સમય ઓછો હતો. રવિન્દને જવાનાં દિવસમાં આજનો દિવસ પણ પુરો થઈ જવા આવ્યો. દિલીપભાઈ મેહમાનને આવકાર આપતા સોફા પર બેસાડ્યા. નેહલ પાણી લઈ ને બાહાર આવી. રીતલને ગોતતી રવિન્દની નજર થોડી જુકેલી હતી. બધા પોતાની વાતોમાં મશગુલ બેઠા હતા. બઘાને એકબીજા ની કંપની મળતી હતી. આ બધાની વચ્ચે એકલો બેઠેલો રવિન્દ રીતલની યાદમાં ખોવાયેલ વિચારો કરતો હતો. કોઈ રીતલનું પૂછતાં પણ ન હતાં. દર થોડીક વારે તેની આખો રીતલને ગોતતી ઉપર-નીચે થતી.
રુમઝુમ ઝાંઝરનો અવાજ આવતાં બધાનું ધ્યાન ઉપરથી આવતી રીતલ પર ગયું. છુટા પલ્લુની કટક રેડ કલરની સાડી, ખુલ્લા હેર ને હાથમાં કાશની બંગડીઓનો રણકતો અવાજ રીતલની સુંદરતામાં વધારો કરતું હતું. તેની જુકેલી નજર બધાં સામે ફરીવળી ને ફરી વિચારોએ તેના મનને જકડી લીઘું. એક અનજાન ગણાતાં આ પરિવાર ની સાથે આખી જિંદગી ચાલવાનું છે. સંબંધોનો સેતુ બાધીં તે પરિવારને પોતાનો બનાવાનો છે. જ્યારે પોતાનાં જ પરિવારથી અલગ જ્ઈ એક નવી દુનિયા વસાવીની છે. તેની આખમાં આવતાં આશુ ને રોકી તે નીચે ઉતરી. નવાં બનવાં જ્ઈ રહેલાં સાસ-સસુર, જેઢ -જેઢાની ને પગે લાંગી તેના આશીર્વાદ લ્ઈ ભાભી પાસે બેસી ગઈ.
રવિન્દ તેને જોતો રહ્યો. તેને એકવાર પણ રવિન્દ સામે ન જોયું. મનમાં ચાલતી ગડમથલ વચ્ચે તે થોડિક અપસેટ હતી. ખોટું હસ્તી તે બધાનીં સામે એ બતાવતી હતી કે તે પણ આ સંબધથી ખુશ છે. જયારે તેના મનમાં તે બિલકુલ ખુશ ન હતી.
સગુન ની પહેલી ચુંદડી ઉઠાડતાં રેખાબેને તેની બીજી વહુઓ ને અંતરના આશીર્વાદ આપતા કહ્યું- "તારા બંઘા સપનાં સાકાર થાય. તું જે માંગે તે તને મળે" આ શબ્દોને સાંભળતા જ રીતલની આખમાં ખુશીનાં આશું છલકાઈ ગયાં. આજે એક બીજી માં તેને મળી હતી. જેના અંતરના આશીષ આટલાં રુડા હતાં કે તેના મનનાં વિચારોમાં પરિવર્તન લાવી ગયાં.
રીતલને રોતા જોઈ રાજેશભાઇથી ના રેહવાણું તે તરત બોલ્યાં : "રીતલબેટા આ આશું થોડા સંભાળીને રાખજો કેમકે, હજી તો તમારાં સાસુમાંએ આશીર્વાદ જ આપ્યાં છે. હજી લાડ લડાવાના બાકી છે."
"હા, રીતલ, પપ્પા બરાબર કહે છે. મમ્મી દુનિયાની સૌથી બેસ્ટ સાસુુ છે. ને પપ્પા પણ !" રિકલ તેના સાસુ પાસે બેસી તેના વખાણ કરતી હતી. ત્યાં જ નેહલ પણ બોલી ઉઠી, " રીકલબેન, દુનિયાની બેસ્ટ સાસુ તો મારી પણ છે. હું ખુશ કિસ્મત છું કે મને આવી બેસ્ટ ફેમેલી મળી."
"લો, તારીફ સરુ, જોયું પિયુષ તે, લેડીઝનું આ કામ બહું સારુ ! બધાની સામે ફેમેલીના વખાણ કરેને આપડે એકલા હોયે ત્યારે...."મનનની, આ વાત રિકલને થોડી વઘારે ડંખી તેને મનન સામે જોયુંને તે ચુપ થઈ ગયો.
"ભાભી તમે મનનને, ડરાવો કે ધમકાવો, આ વાત સાચી છે. કે સ્ત્રીઓને કોઈ પહોચી નથી વળતું. આ વાતતો હું પણ માનું છું" નેહલને રસોઈમાં જતાં જ પિયુષ બોલ્યો. મજાકનો દોર વધતો જતો હતો.
રાજેશભાઇ ને દિલીપભાઈ સંગાઈની તારીખો જોતાં હતાં. રેખાબેન ને પુષ્પાબેન વાતોમાં મશગુલ હતાં. જેના સંબંધો
જોડાઈ રહ્યાં હતાં તે ચુપચાપ બઘાની વાતો સાંભળી રહ્યા હતાં. હજી એકવાર પણ રીતલે રવિન્દ સામે જોયું ન હતું. રવિન્દ એક વાર રીતલને મળવા માગતો હતો, તેની સાથે બેસી થોડીક વાતો કરવાં માંગતો હતો. કિસ્મતે તેના પ્રેમને જીતાડી તો દીધો પણ રીતલની ખામાશીએ તે હારી ગયો હોય તેવું લાગતું હતું.
સંગાઈની તારીખ નક્કી થતાની સાથે નેહલ મીઠાઈ લઇ ને આવી ગઈ. એકબીજાને બંઘાઈ દેતા બધાં મીઠાઈ ખવરાવી રહ્યાં હતાં. સંગાઈ ની તારીખ ત્રણ દિવસ પછીની નિકળી હતી. હજી તો બધી તૈયારી બાકી હતી. કાલે સવારે રીતલ તે લોકો સાથે ખરીદી કરવા જશે તેમ નક્કી કરી રવિન્દ તેના પરિવાર સાથે બાહાર નિકળ્યાં. બંને ને મળવાનું ને એકલા બેસી વાતો કરવાનો એક મોકો પરીવારે આપ્યો પણ રીતલે તેને ના કહી ઠુકરાવી દીધો.
રવિન્દ જતા પહેલાં રીતલનો નંબર ભાભી પાસે મગાવી લીધો ને તે લોકો ત્યાથી ધરે ગયાં. રાત ઘણી થઈ ગઈ હતી. સવારે વહેલા ઊઠીને સંગાઈની તૈયારીમાં લાગી જવાનું હતું. બધા પોતાના હિસાબ થી સુતા સુતા પ્લાનિંગ બનાવી રહ્યાં હતાં ને રવિન્દ રીતલને ફોન કરુ કે નહીં તે વિચારમાં તેને નિંદર નો'તી આવતી.
આજે અચાનક જિંદગી બદલી જશે ને આમ, કંઈ વિચારયા વગર બધું નકકી થઈ જશે ! તે કયારે પણ રીતલે સપને પણ નો'તુ વિચાર્યું. આખો રડતી હતી ને દિલ વિચારતું હતું. લગભગ બધી જ છોકરીઓ માટે આ પળ ખુશીની લાગણી હોય છે જયારે, રીતલ માટે આ પળ દુ:ખની લાગણી હતી. જે માંગ્યું તે મળી ગયું હતું. એક પ્યાર કરવાં વાળો હમસફર, મમ્મી - પપ્પા જેવા સાસુ-સસરા, ભાઈ -ભાભી જેવા જેઠ -જેઠાણી બધુજ સારુ હતું તો આ દુઃખ શેનુ હતું તે રીતલ પણ સમજી નો'તી શકતી. એક અજીબ એહસાસે તેની આ પળને ધેરી લીધી હતી.
બહાર આવતાં ઠંડા પવનની લહેરો તેના મનને થોડું શાંત કરી રહી હતી. (કાલે સવારે ફરી તેની સાથે મુલાકાત થશે. પણ કયાં સુધી હું તેનાથી ભાગતી રહીશ આજે નહીં તો કાલે મારે તેને અપનાવો જ પડશે. હું તેને પ્રેમ ના આપી શકું તો શું થયું ? તેની સાથે થોડી વાતોતો કરી શકુ ને ! મે આજે તેની સાથે થોડું વધારે ખરાબ વર્તન કર્યું ! મારે તેની માફી માંગવી જોઈએ ,અત્યારે કોલ કરી જોવ કે ? ના, કાલે મળવાના જ છીએ) તેના વિચારોની ગતિ થોડી ઝડપથી ચાલવાં લાગી હતી. તે બાલકની માંથી અદર આવી. બેડ પર જ્ઈ સુવાની કોશિષ કરી પણ નિદર તો રવિન્દ લઈ ગયો હતો. તેને હાથમાં ફોન લીધો તેમાં કોઈ અનજાન નંબર પરથી ફોન આવેલાં જોયા. તેને સમજાતું ન હતું કે આટલી રાતે કોણ હોય શકે? રાતના લગભગ 1:30 જેવું થવા આવ્યું હશે. ફરી ફોનની રીંગ વાગતાં તેને ફોન ઉપાડયો.
♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥
કોણ હશે જે અત્યારે રીતલને ફોન કરતું હશે. શું રવિન્દ તેને આટલી રાતે ફોન કરી શકે કે રીતલની લાઈફમાં બીજુ કોઈ હશે ?? તેની લાઈફમાં બીજુ કોઈ હશે તો રવિન્દ સાથે તેના લગ્ન થશે કે કોઈ બીજા સાથે જે જાણવા વાંચતા રહો જયારે દિલ તુટયુ તારા પ્રેમમાં... (ક્રમશઃ)
nicky tarsariya
23/5/2019