રીતલ રૂમમાં આવી પોતાના ચહેરાને આયના સામે નિહાળી રહી હતી. આખી રાતનો ઉજાગરો તેમાં સાફ સાફ દેખાતો હતો પણ, ખીલેલા તેના નિખારની વચ્ચે તેનો ઉજાગરો ઝાંખો દેખાતો હતો. પીઠીનો રંગ તેના ચહેરા પર ખીલી ઉઠયો હતો ને તેમાં રવિન્દનો પ્રેમ સાફ સાફ દેખાતો પણ હતો. તે ખુશ થઈ હસ્તી હતી. ત્યાં જ સોનાલી અને બિનિતા ત્યાં આવી પહોંચી
"લાગે છે આજે પ્રેમનો ઊભરો છલકાઈ ને બહાર નિકળી જશે......!!!" સોનાલીના અવાજથી તેને આયનામાંથી જ તેમની સામું જોયું
"આમ તો રંગમાં નિખાર ખીલી જ ગયો છે પણ પ્રેમના આશું તે ચહેરાને કાળો કરે છે. એવું નથી લાગતું તને બિનિતા??? "
"લાગે છે તો ધણું તેની સુજેલી આખો એ સાફ સાફ બતાવે છે કે રીતલ આખી રાત રડતી રહી હોય. "
"તમે બને મને અહી રેડી કરવા આવ્યું કે તાના મારવા??"
"લો હવે તો અમારી ફિકર પણ તાના લાગવા માંડી...!!!!કાલથી તો બિનિતા, આપણે ફોન કરીશું તો મેડમ કહેશે , હું તમને ઓળખતી પણ નથી"
"હવે થઈ ગયું તારુ તો મારી હેસ્ટાઈલ બનાવ હમણાં તૈયાર થવાનું બાજુમાં રહી જશે ને ગોરબાપા આવી પણ જશે" તે બંને સાથે કંઈ પણ વાત ન કરવા માંગતી હોય તેમ તે વાત ને બદલી રહી હતી. તેની રડતી આખો તે પણ જોઈ શકતી હતી પણ લોકો સમક્ષ રજૂ કરવા નહોતી માંગતી
મંડપમુહર્ત શરૂ થઈ ગયું હતું ને બધા જ મહેમાન પણ આવી પહોંચ્યા. આજની આ પહેલી રસમ પુરી થઈ ને તેની સાથે જ સાંજની તૈયારીમાં તે લોકો લાગી ગયા. મન હજુ પણ ભારી હતું. આ ઘરને હવે છેલ્લી વાર મનથી નિહાળવાનું હતું. સાજનાં પાંચ વાગી ગયાં હતાં ને હોલમાં જવા માટે ગાડી તૈયાર હતી. આ પળને તે મહેસૂસ કરતી હતી થોડીક વારમાં જ રવિન્દ આવશે ને હંમેશા માટે તેને લઇને જતો રહશે. આ છેલ્લી ઘડી જેટલી મુશ્કેલ હતી તેટલી જ અંધરી પણ હતી. મનના વિચારો મનમાં જ હતા ને નજર તેના પરીવાર પર હતી.
ખુશીથી જુમી રહેલા પરિવારની આખોમાં પણ આશું હતા. દિલીપભાઈની પરી આજે પાખો આવતા ઉડી જવાની હતી. દિલનો તુકડો વેગળો થઇ એક અલગ રસ્તે નિકળી જવાનો હતો. મહેમાનની વચ્ચે બેઠા પછી પણ તેનું ઘ્યાન રીતલ પર જ મંડરાયેલ હતું. જે આશાએ તેને મોટી કરી લાડે કોડે થી ઉછેરી તે જ રીતલ આજે પારકી બની આ ઘરેથી હંમેશાં જતી રહશે. બાપ બેટી ની નજર મળીને આખો છલકાઈ ગઈ. રીતલે નજર ફેરવી તો સામે તેની મમ્મી પણ રડતી હતી. જે તકલીફ તેને થતી હતી તે જ તકલીફ તેના મમ્મી પપ્પાને પણ.....!!! તેના વિચારોએ નવી દીશા લીધી ને એકમિનિટ માટે તે પહેલાં જેવી રીતલ બની ગઈ. પણ તેનાંથી તે રીતલ બનવું હવે સહેલું ન હતું. હવે તે ભાઈ સાથે લડતી ને ભાભી સાથે મજાક કરતી રીતું નથી રહેવાની. તે કોઈના ઘરની હવે બહું બનવાની હતી તેના પર જીમેદારીની બોજ હતો. પોતાની ખુશી છુપાવી તેને બીજાની ખુશી બનવાનું હતું. જે પરિવાર ને તેને હંમેશા હસ્તો જોયો છે તે પરીવારની આખોમાં આજે આશું તે પણ તેના કારણે....!!! તે બધું જ ભુલી ગઈ ને હસ્તો ચહેરો લઇ નીચે ઉતરી.
" પપ્પા, આજે હું શું ખરાબ દેખાવ છું?? "
"કોણે કીધું એવું તને ?? આજે જેટલી સુંદર લાગે છે એટલી સુદર તું પહેલાં કયારે પણ નથી લાગી"
"પપ્પા ખોટા વખાણ ન કરો. ભાઈ કહે છેે મેકપના કારણે તુ ભુત જેવી લાગે છે.....!! તેના અધૂરા વાકય ની વચ્ચે જ પિયુષ બોલી પડયો
" આવું મે કયારે કહ્યુ તને, શું જતા- જતા પણ પપ્પાની ડાટ સંભળાવી છે મને તારે?? જોયું પપ્પા, તમારી લાડલી હંમેશા જ આવું કરે છે. ને તમે વગર વાંકે મારા પર ખીજાઈ જાવ. "
"ના, પપ્પા ,હું દરવખતે એવું નથી કરતી ભાઈ જુઠુ બોલે છે..!!!"
"થઈ ગઈ પુરી લડાઈ તો હવે આપણે ઘરેથી નિકળયે. કેમકે, જાન પણ ઘરેથી નીકળી ગઈ છે. ને આપણે હજુ અહીં બેઠા વાતો કરીએ છીએ જયારે આપણે વહેલા જ્ઈ જાનનું સ્વાગત કરવાનું હોય નહીં કે તે લોકોને. "બંને ભાઈ- બહેનની વચ્ચે જ દિલીપભાઈ બોલ્યાં ને તે બધાને લઇ બહાર નિકળ્યા. રીતલની સાથે તેનો સામાન પણ ગાડીમાં રખાઈ ગયો ને તે હોલમાં પહોચ્યા.
જાન આવવાની તૈયારીમાં હતીને રીતલનું દિલ જોરજોરથી ધબકવા લાગયું. એક નજર રવિન્દને જોવાની તમન્ના વધતી જતી હતી. તેના સપનાનો રાજકુમાર આજે ઘોડીએ ચડી તેને લેવા આવી રહ્યો હતો. જાન માંડવે પહોંચતા જ રીતલ તેને જોવા બહાર નિકળી. નજરથી નજર મળીને દિલ શરમાઈ ગયું. પ્રેમની હુફ ધડકનમાં પ્રસરી ગઇ ને રીતલ બધી જ તકલીફ ભુલી ગઈ. તેને જોયા પછી નજર હટતી ન હતીને ખામોશ જુબાન ઘણી વાતો કરી ગઈ. થોડીક જ વારમાં જ રસમ પુરી જ્ઈ જશે ને તે રવિન્દની પત્ની બની જશે.
એક પછી એક રસમ શરૂ થવા લાગી ફુલમાળા, ફોટોશૂટ, જમણવાર, કન્યાદાન, ફેરા, સિંદુર મંગળસૂત્ર ને છેલ્લે વિદાય ની રસમ. જેમ જેમ તે વિચારતી હતી તેમ મન વધારે ભારે થતું હતું. પણ, તે પોતે રડી બીજાની આંખોમાં આશું દેવા નહોતી માંગતી. તેનું દિલ રડતું હતું ને આંખો શાંત બની સાંભળતી હતી. તેની વિદાયમાં આખો પરિવાર રડતો હતો ને તે ખોટું હસ્તી હતી. બધાને મળ્યાં પછી પણ તેનું કઠન દિલ તુટયું ન હતું ને છેલ્લે નેહલની પાસે જતા તેની આખો જોરજોરથી રડવા લાગી. તે નેહલને કંઈક કહેવા માગતી હતી પણ, વહેતા આશુંની વચ્ચે તેના શબ્દો ગળામાંથી બહાર નિકળતા ન હતા. તેના આશું આખા પરીવારને ફરી એકવાર રડાવી ગયાં. જયાં ખાલી માડવાં વાળાજ રડતા હોય ત્યાં આજે જાન વાળા પણ રડતા હતા. તેના આશું ભરેલા રુદનથી આખો હોલ ગુજી ઉઠયો ને તે ત્યાં જ બેભાન થઈ પડી ગઈ.
♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥
હંમેશા જ ખુશ રહેતી રીતલનું હદય આજે રડતું હતું. વસમી કહેવાતી વિદાયમાં તેનું મન દુભાઈ ગયું ને તે કંઈ પણ બોલ્યા વગર ત્યાં જ બેભાન અવસ્થામાં પડી ગઈ ત્યારે શું આવશે તેની ખરાબ હાલતનું પરીણામ?? શું રીતલની આવનારી નવી જિંદગી કંઈ નવું તોફાન લઇ ને આવશે?? તેનું આમ અચાનક પડવું શું નવો સંકેત આપી શકે તે જાણવા વાંચતા રહો જયારે દિલ તુટયું તારા પ્રેમમાં (ક્રમશઃ)