એક વાર રીંગ વાગી તેને ફોન ન ઉપાડયો, બીજી વાર રીંગ વાગી. ફોન કોનો હશે તે વિચારતી રહીને હાથમાં ફોન વાગતો રહ્યો. ચોથીવાર ફોન વાગતો તેને ફોન ઉપાડ્યો.
"શું કરે છે તું , મોબાઈલમાં જો તો ખરી કેટલી રીંગ વાગી. " રવિન્દના અવાજથી તેને થોડી શાંતિ થઈ
"આ તમારો નંબર.....!"
"મારો મોબાઈલ બંધ થઈ ગયો છે. એટલે, મે ભાઈના ફોનમાંથી ફોન કર્યો. સોરી રીતલ, પણ અત્યારે હું તારી સાથે વાત નહીં કરી શકું. હું ભાઈની સાથે કામ માટે ગયો છું ને આવતા પણ થોડું મોડું થઈ જશે. બાઈ, આપણે કાલે મળીશું." તેને ફોન કટ કરી દીધો. રીતલને બોલવાનો એક પણ મોકો તેને ન આપ્યો. તેને ફોન સાઈટ પર મુકયોને ટેબલ પર એક પેપર ને પેન લઇને લખવા બેસી ગઈ.
જે વાત જુબાન પર નથી આવતી તે કાગળ પર જરુર આવે. તેને તેના દિલની વાત તે કાગળ પર લખી. ને તે લેટરની ઘડી કરી રવિન્દની ડાયરીમાં મુકી દીધો. હવે દિવસો પુરા થયા ને કલાકોની ગણતરી શરૂ થઈ ગઈ હતી. 'રવિન્દ કાલે જતો રહશે ને પછી એક લાંબા અરસા પછી મળશું. શું રવિન્દ મને ત્યાં જઈને ભુલી જશે..?" તેના વિચારોએ ફરી દિશા પકડી લીધી હતી. દિલ તેની સાહતમાં ખોવાઈ ગયું હતું ને મન હજી એક જ વિચાર પર અડગ હતું કે વિદેશમાં ગયા પછી રવિન્દ બદલી જશે. 'જેવી રીતે તે સિધ્ધિ ને ભુલી ગયો મને પણ ભુલી જશે..તો હું શું કરીશ..? મુશકેલથી મે મારા મનને મનાવ્યું, તેની સાથે જોડયું ને તે મને છેલ્લે એમ કહેશે કે મને બીજી તારી કરતા સારી મળી ગઈ તો હું શું કરીશ!!! ના તે આવું નહીં કરે, તે મને પ્રેમ કરે છે ને તે હંમેશા મારો રહેશે. બસ ચાર વર્ષની તો વાત છે પછી આખી જિંદગી અમે સાથે જ છીએ ને...!!!! કાશ રવિન્દ આજે તે મારી સાથે વાત કરી હોત તો, મારુ મન કેટલું હળવું બની જાત. તારા વગરનો આખો દિવસ આજે વિચારો વચ્ચે વિચલિત રહયો. એક દિવસ મને તારી સાથે વાત કરતા અજીબ લાગતું હતું, તારી વાતોથી હું બોરિંગ બની જતીને આજે જયારે તે એક દિવસ મારી સાથે વાત ન કરી તો મને સમજ આવી કે મારુ દિલ તારા વગર કયારે વિચારી ન શકે.' તેના વિચારો બાલકનીમાથી આવતાં ઠંડા પવન સાથે ફગોળા મારતા હતા. નિંદર આવતી ન હતી ને આખો ને આરામ જોતો હતો. તેને જબરદસ્તી આખ બંધ કરીને નિંદર એક જોકો લીધો.
આજે સવારે તે વહેલા ઉઠી ગ્ઈ પોતાના કામ જલ્દી પતાવી તે આઠ વાગ્યે તો રવિન્દના ઘરે પહોંચી ગઈ. ત્યાં હજી સવારનો નાસ્તો ચાલતો હતો. આટલી જલ્દી રીતલને ઘરે આવતા જોઈને બધાને થોડું અજીબ લાગયું. રવિન્દ પણ ત્યાં જ હતો. તેને પણ થોડુ એમ લાગ્યું કે આ લોકો શું વિચારશે પણ આ ઘરે આવું ન હતું.
"આવ, રીતલ બેટા સારુ થયુ તું આજે સવારે વહેલા આવી ગઈ , આવી જ છો તો અમારી સાથે નાસ્તો પણ કરી લે " રાજેશભાઇના એમ કહેવાથી તેને થોડી મુંઝવણ થઈ
"અત્યારે નહીં પછી કયારેક આતો મમ્મીએ રવિન્દ માટે લાડું બનાવ્યા હતા તો હું દેવા આવી... "
"એકલી આવી કે કોઈ છે તારી સાથે " મનન, વચ્ચે વાત કાપતા બોલ્યો.
"ના , ભાઈ સાથ છેે. તેને અહીં બાજુમાં થોડું કામ હશે તો હું તેની સાથે આવી ગઈ. હવે મારે નિકળવું જોઈએ ભાઈ રાહ જોતો હશે." ત્યાં જ તેના ફોનની રીંગ વાગી.....
"પિયુષનો ફોન છે'ને ??? એક મિનિટ મને આપ...! " મનને ફોન ઉપાડ્યો
"રીતુ ....... "
" રીતલ નથી. હું મનન, રીતલને સાજે હું ધરે મુકી જાય ત્યાં સુધી તે અહીં અમારી સાથે જ રહશે. તારે અંદર આવવું હોય તો આવ નહિતર બાહારથી જ બાઈ.... " એક ઝટકામાં મનન બોલી ગયો ને પિયુષ સીધો જ તેના ઘરે આવી ગયો. બધા સાથે બેસી તેને પણ થોડો નાસ્તો કર્યો પછી તે ઓફિસ માટે નિકળી ગયો.
રીતલ થોડીકવાર પછી રવિન્દના રૂમમાં ગઈ રવિન્દ તેનું પેકિંગ કરવામાં થોડો વ્યસ્ત હતો એટલે તેની નજર રીતલ પર ન ગઈ. રીતલ તેની બાજુમાં જ્ઈ ઊભી રહી. તેના હાથમાં તે ડાયરી આપતા બોલી -
" તમારી આ બુકમાં કંઈ ખાસ ન હતું. આમતો તમે થોડા સ્વાર્થી તો છો. "
" મતલબ હું સમજયો નહીં"
" આમ તો રોજ આખી રાત ફોન પર વાત કરવાની જીદ કરો, ને આજે જયારે જવાના છો ત્યારે એકવાર પણ કીધું- કે રીતલ તું આખો દિવસ આજે મારી સાથે રહે...!!!"
"સોરી, હું તારી ઘરે આવવાનો જ હતો. પણ, તારે આટલી જલ્દી હતી કે સવારમાં વહેલી આવી ગઈ. બે દિવસથી સુતી નથી ને તું, તારી આખો કહે છે."
"કેવી રીતે નિંદર આવે જયારે તમે મારી સાથે વાત કરવાની બંધ કરી દો.. "
" સોરી....."
"રવિન્દ એક વાત કહું,..??"
"હા બોલને...."
"તમે લંડન જ્ઈને મને ભુલી તો નહીં જાવને "
તું પાગલ છે......!!! હું તને ભુલુ તો મારુ દિલ મારા શરીરમાંથી નિકળી બેહાલ થઈ જાય . તો તુ જ બતાવ હું તને કેવી રીતે ભુલુ...??? રીતલ વિશ્વાસ રાખજે તારો રવિન્દ હંમેશા તારો જ રહશે તે કયારે પણ બીજાનો નહિ બને."
"પણ, રવિન્દ મારા દિલમાં એક અલગ જ પ્રકારની ફિલિગ આવે છે. મને સમજાતું નથી કે હું શું કરુ ??? મારુ દિલ કંઈક અલગ કહે છે. કાલનો આખો દિવસ તમારા વિચારોમાં મારો ખોવાઈ ગયો. મારુ મન કંઈ પણ જગ્યાએ નથી લાગતું. મને લાગે છે આમ ચાલતું રહશે તો હું પાગલ બની જાય."
"પ્રેમમાં હમેશા લોકો પાગલ જ હોય છે. રીતલ, તું હજી તારા દિલને સમજી નથી શકતી કે જે ફિલિગ મારા દિલમાં છે તે તારા દિલમાં પણ છે." જે શબ્દો રીતલ કહેવા માંગતી હતી તે શબ્દો રવિન્દ પણ સાંભળવા માંગતો પણ વાત પુરી થયા પહેલાં જ વિચાર મુગધ બની જતી.
"આ વાત હું પણ જાણું છું પણ તમને કહેવા માટે મારી પાસે કોઈ શબ્દો નથી." તેના આ શબ્દો મનમાં જ ગુગળાઈ ગયા ને ફરી તે વિચારો વચ્ચે ખોવાઈ ગઈ.
તેના હાથ રવિન્દના હાથમાં હતા. આખોમાં રહેલો પ્રેમ સાફ સાફ દેખાતો હતો. પણ જૂબાન પર આવતા તે ડરતો હતો. એકમેકમાં પરોવાયેલ દિલ અનેક વાતો કરતું હતું. ને મન હજુ પણ વિચારતું હતું કે દિલ શું કહે છે...???
♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥
જે શબ્દો મન સુધી આવીને પાછા વળી જતા હતા તે શબ્દો શું રવિન્દ સુધી પહોંચી જશે કે પછી હજી એમ જ વિચારોની વચ્ચે ગુગળાઈ જશે.?? કયારે આવશે એ સમય જયારે રીતલ રવિન્દને આ્ઈ લવ યુ કહશે.?? શું થશે હવે આગળ ને કેવી હશે તેમની આવનારી નવી જિંદગી તે જાણવા વાંચતા રહો જયારે દિલ તુટયું તારા પ્રેમમાં (ક્રમશઃ)