Featured Books
  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

શ્રેણી
શેયર કરો

જયારે દિલ તુટયું તારા પ્રેમમાં - 23

"વાવ યાર શું પિન્ટીગ બનાવી છે સો અમેજીંગ " અર્પિતાના વખાણ કરતાં રીતલ તેની પિન્ટીગ જોવા લાગી

"થેન્કસ " પિન્ટીગ બનાવવામાં મશગુલ અર્પિતાએ ટુકમાં જ જવાબ આપ્યો.

"મે કયારે પણ તારી પિન્ટીગ ન્યુઝ પેપરમાં જોઈ તો નથી પણ લોકો ની તારીફ સાંભળી મને તે જોવાનું બહું જ મન છે. શું તારી પાસે તેની કોઈ આલ્બમ હશે??"

"અફકોર્સ , પર અત્યારે મારી પાસે તે નથી. હું કાલે લેતી આવી. ત્યાં સુધી પ્લીઝ મને મારુ કામ કરવા દે. "

"ઓ, સોરી ડિસ્ટર્બ!!" રીતલ પણ પોતાના કામમાં વ્યસ્ત બની ગઈ તેની પિન્ટીગ હજી બરાબર તો ન હતી. પણ તે કોશિશ કરી રહી હતી.

અર્પિતાની પિન્ટીગ પુરી થતા તેને રીતલની પિન્ટીગ સામે જોયું તે બરાબર ન લાગતાં તેને તેમાં થોડો સુધારો કર્યો. જે છોકરીની વાતો લોકો આટલી ખરાબ કરે છે તે અેવી તો નથી રીતલના મનમાં વિચાર આવ્યો. તેને અર્પિતાને પૂછવાનું મન તો થયું પણ અત્યારે નહીં તેમ સમજી તેને થેન્કસ કહી વાત પુરી કરી. કાલના દિવસ કરતા આજનો દિવસ બેસ્ટ હતો. અર્પિતા સાથે વાતચીત કર્યા પછી તેને અહીં હવે ગમતું હતું. આજના દિવસ પુરો થયા પછી તે ઘરે ગ્ઈ. આજે રવિન્દ સાથે વાતચીત નથી થવાની તે વાતથી તેનું મન ભારી હતું. વગર વાત કરે રાત મુશ્કેલ હતી પણ ચાર વર્ષની આ સફર હવે આમ જ તેને કાઠવાની હતી.

ઘીરે ઘીરે સમય ભાગતો હતો એક દિવસ, બે દિવસ એક મહિનો બીજો મહિનો એમ મહિના પણ ભાગતા હતાં. કયારેક વાત થતી તો કયારેક થતી પણ નહીં. રુટિન ચાલતા સમયમાં ધણું બદલાય ગયું હતું. કોલેજથી ક્લાસ ને ક્લાસથી ઘર આ બધું તેની જિંદગીની આદત બની ગઈ હતી. કોલેજના ફેન્ડ અલગ, ક્લાસ પર અલગ ને તે આમ હવે વધારે બીજી રહેવા લાગી હતી. રવિન્દના કારણે તેની જિંદગીમાં ઘણા બદલાવો આવ્યા હતા. થોડીક ફેશનની દુનિયામાં તે પણ જીવવા લાગી હતી. અર્પિતાના સાથે તેને વધારે પાવરફૂલ બનાવી દીધી હતી. આ બધું બદલાઈ ગયા પછી તેને રવિન્દની યાદ હંમેશાં સતાવતી રેહતી હતી. પણ થોડાક સમયની તો વાત છે એમ કરી મનને મનાવી લેતી હતી. પહેલાં તે છોકરાને ફેન્ડ નહોતી બનાવતી જયારે આજે તેના સૌથી વધારે ફેન્ડ છોકરા જ હતા. કોઈના આવવાથી કેટલું બધું બદલાઈ જાય ને એક માણસમાં કેટલા પરિવર્તન જોવા મળે છે.

એક વર્ષ પુરુ થયા પછી રીતલના ક્લાસનો બીજુ વર્ષ શરૂ થઈ ગયું હતું. બધા સાથે તે ઘણી એકઝેસ થઈ ગઈ હતી. અર્પિતાના કારણે તે ઘણું શીખી ને પોતાના સપનાને સાકાર કરવા માટે તેનું આ પહેલું પગથીયું એકદમ કામયાબ થયું. બીજી બાજુ તેનું રુટીન ચાલતું ભણતર પુરુ થયું ને તે હવે વધારે સમય આ ફિલ્ડમાં ધ્યાન આપવાં લાગી. હમેશાં પોતાની બાલકનીમાં બેસી તે આકાશને જોયા કરતીને તેમાં રહેલી ખુબીને એક પેપરમાં ઉતારવાની કોશિશ કરતી.

રવિન્દ સાથે વાતચીત ઓછી થતા તેની વાતો બાકી રહેતી તેમાની ઘણી એવી વાતો તે પોતાની ડાયરીમાં ભરતી. રવીન્દ આજનો દિવસે મે આ કર્યુ. અર્પિતાએ મારી તેમા આટલી મદદ કરી. આજે સરે મારી પિન્ટીગમાં આ મિસ્ટેક કાઠી વગેરે વાતો તે રવિન્દને કરતી રહેતી. તેનામાં આવેલ બદલાવને તે હંમેશા રવિન્દ સાથે શેર કરતી.' જો રવિન્દ તું અહીં મને આવી રીતે જોત તું ખરેખર પાગલ બની જાત હું કયારે પણ વિચારી ન શકું કે એક સિપલ લાઈફ જીવવા વાળી છોકરી આજે ફેશનની દુનિયામાં ખોવાઈ ગઈ. ને બધું તમારા કારણે જ થયું. જો તમે મારી લાઈફમાં ન આવ્યાં હોત તો હું એમ જ મારી જિંદગીને ખાલી વિચારો સાથે વેડફી દેત.' તેના વિચારો શરૂ થતા ને ડાયરીના પન્ના એમ જ ભરાઈ જતાં.

બીજું વર્ષ પણ પુરુ થઈ ગયું. જિંદગીની રમત ચાલતી જ હતીને રીતલ બદલી રહી હતી. દોસ્તો સાથે મુવી જોવી, રાતે પાર્ટીમાં જવું, એકલા દરિયા કિનારે બેસી ઉછળતા મોજાની લહેરોને મન ભરી માણવી, ગાડૅનમાં બેસી ડોર્ઈગ કરવું તો કયારેક ખુલ્લા મેદાનમાં જ્ઈ તે ડોર્ઈગ ને પુરુ કરવું. એક અજીબ દુનિયામાં તે પ્રવેશી ગઈ હતી. પણ સાથે પ્રેમની દુનિયામાં પણ તે મશગુલ રહેતી. તેની દુનિયા તેના સપનું બધું એક જ સમયમાં પુરૂ થઇ રહયું હતું.

જે છોકરી પ્રેમ નામના શબ્દથી ભાગતી હતી તે જ રીતલ આજે સોથી વઘારે પ્રેમ પર વિશ્વાસ કરવા લાગી હતી. તેની બધી જ વાતોમાં હવે રવિન્દ હતો. જેના નામથી તેની શરૂઆત હતી તે રવિન્દની યાદો સાથે તેની રાત જતી હતી. ત્રણ વર્ષની સફર તેની પુરી થઈ ને સાથે તેનો ડોર્ઈગ ક્લાસ પણ પુરો થયો. જિંદગી એક પછી એક વળાંક લઇ રહી હતી. જે સપનાની ઉડાન તે બાળપણથી ભરવા માગતી હતી તે હવે મંજીલ સુધી પહોંચવા આવી હતી.

મહોબ્બત, પ્રેમ, એતરાઝ આ બધા પહેલાં રીતલની જિંદગી પરિવારથી શરૂ થતી. જ્યારે, આજે તેની રાહ પ્રેમથી શરૂ થાય છે. જે પ્યારને તે સમજતી હતી તેનાથી વધારે પ્યાર તે આજે રવિન્દને કરવા લાગી હતી. કોઈના આવવાથી જિંદગી બદલાય છે ને કોઈ ના જવાથી જિંદગી વિખેરાઈ જાય છે તે વાત હવે તેને સમજાતી હતી. કદાશ કોઈ આવી ને રીતલને એમ કહે કે રવિન્દ ત્યાં જ્ઈને બીજી છોકરીના પ્રેમમાં પડી ગયો તો તે સાબિત કરી બતાવે કે મારો રવિન્દ મારી સિવાય બીજાનો કયારે પણ ન થાય. તેનો વિશ્વાસ મક્કમ થતો જતો હતો ને તે એમ જ વિશ્વાસ સાથે રવિન્દને તે બાંધતી હતી.

♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥

બે અલગ પ્રેમના રસ્તે ત્રણ વર્ષ પુરા થયા ત્યારે શૂં જે પરિવર્તન રીતલની અંદર આવ્યાં તેવા રવિન્દની અંદર પણ આવ્યાં હશે. ??? લંડનમાં રહેતા રવિન્દની જિંદગી કેવી હશે.??? શું તે પણ રીતલને સાચો પ્રેમ કરતો હશે ?? બદલાઈ ગયેલી રીતલની જિંદગી આગળ પણ ખુશીથી ચાલશે કે પછી કોઈ વાત તેના સપના તેની જિંદગીને તોડી દેશે.?? રીતલનો વિશ્વાસ એમ ટકી રહશે કે તેનું દિલ તેના વિશ્વાસ પર તુટી ને વેરવિખેર થઈ જશે તે જાણવા વાંચતા રહો જયારે દિલ તુટયું તારા પ્રેમમાં (ક્રમશઃ)