"કોનગ્રેશ્યુલેશન મનન, પપ્પા ,રીતલ અને રવિન્દના સંબઘ માટે માની ગ્યા."
" ઓ રીયલી ..! "
ખુશીથી ઉછળતા બંને મિત્રો એક બીજાને બંઘાઈ દ્ઈ રહ્યા હતાં. સાજે મનન તેના પરિવાર સાથે રવિન્દ માટે રીતલનો હાથ માગવા આવશે. એમ કેહતા બંને મિત્રો ની વાતો પુરી થઈ .
રવિન્દ ના ધરેથી તો હા જ હતી. પણ, ડગમગતુ રીતલ ને તેના પપ્પાનુ મન વિચારો વચ્ચે વિચલિત હતુ. દીકરી દુર ચાલી જશે તે વાતથી દિલીપભાઈ નુ કોમળ હદય ડરતુ હતુ. પણ એક દિવસ જાવુ જ પડશે તેને તેના સફરમાં તે વિચારે આજે રીતલ માટે દિલીપભાઈ રવિન્દને પસંદ કર્યો હતો.
ઘરમાં મેહમાન આવવાની તૈયારી શરુ થઈ ગઈ હતી. નેહલ ને પુષ્પાબેન ઘર સફાઇ થી લઈને મેહમાનના નાસ્તાની વ્યવસ્થા કરી રહ્યા હતાં. રીતલ, સોફે બેઠી બધાની દોડધામને જોઈ રહી હતી.
"ભાભી આજે કંઈ છે આપડા ઘરે ?" રીતલથી વઘારે સમય બોલ્યા વગર ના રેહવાણુ. તે જયારથી કોલેજથી આવી ત્યારથી ભાભી અને મમ્મીને તૈયારીમા વ્યસ્ત જોયા હતા.
"હા, મનનભાઈ તેના પરિવાર સાથે તારો હાથ રવિન્દ માટે માગવા આવવાના છે. તે પણ આવવાનો છે. "ખુશીથી ઉછળતી નેહલ ફરી તેના કામમાં વ્યસ્ત થઈ ગઈ. તેના માટે આ પળ ખુશીની હતી ને રીતલ માટે ખામોશીની.
ટીવી માંથી તેનુ મન ઉડી ફરી તે વિચારો વચ્ચે તે ખોવાઈ ગઈ. આજે બનેલો કોલેજનો બનાવ તેની આખ સામે તરવરતો હતો. રવિન્દ સાથેની બીજી મુલાકાત પણ એક યાદગાર બની ગઈ હતી. પહેલી મુલાકાતમાં તે પ્રપોઝ કરી ગયો ને બીજી મુલાકાતમાં તે પ્રપોઝ ની માફી માંગવા આવ્યો હતો.
"સોરી, યાર મને નો'તી ખબર તુ આ વાત આટલી સિરિયસલી લઇ લે ,હું તારો સાથી બનતા પેહલા તારો દોસ્ત બનવા માગુ છું. શું તુ મારી ફેન્ડ બની શકે?? "રવિન્દ ની લાચારી તેની આખમાં સાફ દેખાતી હતી.
"સોરી, પણ હું તમારે લાઇક નથી. મારી જીંદગીમાં પ્રેમ નામનો કોઈ શબ્દ જ નથી. હું તમારી ફીલિંગ ને સમજી શકું છું. પણ મારી આ જિંદગી આઝાદીની ઉડાન ભરવા માગે છે. જે કોઈના બંઘનમા બંધાઈ ને ચાર દિવાલ ના કેદખાનામા પુરાવા નથી માગતી. " તે બોલતી ગઈ ને રવિન્દ સાભળતો ગયો. તેની આંખો કંઈક અલગ વાત કરતી હતી ને તે ની જુબાન કંઈક અલગ બોલતી હતી.
" રવિન્દ, તમે જેને પ્રેમ કહો છો તે પ્રેમ નથી. પ્રેમ સમજવા સમય લાગે ને તમે એક પળમાં જ કેવી રીતે કહી શકો કે તમે મને પ્રેમ કરો છો ? જે વ્યક્તિ સાથે બેસીને બે મિનિટ સરખી વાત પણ નથી થઈ તે વ્યક્તિ ને તમે આટલી જલ્દી પોતાના દિલમાં જગાહ આપી દીધી. ! શું જાણો છો આ પ્રેમને તમ ? જે જેટલો હસાવે છે તેટલો જ રડાવે પણ છે. એક વાર તો વિશ્વાસની ડોરથી આપણને તે બાંધી પણ દેઈ ને પછી તે જ પ્રેમ દિલ સાથે એટલો મોટી રમત રમી જાય કે છેલ્લે મરવા છીવાઈ કોઈ રસ્તો જ નથી રેહતો." રીતલ ને જે કહેવું હતું તે તેને કહી દીધું તે ત્યાંથી નિકળવા જતી હતી ત્યા જ રવિન્દે તેને ઊભી રાખી.
"તુ જેવુ વિચારે તેવુ નથી હોતું. હા ,મને પહેલી વાર તને જોતા જ પ્રેમ થઈ ગયો. મારા દિલે તારા વિશે શું વિચાર્યુ તે મને નથી ખબર .પણ, હું જાણું છું તે કયારે જોયા વિચારયા વગર પ્રેમ ના કરી શકે. રીતલ પ્રેમ આટલો ખોખલો હોત તો આજે હીર-રાંજા કે રાધા-કિષ્ન ના પ્રેમ ની અવગુણતા ગવાતી હોત ના કે ગુણગાન. મે તને કાલે પણ કીધું હતું ને આજે પણ કહ્યું છું કે હું તને કયારે ફોર્સ નહીં કરુ તુ મને લાયક કરે કે ના કરે પણ મારા દિલમાં હંમેશા તારા માટે પ્રેમ રેહશે. "
"તમારી ને મારી દુનિયા અલગ છે. તમને પ્રેમમાં વિશ્વાસ છે'ને મને તે પ્રેમ પર ભરોસો નથી." બંનેની વાતો વધતી જતી હતી. બે અલગ વિચાર વાળા દીલ એકબીજાની સામે ઊભો રહી સંબધો નો મેળાપ કરતા હતાં. ત્યા જ રીતલની ફેન્ડ સોનાલી આવી ને રીતલે વાત પુરી કરી દીધી.
"એ'તો તમે ત્યારે સમજી જશો જ્યારે તમને કોઈની સાથે પ્રેમ થશે. ચલો, ફરી કયારે મળીયે !'' વાત સાંભળી કે ના સાભળી રીતલે તેની ફેન્ડ આવતા તે તરત ત્યાથી નિકળી ગઈ. જ્યા સુધી બંને દેખાણા ત્યા સુધી તે એકબીજાને જોતા રહ્યાં.
"રીતુ, સપના રાતે જોજે. અત્યારે પેહલા તૈયાર થઈ જા મેહમાન આવતા જ હશે ."નેહલ ના અવાજે તે વિચારોમાંથી બાહાર આવી.
" ભાભી, મારે તમને પહેલા કંઈ કહેવું છે. પણ કેવી રીતે...? " રીતલના અવાજમાં થોડો ડર પણ હતો ને ખમાશી પણ હતી.
"જાણુ છું ,તારા મનમાં અત્યારે શું ચાલી રહ્યું છે. વધારે વિચારવા કરતા એ વિચાર કે આવનારી જીંદગી રવિન્દ સાથે કેવી હશે. રીતુ આ સમય જ એવો હોય છે જયારે કંઈ સમજાતુ નથી પણ જો આ સમયને આપડે ખુશીથી સ્વિકારી લઇએ તો હંમેશા માટે ખુશ રહી શકયે. " સાડીની પાટલી સરખી કરતા નેહલ રિતલ ને સમજાવી રહી હતી. પણ, રિતલ જે કેવા માગતી હતી તે વાત અલગ હતી. શાયદ તે આ સગાઈ કરવા નો'તી માગતી. કે પછી
♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥
અલગ જ વિચાર ધરાવતા રવિન્દ ને રીતલ આજે જયારે એક બનવા જઈ રહ્યા છે ત્યારે બંને ની આવનારી જીંદગી કેવી હશે ?શું રીતલ પણ તેના દિલ ની વાત સમજી શકશે ? શું રીતલ ના મનનો ડર સાચો પડશે કે પછી રવિન્દ નો વિશ્વાસ જીતી જશે તે જાણવા વાંચતા રહો જયારે દિલ તુટયુ તારા પ્રેમમાં
(ક્રમશ)
nicky tarsariya