Featured Books
  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

શ્રેણી
શેયર કરો

જયારે દિલ તુટયું તારા પ્રેમમાં - 16

જબસે મેને તુમે દેખા હૈ
તબસે તેરા હી ખ્યાલ આતા હૈ
હર પલ એ તેરા ખામોશ ચહેરો
મેરે દિલ કો તકલીફ દેતા હૈ
જબભી તું હસ્તી હૈ સુકુન મીલતા હૈ
પર આજ તેરે રોનેસે
પતા નહીં ક્યું મુજે.....

તેની કવિતાના તે શબ્દો હજી પુરા થયા પણ ન હતા ને રીતલ દોડતી આવી તેના ગળે લાગી ગઈ. બધું જ ભુલાઈ ગયું ને બે દિલ એક અજીબ દુનિયામાં ખોવાઈ ગયા. એકમિનિટ માટે તો દિલ ધબકવાનું પણ ભુલી ગયું ને વિચારો વગરનું મન એકમેકના સગે ચડી ગયું. રીતલના હાથ રવિન્દના ગળે હતા ને રવિન્દ હાથ તેની કમર પર. તેને રીતલને જોરથી જકડી રાખી હતી જે મોકાની તે તલાસ એક મહિનાથી કરતો હતો તે અચાનક આવી રીતે..! વિચારો બાજુ પર મુકી ફરી તેને જોરથી રીતલને પકડી લીધી કે કયારે તે તેની બાહોમાથી ન છુટે. રીતલના આશું હજી પણ વહેતા હતાં. તેના વિચારોએ વિરામ તો લીધો હતો પણ રવિન્દને આમ જકટવું તેના માટે અસહ્ય હતું. બહારથી આવતી ફુલોની મહેક પણ આ બે પ્રેમીને જોઈ અડધેથી જ પાછી વળી જતી હતી. બધું વિચરાઈ ગયું હતું ને કયાં સુધી બંને એમ જ એકબીજાની બાહોમાં ઊભો રહ્યાં. રીતલની રડતી આંખો કંઈક કેહતી હતી પણ તે જોવા રવિન્દ અસમર્થ હતો. તેના દિલની આવાજ ધીરે ધીરે બહાર નીકળવાની કોશિશ કરતું હતી ને શબ્દો ગુથાઈ ગયાં.

"આ્ઈ એમ સોરી રવિન્દ, મે તમને અત્યાર સુધી હઠ કર્યો પર હું શું કરુ મારુ દિલ કંઈક અલગ કહે છે ને મારુ મન કંઈ અલગ બતાવે છે. મે તમને સમજવામાં થોડી નહીં પણ વધારે મોટી ગલતી કરી દીધી. હૂ સમજી નથી શકતી આ જીવનની માયાજાળ. મારુ સપનું મારી જિંદગી બધું જ અલગ છે હું બીજા જેવી નથી બની શકતી. મને આઝાદ ફરવું ગમે છે, આઝાદ રહેવું ગમે છે. હું કોઈના બંધનમાં નથી રહી શકતી મારા માટે આ બધું એક નવી પહેલી જેવું છે. જે પહેલી સુલજાવતા સુલજાવતા મારે આખી જિંદગી વીતી જશે એવું લાગે છે." તેની રડતી આંખો ચુપ થવાનું નામ જ લેતી ન હતી. તે બોલે જતી. દિલ આજે ખુલીને વાત કરતું હતું. જે શબ્દો તે કોઈને પણ નહોતી કહી શકતી તે શબ્દો રવિન્દ સામે ખુલી રહયાં હતાં.

"તને કોણ કહે છે કે તું બીજા જેવી બન. તારા સપનાને કોણ રોકે છે. તું જેવી છો તેવી જ મને પસંદ છો તો પછી આટલું તું કેમ વિચારે છે." રવીન્દના શબ્દો તેના કાને અથડાતા તે એકદમ જ રવિન્દથી દુર ખસી ગઈ

રીતલનો હાથ પકડતાં રવિન્દ ફરી બોલ્યો, " રીતલ, મારો તે મતલબ ન હતો. "

"જાણું છું, પણ, મને તમારી તે વાતનું ખોટું નહોતું લાગ્યું. મને ખબર નહીં શું..... " તે બોલતા અટકી ગઈ ને રવિન્દ સામું જોઈ રહી તેની આંખો વગર કંઈ બોલે ઘણું કહી રહી હતી. તે હાથ છોડવી જતી હતી ત્યાં રવિન્દે ફરી રોકી.

"મારી કવિતાની છેલ્લી લાઈન તો સાંભળતી જા જે મે અત્યારે જ લખી જ્યારે તું બહાર બેસી રડતી હતી." રીતલની ખામોશી દુર કરવા રવિન્દ બધું ભુલી મજાકના મૂડમાં આવી ગયો.

"આમ તો તમારી કવિતાના શબ્દો બરાબર સંભળાના નહીં, જો બીજીવાર સંભળાવો તો કહું કેવી હતી ??"

"પહેલાં એક શરત... "

"હવે આ નવું શું આવ્યું ?? બોલો શું કરવું પડશે મારે..? "

"આજે સાંજે તારે, મારી સાથે કાંકરીયા આવવું પડશે"

"વિચારુ, તમારી કવિતા પર આધાર રાખે ઈતો, ચલો હવે ફટાફટ બોલો મારે નીચે રિંકલ દીદીની મદદ માટે જવું છે. "

બોલવામાં થોડો સમય તો લાગે હો, હું કોઈ કવિ નથી...
''જબસે મેને તુમે દેખા હૈ,
તબસે તેરા હી ખ્યાલ આતા હૈ ।
હર પલ એ તેરા ખામોશ ચહેરો,
મેરે દિલ કો તકલીફ દેતા હૈ।
જબભી તું હસ્તી હૈ સુકુન મીલતા હૈ,
પર આજ તેરે રોનેસે,
પતા નહીં ક્યું મુજે
જોરજોર છે હસી આ રહી હૈ.''

" મતલબ તમને મજા આવતી હતી..!"

" ના ..."

" જાણું શું ,મારુ મુડ ઠીક કરવા માટે હતી આ કવિતા. સારી લખી છે. સો ફની, આમ તો તમારે કવિ બનવાની જરુર છે." ચહેરા પર સ્માઈલ આપી તે બહાર નિકળી. ફરી પાછી અંદર આવતા બોલી," તમે જીતી ગયા." આટલું કહી તે હસ્તી સીધી નીચે ઉતરી

તેમના પરિવારને આમ અચાનક આવતા જોઈ તેને થોડું અજીબ લાગયું. તે બધા તો સાંજે આવવાના હતા ને આમ અત્યારે આવવાનું કારણ તેનું મન ફરી વિચારોમાં ફરી વળ્યું. બધાની સામે પુછવું પણ કેમ કે તમે અત્યારે .. ત્યાં જ રાજેશભાઇ બોલ્યા, " રીતલ બેટા, રવિન્દ નીચે ના આવ્યો.??"

"જી, પપ્પા, રવિન્દ ભાઈ તેમનું પેકિંગ કરતા હશે. સોરી રીતલ, હું ભુલી ગ્ઈ ત્યાં આવતા પછી. હવે તો લગભગ પેકિંગ પુરુ થઈ ગયું હશે..! તું રવિન્દ ભાઈને પણ નીચે બુલાવતી આવને" રીતલ જતી હતી ત્યાં જ મનને તેને રોકી ને રવિન્દને બોલવા તે ગયો.

" રવિન્દ આ બધું શું ચાલે છે ?? રીતલ નીચે આવીને તેના પપ્પા સામે રડે છે.."ગુસ્સા ભરેલો મનનનો ચહેરો જોઈ રવિન્દને તેની વાત પર ભરોસો આવી ગયો.

"ભાઈ, હમણાં તો તે એકદમ બરાબર હતી ને અચાનક ..!શું ફરી તે વાત... !!'' રવિન્દને થોડીક વાર બનેલ તે બનાવ યાદ આવ્યો. પણ હવે તો બધું બરાબર હતું ને.

"તે કંઈ કીધું, કે કંઈ કર્યુ......?"

"તે, નીચે આવીને કંઈ કહેતી હતી..??" ડરેલા રવિન્દનો અવાજ થોડો ધીમો પડી ગયો હતો.

"અરે યાર, મજાક કરુ છું. તું સિરયસ બની ગયો. રીતલને આજે વધારે ખુશ જોઈ એટલે...ચલ, નીચે પપ્પા બુલાવે છે. " રવિન્દનો હાથ પકડી મનન તેને નીચે લઇ ગયો.

બંને પરિવાર સાથે બેસી વાતોના ગપાટા મારી રહ્યાં હતાં. થોડીકવાર પછી જમવાનું તૈયાર થતા બધા જ ટેબલ પર ગોઠવાઈ ગયા. ઘરના નોકરે ખાવનું પિરશ્યું ને બધાએ સાથે બેસી શાંતિથી વાતો કરતા કરતા ખાધું. રીતલની નજર રવિન્દ પર રહેતીને રવિન્દની તેના પર. જમવાનું પુરુ થતાં બધા ફરી પોત પોતાની રીતે વાતોએ ચડયાં એક બે કલાક થી લાબી વાત ચાલી, ને પછી રિતલને તે લોકો ઘરે જવા તૈયાર થયા. રવિન્દે રીતલને રોકાવાનું કહ્યૂ પણ રાજેશભાઇની ના મળતા તે ત્યાંથી જતી રહી. આજનો પોગ્રામ કેન્સલ થતા રવિન્દને ના ગમ્યું. તે રૂમમાં જતો રહયો. બેડ પર તે બુક હજી તેમ જ પડી હતી. તેને તે બુક હાથમાં લીધી. તે બુકના શબ્દો હજી તેમના તેમ જ હતા. દસ વર્ષ પહેલાં જયારે તે સાતમાં ઘોરણમાં હતો ત્યારે તેને આ બુક લખી હતી. તે પળ તો ભુલાઈ ગઈ પણ તેની યાદ બનીને આ એક લેટર હંમેશા સાથે રહે છે.

'કાશ, રીતલ હું તને આ લેટર વાંચવા આપી શકત . પણ, કેવી રીતે હું તને સમજાવું કે આ બુક વાંચ્યા પછી આપણા સંબધની જોડતી કડી વિખરાઈ જાય. હું તને હવે ખોવા નથી માંગતો' તેના વિચારોએ ફરી ગતી પકડી લીઘી હતી. ' પણ તેનાંથી કંઈ ચુપાવવું પણ ગલત છે ને તે મારુ કાલ હતું જે હું જાણતો પણ ન હતો. મને ત્યારે ક્યા ક્ઈ ખબર પણ પડતી. બાળપણની તે નાની ઉમરમાં પ્રેમ નામનો શબ્દ જ કયા હોય છે. તેને કયાં સુધી વિચાર્યુ કે આ બુક રીતલને વાંચવા દેવી કે ના દેવી. પણ, આખરે તેના દિલે તે બુક આપવાની કહી ને તે ત્યારે જ ગાડી લઈને રીતલના ઘરે ગયો.

રાતનો સમય હતો એટલે બધા સુવાની તૈયારીમાં હતા. તેમને રીતલને બહાર બોલાવી ને તેના હાથમાં તે બુક આપી " રીતલ, આ એક જ બુક છે જે તું વાંચી એટલે સમજાય જશે. હવે હું તારો વિશ્વાસ ખોવા નથી માગતો હું જાણું છું એક વાર આ વિશ્વાસ પુરો થઈ જાય પછી ગમે તેટલી કોશિશ કરો બધું બેકાર જ છે. "

રીતલ તેને જોતી રહી. હાથમાં બુક આપી તે ત્યાંથી જતો રહયો. ને રીતલ તેના રૂમમાં ગઈ. આજે રવિન્દના ફોનની વાટ ન હતી. બાલકની માંથી આવતા ઠંડા પવનની લહેરો તેના વિચારોને ધુમાવી રહી હતી. રવિન્દનું આમ આવવું તેને વાંચવા માટે બુક દેવી તેને કંઈ સમજાતું ન હતું. તે હાથમાં બુક લ્ઈને વિચારતી રહી કે રવિન્દ તેને આટલો પ્રેમ કેવી રીતે કરી શકે.

♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥~♥~~♥~♥~♥~

વિશ્વાસના સાગરમાં ડુબકી મારતો બંનેનો પ્રેમ એક ફરી અલગ દિશામાં આવીને ઊભો છે. જયારે, રવિન્દનું બાળપણ એક ડાયરી બનીને ફરી જીવીત થઇ રહ્યું છે. શું હશે તેની ડાયરીમાં?? શું તે વાંચવા પછી રીતલ તેને અપનાવી શકશે કે પછી બધું જ ભુલી તેની આઝાદ જિંદગી સાથે તે નવી શરૂઆત કરશે તે જાણવા વાંચતા રહો જયારે દિલ તુટયું તારા... (ક્રમશઃ)