ટેક્ષી એક આશ્રમ પાસે જ્ઈ ઊભી રહી. રીતલે ટેક્ષી ડાઈવરને પૈસા આપ્યાને તે આશ્રમની અંદર ગઈ. થોડાક સમય પહેલા જયારે તે અહીં આવી હતી ત્યારે તેની પાસે આ બાળકોને દેવા ધણું હતું. પણ, આજે તે ખાલી હાથ આવી. છેલ્લા બે કલાકથી આમતેમ ધુમતા રસ્તાના કારણે તેનો ચહેરો થોડો ફિકો પડી ગયો હતો પણ તેના ચહેરા પરની હસી તેના ખોવા ન દીધી. તેના અંદર જતા જ કેટલા બાળકો તેને વળગી પડયા. ખુશીથી જુમી ઉઠયા કે દીદી અમારા માટે કંઈ લાવ્યા. પણ રીતલના ખાલી હાથ તે બાળકોને ખામોશ કરી ગયા. તેને બેગમાથી એક ચોકલેટનું પેકેટ કાઠયું ને બધા જ બાળકોના હાથમાં ચોકલેટ આપી. ચોકલેટ મળતા બધા જ ખુશ થતા ફરી રમતમાં લાગી ગયાં ને રીતલ અંદર ઓફીસમાં ગઈ.
"મેમ, હું હંમેશા માટે અહીં રહેવા માગું છું. જો તમારી મંજુરી હોય તો હું આ બાળકોને ડોઈ્રગ કલાસ કરાવું.????" રીતલે તે આશ્રમના લિડર મેમને સિધા જ શબ્દોમાં પુછી લીઘું. તે મેમના વિચાર પરથી તેને લાગયું કે તે ના પડી શકે પણ તેમને ના ન કેહતા હા ભરી દીધી. રીતલ ખુશ થતા તે મેમનો આભાર વ્યક્ત કર્યો.
" થેન્કયુ મેમ, હું આજથી જ ડોઈ્રગ શીખવાનું શરૂ કરી દવ"
" ના , મને લાગે છે આજે તમે દુરથી આવ્યા એટલે થાકી ગયા હશો એટલે કાલથી શરૂ કરી શકો છો. ચલો મારી સાથે તમારી રહેવાની વ્યવસ્થા કરી આપું. " આજે થાક ન હતો પણ મન હારી ગયું હતું. તેને બેગ પલંગ પર મુકી ને થોડો આરામ કરવા તે પણ પલંગ પર લંબાણી. કામના થાક કરતા વિચારોનો થાક વધારે હોય છે. મનમાં ચાલતા વિચારો આરામ કરવાની તક આપે તો તે આરામ કરને. તેના વિચારો રવિન્દની યાદમાં ખોવાઈ ગયા ને તે ત્યાં જ પોતાને એક રૂમમાં બંધ કરી બેસી ગઈ.
"આ્ઈ રીયલી સોરી રીતલ હું મજબુર બન્યો તને મારાથી અલગ કરવા આજ સુધી મને લાગતું હતું કે તું મારી સાથે ખુશ છે પણ કાલે મને ખબર પડી કે તારી અસલી ખુશી તારી આઝાદ જિંદગી છે. મે આજ સુધી તને મારા બંધનમાં રાખી પણ હવે નહી, હવે તું તારી જિંદગી જીવી શકે છે." તેના શબ્દો આંખોના આશું બની રહ્યા હતા ને કાલે જે કંઈ પણ બન્યું તે યાદોની કડી બની બહાર આવતું હતું.
રાત્રે પાર્ટી પુરી થયા પછી રીતલે બિયર એટલું પીધું હતું કે તેને આચપાસની દુનિયાનું પણ ભાન ન હતું. જબરદસ્તીથી રવિન્દ તેને ઘરે લાવ્યો ને તેને રૂમમાં લઈ જઈ બેડ પર સુવડાવી પણ રીતલની વાતો બંધ થવાનું નામ જ લેતી ન હતી. તે બોલે જતી હતી તેના દિલની વાત એક પછી એક મનમાંથી નિકળી જતી હતી ને રવિન્દ તેને ત્યાં બેસી સાંભળી રહયો હતો. " રવિન્દ, સાયદ તમે મારી જિંદગીમાં ન આવ્યા હોત તો હું આજે એક આઝાદીની લહેરમાં ફરતી હોત. મારુ સપનું સલામત હોત. હું મારા મમ્મી પપ્પા સાથે હંમેશાં ખુશ રહી શકત. પણ રવિન્દ તમે તો મને એક એવી દુનિયામાં ફસાવી દીધી જયા હું ખુદનું વિચારતા પણ ડરુ છું. કેવી અજીબ પહેલી હૈ ના જે પ્રેમ માટે મે બધું જ છોડી દીધું તે જ પ્રેમે મારી ખુશી જ વિખેરી દીધી. મારી દુનિયા મારી જિંદગી બધું જ એક દિવસ મારી હસ્તો ચહેરો હતો. જે કેમ હંમેશા હસ્તો રહેતો હતો તે તમે સારી રીતે જાણતા હશો. રવિન્દ મારે દોલત નથી જોતી મારે મારી હસ્તી જિંદગી જોઈએ છે. રવિન્દ કોઈ એવો રસ્તો હશે ને તમારી પાસે જે મને મારી ખુશી ફરી આપી શકે.???"કયાં સુધી તે રવિન્દ સામે જોતી રહી ને આંખોએ એક ઝબકી લઇ લીધી. તેના માસુમ ચહેરો રવિન્દ ત્યાં જ બેસી આખી રાત જોતો રહ્યો જોતો રહયો.
" રીતલ ખરેખર હું તને સમજી શકતો નથી તું હંમેશાં એ કહે છે કે મારી ખુશી તમારામાં છે. ને આજે તુ કહે છે તારી ખુશી તારી આઝાદ જિંદગી છે. શું તને હજૂ પણ લાગે છે કે હું તારા સપના આડો પગ કરુ છું. હું રાત દિવસ તારા માટે કમાવ છું તાકી તને તે ખુશી આપી શકું જેની તું હકદાર છે. પણ, રીતલ હું તારી દિલની વાત હજુ સમજી શકતો નથી તું કરે છે કંઈક અલગ ને બતાવે છે પણ કંઈક અલગ તો હવે તૂ જ બતાવ હું તારી ખુશીનો રસ્તો કંઈ રીતે ગોતું. " રીતલના સવાલ પર તે આખી રાત વિચારતો રહ્યો. ઘણા રસ્તા પછી છેલ્લે તેની પાસે એક જ રસ્તો વધ્યો હતો તે હતો રીતલને પોતાનાથી અલગ કરવાનો.
રવિન્દ યાદોમાંથી બહાર નિકળ્યો. સમય ધણો થઈ ગયો હતો. તેને વિચાર આવ્યો રીતલને ઘરે લઇ આવે પણ ફરી એ જ જિંદગીમા તે તેને ફસાવી દેશે તે વિચારે તે રુકી ગયો. તેના માટે આચાન ન હતું રીતલને પોતાનાથી અલગ કરવું પણ રીતલની ખુશી માટે તે બધું જ કરવા તૈયાર હતો.
બે દિવસના ઉજાગરા પછી પણ તેની નિદરં હરામ હતી. જ્યાં જુવે ત્યાં રીતલની યાદો હતી. એકપળ પણ તેનાથી દૂર ન રહેવા માંગતા રવિન્દની જિંદગી અચાનક બદલી ગઈ હતી. દિલે જાણે ધડકવાનું જ બંધ કરી દીધું હોય તેવું લાગતું હતું. રીતલ વગર રવિન્દ તે શકય ન હતું પણ રીતલની ખુશી માટે આ નારાજગી જતાવી પડશે. પણ અત્યારે રીતલ કયા હશે તે વિચાર આવતા તેને બિનિતાને કોલ કરી પુછયું પણ તે ત્યાં નથી એમ ખબર પડતા તેને રીતલની બધી જ ફેન્ડને કોલ કરી જોયો પણ રીતલ કોઈ ના ઘરે ન હતી. તે કયા હશે ને કેવી હાલતમાં હશે તે વિચારે તેનું મન ભારી થઈ ગયું હતું. મનમાં અનેક વિચારો ધુમી રહયા હતા. તેને જે કરયું તે સાયદ ખોટું પણ હોય શકે તે વિચારે ફરી મન ડગમગતું હતું. છેલ્લે તેને યાદ આવ્યું કે તે સાયદ આશ્રમમાં..... તેને તરત જ તે આશ્રમમાં કોલ કરી પુછયું તો રીતલ ત્યાં જ છે. રીતલની ખબર પડતા તેના મનને શાંતિ થઈ.
કેવી અજીબ છે ને રીતલ અને રવિન્દની પ્રેમ કહાની એકબીજાની ખુશી માટે અલગ થઈ ગયાં. રવિન્દને એમ લાગતું હતું કે રીતલ તેના વગર ખુશ છે ને રીતલને એમ લાગતું રવિન્દ તેના વગર ખુશ છે પણ બંનેની સાચી ખુશી તો એકબીજાના સાથમાં હતી. એકબીજા વગર એક કલાક પણ નથી ચાલતું ત્યારે બે દિવસ એમ જ બંનેની અલગ જિંદગીમા નિકળી ગયા. રવિન્દના મનમાં એમ હતું કે જલદી તે મોટો બિઝનેસમેન બની જાય પછી રીતલને લઇ હંમેશાં માટે ઈન્ડિયા ચાલ્યો જશે. પણ મનની વાત મનમાં જ રહી ગઈ ને તે વગર ક્ઈ વિચારે અલગ થઈ ગયાં.
♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥
રવિન્દ અને રીતલની જુદાઈ શું નવી પહેલી લઇ ને આવશે?? શું રવિન્દ જાણી શકશે કે તે પપ્પા બનવાનો છે?? શું રીતલ રવિન્દને સમજી શકશે??? કેટલા દિવસની જુદાઈ પછી ફરી બંને ભેગા થશે તે જાણવા વાંચતા રહો જયારે દિલ તુટયું તારા પ્રેમમાં (ક્રમશઃ)