મન હજુ પણ એ વિચારતું હતું કે રવિન્દ એકવાર ફરી તેને હક કરવા માટે આવશે. દિલે બાંધેલી તે આશ હવે ધીરે ધીરે તૂટતી હોઈ તેવું લાગ્યું. રવિન્દ જ્યાં સુધી તેને દેખાણો ત્યાં સુધી તો તે રાહ જોતી ઊભી રહી. પણ, હવે જયારે તે દેખાતો પણ ન હતો તો ઊભો રહેવો નો કોઈ મતલબ ન હતો.
"રીતલ ચલે "
'હમમમ, દીદી બસ બે મિનિટ તમે જાવ હું આવી." ફરી એકવાર તેને પાછું વળી જોયું કે રવિન્દ આવતો નથી ને પણ તેની આ આશ પણ ખાલી ગઈ. તે પણ રિંકલ ની પાછળ પાછળ ચાલવા લાગી.
ધીમે પગલે તે એરપોર્ટ માંથી બહાર નીકળવા જતી હતી ત્યાંજ પાછળથી કોઈ તેનો હાથ પકડ્યો
"રવિન્દ તમે....!!!!!" રીતલ બીજો કોઈ સવાલ કરે તે પહેલા જ રવિન્દે તેને ગળે લાગવી દીધી. ફરી એકવાર દિલની ધડકન શરૂ થઇ ને વિચારો વિચલિત થયા. આસપાસની દુનિયા ,સમય ,સ્થળ બધું જ ભુલાઈ ગયું ને બે દિલ એકમેકની બાહોમાં ખોવાય ગયા.
એરલાઇન્સ ઉપડવાની તૈયારી હતી ને છેલ્લી વાર રવિન્દનું નામ બોલાતા રવિન્દ રીતલ થી જુદો થયો ને તરત રીતલે તેના દિલના શબ્દોને બહાર ફેંક્યા.
આઈ લવ યુ રવિન્દ " બે કદમ ચાલતા જ રવિન્દ ના પગ ઉભા રહ્યા. ને દિલ તે સાંભળી ગયું. પણ હજી તેના કાંન ને વિશ્વાસ નોતો થતો. આખા એરપોર્ટ માં સનાટો હતો ને રીતલ ફરી એકવાર બોલી.
" રવિન્દ આઈ લવ યુ,આઈ લવ યુ. તેના શબ્દો હવામાં ઉછળયા ને સીધા જ રવિન્દના દિલ સુધી પહોચ્યો. એક મિનિટ બધું વિચરાઈ ગયું ને રવિન્દ દોડતો આવી રીતલના ગળે લાગી ગયો.
"આઈ લવ યુ ટુ રીતલ...." તાળીના અવાજથી સાયદ આખું એરપોર્ટ ગુજી ઉઠયું હતું ને આ બે દિલ એકબીજાની બાહોમાં ખોવાઈ ગયાં હતાં.
આખો રડતી હતી ને દિલ હસતું હતું. દિલને એક સાથે ધણું કહેવું હતું. સાથે બેસી કલાકો વાતો કરવી હતી. આજે મનને મોકળું કરી એક ખુલ્લા દિલમાં ફરવું હતું. પણ સમય ત્યાં જ ઊભો રહી ગયો ને ફરી છેલ્લીવાર એનાઉસ થતા રવિન્દ રીતલનો હાથ છોડયો ને તે અંદર ગયો. જે પ્રેમની તેને જખના હતી તે રીતલ તરફથી આજે મળી પણ અંદરથી તેનું દિલ રડતું હતું. તે રીતલથી દુર જવા નથી માગતો. પણ, કંઈક મજબુરી કે પછી પોતાના સપના, તેને પોતાના પરિવારથી અલગ કરી રહયાં હતાં.
આ એક મહિનાની સફર તેની જિંદગીની સૌથી બેસ્ટ મોમેન્ટ હતી. કેમેરામાં કેદ કરેલી રીતલની કેટલી તસ્વીર તેની સાથે હતી. પ્લેન ઉડાન ભરી રહ્યું હતું ને દિલ તે યાદોને યાદ કરી કયારેક હસતુ હતું તો કયારેક રડતું હતું. દિલને જે સાંભળવું હતું તે સાંભળી લીધું પણ કોણ વિચારી શકે આવું કે જે છોકરી પ્રેમ શબ્દોથી ભાગતી હોય, જેના માટે આ્ઈ લવ યુ નામનો શબ્દ બેકાર હોય તે છોકરી પુરી દુનિયાની સામે એક છોકરાને એમ કહે છે કે આ્ઈ લવ યુ રવિન્દ. તેના કાનમાં તે એક જ શબ્દ ગુજતો હતો. (ખરેખર રીતલ તું વિચારી નહીં શકે કે આજે હું કેટલો ખુશ છું. તે મને આજે જે આપ્યું તે હું કયારે ભુલી ના શકું, રીતલ હું પ્રોમિસ કરુ છું કે જયા સુધી મારી જિંદગી રહશે ત્યાં સુધી હું તને પ્રેમ કરતો રહીશ, તારા સપના!! અરે સપનાથી યાદ આવ્યું કે હું તેને પુછતા પણ ભુલી ગયો કે તેનું સપનું શું છે. રવિન્દ તું ખરેખર પાગલ છે. પ્રેમમાં એટલો આંધળો બની ગયો કે તે કયારે તેનું સપનું પણ ન પૂછયું. ) પોતાના જ મનને કોશતા રવિન્દને દુઃખ થતું હતું. પ્લેને હવાની ગતિ પકડી લીધી હતી ને દીલે વિચારોની.
સમય ધણો નિકળી ગયો હતો. જયારથી તે એરપોર્ટથી ધરે આવી ત્યારથી તેનું મન ભારી હતું. રવિન્દનો હાથ છોડયા પછી ધરે પણ મન લાગતું ન હતું. આજે બધું બદલાઈ ગયું હતું. જેનો કયારે વિચાર પણ નહોતો કર્યો તે બધું બની ગયું હતું. રવિન્દની જિંદગીમાં તે એવી ખોવાઈ ગઈ હતી કે તેને તેનું કાલ પણ ભુલાઈ ગયું તેના સપના, તેના વિચારો બધુ જ રવિન્દની સાથે જોડાય ગયું હતું. કાલ સુધી તે એ માનતી હતી કે પ્રેમ કરવાથી જિંદગી બરબાદ થઈ જાય છે તે આજે પોતે તેમાં ફસાઈ ગઈ હતી.
બાલકનીમાંથી આવતો ઠંડો પવન તેના વાળ વેરવિખેર કરી રહ્યો હતો. તે વાળ બાંધતી હતી ત્યાં જ તેને રવિન્દ સાથેની તે મુલાકાત યાદ આવી. ( કેવી અજીબ વાત છે'ને એક દિવસ હું તેને પાગલ સમજતી હતી કે કોઈ પહેલી જ મુલાકાતમાં પ્રપોઝ કેવી રીતે કરી શકે. પણ મને કયા ખબર હતી ત્યારે કે પ્રેમ આટલો ખુબસુરત હોય છે. રવિન્દ થેન્કયુ મારી જિંદગીમાં આવવા બદલ, મારી લાઈફને આટલી ખુબસુરત બનાવી મને બદલવા માટે. થેન્કયુ આ ખુબસુરત પળોને એક યાદગાર બનાવા માટે. તમે માની નહીં શકો કે આજે હું કેટલી ખુશ છું. કદાશ તમે મારી સાથે અત્યારે હોત તો તમે એમ જ કેત કે રીતલ પ્રેમ બધા ને બદલી શકે છે તો તને એકલી ને અલગ કેવી રીતે મુકી શકે. ને હું એમ કેત કે ના પ્રેમ લોકોને ખાલી પરેશાન કરવા જ આવે છે. બસ આટલી જ વાતની શરૂઆત આપણી આખી રાત બગાડી દેત. આજે તે દિવસોને યાદ કરતા રવિન્દ મને કંઈક અલગ લાગે છે. આઈ મીસ યુ રવિન્દ , આઈ લવ યુ.) રવિન્દને યાદ કરતાં રીતલ તેની વાતોમાં ખોવાઈ ગઈ હતીને રાત એમજ ચાંદની બનીને ખીલેલી હતી.
સમય રાત બનીને ભાગી રહયો હતોને સવાર એક ખુબસુરત સપના સાથે તૈયાર હતી. એક લંડનની સફર પર પોતાના સપનાની ઉડાન ભરવા નિકળ્યો હતો ને બીજી પોતાના સપનાને સાકાર કરવા એક નવી રાહ ગોતી રહી હતી.
♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥
જેની દુનિયા અલગ હતી. જેના સપના અલગ હતા. જે સંબધના નામથી ભાગતી હતી. જે પ્રેમ શબ્દોથી ડરતી હતી તે રીતલ આજે જયારે રવિન્દની દુનિયા બની ગઈ હતી ત્યારે તેના સપના, તેની જિંદગી બધું જ બદલાઈ ગયું. રીતલની એક નવી જિંદગીની શરૂઆતની સાથે આજે આપણો સફર વીસ ભાગ પુરા કરી ગયો. ને બધું તમારો સાથ અને સહકારથી મને લખવાની એક નવી દિશા મળી. તમે મારી આ વાર્તાને જેટલી મનથી વાંચી તેટલી જ મે તેને દિલથી લખી ને હજી આગળ પણ હું લખતી રહીશ. આ વાર્તામાં તમને ઘણા બધી ભુલો જોવા મળી તેના કારણે તમને વેચવામાં થોડી પરેશાની જરૂર થઇ હશે તે બદલ હું તમારી માફી માંગુ છું ને તમે મારી આ વાર્તાને મનથી વાંચી તે બદલ તમારો આભાર વ્યક્ત કરું છું. હજી પણ રીતલની જિંદગીની સફર બાકી છે. શું હશે તેનું સપનું ને આગળ હવે શું થશે????કયાં સુધી ચાલશે તેનો આ પ્રેમ ને કયારે તુટશે તેનું દિલ તે જાણવા વાંચતા રહો જયારે દિલ તુટયું તારા પ્રેમમાં...... (ક્રમશઃ)