jyare dil tutyu Tara premma - 17 books and stories free download online pdf in Gujarati

જયારે દિલ તુટયું તારા પ્રેમમાં - 17

ખાલી પન્ના જેવી આ જિંદગી સંબધ બનીને હસ્તી ને રડાવતી રહશે, પણ વહેતા પાણીની જેમ જ ચાલતું રહેવું તે કુદરત નો નિયમ છે. તેના વિચારોને છોડી તે બુકની અંદર આવી. બેડ પર ઉલટા સુતા તેને પન્નાને પલટયું, આખો તે લીટી પર ફરતી હતીને દિલ જોરજોરથી ધબકતું હતું.

'મે તેને આજે પહેલી વાર જોઈ , તેનો હસ્તો ચહેરો એટલો સુદર લાગતો હતો કે કોઈ પરી જમીન પર આવી ગઇ હોય. તેનું નામ હજી સુધી હું નહોતો જાણતો. પણ તે અમારા ઘરની બાજુમાં જ રહે છે તે મને આજે ખબર પડી હતી. તે બહાર આજે લગભગ પહેલી વાર રમવા આવી હશે. થોડીકવાર પછી હું તેની પાસે ગયો. જતા જ મે તેનું નામ પૂછયું ને તેને તેનું સિધ્ધિ નામ બતાવ્યું. સરસ નામ છે એમ કહેતા હું તેમની સાથે જ રમવાં બેસી ગયો. તે પાચીકા રમતી એક પાચીકા મને આપ્યા. 'મને પાચીકા રમતા નથી આવડતું' મે એમ કહયું એટલે તેને તેના પાચીકા ઉછાળી મને રમતા શીખવ્યું. અમારી દોસ્તી ધીમે ધીમે પ્યારનું નામ લ્ઈ બેઠી. આ ઉંમરે પ્રેમ એ હજી સમજ ન હતી. પણ બાહારી દુનિયા જોઈ અમે તેને પ્રેમ સમજવા લાગ્યાં. આ લાગણી રૂપી બંધન અમારી જિંદગીને બગાડવા આવ્યું છે કે નવી રાહ બતાવવા તે સમજની બહાર હતું. જિંદગી વળાંક લેતી ગ્ઈ ને અમે તે વળાંક ની વળતાં ગયા.' રીતલના પન્ના બદલાય રહ્યાં હતાં ને રવિન્દની તે છ મહિનાની સફર રીતલ સામે ખુલી રહી હતી.

અમારી દોસ્તીનો હજી વધારે સમય પણ નહોતો ગયો. તે દિવસ જયારે અમે ઘરની બહાર રમતા હતા ત્યારે અચાનક જ સિધ્ધિના મમ્મી આવ્યા. સિધ્ધિ ને અંદર લઈ ગયા ને હું જોતો રહ્યો. મને કંઈ સમજાણું નહીં. હું બહાર જ ઊભો એમ જ ત્યાં ઊભો હતો. થોડીકવાર પછી તેના પપ્પા આવ્યાં. અડધો કલાક કે કલાક જેવું થયું હશે ને તે લોકો ઘરને લોક લગાવી એમ જ બધો સામાન લઇને બહાર નીકળ્યા. હું હજી કંઈ સિધ્ધિને પુછુ તે પહેલાં જ તેમને મને હાથમાં એક લેટર આપ્યો ને કંઈ પણ બોલ્યા વગર જતી રહી. હું વિચારતો ધરે ગયો. તે લેટરને મે મારી ડાયરીમાં મુકી દીધો કેમકે હૂં વાચું એ પહેલાં જ પપ્પાએ મને બહાર બોલાવ્યો ને તે લેટર એમ જ ડાયરીનું પન્નુ બનીને પડયો રહો.

જેમ જેમ પન્ના તે ખોલતી ગઈ તેમ તેમ તેને રવિન્દની હકિકત ખબર પડતી ગઈ. સાતમાં ઘોરણથી શરૂ થયેલી તે સફર રીતલ ને તેની જિંદગીમાં આવતાં જ પુરી થઈ. સિધ્ધિનો સાથ તો બસ ચાર- છ મહિના પુરતો જ હતો. રાતનાં એક બે જેવું થવા આવ્યું હતું પણ નિંદર નહોતી આવતી. તેને બુકને વાચવાની જારી રાખી.

દસ સુધીનો અભ્યાસ પુરો થતા હું અગિયારમાં ધોરણમાં રોજકોટ હોસ્ટેલમાં આવ્યો. ત્યાં એક છોકરીને જોતા મને સિધ્ધિ યાદ આવી. કેટલા સમયથી એમજ પડેલી મારી ડાયરી મે ખોલી. તે ખોલતા જ મારા હાથમાં લેટર આવ્યો. ને મને અચાનક યાદ આવ્યું કે તે દિવસ હું તેને વાંચતા ભુલી ગયો હતો. થોડોક અફસોસ થયો કે જે છોકરી સાથે મારી આટલી સારી દોસ્તી હતી તેને જવાનું મને થોડું પણ દુઃખ ન લાગ્યું. હું કેટલો સ્વાર્થી છું. મે તેના વિશે જાણવાની કોશિશ પણ ન કરી ને મારી રુટીન લાઈફમાં ખોવાઈ ગયો. મે તે લેટરને વાંચવાનું શરૂ કર્યું તેમાં તેને ખાલી એમ જ લખ્યું હતું કે આપણો સંગાથ બસ અહીં સુધીનો હતો. અમારા ઘરની પ્રોબ્લેમ હું કોઈને કહ્યું એના કરતાં આપણે જેટલું સાથે રમ્યાં તે પળને યાદ કરીને જીવાય તેમાં મજા આવશે. હવે ફરી કયારેક મળીયે તો આપણા નસીબ. તેના એટલા જ શબ્દો મને રડાવી ગયા. મે સુવાની કોશિશ કરી પણ નિંદર ના આવી. તેની સાથે વિતાવેલ પળો યાદ કરતા મને એક શાંતિ મહેસૂસ થતી હતી નહીં કે તકલીફ. હું તે પળ ને કયારે ભુલી ના શકું તે મારા દિલમાં હંમેશા રહશે.

રીતલ વાંચતા વાંચતા છેલ્લા પન્ના પર આવી તેમાં તેને તેનું નામ જોયું. આગળ વાંચતા તેને સમજાઈ ગયું કે રવિન્દ ખરેખર તેને કેટલો પ્રેમ કરે છે. જયારે રવિન્દ તેને પહેલીવાર પ્રપોઝ કરેલી ને પછી માફી માંગી હતી તે ખરેખર ત્યારે ગલતી ફિલ કરતો હતો. 'જેને જોતા જ દિલ બેહાલ બની ગયું હતું 'તું મારી જિંદગી બનીને ન આવી હોત તો તારા વગરની જિંદગી મારી કેવી હોત તે હું કેવી રીતે વિચારુ. હા સિધ્ધિ મારી જિંદગીમાં આવી હતી પણ તે મારી જિંદગી નહોતી તે બસ ખાલી પન્નાની એક કિતાબ બનીને જતી રહી. ને છેલ્લે તેને લખ્યું હતું કે, મારુ ના કાલ હતું ના આજ છે જયારથી તને મે જોઈ ત્યારથી બસ તું જ છે.' આ એક ડાયલોગ તેને ફરી વિચારવાં મજબુર કરી ગયો. તેને બુક તકિયા નીચે મુકી ને આખોને આરામ દેવા એક ઝબકી લીધી પણ નિંદર ના આવી. રાત પુરી થઈ ને સવાર થવાની તૈયારીમાં હતું.

ઠંડા લહેરાતા પવનમાં પંખીઓના કલરવ ને મંદિરમાં ગુજતી ઝાલરનો અવાજ આવતા તેને બાલકનીમાંથી બહાર નજર ધુમાવી. લોકોની થોડીથોડી અવરજવર ને વાહનોની દોડધામ શરૂ થઈ ગઈ હતી. ખુશનુમાં વાતાવરણમાં આ સવાર તેને આજે રંગીન લાગતી હતી. કેટલાય દિવસથી ખોવાયેલ તેની નિંદર રવિન્દના વિચારોમાં ભમતી હતી.

રવિન્દને જવાના હવે ખાલી બે દિવસ બાકી હતા. તેમા પણ આજે તો મુલાકાત પણ ન હતી. તે કયાં સુધી બહાર ઊભી રહી. ઘરમાં ચહલપહલ શરૂ થતા તે બેડ પર આવી સુતી. તેના વિચારો વિરામ લેવાનું નામ નહોતો લેતા. " કેમ મારુ દિલ આજે આટલું બધું વિચલિત છે. એવું તો તેની બુકમાં કંઈ ખાસ નહોતુ. જે બીજા લોકની લાઈફ હોય તેવી તેની લાઈફ છે. હા તેનો પહેલો પ્રેમ સિધ્ધિ હતી પણ અત્યારે હું છું તો પછી હું આટલું કેમ વિચારુ છું. અમારી જિંદગી હવે નહીં બદલે. પણ મને ફરક કેમ પડે છે તેની લાઈફ તેને જેમ કરવું હોય તેમ કરે મારે તો ખાલી પરિવારની ખુશી માટે આ સંબધ નિભાવાનો છે. " વિચારોની ગતિ ફરી દિશા બદલે તે પહેલાં તેને આખો બંધ કરીને સુવાની કોશિશ કરી.

એક- બે કલાક માડ નિંદર આવી ત્યાં આંખ ખુલી ગઈ. તૈયાર થઈ તે નીચે ગ્ઈ. સવારનો નાસ્તો કરી તે ભાભીના રૂમમાં ગઈ પણ ત્યાં પણ તેનું મન ન લાગ્યું. મમ્મી સાથે વાતચીત કરી પણ વિચારો રવિન્દના ફરતા હતાં. તે થોડીકવાર પછી રૂમમાં ગઈ પુસ્તકો વાંચવાની કોશિશ કરી પણ ત્યાં પણ મન ન લાગયું. મોબાઈલ હાથમાં લીધોને રવિન્દ ને ફોન કરવાનું વિચાર્યું પણ તેને યાદ આવ્યું કે તે આજે તેના કામ માટે બહાર ગયા છે તેને હેરાન કરવા બરાબર નથી.

ખાલી પડેલ દિમાગ હજોરો વિચાર કરતું હતું. પણ, દિલ એક જ વાત પર અડગ હતું , 'કે રીતલ કાલે તું તેને પ્રપોઝ કરી દે જે ફિલિગ તેના દિલમાં છે તે તારા દિલમાં પણ છે તે સાબિત કરી બતાવ. પણ મન તે કંઈ વાત સ્વીકાર કરવા તૈયાર ન હતું. આજે આખો દિવસ જ તેનો વિચારોમાં ગુજરી ગયો. રાતના અગિયાર થતા ફોનની રીંગ વાગી. બેડ પરથી તે સફળી ઊભી થઈ ને ટેબલ પરથી ફોન લીધો. પણ અજાણ્યા નંબર જોતા તેના મનની અશાંતિ ઉડી ગઈ.

" અત્યારે કોનો ફોન હશે.....!"

♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥

ડાયરી વાંચયા પછી રીતલના મનમાં એક એહસાસ તો થયો પણ શું તે આ અહેસાસને સમજી રવિન્દને તેના દિલની વાત બતાવી શકશે ?? આગળની કહાની હવે શું મોડ લેશે?? શું આ સફર આમ જ ખુશીથી પુરી થશે કે પછી કોઈ અલગ પરિસ્થિતિ ઊભી થઈ બનેની જિંદગી બદલી દેશે તે જાણવા વાંચતા રહો જયારે દિલ તુટયું તારા પ્રેમમાં (ક્રમશઃ)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED