આ ખુશીની પળ છે કે દુઃખની લાગણી તે રીતલને સમજાતું ન હતું. જે દિવસ માટે લોકો સપનાં જોતાં હોય છે તે પળ રીતલની જિંદગીની સોથી ખરાબ પળ છે. આ પ્રેમનો અહેસાસ છે કે પછી મને માનેલી કોઈ જીદ .દિલ હસ્તું પણ નથી ને કંઈ કેહતું પણ નથી. આજની આ સોનેરી સવાર તેના મનને બેહકાવી રહી હતી. તૈયાર થઈ ને તે આયના સામે પોતાના ચહેરાને કેટલી મિનિટ સુધી નિહાળતી રહી. આ ખામોશ દેખાતો ચેહરો આજે થોડો વધારે ચુપ લાગતો હતો. કાલની રીતલ કરતા આજની રીતલમાં બદલાવ હતો. કયા એક અઝાદ જિંદગીની લહેર માટે ઉડતી રીતલ, હંમેશા ખુશ દેખાતી ને કયા આજે દિલના આ બંધન વચ્ચે ફસાઈ ગઈ !
"રીતું રેડી થઇ ગઇ ? ચલ પિયુષ વેટ કરે છે." આખનાં આશું લુચી તે બહાર નિકળી. બ્લુ કલરની છોલી, યેલો કલરનો ડુપટો, હાથમાં મેસીગ બંગડી, ગળામાં એક પતલી પટ્ટી વાળો નેકલેસ, કાનમાં જુમર બુટી ને તેના કપાળ પર લગાવેલ ચાંદલો રીતલની ખુબસુરતીમાં વઘારો કરતો હતો.
"ભાભી, બાકી બધાં ગયા.??" નેહલના જવાબની રાહ જોતી તે ત્યાં જ હોલમાં ઊભી રહી.
"ચલ, તે લોકો કયારના ગયાં છે." રીતલનો હાથ પકડી નેહલ તેને બાહાર લઈ જાય છે. ને બંને બહાર ઉભેલી ફોરવીલમાં બેસી જે હોલમાં સગાઈ રાખી છે ત્યાં પહોચે છે. પિયુષ રાહ જોતો બહાર જ ઊભો હોય છે. બધાં સાથે અંદર પ્રવેશે છે.
મહેમાનોની ભીડ લાગી છે. તેમાં, સંગા ગણાતાં કાકા, કાકી, ફોઈ, મામા, માસી, દાદા,દાદી બઘાને મળી રીતલ અંદર એક રૂમમાં જતી રહી. હજી રવિન્દના ઘરે થી કોઈ આવ્યું ન હતું. કેમેરા વાળો બધાનાં ફોટા પાડી રહ્યો હતો. ફેમેલી ફોટા ને કેટલા તેના એકલાના ફોટા પડી ગયાં પછી તે હજી શાંતિથી બેસવા જતી હતી, ત્યાં જ રવિન્દનાં ઘરેથી પણ મહેમાન આવી ગયાં. મહેમાનનું સ્વાગત કરતાં દિલીપભાઈ ને પુષ્પાબેન બહાર જ ઊભો હતાં. પિયુષ મહેમાનના જમવાની વ્યવસ્થા કરવામાં થોડો વ્યસ્ત હતો. ને નેહલ રીતલ સાથે બેઠી વાતો કરી રહી હતી.
"રીતું થોડું અજીબ લાગતું હશે ને તને આજે "
"હમમમ.... " તે નેહલથી પોતાની ફિલીગ છુપાવતાં તેને ટુકમાં જ જવાબ આપ્યો.
મને પણ પહેલા દિવસે આવું જ થતું હતું. સમજાતું ન હતું કે આ બધું શું થ્ઈ રહ્યું છે એક અનજાન ગણાતાં છોકરા સાથે આખી જિંદગી કેવી રીતે ..!!! પણ, પછી ધીરે બધું સમજાવા લાગ્યું. ખરેખર મને વિશ્વાસ નહતો કે હું પિયુષ ને આટલો જલ્દી એકક્ષેપ કરી શકી."
"ભાભી દર વખતે હંમેશાં સ્ત્રીને જ કેમ કુરબાની આપવી પડે કયારે પુરુષ પણ આપી શકેને..? "
"પગલી, આવું તને અત્યારે લાગે છે પણ ખરેખર આવું નથી લોકો ખાલી વાતો કરાતાં હોય બાકી આ સમયમાં બને પુરતાં ભાગીદાર ગણાય. રહી વાત કુરબાનીની તો તેને પણ બહું બધું ગુમાવું પડે છે. " વાતો વળાક લેતી હતીને રીતલ પોતાના વિચારમાં ખોવાયેલ હતી.
"ને .....હા.... રીતું, એકવાત યાદ રાખજે જયારે તું રવિન્દને અંગુઠી પહેરાવે તો તેના જમણાં હાથમાં પહેરાવજે ને રવિન્દ પહેરાવે ત્યારે તું તારો ડાબો હાથ આપજે " રીતલ ભાભીની વાત સાંભળી રહી હતી.
"આવુ કેમ??? "
"આવું જ હોય બુધ્ધુ..! હજી તો તારે બહુ બધું શીખવાનું બાકી છે. આ તો શરુયાત છે બકા!! "
"પણ, મને સમજાણું નહીં કે મારો ડાબો ને તેનો જમણો.... !!!!કોઈ લોઝીક તો હશે ને તેના પાછળનું?? " નેહલ કંઈ જવાબ આપે તે પહેલા જ પાછળ ઊભેલી રિંકલ બોલી-
"કેમકે તે બે આગળીની નસ સીધી દિલ સુધી પહોંચે ને બે દિલ ને એક કરે.'' રિકલનો અવાજ સાંભળી બને પાછળ ફરીને જોયું. રીતલે રીકલનાં પગે લાગી તેના આશિર્વાદ લીઘાં.
"ચલો, બહાર બધા રાહ જોવે છે તમારી, ખાસ કરીને મારા દેવરજી. " રીકલની સાથે બંને નણંદ -ભોજાઈ બહાર નીકળ્યાં.
બે દિવસ પછીની આ પહેલી મુલાકાત જે એકબીજાને એવી રીતે જોઈ રહી હતી કે વર્ષોથી જોયા ન હોય. ખામોશ લબજ કંઈક કહેતી હતી. બાકી બેઠેલાં મહેમાનને ભુલી રીતલ રવિન્દ સામે જોતી રહી ને રવિન્દ રીતલ સામે. સેમ મેસિગ કલરની શેરવાનીમાં તે વધારે હેન્ડસમ દેખાતો હતો. નજર હટતી ન હતી એકબીજા પરથીને મન મહેમાનને મળવામાં મશગુલ હતું. બધાનાં આશિર્વાદ લ્ઈ રીતલ એક બાજોઠ પર બેઠી ને બીજા બજોઠ પર રવીન્દ. રીતલના માટે આવેલી સંગાઈની ચુંદડી તેના સાસુએ ઓઠાવીને બાકી બઘાં ઘરેણાં તેની જેઠાણીએ પહેરાવ્યાં. બીજી બાજુ ચાલતી રવિન્દની રસમ તેના સાસુએ તેના માટે જે કપડાં તૈયાર કર્યો હતાં તે આપ્યાં ને સાથે એક સોનાની વીંટી પણ ગિફ્ આપી. બનેના દુખણાં વિધી પુરા થયા ને બને બાજોઠ પરથી ઊભાં થ્ઈ ખુરશી પર બેઠાં.
રવિન્દના દોસ્તો તેની માટે એક કેક લાવ્યાં હતાં તે કાપ્યા પછી બંનેએ અેકબીજાનાં હાથમાં વિટી પહેરાવી. દીલના તાંતણા સમાન આ સંબધ આજે એક થઈ ગયાં. પરીવારની હાજરીમાં બધી જ રસમ પુરી થતાં બનેના ફોટા સુટીગ માટે તે લોકો એક પાસના ગાર્ડનમાં ગયાં. રવિન્દની સાથે તેનો દોસ્ત વિનય હતો ને રીતલની સાથે તેની ફેન્ડ સોનાલી.
કેમેરા વાળો પોઝ આપતો હતો ને બંને કોશિશ કરતાં હતાં તે પોઝ કરવાની. કયારેક કમર પર ટસ થતું, તો કયારેક હાથમાં હાથ, તો કયારેક આંખોમાં આખો પરોવાતી. પહેલીવાર થતાં આ ધ્રુજારી ભર્યું કપન બંનેને પીગાળી દેતું ને એક ઉડા શ્વાસ સાથે અથડાઈ ને દિલમાં ખોવાઈ જતું. તનમન શરીરનાં અંગોને એવું ઝકટી રહ્યું હતું કે બંનેના અવાજ સાથે ચહેરા પરની હસ્તી રેખા પણ ખોવાઇ ગ્ઈ. એક કલાકથી ચાલી રહેલાં ફોટા સુટીગ માં બંનેના દીલ ઘણીવાર ટકરાઈ ગયાં ને એકમેકના બનવા ત્યાર પણ થઈ ગયાં.
તે મહેસુસ કરતી હતી પણ માનતી ન હતી. આ પોઝ તેના શરીરને ધ્રુજાવી તો રહ્યાં હતાં પણ મનના ઉડા વિચારોમાં તે ફરી ફગોળાતી હતી. દિલ જેટલું સમજતું હતું તેટલું જ મન વિચારતું હતું. વાતો અનસુની હતી ને દિલ બેહાલ હતું. બંનેના વિચારો ગાડૅનમાંથી આવતાં થઠાં પવનની સાથે ફુકાતા હતાં. બંનેમાંથી કોઈ કંઈ પણ બોલતું ન હતું. કેમેરાની સામે ચહેરો નજર ફેરવતો હતો ને બે જણ મહોબ્બતના રંગમાં રંગાઈ રહ્યાં હતા.
♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥
શરુ થયેલી બનેની લવ સ્ટોરી કયા રસ્તાં પર જ્ઈ ઊભી રહશે ? શું રીતલ તેના દિલને સમજી શકશે? શું રવિન્દ તેની કાબિલ બની શકશે? શું બે ધડકતા દિલ ખાલી ધડકતાં જ રહેશે કે પછી આગળ પણ તેની કહાની વધશે? શું રવિન્દ ના વિદેશ ગયાં પહેલા રીતલ તેને પ્રપોઝ કરી શકશે કે દિલની વાત દિલમાં જ ચુપાઈને પડી રહશે તે જાણવાં વાંચતા રહો જયારે દિલ તુટયુ તારા પ્રેમમાં...... (ક્રમશઃ)