આખા દિવસની મોજ મસ્તી પછી પણ રાતે લાંબી વાત રીતલને થકવી રહી હતી. બસ હવે ચાર દિવસ જ છે ને પછી તો મહિનામાં એક વાર માડ વાત કરવા મળશે એમ કરીને રવિન્દ વધારે પકાવતો હતો.
"રીતલ, હવે કાલે કયાં જશું????"
"તમારા ઘરે..!"
"મારા ઘરે ,પણ કેમ ??"
"બેસવા"
"રીતલ, આપણે બહાર જ્ઈ્એ ઘરે મજા નહીં આવે જેટલી બહાર આવે "
"ઓકે, જેવી તમારી ઈચ્છા .પણ, સવારે તમારે પપ્પાને ફોન કરીને કહેવું પડશે કે તમે લોકો આમારા ઘરે નહીં આવતાં. મારે ને રીતલ આજે પણ ફરવા જવાનું છે."
"મતલબ, તમે બધા આવવાનો છો ??"
"હા, બાબા, બધા..... સાજે જમવાના સમય પર આવેશે. હવે હું સુઈ જાવ."
"હમમમમ" હજી તે કંઈ બોલ્યો પણ ન હતો ને રીતલની આંખ લાગી ગઈ. તે હેલો હેલો કરતો રહયો પણ કોઈ જવાબ ન મળતાં તે સમજી ગયો. ફોન કટ કરી તે પણ સુઈ ગયો. સવારનો સૂર્ય ઊગવાની સાથે રવિન્દની આંખ ખુલી તૈયાર થઈ તે નીચે ગયો. બધા પોતાના રુટીન કામમાં વ્યસ્ત હતાં તે પણ પેપર વાંચવામાં વ્યસ્ત થઈ ગયો. આઠ વાગતાં જ ટેબલ પર નાસ્તો તૈયાર હતો. નાસ્તો કરી મનન તેના પપ્પા સાથે ઓફિસ જવા નિકળ્યો સાથે રવિન્દ પણ ગયો. સાસુ- વહું પોતાનું કામ પુરુ કરી સાંજે મહેમાન આવવાના છે તેની તૈયારીમાં લાગી ગયા.
"મમ્મી, રીતલને આપણે બોલવીએ તો સારું હો, રવિન્દને પેકિંગમાં થોડી મદદ થઈ જાય, આમેય તે લોકો સાજે આવવાના જ છે તો તે થોડી વહેલી આવી જાય." રિંકલે રેખાબેન ને ટેબલ પર સામાન મુકતા કહયું.
"હા એ બરાબર છે તું ફોન કરીને તેને અત્યારે જ બુલાવી લે." પોતાનું કામ સમેટી રેખાબેન તેમના રૂમમાં ગયાં. ને રિંકલે રીતલને ફોન લગાવ્યો. કલાક થતા પહેલા જ રીતલ ત્યાં આવી ગઈ. રિંકલ સાથે બેસી થોડી સાજ ની તૈયારી કરી પછી તે રવિન્દના રૂમમાં ગઈ.
રવિન્દનો રૂમ તેની રૂમ કરતા ત્રણ ગણો મોટો હતો. બહારની બાલકની અવનવા ફુલોની સુગંધથી સજ હતી. આખી બાલકનીમાં વુક્ષોના નાના નાના છોડ અલગ અલગ કુડામાં મસ્ત શણગારેલ હતા. બહાર ખુલ્લા ગાડૅનમાંથી આવતો ઠંડો પવન સીધો જ તેના રૂમમાં પ્રવેશતો ને આખા જ રૂમને ફુલોની મહેકથી ભરી દેતો. રીતલ તે સુગંધી ફુલોની મહેકથી ખેસાઈને બાલકનીમાં ગઈ. આ રૂમમાં તે પહેલી વાર આવી હતી. તે હજી કંઈ વિચારે તે પહેલાં તો રવિન્દ અંદર રૂમમાં આવી ગયો હતો.
"ભાભી, મારા કપડાં અલમારીમાં નથી. મારે આજે પેકિંગ કરવાનું છે તે તમને ખબર હતી ને ??" તેના કપડાં ન મળતાં એક મિનિટ માટે તો તેને આખા ઘરને માથા પર લ્ઈ લીધું. બહાર ઊભી રીતલ આ બધું શાંતિથી સાંભળી રહી હતી. તે રવિન્દથી અનજાન હતું. તેની વાતનો કોઈ જવાબ ન મળતાં તેને ફરી ભાભીને અવાજ લગાવ્યો પણ ફરી કોઈ રીપ્લાઈ ન આવતાં તે રૂમમાંથી બહાર નિકળવા જતો હતો ત્યાં જ બાલકનીમાંથી આવતો અવાજ સાંભળી તે બાલકનીમાં ગયો. રીતલને ત્યાં જોઈ તેને તેની આંખો ને સાફ કરી કંઈક સપનું તો નથી એમ લાગ્યું પણ રીતલને ખરેખર છે તેમ ખબર પડતાં તે થોડો અકડાઈ ગયો.
"તુ, અહી..!!! આઈ મિન કયારે આવી??તુ તો સાંજે આવવાની હતીને ..! તે મને કીધું પણ નહીં..?" એકી સાથે તે અનેક સવાલ પુછી ગયો હતો.
"પહેલાં કયાં સવાલનો જવાબ આપું, તમારા કપડાં નો , કે પછી મારે અહીં આવવાનો ??" તે રૂમમાં ગઈ .બેડ પર પડેલ કપડાં બતાવી તેને રવિન્દ સામે જોયું. "લાગે છે નજરની કમજોરી હોય તેવું. ગોગલ્સ પહેરી લો આંખ માટે સારુ રહેશે " તેને રવિન્દને ટકોર કરતા કહ્યું.
"મારા કપડાં અલમારીમાંથી બહાર તે કાઠયાં..??? પણ કેમ ..!!" તે રીતલ ને સવાલ પુછતો હતો ત્યાં જ રિંંકલ ત્યાં આવી ગઈ. બાકીના કપડાં તેને બેડ પર મુક્યા ને અલમારીમાંથી બેગ લેતા બોલી -
"રીતલ, દેવરજીને પોતાનું કામ જાતે કરવાની આદત છે. પણ તું ચિંતા નહીં કરતી, તારુ કામ પણ તે કરી આપશે." થોડુક હસ્તા તેને રીતલ સામે જોયું. રીતલ પણ હસ્તી હતી. બંનેને હસ્તા જોઈ રવિન્દને કંઈ સમજાતું ન હતું. તે ભાભી ના હાથમાંથી બેગ લઇને પોતાની પેકિંગ કરવા લાગ્યો.
"લાગે છે મનન પણ આવી ગયા. રીતલ તું બેસ હું આવી" રિંકલને જતા જ રવિન્દ ફરી રીતલને પુછવાં લાગ્યો. પણ, તે રીતલ જવાબ આપે એમ. વાતને ત્યાં જ પુરી કરી બંને પેકિંગ કરવા લાગ્યાં. રીતલ તેને ઘડી કરી કપડાં આપતી ગઈ ને તે બેગમાં ભરતો ગયો. કપડાનું પેકિંગ પુરુ કરી રવિન્દે તેની બુકો ખોલી. વઘારે તેમા પ્રેમ કહાની જ દેખાતી હતી. રીતલના હાથમાં એક બુક આવી તેનું પહેલું પાનું ખોલતા જ તેમને એક લેટર મળ્યો તે લેટર ખોલવા જતી હતી ત્યાં જ રવિન્દને તેના હાથમાંથી તે બુક અને લેટર બને લઈ લીધા રીતલને થોડું અજીબ લાગયું તેનાથી પુછ્યા વગર ના રહેવાણું તે તરત બોલી-
" એવું તો આ લેટરમાં શું લખ્યું છે કે તમે મને વાંચવા ન આપી શકો ? ને આ બુક, તેની અદર શું છે કે તમે મારા હાથમાંથી લઇ લીધી?? રવિન્દ જે હોય તે સાચું કહો મારે તમારુ પાસ જાણવું છે." તેનો માસુમ ચહેરો રવિન્દની વાત જાણવા આતુર હતો. પણ રવિન્દની ખામોશી કંઈ કહે તેમ ન હતી.
'' તું જેવું વિચારે તેવું કંઈ નથી. મારી જિંદગીમાં તારા સિવાય બીજું કોઈ નથી ને કયારે આવશે પણ નહીં. મારો પહેલો પ્યાર પણ તુ જ છે ને આખરી પ્યાર પણ તુ જ રહી. પણ, સોરી હું તને અત્યારે આ લેટર ના આપી શકું ના આ મારી બુક કેમકે, આ મારી પોતાની વસ્તું છે."
"મતલબ, તમારી પોતાની વસ્તુ અડવાનો મારો કોઈ હક નથી. તમે મને... " તે કંઈ બોલીના શકી તેની આંખો આશુથી છલકાઈ ગ્ઈ તે ત્યાંથી ઊભી થઈ બહાર સીઘી બાલકનિમાં જતી રહી. એક જ મિનિટમાં હજારો વિચારો તેના મનમાં ઘુમી ગયાં. મને આટલો ફરક કેમ પડે છે. તેને શું ખોટું કીધું. તેની પોતાની વસ્તું પર મારો શું હક...! મે તો તેને હજી સુધી અપનાવ્યો પણ નથી તો પછી તે મને આ હક આપે તે મે કેમ માની લીધું. પણ તે તો મને તેની સંગીની માને છે તો પછી તેને મારા પર આટલો પણ ભરોસો નથી. એકબાજુ વિચારો ફરતા હતા ને બીજી બાજું આશુ નો વરસાદ વરસતો હતો. વાતાવરણ બદલી ગયું હતું. રવિન્દ ત્યાં બેઠો બાકી પુસ્તકોને બરાબર ગોઠવી રહ્યો હતો. તેના મનમાં કોઈ વિચારો ન હતા. પણ તે મહેસૂસ કરતો હતો રીતલની તકલીફ.
♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥
શું હતું તે બુકની અંદર, શું લખ્યું હતું રવિન્દે તે બુકમાં?? આજે તેનું કોમળ હદય રીતલના આશુંને પથ્થર બનીને કેમ જોતું હતું. શું તે લોકો વચ્ચે કંઈ પહેલાં બન્યું હશે કે એમ જ રવિન્દ તેને પજવતો હશે!!! શું રવિન્દ રીતલની વાત પર નારાજ છે એટલે કે પછી કોઈ બીજી વાત હશે?? રવિન્દનું આવું વર્તન રીતલની જિંદગી ને બદલી દેશે કે પછી વઘારે આ પ્રેમ રુપી બંઘનથી તે ભાગવા લાગશે?? શું કહાની અહી આવી ઊભી રહી જશે કે પછી રીતલનું દિલ મળ્યા પહેલા જ તુટીને વેરવિખેર થઇ જશે..............તે જાણવા વાંચતા રહો-: જયારે દિલ તુટયું તારા પ્રેમમાં ( ક્રમશઃ)