Featured Books
  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

શ્રેણી
શેયર કરો

જયારે દિલ તુટયું તારા પ્રેમમાં - 28

એરપોર્ટ પર રવિન્દને લેવા આખો પરિવાર આવી ગયો હતો. ચાર વર્ષ પછી ફરી રવિન્દ બધાને મળવાનો હતો. તેના સપનાની ઉડાન તો તેને ભરી લીધી પણ સાથે એક નવી જ રાહ લઈ ને તે એરપોર્ટ પર પહોચ્યો. એરપોર્ટ પર હાજર તમામ તેના પરિવાર ને જોઈ તે આજે વધારે ખુશ હતો. આ ચાર વર્ષની જુદાઈ પછી આ પહેલી મુલાકત તેના વિચારોને બદલી રહી હતી. આમ તો તે ધણો બદલી જ ગયો હતો પણ તેના બદલાવ પાછળ પણ પ્રેમની અસર દેખાતી હતી.

જે ચેહરાને તે ગોતતો હતો તે ચહેરો તેને દેખાણો, એલ્લો કલરની સાડીમાં તે વધારે સેકસી લાગતી હતી. જે રીતલને તે જોઈને ગયો હતો તે જ રીતલ આજે આટલી બદલી બદલી. એકવાર તો તેને વિચાર આવ્યો કે અત્યારે જ જ્ઈને તેને ગળે લગાવી દવ પણ બધાની સામે.!! તેના વિચારને તેને ફરી વાળી લીધા ને રીતલ સામે હળવી સ્માઈલ આપી તે બાકી બધાને મળ્યો. તેનું મન તો રીતલ પાસે જ હતું કે કયારે ઘરે પહોચું ને રીતલ સાથે વાત કરુ, તેની સ્પરાઈઝ જાણવા તેનું દિલ વધારે આતુર હતું. ધરે પહોચ્યા પછી પણ રીતલ સાથે તેની વાત નહોતી થઈ બંને એકબીજાને મળવા એટલા આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં હતાં ને અહીં તો પરિવાર વચ્ચેથી ઊભો થવાનો સમય જ મળતો ન હતો. સાંજનું ડિનર રવિન્દના ઘરે જ હતું તો રીતલની ફેમેલી ત્યાં જ હતી. બધા સાથે વાતો કરવામાં રવિન્દ ખોવાઈ ગયો ને મહેમાનો માટે રસોઈ બનાવવામાં રીતલ રોકાઈ ગઈ. નજર એને જ મળતી હતી ને દિલ ધણી વાતો કરવા માગતું હતું.

સાંજે જમ્યા પછી રવિન્દ અને રીતલને એક પળ મળી વાતો કરવા માટે પણ તે પળને બંનેએ એકબીજાના ચહેરો જોઈ બગાડી દીધી. વર્ષો પછી આ ચહેરો જોવા મળ્યો હતો. કાલે મળીયે એમ કરી રીતલ ત્યાંથી જતી રહી ને રવિન્દ એમ જ તેને જતા જોઈ રહ્યા. આજની રાત થાક ના કારણે નિદર જલ્દી આવી ગઈ ને રીતલ સાથે વાત કરવાની રહી ગઈ. તેને સવારમાં મોબાઈલમાં જોયું તો રીતલનો એક મેસેજ હતો તેને તે મેસેજ વાંચયો ને તે ફટાફટ ઊભો થઈને તૈયાર થઈ ભાગવા લાગ્યો. જે હોલમાં રીતલે તેને બોલાવ્યો હતો તે હોલમાં તેનો પરિવાર અને રીતલ પહેલાંથી જ બેઠા હતા. તેને કંઈ પણ સમજાતું ન હતું. મનને તેને પાસે બેસવા બોલાવ્યોને તે ત્યાં જ્ઈને બેસી ગયો.

"ભાઈ આ બધું શું છે???ને તમે બધા અહીં...!!!" તે હજી મનનને પુછતો જ હતો ને રીતલની નામની એનાઉસ થઈ તે ઊભી થઈ ઉપર તેજ ઉપર આવી ને તેને બોલવાનું શરૂ કરયું

"સોરી, આ પ્રોગ્રામને તમે મારા કારણે લેટ કર્યો, ને સાથે થેન્કયુ પણ તમે લોકો એ મને સમજી. પણ જો તમે આ જ એવોડ ફંકશનને બે દિવસ પહેલા કર્યો હોત તો સાયદ મને આ એવોર્ડ લેવાની આટલી ખુશી ન થાત જેટલી આજે થાય છે. તમને થોડું અજીબ લાગશે કે એમા શું ફરક પડવાનો હતો. પણ મને ફરક પડે કેમકે જે પિન્ટીગ લોકોમાં આટલી લોક પ્રિય બની તે ખાલી એક વ્યક્તિના કારણે જ શકય બની. જેને મારા સપનાને તોડવાની જગ્યાએ એક નવી રાહ બતાવી, જેને મને સમજી મારા સપનાની ઉડાન ભરવાનું શીખવ્યું. આજે હું જે કંઈ પણ શું તેના કારણે જ છું. તો તમે જ કહો તેના વગર આ એવોર્ડની ખુશી કેવી રીતે મળે? થેન્કયુ માય લવ રવિન્દ, થેન્કયુ માય ફેમેલી એન્ડ થેન્કયુ ઓલ...." તેના શબ્દો પુરા પણ થયા ન હતા ને તાળીના ગગડડાત થી આખો હોલ ગુજી ઉઠયો તેને પિન્ટીગનો પરદો હટાવ્યો ને લોકો સમક્ષ રજૂ કર્યુ. અતિસુદર રીતે તેને આસ પાસની દુનિયાને તેમા કેદ કરી રાખી હતી. સવારમાં વહેલા જાગતા પંખીના કલરવ ને લોકોની અવરજવર તેને આ ચિત્રમાં સુદર રીતે વર્ણવી હતી.

થોડીકવાર તો રવિન્દની નજર તે પિન્ટીગમાંથી હટતી જ ન હતી. આ ખુબસુરત પિન્ટીગને ઈન્ડિયાની ડોર્ઈગ કંપનીએ સિલેક્શન કર્યુ ને રીતલને તે કંપનીમા હંમેશા કામ કરવાની તક પણ મળી તે વાત સાંભળતા બધાની ખુશી છલકાઈ ગ્ઈ પણ,રવિન્દની ખુશી ખોવાઈ ગઈ. પણ આ ખુશી તેને તેના ચેહરા પર જારી રખી. રીતલના સપનાની આ પહેલી કામયાબી હતી જેના તેને વર્ષોથી સપનું જોયું હતું. પણ રવિન્દની ખામોશી તેનાથી ચુપી ના રહી જેના લીધે તેને આ ફંકશન બે દિવસ લેટ કરવાયું તે જ રવિન્દ આજે રીતલની સ્પરાઈઝથી ખુશ ન હતો તેવું રીતલ ને લાગયું.

ફંકશન પુરુ થયું ને બધા ઘરે જવા રવાના થયા ને રીતલ રવિન્દ સાથે એક ગાડૅનમાં ગઈ. જયારથી રવિન્દ આવ્યો ત્યારથી તેની એકવાર પણ વાત નહોતી થઈ. બંને એક બાકડા પર બેસી ગયાં.

" કોન્ગર્સયુલેશન રીતલ તને તારા સપનાની પાખ મળી ગઈ, ખરેખર તારી સ્પરાઈઝ બહું જ સુંદર હતી આનાથી વધારે ખુશી મને બીજી શું હોય શકે કે મારી રીતલ એક કામયાબીના શિખર પર પહોંચી ગઈ."

"જુઠ રવિન્દ, તમને મારી સ્પરાઈઝ પસંદ નથી આવી, ના તમે ખુશ દેખાવ છો કંઈક તો વાત છે જે તમે મારાથી ચુપાવો છો??"

"ના રીતલ એવું કંઈ જ નથી તું તે બધું છોડ અને મને તું પાર્ટી કયારે આપે છે તે પહેલાં કે"

"ફરી એકવાર જુઠ રવિન્દ, તમે તમારી ખોટી હસી લોકાને દેખાડી શકો મને નહીં. ભલે આપણે વધારે સાથે ન રહ્યાં હોય પણ હું તમારી બધી જ વાતોથી વાકેફ શું કે કોઈ વાત છે જે તમને ના ગમી?? શું તમને મારી જોબથી કોઈ પ્રોબ્લેમ છે?? "

"રીતલ મને તારી કોઈ પણ વસ્તુંથી પ્રોબ્લેમ નથી. પણ,તારી આ જોબ કરવી શક્ય નહીં બની શકે "

" પણ,કેમ રવિન્દ, આવો સારો મોકો હું મારા હાથથી ખોવા નથી માંગતી"

" રીતલ આપણે લગ્ન પછી હમેશાં લંડન જ રહેવાનું છે. " રવિન્દના શબ્દો સાંભળતા જ રીતલના વિચારો ખોવાઈ ગયાને તે શાંત બની સાંભળતી રહી તેના આખો રવિન્દને એમ જોતી રહી તેમાંથી વહેતા આશુંને રવિન્દ પણ જોઈ શકતો હતો.