Featured Books
  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

શ્રેણી
શેયર કરો

જયારે દિલ તુટયું તારા પ્રેમમાં - 30

હજી તો તેના વિચારો પુરા પણ થયા ન હતા ને રવિન્દે તેના હાથને સ્પર્શ કર્યો ને તે વિચારમાંથી બહાર આવી. " રવિન્દ, આજનો દિવસ મને યાદ નથી આવતો!!!શું આપણે આ દિવસે કયારે પણ મળ્યા હતાં?? આમ તો દર વર્ષે આપણે ખાલી સંગાઈની તારીખ જ મનાવીયે છીએ રાઈટ!!! તો હવે આ નવા દિવસે આપણી એનિવર્સરી સો લોજીક "તેના સવાલમાં રવિન્દનો જવાબ હતો પણ તે તેને ધુમાવીને કહેવા માગતો હોય તેમ તે તેને અંદર લઈ ગયો.

એક રુમની અંદર તેવો પ્રવેશ કર્યો તેની દિવાલ પર રીતલ સાથે વિતાવેલ બધી જ પળો ની તસ્વીર હતી. " રીતલ, આ બધી જ તસ્વીર જો ને પછી યાદ કર કે આજનો દિવસ આટલો ખાસ કેમ છે?"

તેને બધી જ તસ્વીરને જોઈ લીધી ને તેમાંની એક તસ્વીર તેની નજરે ચડી ને તે તસ્વીર જોતા જ તેને યાદ આવ્યું કે આ તસ્વીર તો તેના કોલેજ ફંકશનની છે.

" રવિન્દ આ તસ્વીર તો મારા કોલેજ સમયની છે જયારે હું પહેલાં જ વર્ષમાં હતી. સાયદ આ જ મહિનો હતો. પણ તે ફંકશનની તારીખ કંઈ હતી તે મને યાદ તો નથી પણ તે દિવસને આપણી એનિવર્સરી સાથે શું સંબંધ!! ત્યારે તો આપણે એકબીજાને જાણતા પણ ન હતા."

"અરે કેમ નહોતો જાણતા, યાદ કર, આપણે પહેલી વાર ક્યાં મળ્યા હતા???'

મૂવી થિયેટરમાં.......!!!!!"

નો.......!!! હજુ પણ તું કંઈક ભૂલે છે. તારા કોલેજ નું તે ફંકશન યાદ કર...."

કોલેજ ના તે દિવસ ને તે યાદ કરવાની કોશીશ કરે છે. તેમાં રવિન્દ સાથે મુલાકાત તેને યાદ નથી આવતી. તે વિચારોમાં ખોવાય જાય છે ને ઉંડા ખ્યાલ પછી તેને રવિન્દ સાથે ની મુલાકાત યાદ આવે છે. તેની નજર ખાલી એકવાર મળી હતી પણ બંને વચ્ચે કોઈ વાત નોહતી થઇ. તેને ફરી મળવાની એક વાર કોશિશ કરી તે પણ બેકાર ગઈ હતી. તે જ ચેહરો તેની સામે હંમેશાં આવતો પણ સમય સાથે જ તે બધું ભુલી ગ્ઈ હતી.

" રવિન્દ, ખરેખર તે દિવસે તમને જોયા પછી મારૂ મન તમને ફરી મળવા માગતું હતું. હંમેશાં હું તેને મળવા માગતી હતી પણ, તમારી સાહતમાં તે ચેહરો ખોવાઈ ગયો ને હું તે પળ ને ભુલી ગ્ઈ. મને નથી લાગતું કે મે જે ચેહરાને જોયો હતો તે ચહેરો તમારા હોય!!! તમે તો જાણતાં જ હતા ને આ વાત ને તો આજે આ વાત બતાવાનું કારણ?? "

'' હું તને કેહવા તો માગતો હતો પણ સમય તેને લાઈક ન હતો રીતલ તે જ દિવસ થી મેં વિચારી લીધું હતું કે તને મારી જિંદગીનો હિસો બનાવીને જ રાહીશ ને તું આજે મારી સાથે છો. આઈ લવ યુ રિતલ'' તેના શબ્દો પુરા થયા ને રિતલે તેના હોઠ રવિન્દ ના હોઠ પર મૂકી દીધા. એક અલગ જ પ્રકારનું કંપન શરું થયું ને દિલ જોર જોરથી ધબકવા લાગ્યું.


પહેલીવાર રવિન્દે રિતલ ને આટલી ખુશ જોઈ હતી એકબીજાંના શ્વાસમાં શ્વાસ ફરી રહ્યા હતા ને બે દિલ અંદરજ મળી રહ્યા હતા. વિચારો પણ ભુલાય ગયા, સંબધો પણ ભુલાય ગયા ને જિંદગીની નવી રાહ એકબીજાના શરીર સાથે મળી રહી હતી. દિલ દિલ ને મળતું હતું ને ધડકન વધારે તેજ થતી જતી હતી. બહારથી આવતા ઠંડા પવનની લેહરો તેના શરીરને વધારે જકડી રાખતી હતી. સમય એકબીજાની બાહોમાં ખોવાય ગયો ને રિતલ નો ફોન રણક્યો. તે ફટાફટ ઉભી થઈ ને તેને ફોન ઉપાડ્યો.


'રવિન્દ, તમારા ઘરથી બધા લગ્નનું મુહર્ત લેવા આવી ગયા. મારે જલ્દી પહોશવું જોયે, નહિતર હલા બોલ મચી જશે." બને વચ્ચે બીજી કોઈ વાત ન થઇ ને એમજ રસ્તો આખો પૂરો થઈ ગયો.


'' સોરી રિતલ લગ્ન પહેલા આ બધું.....તારા વિશ્વાસ ને.....''


'' રવિન્દ એટલો તો ભરોસો છે, કે તમે મારી સાથે ક્યારેક પણ ખોટું નહિ કરો. "


'થૅન્ક યુ ......." રિતલનું ઘર આવતા તે નીચે ઉતારી ને રવિન્દ તેના ઘરે ગયો. ઘર મહેમાન થી ભર્યું હતું ને રિતલ નું દીલ ખુશી થી જુમી રહ્યુ હતું. ફાઈનલી આજે બને એક થઇ ગયા હતા. હવે ખાલી આ રસમો પુરી કરવાની હતી ને પછી જિંદગીની બધી જ પાળો સાથે જીવવાની હતી. લગ્નનું મુહર્ત આવી ગયુ હતું. આજે એક રસમ પુરી થઈ ને કાલે બીજી રસમની તૈયારી શરૂ પણ થઈ ગઈ હતી. મહેમાનો ની વચ્ચે પણ રિતલ થોડો સમય રવિન્દ માટે કાઠતી ને વાતો રાત સુધી ચાલતી રહેતી. હનિમૂનથી લઇ બે બાળકો સુધીનું પ્લાનિગ પણ મોબાઈલ પર થ્ઈ જતું હતું. હવે વાતો તારી મારી ન હતી, હવે આપણા બંને ની વાતો હતી. કાલે મહેંદી રસમ હતી ને આ રસમમાં પણ રવિન્દ સાથે મુલાકત ન હતી. હવે મુલાકાતની જરૂર તો ન હતી દિલ એમજ મુલાકાત કરી લેતું હતું.


આજે રિતલના હાથમાં રવિન્દના નામની મહેંદી સજવાની હતી. રસમ શરુ થઈ ને રિતલના હાથ મહેંદીથી સજવા લાગ્યા. ઘરમાં ખુશી નું વાતવરણ હતું ને પરિવારમાં રોનક ખીલી હતી. મહેંદી પુરી થતા જ તેને રવિન્દ ને કોલ લગાવ્યો


'' રવિન્દ આજે તમારા પ્રેમ ની કસોટી થશે કે તમે મને સાચો પ્રેમ કરો છે કે નહીં''


"ઓહ, તો તને હજુ પણ ભરોસો નથી મારા પ્રેમ પર!!!"


ભરોસો તો મને મારી જાત કરતા પણ વધારે છે પણ લોકો કહે છે મહેંદીનો રંગ જેટલો વધારે તેટલોજ પતિનો પ્રેમ ગહેરો હોય છે. તો જોઈએ મારી મહેંદી નો રંગ કેવો હશે આજે...!!! " વાત અધૂરીજ રહી ને રિતલ સોનાલી આવતા તેના સાથે વાત માં લાગી ગઈ. આજે વર્ષો પછી બંનેની મુલાકત હતી. સમય બધુજ બદલી ગયો હતો ને સોનાલી એ બે વર્ષ પહેલા લવ મેરેંજ કરી આ શહેરથી ભાગી ગઈ હતી. ત્યારથી લઇ આજે પહેલી વાર બંનેની મુલાકાત થઈ હતી. કેટલી યાદો ને ફરી તાજી કરવાની હતી. સાથે બેસી મોજ મસ્તી કરવાની હતી ને વિતેલા સમયની કહાની એકબીજાને કહેવાની બાકી હતી. આજે આખી રાત બંનેની વાત ચાલતી રહીને સવાર થતા તો તેમની ફેન્ડ અર્પિતા પણ આવી ગ્ઈ હતી. દિવસો ઓછા હતા આજે સંગીત ફંકશન ને ત્યારબાદ પીઠીની રસમ કરવાની હતી.

સંગીત બંને પરિવારનું સાથે જ હોલમાં રાખવામાં આવ્યું હતું. બે દિવસ પછી બંનેની મુલાકાત થવાની હતી ને બંને દિલ વિચારોની સાથે જ ધબકતા પણ હતા.

♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥

જિંદગીમાં જયારે પ્રેમ તરસે છે ત્યારે સમય બધું જ ભુલી જાય છે. રીતલની જિંદગી સમય ભુલી ગ્ઈને પ્રેમના બંધનમાં ખોવાય ગઈ શું તેમની જિંદગી શરુ થતા પહેલા જ પુરી થઈ જશે કે તેના દિલના સંબધો ફુલ બનીને હંમેશા મહેકતા રહશે?? આવનારો સમય રીતલની જિંદગીનો શું સંદેશ લઈને આવે છે તે જાણવા વાંચતા રહો જયારે દિલ તુટયું તારા પ્રેમમાં ( ક્રમશ :)