોતી હતી તેટલી જ ખુશી આજે મને થાય છે. આ રંગીન દુનિયાની સફર તમારા વગર હંમેશા અધૂરી લાગત. મારી પીછીના રંગો પણ હવે પ્રેમની ભાષા સમજવા લાગ્યાં. તો પછી હું આ પ્રેમની દુનિયાને ખરાબ કેવી રીતે કહું.?"

"તારી પિન્ટીગથી યાદ આવ્યું, તારુ પિન્ટીગ પુરુ થયું કે એમ જ ત્યાં પડયું છે ??"

" શું રવિન્દ તમે પણ અહીં આપણે પ્રેમની વાતો કરવા બેઠા ને તમે વચ્ચે પિન્ટીગ યાદ કરાવી દીધું. આમ તો પુરી થઇ જ ગઈ છે પણ તમારા માટે એક બીજી પણ સ્પરાઈઝ છે તે બે દિવસ પછી તમે આવો ત્યારે મળી જશે."

"ચલો આ વાત ને વચ્ચે પુરી કરતા એક ફાયદો તો થયો મને કે તે મારા માટે કોઈ સ્પરાઈઝ તૈયાર કરી છે. "

"ઓકે બાઈ, વાતોનો મુડ ખરાબ કરી દીધો. તમે પણ સુઈ જાવ ને મને પણ સુવા દો હવે."

"બાઈ, લવ યુ બેબી "

"ખબર જ છે તમે મને લવ કરો છો તેમાં રોજ કેહવાનું ન હોય." રીતલે ફોન કટ કર્યો ને આંખોના અનેરા સપના સાથે જ તેની આખ મિચાઈ ગ્ઈ.

♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥

ફરી શરૂ થયેલી દિલની સફર કયા તોફાન થી તુટશે?? તમને લાગતું હશે કે રીતલ અને રવિન્દની જિંદગી તો પ્રેમ થી ભરપુર છે. એકબીજા નો વિશ્વાસ પણ કરે છે. તો આ નોવેલ નું શિર્ષક જયારે દિલ તુટયું તારા પ્રેમમાં એવું કેમ રાખ્યું હશે આ વિચાર તમને જરુર આવતો હશે પણ આ સફર પ્રેમથી શરૂ થયેલી છે તેનું દિલ કોણ તોડશે ને કેવી રીતે તુટશે તે જાણવાં તમારે મારી સાથે આ વાર્તા પુરી તો કરવી જ પડશે. શું હશે રીતલની સ્પરાઈઝ તે જાણવા વાંચતા રહો જયારે દિલ તુટયું તારા પ્રેમમાં ( ક્રમશઃ)