દિલ તુટયાં પછી પણ ધમકતુ હતું. દિવસો પાણીના વહેણની જેમ ચાલતા હતા ને રીતલ તેના રોજિંદા કાર્યમાં ખુશ હતી. તે બાળકોની વચ્ચે હંમેશા પરોવાર જતી ને પહેલાંની વાતો ભુલી જતી. મા-બાપ વગરના સંતાનો હતા છતાં પણ તેનામાં કેટલી ઘીરજ અને શાંતિ હતી. તેનો હસ્તો ચહેરો રીતલને હંમેશા હસ્વતો હતો. તે પહેલાં કરતા વધારે ખુશ હતી પણ કયારેક રવિન્દની યાદ તેની હસ્તી આંખોને રડાવી જતી. આખો દિવસ આ નાના બાળકો સાથે પુરો થઇ જતો પણ રાતની તે અંધારી ચાંદની તેની જુદાઈની યાદ લઇ ને આવી જતી. એકલામા તે હંમેશા રવિન્દ સાથે વાતો કરયા કરતી પણ મન તેનું હજી માનવા તૈયાર ન હતું કે રવિન્દ તેની સાથે આવું કંઈ પણ કરી શકે.
એક દિવસ, બે દિવસ એમ ચાર મહિના વીતી ગયા. રવિન્દ એકવાર પણ રીતલને મળવા નહોતો આવ્યો કે ના તેને કોઈ ખબર અંતર પુછયા હતા. એવુ રીતલને લાગતું પણ તે હંમેશા રીતલની ખબર અંતર પુછયા કરતો. બંને જુદા થઈ ગયા છે ને અલગ રહે છે તે વાતની લગભગ કોઈને ખબર ન હતી. ના રીતલ પ્રેગનેટ છે તે વાત કોઈ જાણતું હતું. તેનામાં આવતી નિખારતાના કારણે તેની સાથે આશ્રમમાં કામ કરતી બીજી મેમને ખબર હતી પણ રીતલની ના ને કારણે તે ચુપ હતી. પણ આ વાત વધારે સમય ચુપી રહી શકે તેમ ન હતી. પાંચમો મહીનો પુરો થયો તે પહેલાં જ તેના પેટે આકાર આપવાનું શરૂ કરી દીધું હતું. તે વધારે સમય ઊભા રહી શકે તેમ પણ ન હતી એટલે વધારે સમય આરામમાં વિતાવતી
એક દિવસ અચાનક તેની તબિયત ખરાબ થઇ જતાં તેને સિધ્ધિને કોલ કરી ત્યાં જ બોલાવી લીધી. સિધ્ધિએ તપાસ કરી તેને અહીંથી ધરે જવા સમજાવી પણ તે હવે ઘરે જવા તૈયાર ન હતી.
"રીતલ, મને નથી ખબર તમારા બંને વચ્ચે શું વાત થઈ પણ તારી તબિયત મને બરાબર નથી લાગતી આ સમયે એકબીજાના સાથની જરુર હોય છે. તમે બંને શું કરી રહ્યા છો. તેને હું ફોન કરુ તો તે કહે છે રીતલ બહાર છે ને તું કહે છે રવિન્દ બહાર છે જયારે તમને બંનેને જ ખબર નથી તમે કયા છો."
"સિધ્ધિ રવિન્દ કેમ છે તે મારી વગર ખુશ છે?? તેને કોઈ બીજુ મળી ગયું હશે ને...!!!!!
" તને શું લાગે રવિન્દ તારા સિવાય બિજા કોઈની સાથે....!!!તે પોસિબલ નથી "
" પોસિબલ તો તે પણ ન હતું સિધ્ધિ કે તે મને પોતાની જિંદગી થી અલગ કરી શકે પણ અમે અલગ થઈ ગયા. કદાચ તે દિવસે તેને મારી વાત સાંભળી હોત તો હું તેને એટલું તો કહી શકત કે તે પપ્પા બનવાનો છે પણ તેને મારી વાત સાભળવાનો પણ સમય નથી તેને મને મળવાનો સમય નથી. હું કયા છું શું કરુ છું કેવી હાલતમાં શું તે કંઈ પણ તેને ખબર નથી. તો તૂ જ કહે હું તેના પર હવે કેટલો ભરોસો કરુ "
"વોટ, એકમિનિટ હું તેને હમણાં જ કોલ કરી કહુ છું તે સમજે છે શું તેના મનને?? લગ્ન કરી લીધાં કામ પતી ગયું એટલે કહી દીધું હવે જરૂર નથી." તે કોલ કરવા જાય છે ત્યાં જ રીતલ તેને રોકે છે
"ના સિધ્ધિ, રવિન્દ એવા નથી જે યુઝ કરી ફેકી દેઈ તે દિવસે કંઈક એવું તો થયું હતું જે વાતથી રવિન્દે મારી સાથે આવું બિહેવય કર્યુ. પ્લીઝ તું રવિન્દને મારા વિશે કંઈ નહીં બતાવતી. તે ખોટું વધારે ટેશન લેશે. "
" રીતલ, ખરેખર તું અજીબ છે. હું તને અત્યારે વધારે સવાલ પુછી હેરાન નથી કરવા માગતી ના તમારા પ્રેમની વચ્ચે ઊભી હું રહેવા માંગતી. પણ આટલું જરુર કહીશ કે તારે એકવાર રવિન્દ સાથે વાત કરી લેવી જોઈએ. ટેક કેર તારો રીપોર્ટ આવ્યા પછી દવા સાથે હું અહીં પહોચાડી દેવા. બાઈ ફરી મળીએ. " સિધ્ધિ ત્યાંથી જતી રહી ને તે આરામ કરવા પલગ પર લંબાણી
સિધ્ધિની વાત પર વિશ્વાસ કરતા તેને રવિન્દને કોલ કરીયો તો રવિન્દની જગ્યાએ કોઈ લેડીએ ફોન ઉઠાવ્યો. વગર કંઈ બોલે જ રીતલે ફોન કટ કરી દીધો. આખોમાથી આશું એમ સરી પડ્યા. રવિન્દ આ શું છે બધું ?? આટલી રાતે પણ તારી સેક્રેટરી ફોન ઉપાડે છે. જાણું છું તમારી પાસે મારા માટે સમય નથી પણ પોતાની જિંદગી આટલી વ્યસ્ત તમે કેવી રીતે કરી શકો????મારી ભૂલની સજા તમે પોતાને..!! તેના વિચારો શરૂ થઈ ગયા હતાં ને તે એમ આખી રાત એકલા મને રવિન્દ સાથે વાતો કરતી રહી. સવારે ઊઠી તેનું નિત્ય કામ પતાવી તે બાળકોને ડોઈ્રગ શીખવાનું શરૂ કરે છે ત્યાં જ સિધ્ધિનો કોલ આવ્યો,
"સિધ્ધિ, રિપોર્ટમાં શું આવ્યું???.બેબી કેમ છે આ્ઈ યુ ઓકે.. "
"આમ, તો બાળકને કંઈ પ્રોબ્લેમ નથી પણ મને લાગે છે તારે અહીં આવી એક વધારે રીપોર્ટ કરાવવો પડશે. શું તું વાગ્યે આવી શકે...??"
" સિધ્ધિ જે હોય તે સાફ સાફ કહી દે મને લાગે છે તું મારાથી કંઈક ચુપાવે છે??"
" ટેશન જેવી કંઈ વસ્તુ નથી પણ જયાં સુધી હું કિલયર ન થાવ ત્યાં સુધી હું તને કંઈ કહી ના શકું તું હોસ્પિટલ આવી જા પછી આપણે બેસી વાત કરીશું. ગાડી મોકલાવું???"
" ના આઈ એમ હેન્ડલ, હું સમય પર આવી જાય " સિધ્ધિના કોલ પછી તેનું મન વધારે ભારે થઈ ગયું હતું. ન જાને કેવા કેવા વિચારો તેના મનને ઘેરી વાળ્યો પણ તે કમજોર ન પડતા તેને તેનો કલાસ જલદી પુરો કર્યો ને તે હોસ્પિટલ જવા નિકળી ગઈ. સિધ્ધિનું હોસ્પિટલ તેના ઘરેથી થોડું જ દુર હતું તે પહેલાં વચ્ચે રવિન્દની ઓફિસ પણ આવતી. તેને એકવાર રવિન્દને મળવાનું મન થયું પણ કેવી રીતે...!!!! થોડા વિચાર પછી તેને ટેક્ષી સાઈટ પર રાખવાનું કહયું ને તે નીચે ઉતરી રવિન્દની ઓફિસ તરફ વળી. પાંચ મહિનામાં ઓફિસમાં ધણો સુધારો હતો. પહેલાં એક જ દુકાન જેટલી નાની ઓફિસ હતી જે અત્યારે વિશાળ જગ્યામાં ફેલાઈલ હતી. તેનું ઘ્યાન ઉપર હેડ ક્વાર્ટર પર ગયું તેમાં મોટા અક્ષરમાં લખેલ હતું Rital & son's pvt Ltd co. તે એક પળ માટે તે શબ્દોને વાંચતી રહી. રવિન્દ તેને ઓળખી ના શકે તે મૂજબ તેને મુહ પર ડુપટ્ટો બાધીં દીધો ને તેને અંદર પ્રવેશ કર્યો.
પહેલાં કરતા અહીં લગભગ બધું જ બદલી ગયું હતું. અહીનો સ્ટાફ પણ તેના માટે અનજાન હતો. હવે તેને અંદર જવા પરમીશનની જરુર હતી. તેને અંદર રિસેપ્શન પર બેઠેલ લેડીને રવિન્દ વિશે પૂછયું
"Ma'am I have a meeting with Ravind Sir today, can I meet Sir?" રીતલે કોઈ મિટિંગનું બહાનું બનાવ્યુ પણ રવિન્દની મરજી વગર તેને કોઈ પણ વ્યક્તિ મળી ના શકે.
"Sorry, you can't get it without Sir's leave. Wait a little. I'll call them and ask for. your name."
"Well I have to wait but I have a little sooner" જ્યાં સુધી રવિન્દનો જવાબ ન આવે ત્યાં સુધી તે આખી ઓફિસને બહારથી જોતી રહી તેનો રવિન્દ કેટલો કેટલો કાબિલ છે જેને થોડાક સમય જ બધું હાસિલ કરી લીધું. જો તેની ફેમીલી તેની સાથે હોત તો આજે રવિન્દને આવી રીતે જોતા કેટલી ખુશ થાત. રીતલને વિશ્વાસ તો હતો જ કે રવિન્દ આજે પણ તેને એટલો જ પ્રેમ કરે છે એટલે જ તો તેને તેની કંપનીનું નામ રીતલ રાખ્યું પણ સનનો મતલબ તે સમજી નહીં
"શું રવિન્દ આ વાત જાણતો હશે??? " તેના મનમાં આવેલા સવાલ પર તે ફરી વિચારવા મજબુર બની ગઈ
♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥
આપણી આ વાર્તા જયારે એકદમ જ એન્ડ પર આવી ને ઊભી છે ત્યારે શું હશે રીતલના રીપોર્ટનું રાજ??? શું તેને કોઈ બિમારી હશે??? શું રવિન્દ તેને ઓળખી શકશે??? શું રવિન્દ તેને મળવાની હા કહેશે??? સવાલ ધણા છે પણ જવાબ એક જ છે ગમે તે થાય તેનો પ્રેમ કયારે તુટી ના શકે. ફરી એક નવી પહેલી બંનેના જીવનને કયા રસ્તે લાવી શકે છે તે જાણવા વાંચતા રહો જયારે દિલ તુટયું તારા પ્રેમમાં (ક્રમશ :)