Featured Books
  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

શ્રેણી
શેયર કરો

જયારે દિલ તુટયું તારા પ્રેમમાં - 25

નેહલ એક પછી એક સમાન બેગમાં ભરતી જતી હતી. રવિન્દ ની યાદો આ રૂમમાં કે રીતલની જિંદગીમાં તે રાખવા નહોતી માંગતી. પણ, રિતલની ખામોશી તેનાથી જોવાતી ન હતી. જે આશુ રિતલની આખમાં હતા તે આશુ નેહલની આખમાં પણ હતા. જે છોકરી હંમેશા હસ્તી ખેલતી રહેતી તે આજે કેવી હાલત બનાવી બેઢી હતી. રવિન્દના ઘરેથી આવેલો બધો જ સમાન બેગમાં ભરાતો હતો ને રિતલની આખો તે સમાન જોતી રહી. તેના દિલના ધબકારા તેનાથી છૂટવા લાગ્યા હોઈ તેવું રીતલ ને મહેસુસ થવા લાગ્યું. તેનાથી વધારે સમય ત્યાં ન બેસાણું તે ઊભી થઈ બાલકનીમાં ગઈ. સવારનું આ વાતારણ રોનક ની જગ્યાએ દર્દ આપતું હતું. તેના વિચારો કઈ વિચારે તે પહેલા જ તેના મોબાઇલ ની રિંગ વાગી.

'' ભાભી, જેનો પણ ફોન હોઈ તેને કહી દો કે મારે કોઈની પણ સાથે વાત નથી કરવી."

"રવિન્દ ને પણ કહી દવ.....!!! " રવિન્દ નું નામ સાંભળતા જ તે ત્યાંથી દોડતી આવીને નેહલના હાથમાંથી ફોન લઇ લીધો.

"ક્યાં હતા એટલા દિવસ થી? ખબર છે મેં કેટલા ફોન કરેલા તમને ! તમારો એક પણ ફોન નો જવાબ ના મળતા અહીં કેટલું બધું બદલાઈ ગય..!!!ું" તેની આખો ફરી ભીની થઈ તેના અવાજમા ખામોશી ભળી ને તેના શબ્દો એમજ રૂંધાઇ ગયાં.

''રીતલ તું રડે છે!!! શું થયું ત્યાં? તું મને કંઈક તો બતાવ.... "

"રવિન્દ શું નથી થયું એમ પૂછો, હવે થોડાક જ કલાક માં તમારો અને મારો સંબધ વેરવિખર થઈ જશે......" તેના શબ્દો ત્યાંજ અટકી ગયાં ને દિલ જોર જોર થી રડવા લાગ્યું. રવિન્દ ને કઈ સમજાતું ન હતું. તે રીતલ કંઈક તો બોલ તેમ કરતો રહો ને રીતલ ના રડવાનો અવાજ સાંભળતો રહ્યો.

નેહલે રીતલના હાથમાંથી ફોન લીધો ને રવિન્દ ન કહેવાનું કહેવા લાગી. " રવિન્દ ભાઈ અમે તમને કેવા સમજયા હતાં ને તમે કેવા નિકળયા. એકવાર તો રીતલ સામું જોયું હોત કે તે તમને પાગલની જેમ પ્રેમ કરે છે. આજે આખી દુનિયા તમારી વિરોધમાં છે. જયારે તે એકલી જ તમારી વાતો પર વિશ્વાસ રાખી બેઠી છે. શું બગાડયું હતું અમારા પરિવારે તમારુ તે તમે અમારી જિંદગી સાથે આવી રમત રમી ગયાં??શું વાક હતો રીતલનો??" તેનું બોલવાનું પુરુ થતું ન હતું ને રનિન્દનો જીવ ઉપર ચડી રહયો હતો.

જેને એકપણ વાતની ખબર ન હતી તે રનિન્દ પર વગર કંઈ ગુના કરે આ બધું તેને સમજાતું ન હતું. "એકમિનિટ ભાભી, તમે પહેલા મને ત્યાં શું થ્ઈ રહયું છે તે જણાવશો??

નેહલે રીતલ સામું જોયું. તેની આખો હજી પણ રડતી હતી. તે રવિન્દની સાથે વાત કરવા માંગતી હતી. પણ, તે અત્યારે તે હાલતમાં ન હતી. રવીન્દ ને એક મોકો આપવા માંગતી હોય તેમ નેહલે તેને અહીં જે કંઈ પણ બન્યું તે બધું જ બતાવી દીધું. બે મહિનામાં આટલું બધું બદલી જશે તે રવિન્દે કયારે વિચારયું ન હતું. તેની આખો પણ ભીની થઇ ગ્ઈ. જે રીતલને તે હંમેશા ખુશ જોવા માગતો હતો તે રીતલને આજે આટલી તકલીફ તેના વિચારો પણ ભારી થઈ ગયાં. પણ, સમય ઓછો હતો તેની પાસે વધારે વિચારવા માટે.

" ભાભી, તમે રીતલને ફોન આપો "

" તે તમારા ફોનનો જવાબ દેવાની હાલતમાં નથી" નેહલે સીધું જ કહી દીધું પણ રવિન્દ તેમ માને એવો ન હતો.

"ફોન સ્પીકર પર તો મુકી શકો ને ?? પિલ્ઝ મારે તેની સાથે વાત કરવી જરૂરી છે." નેહલે ફોન સ્પીકર પર લગાવ્યો

"રીતલ, શું તને પણ એવું લાગે છે કે હું તારા સિવાય બીજા કોઈ વિશે વિચારી શકુ? રીતલ એકવાર તું તારા દિલને પુછ કે તારો રવિન્દ બીજી છોકરી સાથે લગન કરી શકે..!! યાદ છે તને, જયારે આપણે છેલ્લીવાર વાત કરી ત્યારે મે તને કહયું હતું, કે હું હમણાં તારા કોઈ કોલનો જવાબ નહીં આપી શકું તો તે શું કહયું હતું, આપણે વાત ન કરી શકયે એનો એ મતલબ નથી આપણા દિલ અલગ થઈ ગયાં. આપણે એકબીજા સાથે દિલથી વાત કરીશું હું કહીશ ને તું સાભળજે, તું કહી ને હું સાભળીશ. આઈ એમ સોરી રીતલ હું તારી વાત, તારી તકલીફ સમજી ન શકયો. સાયદ મારા પ્રેમમાં કોઈ કમી રહી ગઈ હશે. " રવિન્દ ની વાતો સાંભળતા જ રીતલના આશું રુકી ગયાં. રવિન્દના અવાજ સાથે તેનો પણ અવાજ ભળ્યો

" તમને શું લાગે લોકોના કંઈ કહેવાથી મારુ દિલ તમને નફરત કરશે?? ના રવિન્દ, હું જાણું છું કે તમે બે મહિનાથી એક પ્રોજેક્ટમાં વ્યસ્ત હતાં એટલે મારો અવાજ તમારા સુધી ન પહોચ્યો બાકી મને વિશ્વાસ છે કે મારો રવિન્દ કયારે કોઈની સાથે લગ્ન શું કોઈ છોકરી વિશે વિચારી પણ ન શકે. પણ રવિન્દ આ સમાજ આપણા સંબધને ચાલવાં નહીં દેઈ તેને મારા પરિવારને તેની જાળમાં ફસાવવાં તમારી ને તમારી પાટૅનર રોબીતાના ફોટા અપલોડ કર્યો. હું કયારે વિચારી પણ ન શકું લોકો આવું પણ કરી શકે"

" થેન્કયુ, રીતલ મને સમજવા માટે..."

" રવિન્દ હવે સોરી કે થેન્કયુ કંઈ કામ નહીં આવે પપ્પા આપણા સંબધ ની ચુંદડી તમારા ઘરે પાછી આપવા જાય છે." તેના આશું ફરી છલકાઈ ગયાં.

નેહલ ત્યાં ઊભી બંનેની વાતો સાંભળતી રહી. પ્રેમની આગમાં બે દીલ આજે એક જાળમાં ફસાઈ ગયાં હતાં કે ત્યાંથી બહાર નિકળવાનો કોઈ રસ્તો જ ન હતો તેમની પાસે. રવિન્દ રીતલને સમજાવી રહ્યો હતો કે તે બધા સાથે વાત કરશે પણ હવે કોઈ મતલબ ન હતો વાત કરવાનો એમ કહી તેને રોકતી હતી. દિલને વાત કરવાથી શાંતિ મળતી હતી ને આખો રડે જતી હતી.

"રીતલ, આપણો સંબધ તુટી જશે તો તું મને ભુલી જાય ને? "

" આ કેવો સવાલ છે તમારો, આપણો સંબધ તુટશે, દિલ નહીં. લોકો સંબધને તોડી ખુશ થતા હોય તો આપણે દિલને હંમેશા સાથે રાખી ખુશ રહેવું જોઈએ. રવિન્દ આપણે સાથે રહીએ કે ના રહીએ પણ દિલથી એકબાજાને જરૂર મળતાં રહેશું. ને આ વખતે હું તમારુ કોઈ બહાનું નહીં સાંભળુ કે તમે મારી આવાજ ના સાંભળી. કેમ કે મારી પાસે દિલ સિવાય બીજું કંઈ નથી."

" રીતલ કદાશ તારા જેવું હું પણ વિચારી શકતો હોત. પણ મને એક વાત સમજ ના આવી તારી કે તું થોડાક સમય પહેલા કોઈની સાથે વાત કરવાની હાલતમાં પણ ન હતી ને અત્યારે આટલી મોટી વાતો??? "

" કેમકે મને ડર હતો કે આપણો સંબધ તુટી જશે ને આ વાતની તમને પછી ખબર પડશે તો !!! તમે મને ગલત સમજશો કે મને તમારા પર વિશ્વાસ ન હતો. રવિન્દ હું તમારુ દિલ તોડવાં નહોતી માગતી. બાકી મને કોઈ સંબંધથી શું ફરક પડવાનો જયારે મારુ દિલ તમારા માટે ઘબકતું હોય. "

" કેવી માટીની તું બની છે?? "

" બિન્દાસ, જે હંમેશા તમારી સાથે હસ્તી હોય. હવે બધું જ બદલાઈ જશે તમારી સાથે વાત કરવાનું બંધ, તમારી સાથે ફરવાનું બંધ તમારી સાથે જિંદગી જીવવાના સપના પણ હવે પુરા થઇ જશે. "

" આટલું શું કામ વિચારે છે તું??હમણા જ કહેતી હતી કે તને કોઈ ફરક નથી પડતો. તો પછી રીતલ એ વિચારને કે આપણી કિસ્મતનો પલટો આવે ને આપણે કયારે અલગ જ ના થવું પડે" ખામોશી ખોવાઈ ગઈ હતી ને બંને એકબીજાની વાતો માં મશગૂલ બની ગયા હતાં.

રીતલની સાથે નેહલને પણ બનેની વાતો સાંભળી ખુશી થતી હતી. હજું પણ તેના મનનાં તે જ વાત ભમતી હતી કે આ સંબધ તુટી જશે તો રીતલનું શું થશે. તેના વિચારો શરૂ થયા જ હતા ત્યાં જ નીચે આવતા મનન અને રિંકલના અવાજથી તે નીચે ઊતરી.

♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥

સંબધ તુંટવાની તૈયારીમાં જ હતો છતાં પણ રવિન્દ અને રીતલ બધું ભુલી વાતોમાં ખોવાઈ ગયા હતા. શું બંનેની લાઈફ આમ જ તુટી ને વેરવિખેર થઈ જશે?? શું કિસ્મત તેના સંબધને બચાવી શકશે?? મનન અને રિંકલ શું નવી વાત લ્ઈ ને આવ્યા હશે તે જાણવાં વાંચતા રહો જયારે દિલ તુટયું તારા પ્રેમમાં ( ક્રમશઃ)