બપોરના સમયે આખો પરિવાર ટેબલ પર જમવા બેઠો , તેમા રીતલ પણ હતી. બધાની વાતો સાંભળતી તે એકદમ ચુપ હતી.
"ત્યાં જઈને ખાલી ભણવામાં જ ધ્યાન દેવાનું છે, બીજે બધે દિમાગ લગાવાની જરૂર નથી."
"પપ્પા, હું ત્યાં ભણવા જ જાવ છું, કોઈ ફરવા નહીં." હંમેશા સુચત રીતે સમજાવતા રાજેશભાઇની વાત રવિન્દને ન ગમતી પણ સોથી વધારે તેને તેના પપ્પા જ પ્રેમ કરે છે તે સારી રીતે જાણતો હતો.
"રવિન્દ, તે બધું જવા દે તે તારો પાસપોર્ટ બરાબર ચેક કર્યો ને..?? તારી ટિકિટ , બધું ઓકે છે ને. હજુ એક વાર જોઈ લેજે કેમકે, એરપોર્ટ ગયા પછી આ પ્રોબ્લેમ સુધારવી મુશ્કેલ થઈ જાય."
"ભાઈ મે બધુ બરાબર ચેક કરી લીધું છે કોઈ ગરબડ નથી. હવે શાંતિ "
"શાંતિ તો બાજુ વાળા કાકા પાસે છે." મનન ની વાતો સાંભળતા એકવાર બધાને હસ્વુ આવી ગયું. આજે રવિન્દ જવાનો છે એટલે ઘરમાં એકદમ સનાટો હતો થોડીક મજાક મસ્તી પછી ઘરનું વાતાવરણ બદલ્યું તેવું લાગ્યું.
"રવિન્દ ભાઈ તમારી બેગમાં મે ખાવાનો સામાન પેક કરી દીધો છે, ને સાથે એક રેસીપી બુક પણ મુકી છે. તે જોઈ લેજો કેમકે, ત્યાં તમને ખાવાનું બનાવતા ન ફાવે તો આ બુક કામ લાગે."
"થેન્કયુ ભાભી, પણ મને નહીં ફાવે તો હું એક કામવાળી રાખી લેવા. તે રસોઈ બનાવશે ને હું મસ્ત બેઠો બેઠો ખાઈ. પણ, તમે આટલું ટેન્શન ના લો. ભાઈ પૈસા મોકલતા રહેશે કેમ ભાઈ બરાબર ને..???"
"હા , વો ...!!!અહી હું ખાલી તારા માટે જ કમાવા બેઠો છું..!!!ફી ઉપરનો એક રૂપિયો પણ નહીં મોકલું."
"તો, હું ત્યાં ખાઈ શું.....??? "
"એ તારો સવાલ છે. મને નથી ખબર. "
બંનેનથી વધતી લડાઈ વચ્ચે જ રેખાબેન બોલ્યો. " અરે, જુવો તો ખરા અહીં રીતલ પણ બેઠી છે. રિંકલને તો ખબર છે.પણ, રીતલ શું વિચારશે તે ખબર છે! મનન તું ખાલી ખાલી તેને પકવાનું બંધ કર તે હમણાં બે કલાકમાં જતો પણ રહશે." આટલું જ બોલતા તેની આખો ભરાઈ ગઈ એક માનું હદય આશુંથી છલકાઈ ગયું.
"ઓ મમ્મી, તું આટલી વાતમાં રડવા લાગી ! હું કંઈ ત્યાં આખી જિંદગી રહેવા નથી જતો. ખાલી ચાર વર્ષ ની વાત છે, પછી તારી પાસે જ છું"
"ખબર છે. પણ, તું ત્યાં તારુ ધ્યાન રખજે ને ફોન કરવાનું ભુલતો નહીં "
"મમ્મી હવે તમારો સમય ગયો."
" મતલબ ભાઈ તમે કહેવા શું માગો છો કે હું રીતલના આવવાથી મમ્મીને ભુલી જાવ. તમારી જેમ તો હું બિલકુલ નથી હો... " આ બધાની વાતો રીતલ એમ બેઠી સાંભળી રહી હતી ને રાજેશભાઇ તે બંને ને લડતા જોઈ ધીમે ધીમે હસતા હતા. કયાં સુધી આમ ચાલતું રહ્યું. પછી જમવાનું પુરુ થતાં બધા જ ફરી પોતાના કામમાં લાગી ગયાં. રવિન્દ ને રીતલ તેની રૂમમાં ગયાં. બધુ જ પેકિંગ બરાબર કરી રવિન્દે સામાન નીચે રખાવ્યો.
બહારથી આવતા ઠંડા પવનની લહેરો બંનેના વિચારોને ફગોળતી હતી. એકબીજાને હવે શું કહેવું ને ફરી વાતની શરૂઆત કયાંથી કરવી તે સમજાતું ન હતું. દિલ ધબકતું હતું ને મન વાત કરવા બેહાલ હતું. સમય ભાગતો હતો. એરપોર્ટ જવાનો સમય થવા આવ્યો હતો. ને બધા જ એરપોર્ટ જવા તૈયાર હતા.
"રવિન્દ તમારી તે બુક મે વાચી પણ કંઈ ખાસ ન લાગ્યું મને. તો પછી તમે મને તે બુક વાંચવા કેમ નહોતો દેતા. " તે જાણતી હતી અત્યારે તે સમય નથી તે બુક વિશે વાત કરવાનો પણ આમ ચુપ બેસવું પણ ઠીક ન હતું.
"એમજ!!!!!"
" ના, કોઈ વ્યક્તિ એમજ પોતાની વસ્તું અડવાની ના ન કહે, તેની પાછળનું લોજિક તો હશે જ ને...???"
"કહું પણ એક શરત પર પહેલા તારે મને પ્રોમિસ કરવું પડશે કે તું ખોટુ નહીં લગાવી!!!!""
"ઓકે બાબા, પ્રોમિસ નહીં લગાવું અબ તો કહો..???"
"હું જાણું શું તું પણ મને પ્રેમ કરે છે, પણ તું તારી ફિલિગ બીજા સાથે શેર નથી કરી શકતી. જયારે તું પોતે પણ આ વાત સમજી નથી શકતી તો મને કેવી રીતે કહી શકે. એટલે મે ત્યારે તને થોડા અપ શબ્દો કહ્યા. બાકી મને ખબર છે મારી બુકમાં કંઈ જ લેવાનું નથી ને કદાચ હોય તો પણ હું તારાથી કંઈ ચુપાવી ન શકું. આઈ એમ સોરી તને બે દિવસ એમજ રડાવા બદલ"
"અરે, એમા સોરી કહેવાની શું જરૂર છે. ઊલટાનું મારે તમને થેન્કયુ કહેવું જોઈએ કે મારા મન પહેલાં તમે મને સમજી"
" જતા પહેલાં હું તને એકવાર હક કરી શકું ???"બધી જ વાતો એકબાજું રહી ગઈ ને રવિન્દે સીધુ જ રીતલને હક કરવાનું પુછી લીધું.
"હા, પર પહેલા મારે તમને કંઈ કહેવું છે."
"બોલ ને રીતલ તારે શું કહેવું છે!!!!"
" રવિન્દ, આઈ ......"હજી તેના શબ્દો પુરા પણ ન થયા ને નીચેથી મનન નો અવાજ આવ્યો. " રવિન્દ ટાઈમ ઓવર ચલો લેટ થઈ જશે" ગળાના શબ્દો ગળામાં રહી ગયા ને હક કરવાનું રવિન્દ ભુલી ગયો.
"રીતલ બોલને જલ્દી તું શું કહેવા માગે છે."
" કંઈ નહીં તમારી ડાયરી મે ઉપરની બેગમાં જ મુકી છે." રીતલના શબ્દો ફરી દબાય ગયા ને ગાડી એરપોર્ટ તરફ જવા રવાના થઈ.
એરપોર્ટ આવતા વિચારો શરૂ થયા ને રસ્તો પુરો થયો. બધાને બાઈ બોલતા રવિન્દનો ચહેરો ફિકો થઈ ગયો. જેટલી વિદેશ જવાની ખુશી હતી તેટલું જ મન ભારી હતું. મમ્મી -પપ્પાને પગે લાગ્યા પછી રવિન્દ મનનની ગળે મળ્યો. રિકલ ભાભીના આશીર્વાદ લીધી ને તે એરલાઈન્સમાં નામ બોલાતા આગળ વધ્યો. બધા બહાર ઊભા રહ્યા ને તે અંદર ગયો.
ના રીતલ કંઈ બોલી શકી, ના રવિન્દ તેને કંઈ કહી શકયો. કયાં સુધી તે બધાને બાઈ બોલતો રહયો ને રીતલ એમ જ તેને જતા જોઈ રહી. એકવાર તે રવિન્દને કંઈ કહેવા માંગતી હતી તેને ગળે મળી દિલમાં તેનો અહેસાસ ભરવા માગતી હતી. પણ, સમય ભાગી ગયો હતો, ને તે હજી ત્યાં જ ઊભી રવિન્દ ને જતા જોઈ રહી હતી. (રવિન્દ એકવાર, બસ એકવાર) તેના મનનાં શબ્દો જાણે રવિન્દ સુધી પહોંચી ગયા હોય એમ રવિન્દે તેની સામે જોયું. દિલે ધબકવાનું શરૂ કરી દીધું ને વિચારો વિચલિત થઈ ગયા.
♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥
ધબકતા દિલમાં હવે સવાલ કે જવાબ ન હતાં ખાલી પ્રેમ અને લાગણી હતી. પણ રીતલની વહેતી લાગણી રવિન્દ કંઈ પણ કહી ન શકી. શું રવિન્દ ફરી એકવાર પાછો વળશે તેના અધુરા અરમાનો પુરા કરવાં??? તેના મનનો અવાજ સાંભળી રવિન્દ ફરી રીતલ ને મળવા આવે તો શું રીતલ તેની લાગણીને છુટી મુકી રવિન્દે તે ત્રણ શબ્દો કહી શકશે...??? આ ભીંજાયેલા લાગણીનું વહેણ કેવું હશે ને હવે આગળ શું થશે તે જાણવા વાંચતા રહો જયારે દિલ તુટયું તારા પ્રેમમાં .....(ક્રમશઃ)