Featured Books
  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

  • જીવનની ખાલી જગ્યાઓ કોણ પુરશે ?

    આધ્યા અને એના મમ્મી લગભગ પંદર મિનિટથી મારી સામે બેઠેલા હતાં,...

  • ક્રોધ

    क्रोधो मूलमनर्थानां  क्रोधः संसारबन्धनम्। धर्मक्षयकरः क्रोधः...

શ્રેણી
શેયર કરો

જયારે દિલ તુટયુ તારા પ્રેમમાં - 3

"મારા કંઈ કહેવાથી શું બદલવાનુ છે ?હુ હા કહુ ,કે ના કહુ. છેલ્લો ફેસલો તો તમારો જ રહેશે ને...! "

"ના બેટા ,તુ કહી તે માન્ય ગણાશે. એકવાર ખુલ્લા દિલથી તુ કોઈને વાતતો કરી જો મને નહીં તો તારા મમ્મી, ભાઈ-ભાભી કોઈપણને કહી દે તારે કેવુ ઘર જોઈએ કેવો વર જોઈએ હુ તારા માટે તેવુ ધર ગોતી લાવી."

"ખરેખર પપ્પા તમે મને સમજતા હોય તો મારા માટે છોકરા જોવાનુ બંધ કરી દો. મારે પેહલા કંઈ કરવુ છે ,પોતના પગ પર ઊભા રેહતા શીખવું છે. હું હજી કોઈ બંઘનમા બંઘવા લાયક નથી''
 
"પણ એક દિવસ તો બંઘાવુ જ પડશે ને આ બંઘનમા. પછી આપડે જોઈએ તેવુ ના મળે બેટા, આ જ ઉમર બરાબર કેહવાય. પિયુષ રવિન્દની વાત કરતો હતો. જો તુ હા પાડે તો...? "

"પણ પપ્પા....!"

"પુરી વાત સાંભળ્યા વગર જ તારુ પણ બણ શરુ થઈ ગયુ ને ! રવિન્દ છ મહિના પછી લંડન જવાનો છે. તેને ફરી અહી આવતા બીજા ત્રણ વર્ષ નિકળી જશે. ત્યા સુધીમા તો તુ તારુ કરિયર બનાવી લે. હું તેને આજે મળ્યો મને સારો લાગ્યો. મને લાગે છે પિયુષની પસંદ પરફેક્ટ છે."


"જોવ છું પપ્પા હજી મે કોઈના વિશે વિચાર્યું નથી. મારે વિચારવાનો ટાઈમ જોઈએ."

"હા, બેટા વિચારી લે .તારે જેટલો સમય જોઈએ તેટલો લઇ
લે .પણ ..,થોડુ જલ્દી વિચારજે હો. કહી તે સમય નિકળી ના જાય. "હકારમાં માથુ હલાવતી રિતલ સોફા પરથી ઊભી થઈ પોતાની રુમ બાજુ ગઈ

રાતના એક જેવુ તો થઇ ગયુ હતું. મમ્મીની તબિયત ખરાબ હતી તો તે કયારના સુઈ ગ્યા હતા.  ને ભાઈ-ભાભી બાહાર બાલકનીમા હીચકા ખાતા વાતો કરતા હતા. ક્યા સુધી રીતલ બને ને જોતી  રહી.જીવન જીવવા એકમેકના સાથી બનવુ જરુરી હોય છે તે આ બનેને જોતા સમજાતુ હતુ રિતલને. બનને ની મીઠી મીઠી વાતો તો સંભળાતી ન હતી પણ તે ખુશ લાગ્તા હતા. રીતલ તેના રુમમા ગઈ આજની નીદર તો રવિન્દ લઈ ગયો હતો. વારંવાર તે ચેહરો દેખાતો હતો.  તે પોતાના જ મન સાથે વાતો કરતી હતી.

આવુ કેવી રીતે શક્ય હોય શકે. કોઈ વ્યક્તિ પેહલી જ નજરમાં વિચારવા મજબુર કરી દે..!ના રિતુ, મહોબ્બત  લોકોને કમજોર બનાવે છે .આ શકય નથી કોઈ પેહલીવારમા ગમી જાય. તે તેના મનને સમજાવતી હતી .પણ દીલ વારંવાર તે જ ચેહરાને નિહળ્તુ હતુ .આજે પહેલીવાર તેને કોઈ છોકરાનો ચેહરો ગમ્યો હોય. બાકી સંબધના નામથી ભાગતી રીતુ કોઈના વિચે આટલુ કેમ વિચારે ? આખી રાત તે જાગતી રહી, કાલે તો મનને મનાવી દીધુ હતું કે પપ્પા કોઈ સારો ફેસલો લેશે પણ આજે જ્યારે છેલ્લો ફેસલો તેનો હતો તો તેને  કંઈ સમજાતુ ન હતુ. 'ના રીતુ તુ કોઈના પ્રેમમા પડે એ શક્ય નથી..! પ્રેમ લોકોને કમજોર બનાવે છે ' ફરી તે વિચારો ને છેલ્લે એક જ જવાબ કે જે થશે તે થવા દેવુ. પપ્પા જે ફેસલો લે તે મંજુર ..,પણ ,પેહલા તો તેને હુ ગમી જ નહીં....!  ફરી એકવાર તેના અવાજમા ખામોશી ભળી .તે ચુપ થઇ ગઇ. દિલ અવાજ પર અવાજ દેતુ રહ્યું , ને રીતલ તે અવાજને સાભળતી રહી. ખબર નહી દીલ શું કેતુ હતુ પણ મન આ બંઘનમા બંઘવા નો'તુ માગતુ. આખરે થાકી ને તેને એક ફેસલો લીધો

*************************************************

રીતલ ને જોયા પછી રવિન્દનુ દિલ પણ તેના વિચારો પર કુરબાન હતુ. પિન્ક કલરનુ ટોપ ને બેલ્ક કલરનુ જીન્સ રીતલની સુંદરતામા વઘારો કરતુ હતુ. મુવી થિયેટરમાં જોયા પછી ફરી રવિન્દ તેને જ ગોતતો હતો ; ને ફરી જયારે તેની મુલાકાત થઈ ત્યારે તે કંઈ ના બોલી શકયો. જો તેના પપ્પાનો ફોન ના આવ્યો હોત તો......! બે દિવસથી એક જ ચહેરો તેની નજર સામે ફરતો હતો.  મંદ મંદ હસ્તી રિતલની આખો હજી તેના ચેહરાથી દુર ખસતી ન હતી.

"ભાભી,તેનુ નામ રીતલ જ છે'ને ?"રવિન્દ એકનો એક સવાલ  કેટલી વાર પુછી ગ્યો હતો તેનુ પણ તેને ભાન ન હતુ.

"ખાલી નામ  જ પુછતા રેહશો કે આગળ પણ જાણવાની કોશિશ કરશો !" કંઈ ન કેહતા ત્યારે રવિન્દ ચૂપચાપ રીકલભાભી ની વાત સાભળતો રહ્યો

"રવિન્દ ભાઇ, મને નથી લાગતું રિતલ આ સંબધ માટે હા કહે અને કહે તો પણ ,તે તેના પરિવારની ખુશી માટે જ કરશે. પછી તો વઘારે ખબર નહીં તેને તમે ગમી ગયા હોવ તો...! " ત્યારે રવિન્દ ના મનમા સવાલ ઊભા થઇ ગયા હતા કે તે શું કામ તે બંઘનથી ભાગતી હશે ?તે ભાભી ને કંઈ સવાલ કરે તે પેહલા જ મનન ત્યા આવી ગ્યો ,એટલે વધારે વાત ના બની .

"રવિન્દ કેવી લાગી છોકરી ? " મનનનુ આમ અચાનક પુછવુ રવિન્દ અને રીકલ બને માટે આશ્ચર્યની વાત હતી. તે બને એકબીજાની સામે જોતા રહ્યાં.

"મે કાંઇ ખોટું પુછી લીધુ કે તમે બને આમ એકબીજા સામે જોવ છો ..! "

"ના ! પણ, કયારે તમે આવો સવાલ કર્યો જ નથી એટલે..  થોડુક અજીબ લાગ્યુ."

"ઓ.... ! મારા ભાઈની પસંદ ના પંસદનો થોડો ખ્યાલ તો હોવો જ જોઈએ ને મને. હવે કાલ પિયુષ મને પુછે તો મારે એમ કેહવુ - મને નથી ખબર ."

"આમ તો રવિન્દ ભાઇ ને રીતલ ગમી ગઈ પણ.... "

"પણ, શું ???"

"મુલાકાત બરાબર ન થઇ શકી ,એટલે થોડા પરેશાન લાગે છે."

"બસ આટલી જ વાતમાં ના ખુશ થઈ ગ્યો. ચલ મારી સાથે રીતલ જેવી હજાર છોકરીઓ સાથે તારી મુલાકાત કરાવુ."

"ભાઈ મારે રીતલને મળવુ છે બીજી છોકરીને નહીં . હા તમારે મળ્વુ હોય તો હું આવુ..? "

"

એક મિનિટ , મનન, પેહલા એ કહો કે તમે રોજ કોને મળો છો ?  ને અત્યારે કોને મળવા જવુ છે ..!" રિકલનો ગુચ્ચા ઉપર આશમાન સુધી પહોંચી ગયો હતો. જે જોઈ રવિન્દ અને મનન વઘારે તેને ચિડવતા હતા. મનન અને રીકલ વચ્ચે લડાઈ શરુ થતા રવિન્દ ત્યાથી ઊભો થઈ જતો રહ્યો.કયા સુઘી તો તેનુ ચાલતુ રહ્યુ.


આજે બીજો દિવસ પણ પુરો થઈ ગ્યો હતો .પણ રિતલના તરફથી કોઈ જવાબ ન હતો હજી. પેહલી મુલાકાત અઘુરી રહી તે વાતથી રવિન્દ ને થોડુક  દૂ:ખ લાગતુ હતુ.પણ ફરી મળશુ કે નહીં તે વાતથી તે વધારે પરેશાન હતો.જેવી રાત રિતલની હતી તેવી જ રાત રવિન્દની પણ ગુજરી રહી હતી. એકબીજાના વિચારમા બને આખી રાત જાગતા રહ્યા.


♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥


બનેના મળતા વિચારો એક હતા. પણ બને એક થશે કે   નહીં ?  અને થશે તો તેની આગળની જીદગી કેવી હશે ?  અને નહીં થાય તો...! આ પ્રેમ હશે કે ખાલી જવાનીનો ઉમગ ?  ને રિતલે તેના મન સાથે શું  ફેંસલો લીધો હશે. તે જાણવા વાંચતા રહો 'જયારે દિલ તુટયુ તારા પ્રેમમાં ' 

ક્રમશ :