આજની રાત એક એક એવી પહેલી લઇને આવી હતી કે તેને સુલજાવવી કે પછી એમ જ રેહવા દેવી. વિચારની ગતીએ જાણે એક એવી દીશા બતાવી હોય કે ત્યાથી બાહાર નિકળવા નો રસ્તો જ ના મળે. રીતલના પરીવારે તો વિચારી લીધુ હતું કે આ વાત આગળ ચલાવી પણ રીતલનુ મન માનતું ન હતુ. રાત ઘણી થઈ ગઈ હતી ને મહેમાન પણ જતા રહ્યા હતાં. બઘા પોતાની રુમમા જ્ઈ સુઈ ગયા. પણ રીતલને નિદર કેમ આવે જયારે તેની જીંદગી એક મોડ પર આવી ને ઊભી હતી કે તે ખુદ સમજવા અસમર્થ હતી.
કયા સુધી તે પોતાની સાથે વાતો કરતી રહી ને વિચારતી રહી કે કોઈ ઈનશાન પેહલી જ મુલાકાતમાં પ્રપોઝ કેવી રીતે કરી શકે ? શું પ્રેમ કંઈ વિચારયા વગર થઈ જાય ! તે શું જાણે છે મારા વિષે ? હજી તો અમે બેસીને બે મિનિટ સરખી વાત પણ નથી કરી તો તે કેવી રીતે સમજી શકે કે તેના દીલમા મારા માટે પ્રેમ છે. હું નથી માનતી આ પ્રેમને. આ તો એવુ જ થયું કે કોઈ છોકરી ગમી ને I love you કહી દીધું. ખબર નહી તેને મારામા એવુ શું જોયુ કે વગર વિચારે કહી દીધું. રિતલના વિચારોએ તેને જકડી રાખી હતી. એટલે જ સાયદ તે પોતના દિલ ની આવાજ સાંભળી નો'તી શકતી, નહીંતર તેનુ દિલ પણ તેને તે જ કે'ત જે રવિન્દ તેને કંઈ ને ગ્યો હતો .
ઘડિયાળનો કાંટો ફરતો હતો. તે કયારેક બાહાર બાલકનીમા ઊભી રેહતી તો કયારેક પુસ્તકો વાચવાની કોશિષ કરતી. પણ, તેનુ મન હજી તે વિચારોમા ભમતુ હતુ. તેમહેસૂસ કરતી હતી રવિન્દના હાથનો સ્પર્શ , જયારે તેને તેના હાથમાં નંબર લખ્યો હતો ત્યારે તેના દિલ જાણે બધી જ વાત ભુલી ગયુ હતું. તે લખેલ નંબર સાયદ તે એટલી વાર વાંચી ગઈ કે તેને યાદ પણ રહી ગ્યો હશે.
લાંબી રાત પછી તેને એક ઝબકી લીઘી તે પણ રવિન્દના વિચાર સાથે જ કે -"કાલે હું તેને નહીં મળુ. જયારે ,પણ તે મને મળે છે મારી રાત ખરાબ થાય છે . ને પપ્પાને પણ કહી દેવા કે મારી સામે તે છોકરાની વાત ન કરે. તમારે જે કરવું હોય તે કરો પણ મને તેના વિશે નહીં પુછતા ." વિચારોથી થાકી તેને એક ફેસલો તો લીધો પણ તે પોતે પણ જાણતી હતી કે આ શબ્દો કોઈને કેહવાની તેની હિમ્મત નથી ચાલતી.
**********************************************
અફડાતફડી કરતુ રવિન્દનુ દિલ હવે એક પળ પણ રીતલથી દુર ખસવા નો'તુ માગતુ. જેવી રાત રિતલની હતી તેવી જ રાત રવિન્દની પણ હતી. આખની સામે બસ એક જ ચહેરો હતો. દીલ કેહતુ ને તે સાભળતો હતો. ખામોશ લબ્જ ધણુ કેતી હતી. પણ ખુશીથી લેહરાતા મન સાથે તેની આખો રીતલના ખામાશ ચેહરા ને નિહાળ્તી હતી. ના તેના વિચારો તેને સુવા દેતા હતા ,ના રીતલની સાથે મળેલી પેહલી નજર.
આખી રાત ના ઉજાપા સાથે સવાર થઈ. હમેશા રવિન્દની સવાર વેહલી થતી જયારે આજે થોડીક મોડી થઈ હતી. તેના પપ્પા ને ભાઈ ઓફીસ માટે નિકળી ગયા હતાં .તે ફટાફટ તૈયાર થઇ તે પણ ઓફિસ જવા નિકળ્યો, ત્યાથી તેને કોલેજ પણ જવાનુ હતુ. હવે લંડન જવાના ખાલી 29 દિવસ જ બાકી હતા. હજી ધણી ફોરમાલીટી પુરી કરવાની હતી. બંને ત્યા સુધીમા તે આજે જ કામ પુરુ કરવા માગતો હતો પણ આજે ઓલરેડી થોડુ મોડુ થયુ હતું. તે ગાડી લઈને બાહાર નિકળ્યો.
ઓફીસ નુ કામ પતાવી તે કોલેજ ગયો. કોલેજમાં જતા જ તેની નજર ફરી એક છોકરી પર મડરાણી. પાછળથી જોતા તો તેને રિતલ જ લાગી પણ રીતલ મારી કોલેજમાં કેવી રીતે.! તે વિચારથી તે ચુપ રહો .પણ તે રીતલને ના ઓળખે તે કેમ બની શકે. હજી તે બરાબર રીતલને જોવે ત્યા જ તેનો ફેન્ડ વિનય આવી ગયો.
" ચલને યાર, આજે છેલ્લો દિવસ છે કોલેજનો તો પાર્ટી કરીએ. "વિનય તેને જબરદસ્તી ઉઠાવી બાહાર લઈ ગયા.
"અાજે નહી વિનય ફરી કયારેક, આજે મારે બીજા ઘણા કામ પુરા કરવાના છે." તે રીતલ પાસે જવા માંગતો હતો પણ તેના દોસ્ત જવા દે તો જાયને તે હા ના કરતો રહ્યો ત્યાં તો રીતલ ત્યાથી નિકળી ગઈ હતી.
"ફરી કયારેક...! ના રવિન્દ ફરી આપડે કયારે આવી રીતે ભેગા નહીં થઈ શકીએ. પછી તુ તારા રસ્તે ને હુ મારા રસ્તે. શું ગેરન્ટી કે પછી આપડે કયારે મળયે ના મળયે."
'ઓકે,બાબા, હવે વઘારે ઈમોશનલ થવાની જરૂર નથી. ચલ. બોલ કયા જઈશું."
"આપડા પોતાના અડા પર...."
"હમમમ, સમજી ગ્યો. આજે તે આવવાની લાગે!..!"
"ના એવુ કાંઇ નથી .તો ચલ તુ બતાવ ક્યા જવુ અત્યારે ?"
"તુ કહે ત્યાં જ હોયને હવે "
જીગરી જાન ગણાતો રવિન્દનો આ મિત્ર વિનય, લગભગ તે અગિયારમા ધોરણમાં હતો ત્યારથી તેની સાથે ભણતા. સાથે રેહવુ,સાથે ફરવુ ને સાથે જ ભણવુ. છેલ્લાં પાંચ વર્ષથી બંને સાથે જ હતા. રવિન્દ થોડાક દિવસ પછી લંડન જશે ને વિનય તેના પોતાના શહેરમાં રાજકોટ ચાલ્યો જશે .ફરી બંનેની મુલાકાત કયારે થશે તે નકકી ન હતુ. આજે કોલેજના આખરી દિવસનને વિનય મન ભરી માણી લેવા માગતો હતો. પણ, રવિન્દ નુ ઘ્યાન રિતલ પર હતુ. કેહવાય છે ને જયારે દિલ પ્રેમમા પડે છે ત્યારે બઘુ ભૂલી જાય છે. વિનય તેની સાથે કોલેજની વાતો કરે છે ને વિનય હજી તે વિચારોમા છે કે રીતલ મારી કોલેજમાં શું કરતી હતી.
♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥
હમેશા લોકોથી ભાગતી રિતલ ફરી એકવાર રવિન્દને મળવાની હતી. પણ વિનયે તેને બચાવી લીઘી. શું આજે તે મળશે?શુ કામ આવી હતી તે રવિન્દની કોલેજમા ? કોણ દેશે આ પ્રેમમા દગો ,ને કયારે તુટશે તેનુ દિલ તે જાણવા જોતા રહો જયારે દિલ તુટયુ તારા પ્રેમમાં.... (ક્રમશ)