jyare dil tutyu Tara premma - 29 books and stories free download online pdf in Gujarati

જયારે દિલ તુટયું તારા પ્રેમમાં - 29

"રીતું કાલે આપણે તારા માટે ખરીદી કરવા જવાનું છે. તું રવિન્દ સાથે કોઈ પ્રોગ્રામ નહીં કરતી. "

"ભાઈ,પણ, તમારે તો કાલે ઓફીસ શરૂ છે'ને!!! "

"તારા માટે એક દિવસતો તારો ભાઈ છુટી રાખી જ શકે ને!! પપ્પા, તમે ને મમ્મી પણ આવશો ને?? " સાંજે જમવાનું પુરુ થયા પછી આખો પરિવાર સાથે બેઠો હતો ને વાતોનો દોર શરૂ હતો.

" પિયુષ તમે બધા જ્ઈ આવજો, મારે કંકોત્રી માટે જવાનું છે. ને સાથે રાજેશભાઈના ઘરે પણ જવાનું છે તેમના મેહમાનની લીસ્ટ લેવા."

" ભાઈ નકકી થઈ ગયું તો હવે હું જાવ નિંદર આવે છે??

" નિંદર આવે છે કે કોઈ ફોનની રાહ જોવે છે..!!!શું રીતું હવે, આખી જિંદગી તો તેની સાથે જ રહેવાનું છે. જેટલા દિવસ છે એટલા દિવસ તો અમારી સાથે બેસી શાંતિથી વાતો કર પછી આ સમય નહીં મળે. " આટલું જ બોલતા પિયુષની આખો ભરાઈ ગઈ તેની સાથે રીતલની આખોમાં પણ આશું આવી ગયાં.

મહોલ રડમસ બને તે પહેલાં જ રિતલ બોલી ,'' શું ભાઈ તમે પણ. હજુ હું એમ કઈ નથી જવાની આ ઘરે થી હજુ તો તમારી સાથે બકવાસ મુવી જોવા જવું છે . પાપા સાથે ફરવાનની જીદ કરવાની છે. મમ્મી ની થોડીક મજાક ઉડાવી છે ને ભાભી સાથે લારી માં જઈ પાણીપુરી ની મજા લેવાંની બાકી છે. દિવસો ઓછા છે પણ સમય બહુ જ છે મારી પાસે. હવે હું જાવ રવિન્દ સાથે ફોનમાં વાત કરવા??" પિયુષ શું કહેશે તેની રાહ જોયા વગર જ તે રૂમમાં જતી રહી. રવિન્દના ત્રણ મિસકોલ તો આવી પણ ગયા હતા. તેને રૂમમાં જતા જ ફોન લગાવ્યો ને તે રવિન્દ સાથે વાતોમાં લાગી ગઈ. અડધી રાત વાતોમાં નિકળી ગઈ ને સવારે વહેલાં તૈયાર થઈ તે પિયુષ અને નેહલ સાથે સોપિગમાં લાગી ગઈ.

"ભાઈ, આ સાડી ભાભી પર કેવી લાગે છે??"

"બધી સાડી નેહલ માટે જ લેવાની છે કે તારા માટે પણ પસંદ કરવાની છે"

"પિયુષ તમે રીતું ને સમજયા નહીં, તે ખાલી સાડી મને પહેરાવે છે. બાકી તો આ બધી જ સાડી તે પોતાના માટે ખરીદે છે."

"ભાભી, આપણી ફોરમુલા ભાઈ ન સમજે તે ક્યારેક ખરીદી કરવા આવે તો ખબર હોય ને?"

" ખબર છે મને તમારી ફોરમુલા એકની વસ્તું બીજા પર યુઝ કરવી. "

'' હમમમ, રીતું હવે ખબર પડી તને? પિયુષ, મને પણ કહે છે કે તારે જેટલી સાડી લેવી હોય તેટલી લઇ લે. આમ સીધું જ કહી દો ને!! "

"તમે બંને અહીં મને લૂંટવા માટે લાવ્યા છો? "ત્રણેની મજાક મસ્તી વધતી જતી હતી ને પાછળ કસ્ટમરની લાઈન થઈ ગઈ હતી. તેમાં પણ એક કલાક થ્ઈ છતાં પણ હજુ એક પણ સાડી ખરીદી ન હતી.

"ભાઈ તમારે સાડી ન લેવી હોય તો સાઈટ પર થઈ જાવ, મારે બીજા કસ્ટમર પણ છે. " દુકાનદાર પણ તેમને સાડી દેખાડી દેખાડી થાકી ગયો હતોને તે એમ જ વાતોના ગપાટા લગાવી રહ્યાં હતાં. ત્યાં એમ જ મુકી તે બીજી દુકાને ગયાં. એમ આખા દિવસમાં કેટલી દુકાનો રખડયા ત્યારે માડ કરી પાંચ સાડી ખરીદી.

આજનો દિવસ તો ખરીદીમાં નિકળી ગયો. રોજની જેમ આજે પણ રવિન્દનો ફોન રણકયો આજે થાકના કારણે નિંદર જલ્દી આવી ગઈ ને સવાર વહેલું થયું. નિત્યક્રમ ચાલતા દિવસમાં હવે ઘણો ફેરફાર થઈ ગયો હતો તે સવારે વહેલા જાગતી ને ભાભી ને રસોઈમાં મદદ પણ કરતી. લગ્નના દિવસો નજીક આવી રહ્યાં હતાં એટલે તેમાં દિવસ વધારે ખોવાઈ જતો હતો. લગ્નની કંકોત્રી વેહચાઈ ગઈ હતી ને મહેમાનો પણ ઘરે આવવા લાગ્યા હતા.

મનમાં ચાલતા વિચારોને તે રોકી નહોતી શકતી. એકબીજુ તેની જિંદગીની ખુશી હતી ને બીજી બાજુ તેના જ ઘરને છોડી તેને બધાથી દુર જવાનું હતું તેનું તેને દુઃખ પણ હતું. વિચારો વચ્ચે જ તેને રવિન્દ સાથે બહાર જવાનું યાદ આવતાં તે ફટાફટ તૈયાર થઈ જયાં રવિન્દે તેને બોલાવી હતી ત્યાં તે પહોંચી. રસ્તામાં ચાલતા પણ તેના વિચારો શરૂ જ હતા. રવિન્દે આમ અચાનક તેને કેમ બોલાવી હતી ને તે પણ એક ફામહાઉસમાં. તેને કંઈ સમજાતું ન હતું. આમ તો રવિન્દ તેને હંમેશા જ સાથે લઈ જતો પણ આજે તો ડાઈવર સાથે આવવા કહ્યું એટલે, તેના વિચારો વધું ભમતાં હતા.

તે ગાડીમાંથી નીચે ઉતરી અંદર ફામહાઉસ તરફ ગ્ઈ. એક ખુબસુરત ગાડૅનની જેમ જ ચારે ફરતી લીલી હરિયાળી હતી. સાઈટ પર મસ્ત ફુવારાની રીમજીમ ને તેની પાસે જ એક સ્વિમિંગ પુલ હતો. તેની થોડીક જ બાજુમાં એક ઝૂંપડી હતી ને ત્યાં મસ્ત મ્યુઝિક વાગતું હતું. ડાઈવર તેને મુકી જતો રહ્યો હતો ને તે એકલી જ આ ફામહાઉસમાં ઊભી હતી. આસપાસ તેને રવિન્દ ન દેખાતા તે થોડીક ડરેલ પણ હતી. તેને ધીમેકથી ઝૂંપડીનો દરવાજો ખોલ્યો ને તે તેમાં પ્રવેશી. આખી ઝૂંપડીમાં અધારું હતું ને મીણબતીના પ્રકાશની તે ઝળહળી રહી હતી. 'રવીન્દ' તેના પડધા બની બહાર ફેંકતા હતા. તે જેમ અંદર જતી હતી તેમ તેને ખુબસુરત દુનિયાની જાખી થતી હતી. મ્યુઝિક નો અવાજ વધ્યો ને સાથે વીજળીના ઝબકારાની જેમ રોશની પણ ઝળહળી ઊઠી. તેની નજર સામે દિવાલ પર ગ્ઈ તેમાં તેની જ બનાવેલ એક પિન્ટીગ લગાવેલ હતી ને બાજુમાં માટા અક્ષરે લખેલ હતું 'આ્ઈ લવ યુ રીતલ' તે મનોમન ખુશ હતી પણ વિચારો હજું વિચારતા હતા કે આ બધું જ રવિન્દે કર્યું તો તે ક્યા છે.

"એ રંગીન દુનિયાકી તુમ ખુબસુરત પરી હો
જબ સે મીલી હો તબસે મહોબ્બત હૈ
કેસે કહું મે આજ તુમસે મેરી જાન
કે તુમ મેરે હી દીલકી પહેશાન હો"

રવિન્દના શબ્દો તેને કાને અથડાયા ને તેને પાછળ ફરી ને જોયું એક ગુલદસ્તા સાથે તે ત્યાં જ ઊભો હતો. રીતલને પાછળ ફરતા જ તેને તેના હાથમાં ગુલદસ્તો આપ્યો

" હેપ્પી એનિવર્સરી બેબી"

એક આશ્ચર્યજનક પરિસ્થિતિમાં ઊભેલી રીતલને આ બધું સપનું જ લાગતું હતું. હંમેશા બધા જ દિવસને યાદ રાખતી રીતલને સમજાતું ન હતું કે આજનો દિવસ કયો હતો ને રવિન્દ આ શેની એનિવર્સરી મનાવી રહ્યાં હતો. તે એમ ઊભી રવિન્દ સામે જોઈ રહી હતી.

♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥

રવિન્દને આપેલું આ સ્પરાઈઝ એક સપનું હશે કે હકિકત? ખરેખર આ હકીકત હશે તો આ અનજાન અેનિવસૅરી તેમની કંઈ યાદગાર પળ હશે?? આગળ શું થવાનું છે ને રીતલની જિંદગી શું મોડ લેવાની છે તે જાણવાં વાંચતા રહો જયારે દિલ તુટયું તારા પ્રેમમાં ( ક્રમશઃ)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED