બે દિવસમાં કેટલું બધું બદલાઈ ગયું. મે તેના માટે મારા સપના ને પણ કુરબાન કરી દીધા બધું જ છોડી તેની સાથે લંડન સુધી આવી ગઈ, જયારે તે મારી તકલીફ સમજવાને બદલે મને કહે છે રીતલ આવી કોઈ વાત કરવાનો અત્યારે સમય નથી. તો કયારે હશે તેની પાસે સમય મારા માટે????હું તેને એમ કયા કહું છું કે તે મારી સાથે અહીં બેસીને કલાક સુધી વાતો કરે, મને લંડનની સફર કરવા લ્ઈ જાય...!! મે મારા સપનાને તેના પ્રેમમાં ખોઈ નાખ્યા તેનો તે મતલબ નથી કે મે મારી ખુશી પણ તેના પ્રેમમાં વેચી દીધી. રવિન્દ મારી ખુશી મારુ ડોઈ્રગ છે તેને હું કેવી રીતે ખોઈ શકું????" તેના આશું શબ્દોની ઘાર બનીને વહી રહયા હતા. આખો દિવસ જ તેનો વિચારો સાથે પુરો થયો ને રવિન્દને રાતે ઘરે આવતા તે વિચારોએ ગુસ્સોનું રુપ લઇ લીધું પણ રવિન્દ સામે તેનો ગુસ્સો હંમેશા રોમાન્ટિક મુડમાં ખોવાઈ જતો.
"રીતલ ચલ ફટાફટ તૈયાર થઈ જા આપણે બહાર જવાનું છે "
"ઓ..!!! તો હવે સમય મળી ગયો વાતો કરવા માટે"
" હજી પણ નારાજ છો?? સોરી......!!!! કામનુ વધારે લોડ છે એટલે આવું......."
"મે તમારી પાસે સફાઈ નથી માગી. કયા જવાનું છે????"
"તુ વિચાર, ત્યાં સુધીમાં હું તૈયાર થઈ જાવ "
"ખબર છે મુવી જોવા જવાનું છે "
"કાફી સમજદાર થઈ ગઈ તું મારી સાથે રહીને"
" પહેલાંથી જ છુ હો..!!!" ગુસ્સો એક બાજુ રહી ગયો ને બંને મસ્તીમાં ખોવાઈ ગયા. રવિન્દની સાથે રીતલ પણ તૈયાર થઈ ગઈ ને બંને રોબિતાની ગાડી લઈને મુવી જોવા નિકળી ગયા.
આજે કેટલા દિવસ પછી રીતલ એવું લાગતું હતું કે તે કંઈક બહાર નિકળી છે. મુવી જોયા પછી તો તેનું મન એકદમ હળવું બની ગયું હતું. રવિન્દને જિંદગીમા આવ્યા પછી ધણું બધું તેને ત્યાગ કર્યો હતો. પણ સામે તેને મળ્યું પણ હતું. તેના બદલવાનું કારણ જ રવિન્દ હતો નહીંતર તે આજે હજું તે દુનિયામાં જીવતી હોત જે દુનિયામાં તે પહેલાં હતી. ખુશીની લહેરમાં દિવસો એમ જ હસ્તા હસ્તા ગુજરતા હતા. કયારેક પ્રેમ તો કયારેક મીઠી તકરાર પણ થતી બંને વચ્ચે પણ તે તેમની રાહ પર ખુશ હતા. સમયની સાથે જ રવિન્દનો પ્રોજેક્ટ પણ પુરો થયો. હનિમુનની તારીખ પ્રમાણે જ તે લોકો સુજીલેન્ટ ની સફર પર નિકળી ગયા.
જે માગયું તે બધું જ મળયું રીતલને. ખુબસુરત દુનિયાની આ સોથી ખુબસુરત ગણાતી જગ્યા હતી જયા દિલોની ધડકનો વગર અવાજ કરે જોરજોરથી ઘડકે છે. પ્રેમની લાગણી બની બે દિલ એકબીજામાં એવા ખોવાઈ જાય કે તેના સિવાય બહાર બીજી કોઈ દુનિયા જ નથી. રીતલ અને રવિન્દ પણ આ ખુબસુરત નજારા ને માણવા સુજીલેન્ટ આવી પહોંચ્યા હતા. જેટલી ખુબસુરત આ જગ્યા હતી તેટલી જ ખુબસુરત રીતલની પ્રેમની દુનિયા હતી. જે પ્રેમને તે નફરતની દુનિયા સમજતી તે જ પ્રેમ તેમની જિંદગીની સૌથી ખુબસુરત પળ છે.
રીતલની ખુશી એક નવી રોશનીને દીશા આપવા જતી હોય તેમ તેને લંડન આવતા જ તેમના માટે એક વધુ સ્પરાઈઝ ઈતજાર કરતી હતી. " કોનગ્રેસ્યુલેશન " કેહતા જ બિનિતાએ એરપોર્ટ પર રવિન્દને ગુલદસ્તો આપ્યો. હજી રવિન્દ કંઈ સમજે તે પહેલાં જ તે ખુશીથી ઉછળતી બોલી પડી કે " રવિન્દ તારી મહેનત રંગ લાવી આપણો પ્રોજેક્ટનું સિલેક્શન થઈ ગયું." બિનિતાના શબ્દો પુરા થયા પણ હતા કે નહીં તે સાંભળ્યા વગર જ તેને બિનિતાને હક કરી ત્યાં જ એરપોર્ટ પર નાચવા લાગ્યો. રીતલ પણ તે બનેને જોતા ખુશ લાગતી હતી.
" રોબિ તુ વિચારી પણ નહીં શકે કે આજે હું કેટલો ખુશ છું. આજે મને બધું મળી ગયું. મારી રીતલ મને મળી ગઈ મારુ સપનું પૂરું થયું એવરીથીગ ઈસ ઓલ. થેન્કયુ સો મસ રોબિ આ બધું તારા કારણે જ શકય બન્યું" તે વિચારી નહોતો શકતો કે તે તેની ખુશી કેવી રીતે વ્યક્ત કરે.
"ખાલી રોબિને જ થેન્કયુ કહીશ તેના કરતાં તો વધારે મે તારી હેલ્ફ કરી. આ સારુ...!! કામ કરે કોઈ બીજુ ને સાબાશી કોઈ બીજા ને મળે" પાછળથી આવેલા અવાજથી રવિન્દ અને રીતલે તરત જ પાછળ ફરી જોયું એક અનજાન વ્યક્તિ તેની સામે હસ્તો ચહેરો લઇને ઊભો હતો.
"જીજાજી તમે અહીં આ્ઈમીન તમે તો બહાર હતા ને? "
" રવિન્દ રોહન સમય પર ન પહોચ્યા હોત તો સાયદ આ પ્રોજેક્ટ ફેલ જવાની પુરી શક્યતાઓ હતી. તેમના કારણે જ આજે તારા ચહેરા પર હસીની રેખા દેખાય છે નહીંતર ચડેલ મો લઈને તારે અમદાવાદ રીટન જવુ પડત."
" ચલો જીજાજી કોઈ જગ્યાએ તો કામ આવ્યા. થેન્કયુ જીજાજી" તે બધાની વાતો રીતલ શાંતિથી સાંભળતી તેને એટલો ખ્યાલ આવી જ ગયો હતો કે આ રોબિતાનો હસ્બન્ડ છે પણ વગર ઓળખાણે તેની સાથે વાત..!!!
"રવિન્દ તમે જ બધા વાતો કરતા રહેશો કે મારી ઓળખાણ પણ કરાવશો. જીજાજી આ સિસ્ટર- બધ્રસ તો તેની વાતોમાં હંમેશા ભુલી જાય છે કે તેમની બાજુમાં પણ કોઈ ઊભું છે. "
" એકદમ રાઈટ વાત છે તારી. રીતલ આ લોકોનું આજનું નથી પહેલાથી જ છે. શરૂઆતમાં તો મને એવું લાગતું કે રોબિ મારી સાથે પરણી છે કે તેના ભાઈ સાથે પણ પછી તો શું આદત થઈ ગઈ તે લોકો વાતો કર્યા કરેને હું મારુ કામ કરયા કરુ હવે તો ચલો તારો સ્પોટ મળી રહશે. " હાથની તાળી મારતા જ બંને હસી પડ્યા એટલે રોબિતા તરત બોલી
" તમારી બંનેની ઓળખાણ થઈ ગઈ તો હવે ઘરે જઈએ?? સાજે મે એક પાર્ટીનું આયોજન પણ કરેલ છે મારે તેની તૈયારી કરવાની છે. " વાતોને ત્યાં જ પુરી કરાવી રોબિતા બધાને તેમના ઘરે લઇ આવી તે સાજની તૈયારીમાં લાગી ગઈ ને રીતલ- રવિન્દ ને આરામ કરવા કહી દીધું.
લંડનની તમામ હસ્તી જે તેમની સાથે બિઝનેસમાં જોડાયેલ છે તે બધી જ પાર્ટીમાં હાજર હતી. રોબિતાએ એક શાનદાર પાર્ટીનું આયોજન કરેલું. જેમાં રવિન્દની કામયાબીની સાથે તેમના નવા બિઝનેસની શરૂઆત તેમને કરવાની હતી ને તેનું બધું જ હેન્ડલીગ રવિન્દ કરશે. રોબિતાએ તેમનું એલાન કર્યું ને સાથે રીતલની ઓળખાણ તે બધા સાથે કરાવી.
પાર્ટીનો રંગ જામી રહયો હતો. કોઈ બિયર પાર્ટીમાં વ્યસ્ત હતું તો કોઈ વાતોમાં મશગૂલ હતા. રીતલ પણ બધાને મળીને ખુશ હતી. એકપછી એક બધા તેને અને રવિન્દને મળી રહયા હતા તેમાં જ રવિન્દની સામે એક તેની જ ઉંમરની છોકરી આવી ને રવિન્દ સાથે હાથ મિલાવતા બોલી- "કોન્ગેસ્યુલેશન રવિન્દ " તેમનો અવાજ રવિન્દને જાણીતો લાગયો. એકપળ તેને લાગયું પણ ખરુ કે તે છોકરી સાથે તેને કોઈ વર્ષોનો સંબધ છે. પણ અહીં તો રોબિતા સિવાય તેનું કોઈ નથી તેમ માની તેને થેન્કયુ કહી વાતને ત્યાં જ પુરી કરી પણ નજર વારંવાર તેના પર જ્ઈ રુકી જતી હતી.
" રવિન્દ, તમે તે છોકરીને ઓળખો છો??? મને લાગે છે તે તમને કંઈ કહેવા માગતી હોય..??"
♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥
ખુશીઓથી છલકાઈ રહેલી રવિન્દ અને રીતલની જિંદગીમા હવે નવું કયું તોફાન આવવાનું છે?? નવી આવેલી તે છોકરી કોણ છે શું રવિન્દ તેને જાણતો હશે??? રવિન્દ અને રીતલની જિંદગીમા કોઈ નવું આવવાથી તેમની જિંદગી શું બદલી જશે તે જાણવા વાંચતા રહો જયારે દિલ તુટયું તારા પ્રેમમાં (ક્રમશ :)