એક અલગ જ દુનિયામાં તે પ્રવેશી ગઈ હતી. ડોર્ઈગ ની દુનિયા કરતા અહી તો ફેશનની દુનિયા વધારે હતી. રીતલે કલાસમાં પ્રવેશ કર્યો. તેનો લુક બધાથી અલગ તરવરતો હતો. જેવી તે અંદર ગઈ તેવી તરત જ તેની નજર સામે બેઠેલી તે છોકરીઓ પર ગ્ઈ. બે ઈંચ ટુકા તેના કપડાંમાં પુરુ શરીર શું ઘુટન પણ નહોતા ઢકાતા. રીતલને થોડું અજીબ લાગયું કે આ લોકો અહીં ભણવા આવે છે કે ફેશન શો કરવા. તેને કંઈ સમજાતું ન હતું. હાઈ-ફાઇ ગણાતા આ કલાસમાં ખાલી પૈસાવાળાના છોકરાઓ જ આવતા તેમાં તેનું ભણવું થોડું મુશ્કેલ હતું.
આજે પહેલો દિવસ હતો એટલે ભણવાનું ન હતું. બધા એકબીજા સાથે દોસ્તી કરી રહ્યા હતા ને રીતલ બધાથી એકલી બેઠી હતી. તેને અહીં નહોતુ આવવું પણ રવિન્દના કારણે તે અહીં આવી તો ખરી પણ અત્યારે તેને તેના પર ગુસ્સો આવતો હતો. એક કલાકથી વધારે તે આજે બેસી ના શકી. ક્લાસ પુરો થયા પહેલા જ તે બહાર ગાડી લઈને નિકળી ગઈ. કોલેજની બાજુમાં ગાડૅન પાસે તેને ગાડી ઊભી રાખી ને સોનાલી ને કોલ લગાવ્યો. " તું અડધો કલાક માટે કોલેજવાળા ગાડૅનમાં આવી શકે ??"
સૌથી બેસ્ટ ગણાતી તેની આ એક જ ફેન્ડ હતી. તે બોલાવે ને સોનાલી ન આવે તે પોસિબલ ન હતું પણ આજે તે આઉટ ઓફ સીટી હતી એટલે તે ના આવી શકી. આજે તે એકલી જ હતી ને સ્વભાવિક છે કે એકલા માણસ વિચારો વચ્ચે હંમેશા પાગલ હોય. તેનું મન કોઈ પણ જગ્યાએ લાગતું ન હતું. તે થોડીકવાર ત્યાં બેઠી પછી ઘરે ગ્ઈ. રૂટીન ચાલતા નિયમમાં તે વ્યસ્ત બની ગઈ ને વિચારો ભુલાઈ ગયાં.
રાતના અગિયાર વાગતાં રવિન્દનો કોલ આવ્યો " સોરી રીતલ, થોડું લેટ થઈ ગયું આજે, સુઈ ગઈ કે.." એકીસાથે રવિન્દ બોલતો ગયો ને તે સાંભળતી ગઈ આજે આખા દિવસ પછી અત્યારે મનને થોડી શાંતિ થઈ હતી.
"તમે જ વાત કરતા રહેશો કે મને પણ કંઈ બોલવાનો મોકો આપશો. "
''ઓ, હું ભુલી જ ગયો કે સામે કોઈ છે. તો બોલો આજનો દિવસ કેવો ગયો ને ક્લાસ પર શું કર્યું."
"એકદમ બોરીગ, કેવા ક્લાસ પર મારુ એડમિશન કર્યુ!!! તમને ખ્યાલ છે. મને ત્યાં નહીં ભાવે તો હું કાલથી ત્યાં નહીં જાવ. "
"મને ખબર જ હતી કે તું કંઈક આવું જ કરીશ એટલે મે ભાઈને કહી ફી પહેલાં જ ભરી દીધી. "
"તમે મારા દુશ્મન છો કે દોસ્ત!! જે મને નથી ગમતું એ કરવામાં તમને મજા આવે ને... "
"એવું નથી, તને શું લાગે કે હું તારા માટે કંઈ ખરાબ કરુ..!! રીતલ અમદાવાદમાં સૌથી બેસ્ટ ક્લાસ તે એક જ છે. એક બે દિવસ તને એવું લાગશે પછી મેળ આવી જશે."
ઘડિયાળનો કાંટો ફરી રહ્યો હતો ને સમય ભાગતો હતો. કલાક, બે કલાક ,ત્રણ કલાક પણ વાતો પુરી થતી ન હતી. આ વાત કરવાનો છેલ્લો દિવસ હતો ને પછી સન્ડે ખાલી અડધો કલાક જ વાત કરવા મળશે. એ વાતથી બંને ના ખુશ હતા. પણ, પોતાના સપના માટે આટલી કુરબાની સ્વિકાર હતી. અહીં સવાર થવાની તૈયારીમાં હતું ને ત્યાં હજી દિવસ હતો.
"કેટલું બધું બદલાઈ જાય છે રીતલ અહીં આવતા. આપણો દેશ, આપણી ભાષા, આપણો પહેરવેશ, આપણી ખાણી ને આપણી રેહણી અહી બધું જ અલગ છે. અહીં ના લોકો સાથે વાતચીત કરવા હજાર વાર વિચાર કરવાનો. ખરેખર આપણો દેશ મહાન છે. તેની સભ્યતા આપણો રુતબો છે. " તે બોલે જતો હતો. લંડનની ભુમિને જોયા પછી ભારતની ભૂમિ વધારે યાદ આવતી હતી. કંઈક ડર પણ હતો તેને કે અહીં ની રહેણી તેને બદલી ન દે પણ રીતલ તેના વિશ્વાસ ને તુટવા નહોતી દેતી. વાતો વધતી જતી હતી ને સવાર વહેલું થઈ રહ્યું હતું. આખોએ એક ઝબકી લીધી ને મોબાઈલ એમ બાજુમાં રહી ગયો.
ફરી તે સવાર ને ફરી તે સપના. તે વહેલી ઊઠી તૈયાર થઇ ક્લાસ પર ગ્ઈ આજે થોડું તેને સારુ લાગતું હતું. નવા દોસ્તો સાથે મળવું થોડું મુશ્કેલ હતું પણ રવિન્દની વાત પર વિશ્વાસ રાખી તે કદમ આગળ વધવાની કોશિશ કરી રહી હતી.
આજે ઘણા નવા ફેન્ડ તેને બનાવી લીધા હતા. ક્લાસમાં વધારે સંખ્યા તો ન હતી પણ જેટલી હતી તેટલી માથા ભારે હતી. સૌથી વધારે ફેશન ની દુનિયા ગણાતી અર્પિતા બધાથી અલગ હતી. હંમેશા તેની દુનિયામાં મસ્ત રહેવાવાળી ને સૌથી બેસ્ટ પરફોર્મન્સ આપવા વાળી તે એક જ હતી. તેનું ડોર્ઈગ કેટલાઈ ન્યૂઝ પેપર પર વિખ્યાત હતું. જેટલી તે હોશિયાર હતી તેટલી ઘમંડી પણ હતી. તેની દુનિયા બધાથી અલગ હતી. રીતલ સીધી જ આજે તેને ટકરાની તેને ખ્યાલ ન હતો કે તેની સાથે બેસવું ભારી કામ છે. હાઈ હેલ્લોથી વધારે કંઈ ન બોલતા રીતલ ચુપ રહી. જયારે તેને ખબર પડી કે અર્પિતા આવી છોકરી છે ત્યાં સુધી તો તેને કંઈ ન લાગ્યું. કેવી દુનિયામાં તે પ્રવેશી હતી તે તેને ખ્યાલ આવતો હતો પણ રવિન્દના કારણે તે અહીં એક સમય વિચારવા માગતીં હતી.
♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥
રવિન્દના કહ્યા પર તે આવી તો ખરી પણ આ અજીબ લાગતી દુનિયામાં તે કેટલા દિવસ સુધી રહી શકશે???ને આ અર્પિતા કોણ છે શું રીતલ તેને તેની ફેન્ડ બનાવી શકશે??? શરૂ થયેલા આ નવા કોમ્પીટેશનમા કોણ જીતશે ને કોણ આગળ વધી બાજી પલટી દેશે જે જાણવા વાંચતા રહો જયારે દિલ તુટયું તારા પ્રેમમાં (ક્રમશ :)