Featured Books
  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

શ્રેણી
શેયર કરો

જયારે દિલ તુટયું તારા પ્રેમમાં - 44

" તારુ બેબી ને તું બને સુરક્ષિત છો પણ તે ત્યારે પોસિબલ બની શકે જયારે તું તારા ડરને ભગાવી અમારો સાથ આપી શકે. જો તું જ હારી જાય તો અમે તારા બેબીને કેવી રીતે બચાવી શકયે..!!!! " રવિન્દનો હાથ તેના માથા પર હતો ને સિધ્ધિ તેને સમજાવી રહી હતી. પણ રીતલનું ધ્યાન તેના વિચારો વચ્ચે ફગોળા મારતું હતું.

થોડોક પણ રીતલનો સાથ મળતાં સિધ્ધિએ ઓપરેશનની શરુયાત કરી દીધી. ભાગમભાગ કરતા ડોક્ટરોની દોડધામ, બહાર ઊભેલા તેમના પરિવારની નજર, તેનાથી થોડાક દુર ઊભેલા રવિન્દનો ચહેરો તે જોઈ શકતી હતી. આખો સામે બધું તરવરી રહ્યુ હતું ને તે એક ખામોશ જિંદગીની નવી રાહનો રસ્તો ગોતી રહી હતી. તેને ખબર હતી કે જો મારો વિશ્વાસ મક્કમ હશે તો હું આ બિમારી પળમાં ખતમ કરી શકી પણ મનમાં વિશ્વાસ જગાડવો જ મુશ્કેલ હતો. તેની આંખ મિચાવાની તૈયારીમાં જ હતી ને તેના બેબીના રડવાનો અવાજ સંભળાયો.

"કોન્ગેસ્યુલેશન રીતલ, તું માં બની ગઈ. " સિધ્ધિના શબ્દો તેને કાને અઠડાણા ને તે જોવા આતુરતાથી ઊભી થવા ગઈ પણ તેનાથી ન થવાણું તેનું ચાલતું ઓપરેશન હજું અધૂરુ હતું. સિધ્ધિએ તેના છોકરાને ઊચો કરી રીતલને બતાવ્યો ખુશીથી તેની આંખો ભરાઈ ગઈ. તે તેના બાળકને હક કરવા માગતી હતી પણ સિધ્ધિના ના કહેવાથી તે તેને હાથ ન લગાવી શકી ના તેને હક કરી શકી. તેની આખમાં માતૃત્વનો દરિયો ઊભરાઈ રહયો હતો તેને જોયુ તો રવિન્દ ત્યાં જ ઊભો હતો પણ તેને એકવાર પણ તેના બાળક સામું જોયું ન હતું ના તેને હાથમાં લેવાની તેની ઇચ્છા હતી. સિધ્ધિએ તેના હાથમાં બાળકને આપ્યું તો તેને સીધી જ ના કહી દીધી. આખરે તે જ થયું જે રીતલને ડર હતો. રવિન્દ તેના વગર તેના બાળકને કયારે પણ નહીં અપનાવે. તેના ધબકારા ધીરે ધીરે છુટી રહયા હતા. ત્યાં શું થ્ઈ રહયું છે ને તે કયાં છે બધું પળમાં વિખરાઈ ગયું ને તેનું શરીર ફરી તે સ્થિતિમા આવી ગયું.

મશીનની અંદર મપાતા રીતલના ધબકારા દેખાતા બંધ થઈ ગયા તે જોતા જ રવિન્દ પણ ત્યાં જ પડી ગયો. જેનું દિલ જ તેનાથી દુર થઈ ગયું હોય તે શ્વાસ ક્ઈ રીતે લ્ઈ શકે. એકપળ સિધ્ધિ પણ ખામોશ બની ગઈ પણ તેને હિંમત ન હારતા રીતલના ધબકારા ચેક કરયા હજું તેમાં થોડો શ્વાસ બચયો હતો. તેની પાસે હજી પણ સમય હતો રીતલને બચાવવાનો. તેને એક ઊડો શ્વાસ લીધો ને રીતલનું અંધુરુ ઓપરેશન પુરુ કરવાની કોશિશ કરી. રીતલનું ઘબકતું શરીર ધીરે ધીરે ફરી પાછું વળી રહયું હતું. તેનું ઓપરેશન પુરુ થતા જ મશીનના ધબકારા ફરી દોડવા લાગ્યાં. રીતલ હજું હોશમાં નહોતી આવી પણ તેમનું ઓપરેશન સકશેસફુલ ગયું તે વાતથી ફરી એકવાર ખુશીનું મોજું ફરી વળ્યું.

થોડાક સમય પછી જયારે તે હોશમાં આવી તો તેનો આખો પરિવાર તેની સામે હતો. પણ રવિન્દ તેને નજર ન આવતા તેને સિધ્ધિને પુછયું ,સિધ્ધિ તેને રવિન્દ પાસે લ્ઇ ગઈ. તેને એકદમ ગહેરી નિદરમાં સુતેલ જોય રીતલને હસવું આવ્યું.

" રવિન્દ આજ સુધી તમે મને પાગલ કહેતા હતા પણ ખરેખર પાગલ તો તમે છો." રીતલના શબ્દો સાંભળતા જ તે એકદમ ઊભો થયો ને રીતલને પોતાના ગળે લગાવી દીધી. હજૂ તો તે મોતના મુખમાંથી બહાર આવી હતી ને તે તેને લોકોને હસવાનું શરૂ કરી દીધું હતું.

" તારે જે કહેવું હોય તે મને કહી લે!!!!પણ, એક પ્રોમીસ કર કે હવે પછી મને એકલો મુકી તું નહીં જાય????"

"હવે તમે કહેશો તો પણ હું નહીં જાવ કેમકે મને તમારી સાથે રહેવાનું પરમનેટનું લાઈસન્સ મળી ગયું છે. જોવું છે મારુ લાઈસન્સ??? "

" ઈચ્છા, તો તું મારા બેબીને તારું લાઈસન્સ કહે છે એમ ને...!!!!"

"હમમમ તમે સમજદાર તો છો..!!! " તેની ચાલતી મજાક વચ્ચે જ આખું ફેમિલી તે બાળકને સાથે લ્ઈ ત્યાં આવી પહોચ્યું. રવિન્દ અને રીતલે સાથે જ તેને હક કરી લીધો. જે આશનું કિરણ તેને લગ્ન પહેલા બાઘયું હતું તે આજે ખુશી બનીને પ્રકાશ ફેલાવી રહયું હતું.

એક નવા સપના સાથે રીતલનો નવો જન્મ થયો. તેનું બાળક એક નવી ખુશી લઇ ને જન્મ્યું. રીતલની બિમારી કોઈ રાહ બનીને કપાઈ ગ્ઈ ને તેના જીવનનો એક નવો પંથ ખુશી બનીને ચાલવા લાગ્યો. બે દિવસ પછી તેને હોસ્પિટલમાંથી રજા મળી ને તે રવિન્દ સાથે તેમના પોતાના ઘરે ગ્ઈ. બેબીનું નામકરણ વિધિ થઈ જેમાં રીતલનું ફેવરીટ નામ આરૅવ રાખ્યું.આરૅવના આવતા ફરી જિંદગી હસતી રાહ બનીને ચાલવા લાગી. રીતલની તબિયત ઠીક થતા ધણા દિવસો લાગી ગયા ત્યાં સુધી તેમનું આખું ફેમિલી તેમની સાથે રહ્યું ને પછી તેમના પરિવારની સાથે જ રવિન્દ અને રીતલ હંમેશા માટે ઈન્ડિયા જવા રવાના થયા.

આટલા વર્ષોમાં ધણું બધું હાસિલ કરી લીધું. લંડનમાં આવ્યા પછી જિદગીએ ઘણી રમતો રમાડી પણ દોસ્તોના સાથથી બધી જ બાજી તે લોકો જીતી ગયા. આજે પણ તે જવાના હતા ત્યારે તેના બધા જ દોસ્તો તેને એરપોર્ટ પર છોડવા આવ્યાં હતાં. રીતલને બિમારીથી બચાવવા છેલ્લે સુધી લડેલી સિધ્ધિ પણ ત્યાં હાજર હતી. રીતલે બધાને ગળે મળી પછી તે સિધ્ધિ પાસે આવી.

" સિધ્ધિ, જેટલીવાર હું તને થેન્કયુ બોલું તેટલીવાર ઓછું કહેવાય. તે જે મને આપ્યું તે બદલામાં હું તને કંઈ ના આપી શકી. મારુ બેબી, મારો રવિન્દ, મારુ ફેમિલી બધું મને મળી ગયું. મને મારી નવી જિંદગી પણ મળી ગઈ. આજે હું આટલી ખુશ છું તેનું કારણ પણ તું જ છે. જો તે દિવસે તું મને નહીં બચાવત તો હું આજે અમલોકની યાત્રા કરતી હોત. ખરેખર સિધ્ધિ જયાં સુધી હું જીવીશ ત્યાં સુધી તારી રુણી રહીશ. તે મારી સાથે બીજી બે જિંદગી બચાવી. થેન્કયુ સિધ્ધિ. "

" રીતલ,મે મારો ધર્મ નિભાવ્યો છે. જો હું તને ના બચાવું તો તારો રવિન્દ પણ તારી સાથે આ દુનિયા છોડી ચાલ્યો જાય. ને મારુ દિલ રવિન્દ વગર એકલું ખામોશ બનીને વિખરાઇ જાય. રીતલ હું તારા જેટલો તો રવિન્દને પ્રેમ ના કરી શકું પણ મારુ દિલ તેને ત્યારથી પ્રેમ કરે છે જ્યારથી મને પ્રેમ નામના શબ્દની સમજ ન હતી. સોરી રીતલ, તમારા પ્રેમ વચ્ચે હું કબાબ બની ગઈ. મને ખબર નથી હું તને આ વાત કેમ બતાવું છું પણ હકિકત તો એ છે કે મે તને મારા સ્વાર્થ ખાતર બચાવી. " સિધ્ધિના આંખના ખુણામાં આવેલા આશુંને તે સાફ જોઈ શકતી હતી. તેને દિલાસો દેવા માટે તેની પાસે કોઈ શબ્દ નહોતા. તે સમજી શકતી હતી તેના પ્રેમને પણ તે કંઈ બોલવા જાય તે પહેલાં જ તેનું પ્લેન આવી ગયું ને શબ્દો મનમાં વિચારો બની રહી ગયા.

પ્લેન તેની ઉડાન ભરી રહ્યું હતું ને રીતલના વિચારો તે ઉડાન સાથે સિધ્ધિના મનને મળી રહ્યા હતાં. કોઈ આટલું દિલદાર કેવી રીતે હોય શકે!!!! તેને રવિન્દને મેળવવા મને રસ્તેથી હટાવાને બદલે મને મરતા બચાવી લીધી ને બોલે છે તે સ્વાર્થી છે. મને લાગતું કે પ્રેમ એ જ છે જે રવિન્દ મને કરે ને હું રવિન્દ ને કરુ. પણ અહીં તો એક એવો પ્રેમ છે જેને કોઈ સ્વાર્થ નથી. ખરેખર પ્રેમ અદભૂત છે.