"કદાશ રીતલ, તું પણ મને આટલો પ્રેમ કરતી જેટલો હું તને કરુ છું!!!"
"મહેદીનો રંગ વધારે છે એનો એ મતલબ નથી કે તમે મને વધારે પ્રેમ કરો ને હું ઓછો, તમારા પ્રેમ કરતા મારો પ્રેમ વધારે છે. કસોટી કરવી હોય તો કરી જુવો??? ""
"કસોટી........ ના..... હો.... તારી કસોટી કરીને મારે મરવું છે.....!!!!! હું તારી એક કસોટી કરુ તો તું મારી આખી જિંદગીની કરી નાખ.""
"તો તમે મારાથી હવે ડરવા પણ લાગ્યાં??? "
""લોકો કહે છે, કે પત્નીની સામે બોલતા પહેલાં સો વાર વિચારી લેવાનું. કેમકે, જો તેને વાત સમજ ના આવી તો ડાયરેક વેલણ જ ઉપડે...એટલે, ડર લાગે....!!""
"મતલબ તમે મારાથી નહીં ને વેલણથી ડરો છો!!! સારુ થયું આ વાત પહેલા કહી દીધી, લંડનમાં તો આપણે એકલા હશું એટલે તમારી મનમાની વધારે ચાલે ત્યારે મારે વેલણ ઉઠાવવા થાય."
"તો તું ખરેખર આવું કરીશ મારી સાથે...?? "
"હમમમમ, જેવા તમારા લખણ. " સંગીત ફંકશન શરૂ હતું ને બંને મસ્ત વાતોમાં ખોવાઈ ગયા હતાં. કોઈ ગરબાની રમઝટ બોલાવતું તો કોઈ ડીજે પર નાસ્તું હતું. મહેમાનથી આખો હોલ ગુજતો હતો ને બે દિલ આવનારી નવી જિંદગીના સપના સજાવી રહ્યા હતા.
બધાની જીદ પર કપલ ડાન્સ શરૂ થયોને તેમાં રીતલ અને રવિન્દની જોડી પણ હતી. હાથોમાં હાથ હતો ને એકદમ શાંત અવાજે મ્યુઝિક વાગી રહ્યું હતું. દિલ જુમી રહયું હતું એકબીજાની બાહોમાં. બધું ભુલાઈ ગયું ને બે દિલ એકબીજામાં ખોવાઈ ગયા. રોમાન્સની મહેફિલમાં બંને અંદર જ ખોવાઈ ગયા હતા ને સંગીતના સુરની સાથે જ તાલ પણ મળી રહયા હતા. આજની રાત ખુશીની સાથે ધણું બધું લ્ઈને આવી હતી તેમના જીવનમાં. સંગાઈ પછી તેમના જીવનમાં ધણા બદલાવ્યો આવ્યા. પણ, બધી જ એક યાદગાર પળ બનીને તેમના જીવવની રાહ અલગ બનાવતી ગઈ. આજનું આ ફંકશન પુરુ થયું ને બંને પરિવાર અલગ થયા. હવે કાલે સાંજે આ હોલમાં ફરી મળવાનું હતું ને તૈયારી ધણી બાકી પણ હતી.
જે પળનો તે ઈતજાર કરતી હતી તે પળ તેમની જિંદગીની સૌથી મોટી ખુશી લઇ ને આવ્યો હતો. ફાઈનલી તે કાલે રવિન્દની બની જશે. ખુશીની સાથે તેના મનનાં દુઃખ પણ હતું આ ઘરને છોડવાનું, આ પરીવારથી દુર જવાનું ને તેની સાથે ડર પણ હતો એક નવા રીશતાને એકલા હાથે સંભાળવાનો. વિચારોયેલ ચડેલ તેના મનને તે રોકવાની કોશિશ કરી રહી હતી. ત્યાં જ સોનાલી તેની પાસે આવી ને તે વિચારમાંથી બહાર નિકળી.
"અરે તારી આખોમાં આશું.....!!! ઈનપોસિબલ રીતલ? આમ તો કોઈ છોકરી સાસરે જતી હોય ત્યારે તું કહેતી કે આમા શું રડવાનું આ કોઈ રડવા જેવી વાત છે. મારી વિદાય વખતે હું એક પણ આશું નહિ બહાવું!!! ને તે તો ગગા જમના અત્યારથી શરૂ કરી દીધા....!!"
"હા તો , ત્યારે મને થોડી ખબર હતી કે ઘર છોડવાથી આટલી તકલીફ થાય. ને મને કોઈ આજે રડવાનો શોખ નથી થતો."
"ઓ...!!!! તો...!!!! બીજા બધાને શોખ થતો હશે એમને??""
"મે, એમ કંઇ કીધું. તારી યાદત ગઈ નહીં હજું પણ મને હેરાન કરવાની કેમ.?"
"હમમમમ..... !! ચલ છોડ બધું તું નીચે આવ બધા તારી રાહ જોવે છે.."
"પણ, કેમ....... " રીતલનો જવાબ ન આપતા સોનાલી તેનો હાથ પકડી તેને નીચે લઇ ગઇ. આખો પરિવાર તેનો નીચે બેસી ગેમ રમી રહ્યો હતો ને રીતલ તે બધાને જોઈ રહી. આજે સંગીતના કારણે થાક તો ઘણો હતો પણ ફરી રીતલ તેમની સાથે કયા રેહવાની હતી. મજાકની મુડમાં ખોવાયેલ તેમના પરિવારને જોઈ આજે ખરેખર તેમની આખમાં આશું આવી ગયાં હતાં. હંમેશા આમ જ હસ્તો ખેલતો પરીવાર તેની સાથે કેટલો ખુશ રહેતો. ધ્યાન રમતમાં હતું ને મન વિચારો પર હતું. આજની રાત અહીં છેલ્લી રાત હતી. ખબર નહીં પછી કયારે આ સમયે તે અહીં હોય. રવિન્દની સાથે હંમેશા માટે આ બધાથી દુર જવાનું હતું. લગ્નની તે રાત ને બીજી રાતે તો પ્લેનમાં હશે. એકજ પળમાં આ બધું છુટી જશે ને એક નવી જિંદગી શરૂ થશે.
"રીતું, તું દરવખતની જેમ આજે સીટિંગ કરતા પકડાની તો.... " પિયુષનું વાકય અધુરુ જ કાપતા તે બોલી " તો શું કરશો તમે મને ગેમમાથી બહાર કાઠશો પણ આ વખતે હું કોઈ એવી સીટિંગ કરી કે તમારા હાથમાં પણ નહીં આવું "
"મતલબ તું સીટિંગ કરી તે પાકું એમને...???"
"હમમમ, તમારી તાકાત હોય તો મને રોકી બતાવજો"
"તમારુ ભાઈ બહેનનું પત્યું હોય તો હું પન્ના બિટું" હંમેશા ભાઈ-બહેનની વચ્ચે પડતી નેહલ આજે પણ તેમની લડાઈ વચ્ચે ઊભી હતી. ગેમ શરૂ થઈ ને કયાં સુધી ચાલતી રહી છેલ્લે બધા જ સુઈ ગયા ત્યારે રીતલ અને પિયુષ બને એકલા રમતા રહ્યા. પિયુષ પણ થાકી ગયો ને ગેમ ઓવર થઈ ગઈ. રાત ધણી થઈ ગઈ હતી. રમતા રમતા બધા જ ત્યાં જ હોલમાં સુઈ ગયા ને રીતલ તેના રૂમમાં ગઈ. આજની રાત તેને કયા સૂવાનું હતું.
રાતના અંધારામાં ચાલતા એક બે વાહનો ના કારણે રસ્તાને પણ ડિસ્ટપ થતું હતું. સુનું આકાશ આજે વધારે સુનું લાગતું હતું. કેટલું બધું બદલાઈ ગયું તેની જિંદગીમાં જે પરીવારથી તે એક દિવસ પણ દુર નહોતી રહી શકતી તેનાથી આખી જિંદગી દુર રહેવાનું હતું. એક અજીબ જ સફરની રાહ પર તેને ચાલવાનું હતું. ખરેખર આ પ્રેમની માયાજાળ તેને બાધે છે નહીંતર તેની જીદ તો તેનું સપનું હતું તે પુરુ તો થયુ પણ એમ અધુરા અરમાનની જેમ ખોવાઈ ગયું. તેની જિંદગી તેના સપના બધું જ તેનું. તેમા મારુ...... !!!! તેના શબ્દો ત્યાં જ થંભી ગયા ને આખમાં આશું સરી પડયાં. કયાં એક આઝાદ જિંદગી જીવતી રીતલ કોઈના પ્રેમની લાગણી બની ગઈ. રડતી આખો એમ જ રડતી રહી ને સવારની ચહલપહલ શરૂ થઈ ગઈ. સવારના પ્રભાતિયા શરૂ થતા તે બહાર આવી. લગભગ ધરના બધા જ જાગી ગયા હતાને મંડપ મુહૂર્તની તૈયારીમાં પણ લાગી ગયા હતાં.
કેટલો ખુશ લાગતો હતો આજે તેને તેનો જ પરીવાર. દોડધામ કરતા પપ્પા અને ભાઈ ,તેમની જ સાથે રાતભર જાગ્યા હોય તેવું લાગયું. મમ્મીને પણ કયા ફુરસદ હતી આજે રીતલ પાસે બેસી વાતો કરવાની ના નેહલ પાસે સમય હતો. આ બધી તેના જ લગ્નની તૈયારી......ફરી તેની આખો ભીની થઇ. કોઈ તેને રડતા જોઈ લેશે તો આ ખુશીમાં ભગ પડી જશે તેમ વિચારી તે રૂમમાં ફરી જતી રહી.
♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥
લગ્ન જીવનમાં બધાવા જ્ઈ રહેલી રીતલની જિંદગી શું મોડ લઇ ને આવશે?? આમ જ તેના પ્રેમનો ઉભરો છલકાતો રહશે કે કોઈ નવી પહેલી બંનેની જિંદગી બદલીને વિખેરી દેશે કેવી હશે તેમની આવનારી પળ ને શું થશે હવે તેની લાઈફમાં તે જાણવા વાંચતા રહો જયારે દિલ તુટયું તારા પ્રેમમાં (ક્રમશઃ)